PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 12 JUL 2020 6:30PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

 
 

 

Date: 12.07.2020

Reserved: દેશમાં કોવિડ-19માંથી 5.3 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા 2.4 લાખથી વધુ; 19,000થી વધુ દર્દી છેલ્લા 24 કલાકમાં સાજા થયા
સાજા થવાનો દર વધીને 62.93% થયો.
સક્રિય કેસોની સંખ્યા 2.9 લાખ કરતાં વધારે.
પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 8396.4 પરીક્ષણ; અંદાજે 1.16 કરોડ સેમ્પલનું અત્યાર સુધીમાં પરીક્ષણ કરવામાં આવ્યું
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તેમના મંત્રાલયના સંદર્ભમાં આત્મનિર્ભર ભારત પેકેજના અમલીકરણની સમીક્ષા કરી; ECLGS ભંડોળ હેઠળ MSME સહિત વ્યવસાયોને 1.2 લાખ કરોડથી વધુ રકમનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડ-19માંથી 5.3 લાખ કરતા વધુ લોકો સાજા થયા; સક્રિય કેસોની સંખ્યા 2.9 લાખ; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2.4 લાખ વધુ; છેલ્લા 24 કલાકમાં 19000થી વધુ લોકો સાજા થયા; પ્રત્યેક દસ લાખની વસ્તીએ 8396.4 પરીક્ષણ

છેલ્લા 24 કલાકમાં 19,235 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 5,34,620 થઇ ગઇ છે. સાજા થવાનો દર હાલમાં વધીને 62.93% સુધી પહોંચી ગયો છે. સર્વાંગી પ્રયાસોના કારણે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે અને હાલમાં સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ 2,42,362 વધારે છે. હાલમાં 2,92,258 સક્રિય કેસ છે જેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,80,151 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,15,87,153 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રયાસોના પરિણામે હાલમાં પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ સરેરાશ પરીક્ષણની સંખ્યા 8396.4 નોંધાઇ છે. હાલમાં 850 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 344 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે દેશમાં કુલ 1194 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638133

 

ડૉ. હર્ષવર્ધને છત્તરપુર ખાતે શરૂ કરવામાં આવેલા સરદાર પટેલ કોવિડ સંભાળ કેન્દ્ર અને હોસ્પિટલની મુલાકાત લીધી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં છત્તરપુર ખાતે ઉભા કરવામાં આવેલા સરદાર પટેલ કોવિડ સંભાળ કેન્દ્ર (SPCCC)ની મુલાકાત લીધી હતી અને આ કેન્દ્રમાં કોવિડ-19ના વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીને અહીં માહિતી આપવામાં આવી હતી કે, SPCCC સુવિધા ખાતે ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલા 10200 બેડમાંથી 2000 બેડનો હાલમાં ઉપયોગ થઇ રહ્યો છે. અહીં 88 એન્ક્લોઝર છે જેમાં દરેકમાં 100-116 બેડની ક્ષમતા છે અને બે એન્ક્લોઝરની દેખરેખ એક નર્સિંગ સ્ટેશન દ્વારા રાખવામાં આવે છે. હાલમાં, SPCCC 20 એન્ક્લોઝર અને 10 નર્સિંગ સ્ટેશન સાથે તૈયાર છે. 10% બેડ સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર (DCHC) માટે રાખવામાં આવ્યા છે જેમાં ઓક્સીજન સપોર્ટ પણ ઉપબલ્ધ છે. હાલમાં 123 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી 5 દર્દીઓને સહ-બીમારી હોવાથી અન્ય હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638162

 

આત્મનિર્ભર ભારત પેકેજ અત્યાર સુધીમાં થયેલી પ્રગતી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કોવિડ-19 મહામારી સામે લડાઇના ભાગરૂપે 12 મે, 2020ના રોજ રૂપિયા 20 લાખ કરોડ એટલે કે ભારતના GDPના 10% જેટલી રકમના વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજની જાહેરાત કરી હતી. આદરણીય પ્રધાનમંત્રીના આહ્વાનના પગલે, નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 13 મેથી 17 મે, 2020 દરમિયાન વારાફરતી પત્રકાર પરિષદનું આયોજન કરીને આત્મનિર્ભર ભારત પેકેજની વિગતો બહાર પાડી હતી. નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ તાત્કાલિક આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આર્થિક પેકેજ સંબંધિત કરવામાં આવેલી જાહેરાતોના અમલીકરણની શરૂઆત કરી હતી. નાણામંત્રી વ્યક્તિગતરૂપે આર્થિક પેકેજની નિયમિત સમીક્ષાઓ અને અમલીકરણ પર દેખરેખની કામગીરી સંભાળી રહ્યા છે. શ્રીમતી નિર્મલા સીતારમણે તાજેતરમાં કરેલી સમીક્ષા અનુસાર આ પેકેજના અમલીકરણમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર પ્રગતી થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638167

 

ઉપરાષ્ટ્રપતિએ લોકોને પૂછ્યું- કોરોનાના સમયમાં શું યોગ્ય બોધપાઠ શીખ્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ લોકોને છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના કારણે કેદ થઇ ગયેલા જીવનમાં આત્મ-નિરીક્ષણ કરવા તેમજ આ સમયગાળામાં શું યોગ્ય બોધપાઠ શીખ્યા તેનું આકલન કરવા અને આવી અનિશ્ચિત સ્થિતિઓનો સામનો કરવા માટે પોતાની જાતને કેવી રીતે સજ્જ કરી તેનું આકલન કરવા માટે અપીલ કરી છે. કોવિડ-19 મહામારીના કારણો અને પરિણામો અંગે લોકો સાથે જોડાવાની વાત કરતા શ્રી નાયડુએ ફેસબુક પર આજે કોરોનાના સમયમાં જીવન પર ચિંતનનામથી એક પોસ્ટ કરીને વાતચીતના અંદાજમાં 10 મુદ્દા રજૂ કર્યા હતા જેના જવાબોથી છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયમાં બંધનમાં રહ્યા તે દરમિયાન શીખેલા બોધપાઠનું આકલન કરવા અને જીવનની માંગોમાં શું પરિવર્તન આવ્યું તે સમજવામાં મદદ મળશે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, 10 મુદ્દાનું મેટ્રિક્સ એ જાણવામાં પણ મદદ કરશે કે, શું લોકોએ આવશ્યક સમજણ સાથે પોતાને એવી રીતે તૈયાર કર્યા છે કે જેથી ભવિષ્યમાં આવી કોઇપણ મુશ્કેલી ફરી આવે તો તેને રોકવામાં મદદ મળી શકે. ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહામારીને માત્ર એક આપત્તિ નહીં પરંતુ જીવનના દૃષ્ટિકોણ અને પ્રથાઓમાં જરૂરી પરિવર્તન લાવનાર એક સુધારકના રૂપમાં જોવાની જરૂર છે જેથી આપણે પ્રકૃતિ અને સંસ્કૃતિ તેમજ સહાયક માર્ગદર્શક સિદ્ધાંતો અને આચરણ સાથે સામંજસ્ય રાખી શકીએ.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638108

 

શ્રી પીયૂષ ગોયલે FICCI ફ્રેમ્સના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ભારતીય ફિલ્મ અને એડવર્ટાઇઝિંગ ઉદ્યોગમાં વૈશ્વિક ખેલાડી બનાવાની ભરપૂર સંભાવનાઓ અને આવડત છે. તેઓ ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો આપી શકે છે, પુરસ્કારો જીતી શકે છે અને આ ઉદ્યોગમાં વધુ રોકાણ તેમજ મૂડી લાવી શકે છે. તેમણે આ ઉદ્યોગને રાષ્ટ્રીય સરહદોથી આગળ વિકાસ કરવા માટે આહ્વાન કર્યું હતું. શ્રી ગોયલે કોવિડ સામેની લડત દરમિયાન ભારતીય સીનેમાએ લોકોમાં આરોગ્યની તકેદારી અંગે જાગૃતિ ફેલાવવા માટે યોગદાન આપવામાં જે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તે બદલ તેમની પ્રશંસા કરી હતી. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આપણી સમક્ષ કોવિડ કટોકટી આવી પહેલાં પણ ઘણી આવી કટોકટી આવી છે અને તેની જેમ આ સ્થિતિ પણ જતી રહેશે. તેમણે કહ્યું કે, ચાલો આપણી જાતને કોવિડ પછીની દુનિયામાં ઉભી થનારી તકો માટે તૈયાર કરીએ જે જેમાં નવી કાર્યશૈલી અને નવી જીવનશૈલી જોવા મળશે. અન્ય લોકો કરતા આગળ રહેવા માટે અને કંઇક અલગ કરવા માટે વિચારવું ખૂબ જરૂરી છે. તેમાં સતત નાવીન્યતા હોવી જોઇએ. તેમણે કહ્યું કે પૂરતા પ્રમાણમાં સાવચેતી જરૂરી છે પરંતુ જો ડર રાખીને બેસી રહેવાથી આપણે આગળ ના વધી શકીએ.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638044

 

ડૉ. હર્ષવર્ધને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કુટુંબ નિયોજન પર માનવાધિકાર મુદ્દા તરીકે ભાર મૂક્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને ગઇકાલે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રાજ્યમંત્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) શ્રી અશ્વિનીકુમાર ચૌબેની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ મિટિંગની અધ્યક્ષતા સંભાળી હતી. ડૉ. હર્ષવર્ધને તમામને આ પ્રસંગે આવકારતા જણાવ્યું હતું કે, “વિશ્વ વસ્તી દિવસની ઉજવણી મહત્વની છે કારણ કે, તે વસ્તીમાં સ્થિરતા પર ભાર મૂકે છે અને ભવિષ્યમાં વસ્તી સમૂહો અને તેમના આરોગ્ય માટે તે મહત્વની ભૂમિકા નિભાવશે.તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોમાં ઉત્પાદક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના મહત્વને ધ્યાનમાં લેવાનું વધુ અગત્યનું થઇ ગયું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638029

 

આવો, ભારતમાં ઇનોવેશન કરો- શ્રી ધર્મેન્દ્ર પ્રધાને દુનિયાભરમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર દુનિયામાં વિવિધ યુનિવર્સટીઓમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, ભારતમાં આવો અને ઇનોવેશન કરો જેથી અહીં ઉભરતી નવી તકો શોધી શકો. ગઇકાલે ભારતમાં છેવટના સ્થળો સુધી ઉર્જાની ઉપલબ્ધતા અંગે ભારતીય વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને મિત્રોના વાઇબ્રન્ટ સમૂહ સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે આ અનુરોધ કર્યો હતો. વર્તમાન મહામારી અંગે શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, આપણે કોવિડ-19 મહામારીના ઉપદ્રવના મધ્યમાં આવીને ઉભા છીએ જેણે આપણા જીવનની મૂળભૂત અવધારણાઓને પડકારી છે. તાકીદના ધોરણે વાત કરીએ તો આર્થિક સ્થિતિમાં ઘટાડો નોંધાયો છે ત્યારે આપણી સમક્ષ થોડા સમય માટે થોભીને ફરી વિચારવા અને ફરી ડિઝઇન કરવા માટે કેટલીક નવી તકો પણ ઉભી થઇ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638110

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: પંજાબમાં હાલમાં કોવિડના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને રાજ્યમાં યુનિવર્સિટીઓ/ કોલેજોમાં પરીક્ષાઓ મુલતવી રાખવાના રાજ્ય સરકારના 3 જુલાઇના નિર્ણયનો અમલ ચાલુ રાખવા માટે મંજૂરી માંગતી વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી કે, તેઓ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (MoHRD) અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ને સલાહ આપે કે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ પરીક્ષાઓ ફરજિયાતપણે લઇ લેવાના તેમના નિર્ણય પર ફરી વિચાર કરે.
  • હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં પર્યટકોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવ્યા પછી, રાજ્યના પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રાજ્યમાં પર્યટનના એકમો ખોલવા માટે આદર્શ પરિચાલન પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે. જેઓ હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા માંગે છે તેવા પર્યટકોએ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમણે પોતાની નોંધણી “Covid-19 e-pass.hp.gov.in” વેબપોર્ટલ પર હિમાચલ પ્રદેશમાં આવવાના 48 કલાક પહેલાં પર્યટક શ્રેણીમાં કરાવવાની રહેશે. પર્યટકોએ તેમની સાથે ICMR દ્વારા પ્રમાણિત લેબોરેટરી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલું કોવિડનો નેગેટીવ રિપોર્ટ હોવાનું દર્શાવતું કોવિડ પરીક્ષણ પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે અને તે 72 કલાકથી પહેલાંનું ના હોવું જોઇએ. વધુમાં, પર્યટકોએ તેમના મોબાઇલમાં ફરજિયાત આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
  • કેરળ: અર્નાકુલમમાં કોવિડ-19 પોઝિટીવ આવવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ઇડ્ડુક્કની વતની મહિલાનું આજે સવારે મૃત્યુ થયું હતું. આરોગ્ય વિભાગે લોકોને વિનંતી કરી હતી કે, એન્ટીજેન પરીક્ષણ સામે લોકોમાં ખોટો પ્રચાર થઇ રહ્યો છે તેના પર કોઇ વિશ્વાસ ના મૂકે. રાજ્યમાં ગઇકાલે 488 દર્દીઓમાં કોવિડ-19 પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. આમાંથી 234 કેસને સંપર્ક દ્વારા સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં રાજ્યમાં કોવિડ-19ના 3442 દર્દીઓ સારવાર હેઠળ છે અને 1,82,850 લોકોને વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના નવા 81 કેસ નોંધાયા હોવાથી અહીં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 1,418 થઇ ગઇ છે; હાલમાં 661 સક્રિય કેસ સારવાર હેઠળ છે. તામિલનાડુની સરકારે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં પાઠ્યપુસ્તકોના વિતરણ સંબંધે SoP બહાર પાડી છે. મુખ્યમંત્રીએ કેન્દ્રને વિનંતી કરી હતી કે, રાજ્યોને ફાઇનલ સેમીસ્ટર પરીક્ષા યોજવા માટે પોતાની આકલન પદ્ધતિ પર કામ કરવાની મુક્તિ આપવામાં આવે. મદુરાઇ લૉકડાઉન વધુ બે દિવસ લંબાવીને 14 જુલાઇ સુધી લાગુ કરવામાં આવ્યું છે; તે લૉકડાઉન પછી 24 જૂન સુધી જે નિયમનો અમલમાં હતા તે જુલાઇના અંત સુધી ફરી અમલમાં આવી જશે. ગઇકાલે રાજ્યમાં 3965 નવા કેસ નોંધાયા જ્યારે 69 દર્દીઓનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 1,34,226; સક્રિય કેસ: 46,410; મૃત્યુ પામ્યા: 1898;  ચેન્નઇમાં સક્રિય કેસ: 17,989.
  • કર્ણાટક: આજે આખા રાજ્યમાં રવિવારના લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે બેંગલોર શહેરી વિસ્તાર અને બેંગલોર ગ્રામ્ય જિલ્લામાં 14 જુલાઇથી 22 જુલાઇ સુધી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે; તેના માટેની માર્ગદર્શિકાઓ આવતીકાલે બહાર પાડવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગે PPE કિટ્સ, સેનિટાઇઝર્સ અને IV પ્રવાહીઓ વર્તમાન બજાર ભાવ કરતા વધુ કિંમતે ખરીદવા બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લૉકડાઉનના સમયમાં કિંમતો બદલાતી રહે છે. કર્ણાટક પર્યટન મંત્રી સી.ટી. રવિનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 2798 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 70 દર્દી મૃત્યુ પામ્યા હતા; બેંગલોર શહેરમાં 1533 નવા કેસ નોંધાયા છે. કુલ નોંધાયેલા કેસ: 36,216; હાલમાં સક્રિય કેસ: 20,883; મૃત્યુ પામ્યા: 613.
  • આંધ્રપ્રદેશ: અલીપિરીમાં 1704 અને તિરુમાલામાં 1,865 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી TTDના કુલ 91 કર્મચારીઓને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. રાજ્યમાં 97 સ્થળોને રેડ ઝોન તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જ્યાં કોવિડના સૌથી વધુ સંખ્યામાં પોઝિટીવ કેસો નોંધાયા છે. સરકારે અધિકારીઓને સૂચના આપી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો 20 જુલાઇથી ચુસ્ત અમલ કરાવવામાં આવે. રાજ્યએ માહિતી આપી હતી કે, કોલેજો 3 ઑગસ્ટથી ફરી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે જેમાં 196 કામકાજના દિવસો રહેશે; CBSE-શૈલીના અભ્યાસક્રમમાં 2020-21 શૈક્ષણિક કૅલેન્ડર માટે 30 ટકા ઘટાડો કરવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,624 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 1933 નવા પોઝિટીવ કેસ મળી આવ્યા છે જ્યારે, 846 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને 19 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 29,168; સક્રિય કેસ: 13,428; મૃત્યુ પામ્યા: 328; સાજા થયા: 15,412.
  • તેલંગાણા: કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ રવિવારે કોવિડ-19 ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પાયાના સ્તરની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડૉક્ટરો અને કેન્દ્રમાં મહામારી સામે લડવામાં મદદરૂપ થઇ રહેલા અન્ય સ્ટાફ પૂરતા પ્રમાણમાં હોવાની ખાતરી કરી હતી. રાજ્ય દ્વારા હોમ આઇસોલેશન કિટ્સ શરૂ કરવામાં આવી છે કારણ કે રાજ્યમાં કોવિડ-19ના લગભગ 83 ટકા દર્દીઓમાં કોઇ લક્ષણો નથી અથવા તેમને અત્યંત ઓછા લક્ષણો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 33,402; સક્રિય કેસ: 12,135;  મૃત્યુ પામ્યા- 348;  રજા આપવામાં આવી: 20,919. 
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં 20 જુલાઇ સુધી ઇટાનગર કેપિટલ કોમ્પ્લેક્સ લૉકડાઉન માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ઓળખી કાઢવામાં આવેલી આવશ્યક સેવાઓ સિવાય કોઇપણ પ્રકારના વાહનની આવનજાવન અથવા વ્યાપારી પરિસરો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. ઇટાનગર કેપિટલ કોમ્પ્લેક્સમાં 20 જુલાઇ સુધી તમામ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ બંધ રાખવામાં આવ્યા છે અને કોઇપણ ધાર્મિક સામૂહિક કાર્યક્રમ કે મિલનને મંજૂરી આપવામાં આવી નથી.
  • આસામ: આજે આસામમાં GMCH કોવિડ ICUમાં સારવાર લઇ રહેલા કોવિડ-19ના ત્રણ દર્દીઓ તેમના ચેપના કારણે આજે મૃત્યુ પામ્યા હતા.
  • મણિપુર: મણિપુરના થૌબલ ખાતે 100 બેડના કોવિડ સંભાળ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રના કારણે જિલ્લામાં તાકીદના ધોરણે ઉભી થયેલી કોવિડ સંભાળની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે.
  • મેઘાલય: મેઘાલયમાં, કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 248 થઇ છે જેમાંથી 178 કેસ BSFના છે જ્યારે 45 દર્દી અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે.
  • મિઝોરમ: મિઝોરમના રાજ્યપાલે મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ. 1,05,000/- (તેમના જૂન 2020ના મહિનાનો 30% પગાર) યોગદાન પેટે આપ્યા છે.
  • મહારાષ્ટ્ર: છેલ્લા 25 દિવસમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કારણે મૃત્યુની સંખ્યામાં દર પાંચમા દિવસે 1000નો વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોવિડના કારણે કુલ 10,116 લોકો મૃત્યુ પામ્યા છે જે સંખ્યાબંધ દેશોના કુલ મૃત્યુ આંક કરતા વધારે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 8139 દર્દીઓને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 2,46,000 થઇ ગઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 91,457 છે. દરમિયાન બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધારાવી કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચનાની વિશ્વ આરોગ્ય સંગઠનWHO દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
  • ગુજરાત: રાજ્યમાં શનિવારે સાંજે કોવિડના સક્રિય કેસની સંખ્યા 10,000નો આંકડો વટાવીને 10,308 થઇ ગઇ છે. કોરોનાથી ચેપગ્રસ્ત નવા 872 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 41,027 થઇ ગઇ છે. ગુજરાતમાં હવે કુલ નોંધાયેલા કેસમાંથી 25% કેસ સક્રિય છેજેઓ હાલમાં હોસ્પિટલમાં અથવા ઘરે સારવાર લઇ રહ્યા છે. કુલ કેસોમાંથી સાજા થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યાનો હિસ્સો અનુક્રમે 70% અને 5% છે.
  • રાજસ્થાન: આરોગ્ય વિભાગે આપેલા અહેવાલ અનુસાર, રાજસ્થાનમાં આજે કોવિડ-19ના નવા 153 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયુ છે. સાથે રાજ્યમાં કુલ નોંધાયેલા કોરોના વાયરસગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 23,901 થઇ છે જેમાંથી 5,492 સક્રિય કેસ છે અને 507 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધારે 42 દર્દી અલવર જિલ્લામાં છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શનિવારે કોવિડ-19ના નવા 544 કેસ પોઝિટીવ નોંધાયા છે જે રાજ્યમાં અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 17,000નો આંકડો વટાવી ગઇ છે. હાલમાં કુલ કેસની સંખ્યા 17,201 છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 3878 છે જ્યારે અત્યાર સુધીમાં 12,679 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. શનિવારે સૌથી વધુ કેસ મોરોનામાં (101) નોંધાયા હતા જ્યારે તે પછી ઇન્દોર (89 કેસ), ભોપાલ (72 કેસ) અને ગ્વાલિયર (58 કેસ)માં કેસોની સંખ્યા વધુ નોંધાઇ છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં કોવિડ-19ના નવા 65 પોઝિટીવ કેસ ઓળખી કાઢવામાં આવ્યા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 3897 થઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 810 છે.
  • ગોવા: રાજ્યમાં કોવિડ-19ના નવા 117 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયેલા કુલ કેસની સંખ્યા વધીને 2,368 થઇ ગઇ છે. રાજ્યમાં મૃત્યુદર 12 છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 928 છે.

 

 

 

 



(Release ID: 1638221) Visitor Counter : 243