પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વારાણસી સ્થિત બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ સાથે આવતીકાલે વાર્તાલાપ કરશે


પ્રધાનમંત્રી સામાજિક સંસ્થાઓ દ્વારા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલા ખાદ્ય વિતરણ અને અન્ય સહાયતા કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે

Posted On: 08 JUL 2020 2:17PM by PIB Ahmedabad

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વારાણસીના લોકો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મુશ્કેલીના સમયમાં જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી તેમજ પોતાના વ્યક્તિગત પ્રયાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીજી આવી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે અને તેમના અનુભવો તેમજ તેમણે લૉકડાઉનના સમય દરમિયાન કરેલા વિવિધ સામાજિક કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે.

લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન વારાણસીમાં અલગ અલગ વિસ્તારો સાથે સંકળાયેલી 100થી વધુ સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્રના ફુડ સેલના માધ્યમથી તેમજ વ્યક્તિગતરૂપે અંદાજે 20 લાખ ફુડ પેકેટ્સ અને 2 લાખથી વધુ સુકા કરિયાણાની કિટ્સનું વિતરણ કર્યું હતું.

સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ ઉપરાંત સેનિટાઇઝર/ માસ્ક વિતરણ વગેરે કાર્યો પણ મહામારીને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોનેકોરોના યોદ્ધાઓતરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

સંસ્થાઓમાં તબીબી, ધાર્મિક, સામાજિક, હોટેલ/ સામાજિક ક્લબો તેમજ વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેલ છે.

 

 

GP/DS

 


(Release ID: 1637195) Visitor Counter : 235