પ્રધાનમંત્રીનું કાર્યાલય

મંત્રીમંડળે તમામ ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને વેગ આપવા ઐતિહાસિક નિર્ણયો લીધા

રૂ. 15000 કરોડનું પશુ સંવર્ધન માળખાગત વિકાસ ફંડ સ્થાપિત કરવામાં આવશે

કુશીનગર એરપોર્ટને ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું – જે આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે અને આર્થિક વિકાસને વેગ આપશે

મ્યાન્મારમાં શેવે ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટને વધુ વિકસાવવા માટે વધારે રોકાણની મંજૂરી આપી – જેનાથી પડોશી દેશો સાથે ઊર્જા સેતુ મજબૂત બનાવવામાં મદદ મળશે

Posted On: 24 JUN 2020 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 જૂન, 2020ના રોજ મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવાયા હતા, જે લાંબા ગાળે તમામ ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં અતિ જરૂરી વેગ આપશે. નિર્ણયો રોગચાળાના સમયમાં અતિ મહત્ત્વપૂર્ણ છે.

1. પશુ સંવર્ધનના ક્ષેત્રમાં માળખાગત વિકાસ માટે જરૂરી ફંડની રચના

 પૃષ્ઠભૂમિ :

તાજેતરમાં જાહેર કરેલા આત્મ નિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન પેકેજના સંબંધમાં મંત્રીમંડળે આજે પશુ સંવર્ધનના ક્ષેત્રમાં રૂ. 15000 કરોડના માળખાગત વિકાસ માટે જરૂરી ફંડ (એએચઆઇડીએફ)ની રચના કરવાની મંજૂરી આપી છે.

અગાઉ સરકારે ડેરી ક્ષેત્ર માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે સહકારી ક્ષેત્ર દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડના ડેરી માળખાગત વિકાસ ફંડ (ડીઆઇડીએફ)ની મંજૂરી આપી હતી. જોકે પશુ સંવર્ધન ક્ષેત્રમાં પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધન માળખાગત ક્ષેત્રમાં એમએસએમઈ અને ખાનગી કંપનીઓની ભાગીદારી માટે પ્રોત્સાહન અને છૂટછાટો આપવાની જરૂર પણ હતી.

આજે મંજૂર થયેલું એએચઆઇડીએફ ડેરી, મીટ (માંસ) પ્રોસેસિંગ અને પશુચારાના પ્લાન્ટમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં પ્રોત્સાહન આપશે. યોજના અંતર્ગત લાભાર્થીઓ ખેડૂત ઉત્પાદક સંઘો (એફપીઓ), એમએસએમઈ, કલમ 8 અંતર્ગત આવતી કંપનીઓ, ખાનગી કંપનીઓ અને વ્યક્તિગત ઉદ્યોગસાહસો સામેલ છે. વ્યક્તિગત ઉદ્યોગસાહસોમાં મૂડીગત રોકાણનો ફક્ત 10 ટકા હિસ્સો વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકનો હોવો જોઈએ અને અન્ય 90 ટકા હિસ્સો લોનનો હશે, જે શીડ્યુલ્ડ બેંકોએ આપેલી હોવી જોઈએ.

ભારત સરકાર આકાંક્ષી જિલ્લાઓમાંથી લાયકાત ધરાવતા લાભાર્થીઓને વ્યાજમાં 4 ટકા અને અન્ય જિલ્લાઓમાંથી લાયકાત ધરાવતા લાભાર્થીઓને વ્યાજમાં 3 ટકા સહાય આપશે. લોનમાં 2 વર્ષનો મોરેટોરિયમ ગાળો મળશે અને પછી લોન અદા કરવા માટે 6 વર્ષનો ગાળો મળશે. ભારત સરકાર રૂ. 750 કરોડના ક્રેડિટ ગેરન્ટી ફંડ પણ સ્થાપિત કરશે, જેનું મેનેજમેન્ટ નાબાર્ડ કરશે, જે એમએમએમઈની પરિભાષામાં આવરી લેવાયેલા પ્રોજેક્ટ્સને ધિરાણની ગેરન્ટી પ્રદાન કરશે. ગેરન્ટીનું કવરેજ ઋણધારકના ધિરાણની સુવિધાનું 25 ટકા સુધી હશે.

 

ફાયદા :

પશુ સંવર્ધન ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના રોકાણ માટે પુષ્કળ તકો રહેલી છે. ખાનગી રોકાણકારો માટે વ્યાજની સહાય માટેની યોજના સાથે એએચઆઇડીએફ પ્રોજેક્ટ્સ માટે જરૂરી આગોતરું રોકાણ મેળવવા મૂડીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે અને રોકાણકારો માટે સંપૂર્ણ વળતરમાં વધારો કરવામાં મદદરૂપ થશે. લાયકાત ધરાવતા લાભાર્થીઓ દ્વારા પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધિત માળખાગત સુવિધામાં પ્રકારનું રોકાણ નિકાસને પણ વેગ આપશે.

ભારતમાં ડેરી ઉત્પાદનોનાં અંતિમ મૂલ્યમાંથી લગભગ 50 ટકાથી 60 ટકા ખેડૂતોને પરત મળતું હોવાથી ક્ષેત્રમાં વૃદ્ધિની સીધી અસર ખેડૂતની આવક પર નોંધપાત્ર અસર થઈ શકે છે. ડેરી બજારની સાઇઝ અને દૂધના વેચાણમાંથી ખેડૂતોની આવક સહકારી અને ખાનગી ડેરીઓની સંગઠિત ઓફ-ટેકના વિકાસ સાથે જોડાયેલ છે. એટલે એએચઆઇડીએફ દ્વારા રૂ. 15,000 કરોડનું રોકાણ ખાનગી રોકાણમાં કેટલાંક ગણો વધારો કરવાની સાથે ખેડૂતોને આંતરિક ચીજવસ્તુઓ પર વધારે રોકાણ કરવા પ્રોત્સાહન આપશે, જેથી ઊંચી ઉત્પાદકતા ખેડૂતોની આવકમાં વધારા તરફ દોરી જશે. એએચઆઇડીએફ દ્વારા આજે મંજૂર થયેલા પગલાંથી આશરે 35 લાખ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ આજીવિકા ઊભી કરવામાં પણ મદદ મળશે.

2. ઉત્તરપ્રદેશમાં કુશીનગર એરપોર્ટની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેરાત

પૃષ્ઠભૂમિ :

કુશીનગર મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક યાત્રાધામ છે, જ્યાં ગૌતમ બુદ્ધે એમનો દેહત્યાગ કર્યા પછી મહાપરિનિર્વાણ મેળવ્યું હતું. અતિ પવિત્ર બૌદ્ધિક યાત્રાધામ ગણાય છે, જ્યાં દુનિયાભરના બૌદ્ધિક યાત્રાળુઓ યાત્રા માટે આવે છે. કુશીનગરની આસપાસ અન્ય કેટલીક બૌદ્ધિક સ્થળો છે, જેની આસપાસ શ્રાવસ્તી (238 કિલોમીટર), કપિલવસ્તુ (190 કિલોમીટર) અને લુમ્બિની (195 કિલોમીટર) જેવા સ્થળો છે, જે બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ અને મુલાકાતીઓ એમ બંનેને એકસમાન રીતે આકર્ષે છે. કુશીનગરને ભારત અને નેપાળમાં બૌદ્ધિક યાત્રાધામની સર્કિટ પ્રસ્તુત કરવા માટેના સ્થળ તરીકે પણ દર્શાવવામાં આવે છે.મંત્રીમંડળે ઉત્તરપ્રદેશમાં કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

ફાયદા :

બૌદ્ધિક સર્કિટ દુનિયાભરમાં બુદ્ધ સંપ્રદાયના 530 મિલિયન અનુયાયીઓ માટે મુખ્ય યાત્રાધામોના સ્થળોનો સમુદાય છે. એટલે કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાથી જોડાણમાં વધારો થશે, હવાઈ માર્ગે મુસાફરી કરતા પ્રવાસીઓને સ્પર્ધાત્મક ખર્ચે સેવાઓના વધારે વિકલ્પો મળશે, જેના પરિણામે વિસ્તારમાં સ્થાનિક/આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળશે.

કોઈ પણ દિવસે થાઇલેન્ડ, કમ્બોડિયા, જાપાન, બર્મા વગેરે દેશોમાં આશરે 200થી 300 શ્રદ્ધાળુઓ કુશીનગરમાં આવે છે અને તેમની યાત્રા-પ્રાર્થના કરે છે. જોકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ કોઈ સીધું જોડાણ ધરાવતું નથી. એટલે લાંબા સમયથી બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ અને પ્રવાસીઓ લાંબા સમયથી કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માંગણી કરતા હતા.

કુશીનગર સાથે સીધું આંતરરાષ્ટ્રીય જોડાણ એની મુલાકાત લેનાર વિદેશીઓ અને સ્થાનિક મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે, જેનાથી સંપૂર્ણ વિસ્તારના આર્થિક વિકાસને પણ વેગ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રવાસનને વેગ મળવાની અને દેશમાં હોસ્પિટાલિટી ક્ષેત્રની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

3. મ્યાન્મારમાં શેવે ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટના વધુ વિકાસ માટે ઓવીએલ દ્વારા વધારે રોકાણને મંજૂરી આપવામાં આવી

પૃષ્ઠભૂમિ :

ઓએનજીસી વિદેશ લિમિટેડ (ઓવીએલ) વર્ષ 2002થી મ્યાન્મારમાં શેવે ગેસ પ્રોજેક્ટના ઉત્ખનન અને વિકાસ સાથે સંલગ્ન છે. પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયા, ભારત અને મ્યાન્મારની કંપનીઓ કન્સોર્ટિયમની રચના કરી છે, જેના ભાગરૂપે ઓવીએલ જોડાયેલી છે. ભારતીય સહકારી સાહસ ગેલ પણ પ્રોજેક્ટ સહ-રોકાણકાર છે. ઓવીએલએ પ્રોજેક્ટમાં 31 માર્ચ, 2019 સુધી 722 મિલિયન ડોલર (સંબંધિત વાર્ષિક વિનિમય દર મુજબ આશરે રૂ. 3949 કરોડ)નું રોકાણ કર્યું છે. શેવે પ્રોજેક્ટમાં જુલાઈ, 2013માં સૌપ્રથમ વાર ગેસ પ્રાપ્ત થયો હતો અને ડિસેમ્બર, 2014માં ઉત્પાદન ટોચ પર પહોંચ્યું હતું. પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2014-15થી સકારાત્મક રોકડપ્રવાહ જનરેટ કરી રહ્યો છે. આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઓએનજીસી વિદેશ લિમિટેડ (ઓવીએલ) દ્વારા 121.27 મિલિયન ડોલર (1 અમેરિકન ડોલર = રૂ. 75ના ધોરણે આશરે રૂ. 909 કરોડ)નું વધુ રોકાણ કરવાની મંજૂરી આપી હતી, જેનો આશય મ્યાન્મારમાં શેવે ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટને વધુ વિકસાવવાનો છે.

ફાયદા :

પડોશી દેશોમાં ઓઇલ અને ગેસના ઉત્ખનન અને વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટમાં ભારતીય જાહેર સાહસોની ભાગીદારી ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને સુસંગત છે, તથા ભારતની ઊર્જા સુરક્ષાની જરૂરિયાતને વધારે મજબૂત કરવા ઉપરાંત એના પડોશી દેશોઓ સાથે ઊર્જા સેતુ વિકસાવવાની વ્યૂહરચનાનો ભાગ પણ છે.

 

 

GP/DS

 

 (Release ID: 1633976) Visitor Counter : 93