પ્રધાનમંત્રીનું કાર્યાલય

19 જૂન 2020ના રોજ યોજાયેલી સર્વપક્ષીય બેઠક અંગે નિવેદન

Posted On: 20 JUN 2020 1:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ગઇકાલે સર્વપક્ષીય બેઠક (APM)માં કરેલી ટિપ્પણીઓ અંગે ખોટા અર્થઘટનો કરવાના પ્રયાસો કેટલાક વર્ગોમાં થઇ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરવાના કોઇપણ પ્રયાસોનો ભારત મજબૂત રીતે જવાબ આપશે. વાસ્તવમાં, તેમણે સ્પષ્ટપણે ભારપૂર્વક કહ્યું હતું કે, અગાઉ અવગણવામાં આવેલા આવા પડકારોથી વિપરિત, ભારત દળો હવે નિર્ણાયક રીતે LACના કોઇપણ ઉલ્લંઘનોનો પ્રતિકાર કરે છે (તેમને રોકે છે, તેમને રોકે છે).

APMમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, હાલમાં ચીની દળો LAC પર વધુ મોટી શક્તિ સાથે આવ્યા છે અને ભારતની પ્રતિક્રિયા તેને અનુરૂપ છે. LACના ઉલ્લંઘનના સંબંધમાં, સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ગલવાનમાં 15 જૂનના રોજ થયેલું ઉલ્લંઘન ચીન તરફથી હતું અને તેઓ LACની તદ્દન બાજુમાં માળખાઓ ઉભા કરવા માંગતા હતા અને તેમણે આવા કૃત્યો બંધ કરવાનો ઇનકાર કર્યો હતો.

APMમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ 15 જૂનના રોજ ગલવાન ખાતે બનેલી ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવી હતી જેના કારણે ભારતીય સૈન્યએ 20 જવાનો ગુમાવ્યા છે. પ્રધાનમંત્રીએ ચીનીઓને ભગાડી મુકનારા આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને દેશભક્તિને વંદન કર્યા હતા. પરિસ્થિતિના અનુસંધાનમાં LACની આપણી તરફ ચીનીઓની કોઇ ઉપસ્થિતિ નહોતી તેવું પ્રધાનમંત્રીનું અવલોકન, આપણા સશસ્ત્ર દળોની બહાદુરીના પરિણામરૂપે હતું. 16 બિહાર રેજિમેન્ટના જવાનોના બલિદાનના કારણે ચીન તરફથી માળખા ઉભા કરવાના પ્રયાસો નિષ્ફળ થઇ શક્યા છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તે દિવસે LACના તબક્કે ઉલ્લંઘનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીના શબ્દો, “જેમણે આપણી જમીન પર ઘુસવાનો પ્રયાસ કર્યો છે તેમને આપણી ભૂમિના બહાદુર સપુતોએ બરાબર પાઠ ભણાવ્યો છે”, તે આપણા સશસ્ત્ર દળોના સિદ્ધાંતો અને મૂલ્યોને સંમિશ્રિત રીતે રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “હું આપ સૌને ખાતરી આપવા માંગું છું કે, આપણા સશસ્ત્ર દળો આપણી સરહદોની સુરક્ષા માટે કોઇ કસર છોડશે નહીં.”

નક્શા પર ભારતની સરહદ સ્પષ્ટ કરેલી છે. સરકાર મજબૂત રીતે અને દૃઢતાપૂર્વક તેને પ્રતિબદ્ધ છે. અત્યાર સુધીમાં, કેટલાક ગેરકાયદે કબજા થયા હોવાથી, APMમાં ખૂબ વિગતવાર જાણ કરવામાં આવી હતી કે, છેલ્લા 60 વર્ષથી વધુ સમયમાં કેવી રીતે 43,000 ચોરસ કિમીથી વધુ પ્રદેશ જે પરિસ્થિતિમાં ધકેલાઇ ગયો છે તેનાથી દેશ સારી રીતે વાકેફ છે. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સરકાર LACમાં કોઇપણ એકપક્ષી ફેરફારોને મંજૂરી આપશે નહીં.

જ્યારે આપણા બહાદુર સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરી રહ્યા છે તેવા સમયે, તેમનું મનોબળ ઘટાડવા માટે બિનજરૂરી વિવાદો ઉભા કરવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. જોકે, સર્વપક્ષીય બેઠકની મુખ્ય ભાવના રાષ્ટ્રીય કટોકટીના સમયમાં સરકાર અને સશસ્ત્ર દળોને નિશંકપણે સહકાર આપવાની હતી. અમને વિશ્વાસ છે કે, ભારતીય લોકોની એકતા બદઇરાદા સાથેના દુષ્પ્રચારથી કોઇપણ પ્રકારે ડગશે નહીં.

 

 

GP/DS
 



(Release ID: 1632899) Visitor Counter : 359