આયુષ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર પ્રધાનમંત્રીનું વ્યક્તવ્ય ટેલિવિઝન પર પ્રસારિત કરાશે

Posted On: 18 JUN 2020 6:32PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિન 2020 વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણબિંદુ બની રહેશે. 21 જૂન, 2020ના રોજ સવારે 6.30 વાગે પ્રધાનમંત્રી વ્યક્તવ્ય ટીવી ઉપર પ્રસારિત કરાશે.

 

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આયુષ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ પ્લેટફોર્મ થકી મોટા પાયે મનાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન જાહેર સ્થળો ઉપર હજારો સામૂહિક પ્રદર્શનો દ્વારા એક સાથે ઉજવવામાં આવતો હતો.

 

જોકે, કોવિડ-19 મહામારીના કારણે વર્તમાન વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે ચાલુ વર્ષે આવી ઉજવણીઓ ઉપર ઓછું ધ્યાન કેન્દ્રિત કરાયું છે, તેના બદલે સમગ્ર પરિવારની ભાગીદારી સાથે પોતાના ઘરે જ લોકો યોગ કરે તેની ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. મહામારીની પરિસ્થિતિમાં યોગની પ્રસ્તૂતી વિશેષ બની જાય છે, કારણ કે યોગ કરવાથી તે વ્યક્તિને શારીરિક અને માનસિક એમ બન્ને સુખાકારી તરફ દોરી જાય છે અને રોગ સામે લડવા માટે વ્યક્તિની ક્ષમતામાં વધારો કરો છે.

 

The programme schedule is as follows:

  • 0615 AM to 0700 AM - Opening ceremony. This will include the welcome address by Minister (AYUSH), Remarks of Prime Minister followed by vote of thanks by Secretary (AYUSH).
  • 0700 AM to 0745 AM - Live demonstration of Common Yoga Protocol by MDNIY
  • 0745 AM -0800 AM– Discussions with Yoga experts and conclusion of main IDY event.

 

 

GP/DS

 



(Release ID: 1632730) Visitor Counter : 239