PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 19 JUN 2020 6:31PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 19.06.2020

 

Released at 1900 Hrs

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: ભારતમાં હવે 2 લાખથી વધુ લોકો કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે; દર્દીઓનો સાજા થવાનો દર વધીને 53.79% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 10,356 લોકો સાજા થઇ ગયા હોવાની પુષ્ટિ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 2,04,710 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 53.79% સુધી પહોંચી ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,63,248 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. દૈનિક આંકડાનો ટ્રેન્ડ સૂચવે છે કે, દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને સક્રિય કેસો તેમજ સાજા થયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધી રહ્યો છે. સાજા થયેલા લોકોની વધતા પ્રમાણની સંખ્યા દર્શાવે છે કે, ભારતમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે સમયસર વ્યૂહરચનાનો અમલ કરવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TJU2.jpg સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 703 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 257 (કુલ 960 લેબોરેટરી) કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632590

 

વ્યાપક સંપર્ક ટ્રેસિંગ અને ઘરે ઘરે સર્વે માટે કેન્દ્રએ કર્ણાટકના આઇટી આધારિત મોડેલની પ્રશંસા કરી

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે કર્ણાટકમાં અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણની કેન્દ્રએ પ્રશંસા કરી છે જેમાં કોવિડ-19 પોઝિટીવ કેસોનું વ્યાપકપણે સંપર્ક ટ્રેસિંગ અને શારીરિક/ફોન આધારિત ઘરે ઘરે સર્વે સામેલ છે જેમાં અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આ બંને પહેલ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને બહુ-ક્ષેત્રીય એજન્સીઓને સામેલ કરીને સંપૂર્ણ સરકારના અભિગમના ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે તેમજ ટેકનોલોજી આધારિત ઉકેલો અને હસ્તક્ષેપોથી સમર્થિત છે. તેઓ અસરકારક રીતે દરેક કેસનું ટ્રેસિંગ કરે છે અને તેના પરિણામરૂપે આ મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવામાં ઘણી સફળતા મળી છે. કેન્દ્રએ અન્ય રાજ્યોને પણ કોવિડ-19 મહામારીના બહેતર વ્યવસ્થાપન માટે તેમના સ્થાનિક સંદર્ભમાં આ શ્રેષ્ઠ આચરણ અપનાવવા માટે અને તેનું અનુસરણ કરવા માટે સૂચન કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632556

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નિર્દેશો ઉપર આરોગ્ય સર્વેક્ષણથી માંડીને પરીક્ષણો તથા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની ફી ઉપર ટોચ મર્યાદા સહિત, દિલ્હીમાં કોવિડ-19 સંચાલન સુવ્યવસ્થિત કરાયું

દિલ્હીના લોકોને રાહત પૂરી પાડવા મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી સલાહ પર કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દિલ્હીમાં કોવિડ-19ની પરિસ્થિતિ ઉપર વ્યક્તિગત દેખરેખ રાખી રહ્યાં છે. દિલ્હીમાં કોવિડ-19ની પરિસ્થિતિ સંબંધિત છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેમની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં શ્રી અમિત શાહે આપેલા નિર્દેશો અનુસાર ગઇકાલે દિલ્હીના 242 ચેપગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે આરોગ્ય સરવે પૂર્ણ કરવામાં આવ્યો હતો. કુલ 2.3 લાખ લોકોનો સરવે કરાયો હતો. વધુમાં, દિલ્હીમાં પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવા અને તેના પરિણામો ઝડપથી પ્રાપ્ત કરવા અંગે તેમણે આપેલા નિર્દેશોના આધારે, ગઇકાલે રેપિડ એન્ટિજન પરીક્ષણ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. 193 પરીક્ષણ કેન્દ્રો ખાતે કુલ 7,040 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સંખ્યામાં વધારા સાથે પરીક્ષણ ચાલુ રાખવામાં આવશે. શ્રી અમિત શાહ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ પરીક્ષણના નમૂના લેવાની સંખ્યા તાત્કાલિક બમણી કરવામાં આવી છે. 15 થી 17 જૂન, 2020ની વચ્ચે દિલ્હીમાં કુલ 27,263 નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યાં છે, જે અગાઉ પ્રતિદિન 4,000-4,500ની વચ્ચે હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632589

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ NCRના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડ-19ની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દિલ્હી-NCR પ્રદેશમાં કોવિડ-19 મહામારીને અંકુશમાં લેવા માટે એકસમાન વ્યૂહરચના ઘડીને તેનો અમલ કરવાની જરૂર છે. કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તૈયારીઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકના અધ્યક્ષતા કરતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, NCR પ્રદેશના ગીચ શહેરી માળખાને ધ્યાનમાં રાખતા, દિલ્હી અને NCR પ્રદેશમાં તમામ સંબંધિત સત્તામંડળો આ વાયરસને અંકુશમાં લાવવા માટે એકજૂથ થાય તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આ વાયરસને અંકુશમાં લેવા માટે, વધુ પરીક્ષણો કરવાની જરૂર છે અને પોઝિટીવ લોકોને ઓળખવાની તેમજ તેમની સારવાર કરવાની પણ જરૂર છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ સમસ્યાને અંકુશમાં લેવા માટે મિશન મોડ પર કામ કરવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632370

 

AC ડક્ટ દ્વારા કોવિડ-19 વાયરસનું સંક્રમણ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં AC કોચનું રૂપાંતરણ કરવું અનુકૂળ નથી

કોવિડ-19 વિરુદ્ધ ક્ષમતામાં વધારો કરવાના ઇરાદે ભારતીય રેલવેએ 5,231 બિન એર-કન્ડિશન કોચને આઇસોલેશન કોચ તરીકે કોવિડ સંભાળ કેન્દ્ર (CCC)ના સ્તરે તબદિલ કર્યા છે. આ સુવિધા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા વિકસાવેલા સંકલિત કોવિડ પ્લાનનો ભાગ છે અને જ્યારે રાજ્યની સુવિધાઓનો સંપૂર્ણપણે વપરાશ થઇ જાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બાબત પણ નિર્ધારિત કરાઇ છે કે આ સુવિધા કેન્દ્રો કુદરતી પ્રકાશ સાથે યોગ્ય પ્રમાણમાં હવા-ઉજાસ ધરાવતાં હોવા જોઇએ અને જો જરૂર પડે તો એર કન્ડિશનની સુવિધા પૂરી પાડવી જોઇએ, જોકે તે ડક્ટ ધરાવતી ન હોવી જોઇએ, જે AC કોચના ઉપયોગની સંભાવના નકારી કાઢે છે. કોવિડ દર્દીઓ માટે કોચની તબદિલી કરતાં પહેલા નીતિ આયોગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે AC અને બિન AC કોચના મુદ્દા ઉપર વિચારણાં કરવામાં આવી હતી. ચર્ચા બાદ સામાન્ય સહમતી બની હતી કે કોવિડ-19 વાયરસના AC ડક્ટ દ્વારા સંક્રમણના જોખમની સંભાવના નજર સમક્ષ લેતા AC કોચ અનુકૂળ રહેશે નહીં. બીજી તરફ વાયરસ સામે લડવામાં મદદ મળી રહે તે માટે પ્રમાણમાં થોડું હળવું ઊંચુ તાપમાન અપેક્ષિત છે અને ખુલ્લી બારીઓ દ્વારા ચારેય તરફ હવાની અવર-જવર દર્દીઓ માટે લાભદાયી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632563

 

ફેરિયાઓ માટે સુક્ષ્મ-ધિરાણ સુવિધાની યોજના શરૂ કરાઇ - આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ વધુ એક કદમ

ફેરિયાઓ માટે વિશેષ સુક્ષ્મ-ધિરાણ સુવિધા - PM સ્ટ્રિટ વેન્ડર્સ આત્મનિર્ભર નીધિ (PM SVA નીધિ)ની અમલીકરણ સંસ્થા દરીકે SIDBIને જોડવા માટે, આજે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને ભારતીય સુક્ષ્મ ઉદ્યોગ વિકાસ બેન્ક (SIDBI) વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ SIDBI PM SVA નીધિ યોજનાનું અમલીકરણ કરશે. તે સુક્ષ્મ અને લઘુ સાહસો માટે ધિરાણ બાંહેધરી ભંડોળ ટ્રસ્ટ દ્વારા ધિરાણ સસ્થાઓને ધિરાણ બાંહેધરીનું પણ સંચાલન કરશે. તે શહેરી સ્થાનિક સંસ્થાઓ, ધિરાણ સંસ્થાઓ, ડિજિટલ પેમેન્ટ સુવિધા પ્રદાતાઓ અને અન્ય હિતધારકો વચ્ચે જોડાણ અને માહિતીનું આદાન-પ્રદાન સુનિશ્ચિત કરવા પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા શરૂઆતથી અંત સુધી તમામ પ્રક્રિયાઓ અને કાર્ય પ્રવાહોના દસ્તાવેજીકરણ સહિત શરૂઆતથી અંત સુધી વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલું અને સંકલિત IT પ્લેટફોર્મ વિકસાવશે અને તેનું સંચાલન કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632543

 

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં વારાણસીમાં વિકાસની વિવિધ પરિયોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં હાથ ધરવામાં આવેલી વિકાસની વિવિધ પરિયોજનાઓની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી. આ પ્રેઝન્ટેશનમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસંકુલના કામકાજમાં ચાલી રહેલી પ્રગતી પર લે આઉટના ડ્રોન વીડિયોનો ઉપયોગ કરીને પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કોવિડના અસરકારક વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતા કહ્યું કે, પરીક્ષણ, ટ્રેસિંગ અને દર્દીઓની સારવારની ગુણવત્તા આ માધ્યમથી સુનિશ્ચિત કરવા માટે આરોગ્યસેતુ એપ્લિકેશનનો અસરકારક અને વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશ્રાલયો અને ક્વૉરેન્ટાઇન સેવાઓને ખોરાક પુરો પાડવા જિલ્લા પ્રશાસનતંત્ર દ્વારા કરાયેલા પ્રયત્નોની પણ તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરત ફરી રહેલા સ્થળાંતરિત શ્રમિકોની યોગ્ય કૌશલ્ય નોંધણી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવી જોઇએ અને તેમની કુશળતાના આધારે તેમને અર્થપૂર્ણ રોજગારી પુરી પાડવી જોઇએ. PM ગરીબ કલ્યાણ યોજના અને કટોકટીના સમયમાં રાજ્ય સરકાર સંચાલિત કોવિડ રાહત યોજનાઓના સકારાત્મક પ્રભાવો અંગે પ્રતિભાવો પણ મેળવવામાં આવ્યાં હતાં.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632595

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર પ્રધાનમંત્રીનું વ્યક્તવ્ય ટેલિવિઝન પર પ્રસારિત કરાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિન 2020 વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણબિંદુ બની રહેશે. 21 જૂન, 2020ના રોજ સવારે 6.30 વાગે પ્રધાનમંત્રી વ્યક્તવ્ય ટીવી ઉપર પ્રસારિત કરાશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આયુષ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ પ્લેટફોર્મ થકી મોટા પાયે મનાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન જાહેર સ્થળો ઉપર હજારો સામૂહિક પ્રદર્શનો દ્વારા એક સાથે ઉજવવામાં આવતો હતો. જોકે, કોવિડ-19 મહામારીના કારણે વર્તમાન વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે ચાલુ વર્ષે આવી ઉજવણીઓ ઉપર ઓછું ધ્યાન કેન્દ્રિત કરાયું છે, તેના બદલે સમગ્ર પરિવારની ભાગીદારી સાથે પોતાના ઘરે જ લોકો યોગ કરે તેની ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. મહામારીની પરિસ્થિતિમાં યોગની પ્રસ્તૂતી વિશેષ બની જાય છે, કારણ કે યોગ કરવાથી તે વ્યક્તિને શારીરિક અને માનસિક એમ બન્ને સુખાકારી તરફ દોરી જાય છે અને રોગ સામે લડવા માટે વ્યક્તિની ક્ષમતામાં વધારો કરો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632360

 

શ્રી રામવિલાસ પાસવાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓ સાથે બેઠક યોજી 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ કાર્યક્રમ અંતર્ગત NFSA રેશનકાર્ડ ધારકો માટે રાષ્ટ્રીય પોર્ટિબિલિટીના અમલીકરણના કાર્યમાં થઇ રહેલી પ્રગતીની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. બેઠકનો મૂળ ઉદ્દેશ્ય 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ સુવિધાના અમલીકરણ માટે તેમની તૈયારીઓ, એક્શન પ્લાન અને હંગામી સમયસીમા જાણવાનો હતો. શ્રી પાસવાને જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના સમયમાં, આ યોજના વિસ્થાપિત શ્રમિકો, ફસાયેલા લોકો અને જરૂરિયાતમંદ લોકોને તેમના ક્વૉટાનું ખાદ્યાન્ન ONOC પોર્ટિબિલિટી દ્વારા મેળવવા માટે અત્યંત લાભદાયી પૂરવાર થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, ઑગસ્ટ 2020માં ત્રણ રાજ્યો – ઉત્તરાખંડ, નાગાલેન્ડ અને મણીપૂરને રાષ્ટ્રીય ક્લસ્ટરમાં સમાવી લેવામાં આવશે અને બાકીના અન્ય 14 રાજ્યોને ONOC હેઠળ આ વર્ષના અંત સુધીમાં આવરી લેવા માટે વિભાગ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શ્રી પાસવાને ઉમેર્યું હતું કે, હાલમાં પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો ઉપલબ્ધ છે અને કોવિડ-19 મહામારીના સમયમાં દેશમાં કોઇપણ વ્યક્તિને ભુખ્યા નહીં રહેવું પડે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632376

 

ગૌણ વન ઉત્પાદનોના લઘુતમ ટેકાના ભાવના કારણે આદિજાતિ અર્થતંત્રમાં વધુ રૂપિયા 2000 કરોડ ઉમેરાયા

17 રાજ્યોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ભંડોળની મદદથી ગૌણ વન ઉત્પાદનોની ખરીદીની કામગીરી કુલ રૂપિયા 835 કરોડના ભંડોળ સાથે શરૂ કરવામાં આવી હતી અને એપ્રિલ 2020 સુધીમાં ખાનગી વેપાર દ્વારા લગભગ રૂપિયા 1200 કરોડની ખરીદી કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિએ આદિજાતિ સમુદાય સામે નવા પડકારો ઉભા કર્યા છે અને તેના કાણે ગંભીર કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. યુવાનોમાં બેરોજગારી, આદિજાતિ સમુદાયોના વિસ્થાપિત શ્રમિકોનું પાછું સ્થળાંતર થતા સમગ્ર આદિજાતિ અર્થતંત્રને પાટે ચડવા સામે જોખમ સર્જાયું છે. આવી પરિસ્થિતિમાં ગૌણ વન ઉત્પાદનોના લઘુતમ ટેકાના ભાવના કારણે તમામ દેશોમાં નવી તકો આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632397

 

IIT ગુવાહાટીએ કોવિડ-19 માટે પરવડે તેવા ભાવની નિદાન કીટ્સ તૈયાર કરી

નોવલ કોરોના વાયરસના શકંજાનામાંથી છુટવા માટે સચોટ પરીક્ષણ ખૂબ મહત્વપૂર્ણ છે. દિશામાં પોતાના પ્રયાસો આગળ ધપાવતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીએ RR એનિમલ હેલ્થકેર લિમિટેડ અને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)ના સહયોગથી, ઓછા ખર્ચની નિદાન કીટ્સ તૈયાર કરી છે. વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા (VTM) કીટ્સ, RT-PCR કીટ્સ અને RNA આઇસોલેશન કીટ્સ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632576

 

સ્થાનિક બજારોને પૂરતો/ સિલક જથ્થો પૂરો પાડ્યા પછી HCQની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો

સરકારે એન્ટિ-મેલેરિયલ દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન (HCQ) API અને ફોરમ્યુલેશનની નિકાસ પરથી તાત્કાલિક અસરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ફોરેન ટ્રેડના મહાનિદેશક દ્વારા સંબંધે ગઇકાલે એક ઔપચારિક અધિસૂચના બહાર પાડવામાં આવી છે. આંતર મંત્રાલય ઉચ્ચ સ્તરીય અધિકાર પ્રાપ્ત સમિતિની બેઠક નિયમિત રીતે દર પખવાડિયે યોજવામાં આવે છે જેમાં દેશમાં દવાઓની ઉપલબ્ધતા અંગે આકલન કરવામાં આવે છે અને તેઓ પરિસ્થિતિ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને હાઇડ્રોક્સિક્લોરોક્વિનની જરૂરિયાત પૂર્ણ કરી દેવામાં આવી છે કારણ કે કોવિડ-19નો સામનો કરવા માટે 12.22 કરોડ HCQ 200 mg ટેબલેટ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની HLL લાઇફકેર લિમિટેડને આપવામાં આવી છે. હાલમાં, MoHFW દ્વારા સ્થાનિક જરૂરિયાતને સંતોષવા માટે HCQનો પૂરતો બફર સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે. વધુમાં, 7.58 કરોડ HCQ 200 mgની ટેબલેટ રાજ્ય સરકારો, અન્ય સંસ્થાઓ અને BPPI/ જન ઔષધી કેન્દ્રોને મોકલવામાં આવી છે જેથી તેમની જરૂરિયાતો પણ પૂર્ણ થઇ શકે. વધુમાં, અંદાજે 10.86 કરોડ HC! 200 mg ટેબલેટ સ્થાનિક ફાર્મસીઓને મોકલવામાં આવી છે જેથી સ્થાનિક જરૂરિયાત પૂરી થઇ શકે. આમ, હાલમાં દેશમાં દવાની જરૂરિયાત પૂરી કરવા માટે કુલ 30.66 કરોડ HCQ 200 mg ટેબલેટનો જથ્થો સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ છે. દેશમાં HCQની માંગ પૂરી ન થઇ હોય તેવી કોઇ જ સ્થિતિ સર્જાઇ નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632608

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઠના પ્રશાસકે નિર્દેશો આપ્યા છે કે, માત્ર સેલ્ફ ક્વૉરેન્ટાઇનના બદલે શું પ્રશાસને સેલ્ફ હોમ ક્વૉરેન્ટાઇન પણ કરવું જોઇએ કે નહીં તે દરખાસ્ત પર અગ્ર આરોગ્ય સચિવ તપાસ કરશે. આમ કરવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં બહારથી અહીં આવેલા લોકોને બિનજરૂરી રીતે તેમની આસપાસના વિસ્તારોમાં ફરતા રોકી શકાશે. પ્રશાસકે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, જે લોકો સેલ્ફ ક્વૉરેન્ટાઇનની સૂચનાઓનું ઉલ્લંઘન કરે છે તેવા લોકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં ખસેડીને દંડાત્મક પગલાં લેવા જોઇએ કે નહીં તેની પણ સલાહકાર દ્વારા તપાસ કરવામાં આવે.
  • પંજાબ: પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કોવિડ-19ના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ પરવડે તેવા દરે નિર્ધારિત કરશે. તેમણે ખાનગી હોસ્પિટલોના મેનેજમેન્ટ્સને વિનંતી કરી હતી કે, આ સ્થિતિમાં તેઓ આગળ આવે અને કોવિડ-19ના દર્દીઓને પરવડે તેવા વ્યાજબી દરે સારવાર પૂરી પાડે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકારનો એવો કોઇ ઇરાદો નથી કે ખાનગી હોસ્પિટલોને કોઇપણ પ્રકારે નુકસાન ભોગવવું પડે, પરંતુ સાથે સાથે, નિઃસહાય દર્દીઓ પાસેથી હોસ્પિટલમાં ફક્ત થોડા દિવસના રોકાણ બદલ મોટો ફટકો પડે તેવા લાખો રૂપિયાના બિલો વસુલીને તેમને લૂંટ ચલાવવાની મંજૂરી પણ આપી શકાય.
  • કેરળ: કેરળ ઉચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે મજબૂત સ્થિતિ દર્શાવતા કહ્યું હતું કે, વિદેશથી લોકો કેરળમાં આવે તે પહેલાં તેમનું કોવિડ-19નું પરીક્ષણ થવું જોઇએ. રાજ્ય દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે, ગેસ્ટ કામદારોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સહિત પૂરી પાડવામાં આવતી સેવાઓ વિદેશથી વતન આવી રહેલા લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી સરકારે સરકારી કચેરીઓમાં માત્ર 50 ટકા હાજરી રાખવાનો નિર્ણય લીધો છે; બાકીના 50 ટકા કર્મચારીઓને તેમના ઘરેથી કામ કરવાનું રહેશે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 97 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 89 દર્દીઓ સાજા થઇ ગયા હતા. હાલમાં રાજ્યમાં 1358 દર્દીઓ સારવાર હેઠળ છે અને રાજ્યના અલગ અલગ ભાગોમાં કુલ 1,27,231 દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: ચેન્નઇ અને આસપાસના ત્રણ જિલ્લાઓમાં આજથી 12 દિવસ માટે ચુસ્ત લૉકડાઉનનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કે.પી. અંબાઝગનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોવિડ-19ના કારણે સંસાધનોની અછત હોવાથી, રાજ્ય સરકારે ડૉક્ટરોના પેન્શનમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કોલેજના ગેસ્ટ લેક્ચરરોએ તામિલનાડુની સરકારને અપીલ કરી હતી કે મહામારીના સમયમાં તેમનો પગાર સમયસર કરવામાં આવે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 2141 નોંધાયા હતા, જ્યારે 1017 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને 49 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 1276 કેસ માત્ર ચેન્નઇમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા: 52334, સક્રિય કેસ: 23065, મૃત્યુ થયા: 625, રજા આપવામાં આવી: 28641, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 16067.
  • કર્ણાટક: રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓની સારવારના સુધારેલા ચાર્જને મંજૂરી આપી દીધી છે. આઠ સભ્યોની સમિતિ દ્વારા આ ચાર્જની ભલામણ કરવામાં આવી હતી અને સુધારેલા ચાર્જ રાજ્યના મંત્રીમંડળ પાસે સુધારા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કોવિડ-19ને ખતમ કરવાના પ્રયાસરૂપે, BBMPએ સિટિઝન ક્વૉરેન્ટાઇન સ્ક્વૉડનું ગઠન કર્યું છે જે હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવેલા નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરશે. દરમિયાન, BBMP દ્વારા ક્વૉરેન્ટાઇન વોચ એપ્લિકેશનમાંથી બિનજરૂરી ડેટા દૂર કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે કૉલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગઇકાલે 210 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 179 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી જ્યારે 12 દર્દીઓ કોરોનાના પ્રભાવથી મૃત્યુ પામ્ય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 7944, સક્રિય કેસ: 2843, મૃત્યુ થયા: 114, સાજા થતા રજા આપવામાં આવી: 4983.
  • આંધ્રપ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પર્યટન કંટ્રોલરૂમની શરૂઆત કરી છે સાથે સાથે સલામત બોટિંગ માટે રિવરફ્રન્ટ અને બીચ પર શરૂ કરવામાં આવ્યાછે. આંધ્રપ્રદેશે IGY ઇમ્યુનોલોજિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે પુલીવેંદુલા (કડપા)માં રસી ઉત્પાદન એકમ શરૂ કરવા માટે સમજૂતી કરારા કર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,609 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 376 કેસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે જ્યારે કુલ 82 દર્દીઓને રજા આપવામાં આવી છે અને ચાર વ્યક્તિ મૃત્યુ પામી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 6230, સક્રિય કેસ: 3069, સાજા થયા: 3065, મૃત્યુ પામ્યા: 96.
  • તેલંગાણા: રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ, કન્ટેઇન્મેન્ટ ઝોન વધુ સાંકડા બનાવવામાં આવી રહ્યા છે. સરકાર ઝોનની દેખરેખ અંગે ખૂબ મૌન ધારણ કરીને બેઠી છે ત્યારે, નીતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને કેસોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો હોવા છતાં નવા કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 6027, સક્રિય કેસ: 2531, સાજા થયા: 3301
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના વધુ 3752 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસનો કુલ આંકડો વધીને 1,20,504 પર પહોંચી ગયો છે. માત્ર મુંબઇમાં નવા 1298 કેસ નોંધાયા છે. મુંબઇની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કેસોની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની વધતી માંગ અને હાલની સુવિધાઓ માંગને પહોંચી વળવા માટે અસમર્થ છે તેવી સ્થિતિમાં બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) 20 જગ્યાએ વિરાટ લિક્વિટ ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવાના અંતિમ તબક્કામાં છે જેમાં મહત્વપૂર્ણ સિવિક સંચાલિત હોસ્પિટલ KEM, નાયર, સીઓન પણ સામેલ છે. સિલિન્ડર ઇન્સ્ટોલ કરવાના પ્લેટફોર્મનું બાંધકામ થઇ ગયું છે અને આગામી અઠવાડિયે ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઇ જશે.
  • ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 510 દર્દી નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 25,660 થઇ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી કુલ મૃત્યુ આંક 1592 થયો છે. ગુરુવારે 389 દર્દીઓને રજા આપવામાં આવી હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી 17829 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં હાલમાં 6239 સક્રિય કેસ સારવાર હેઠળ છે જેમાંથી 6178ની સ્થિતિ સ્થિર છે જ્યારે 61 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. નવા નોંધાયેલા 510 કેસમાંથી, મહત્તમ સંખ્યામાં 317 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તેમજ સૂરતમાંથી 82, વડોદરામાં 43 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સાવચેતીના પગલાંરૂપે હજારથી વધુ લોકોને અત્યારે હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 182 કેસ પોઝિટીવ નોંધાતા અત્યાર સુધીમાં કુલ સંખ્યા 11426 થઇ ગઇ છે. જોકે, હાલમાં સક્રિય કેસની સંખ્યા 2308 છે. રાજ્યના સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા જિલ્લા ઇન્દોરમાં કુલ કેસની સંખ્યા વધીને 4191 થઇ છે. રાજ્યમાં મહામારીની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 75.5 ટકા નોંધાયો છે જ્યારે દેશમાં સાજા થવાનો દર 53 ટકા છે. વધુમાં, કોરોનાના કેસ બમણા થવાનો દર રાજ્યમાં 43.2 દિવસછે. રાજ્યના જિલ્લા કોરોનાથી મુક્ત થઇ ગયા છે જ્યારે 24 જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા 10થી ઓછી છે.
  • છત્તીસગઢ: ગુરુવારે રાજ્યમાં નવા 82 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 1946 થઇ છે. ઉપરાંત, વધુ 46 દર્દીઓ સાજા થયા છે માટે અત્યાર સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1202 થઇ છે. 735 સક્રિય કેસ અત્યારે સારવાર હેઠળ છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોવિડ-19ના વધુ 84 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ કેસની સંખ્યા વધીને 13626 થઇ ગઇ છે. કોવિડ-19માંથી દર્દીઓના સાજા થવાનો દર વધીને 77 ટકા થઇ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10582 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 323 દર્દીઓ કોરોનાનો ચેપ લાગવાથી મૃત્યુ પામ્યા છે.
  • ગોવા: ગોવામાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 49 કેસ નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 705 થઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 596 છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં કુલ 17,501 સેમ્પલનું કોવિડ- માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુ 92 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 11 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે 1756 કેસ સારવાર હેઠળ છે.
  • આસામ: રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આસામ લક્ષિત સર્વેલન્સ કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 2,58,979 કોવિડ-19ના પરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા છે. કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
  • મણીપૂર: લૉકડાઉનના માપદંડોનું સતત ઉલ્લંઘન થઇ રહ્યું હોવાથી, મણીપૂર રાજ્ય પોલીસે અત્યાર સુધીમાં 459 વ્યક્તિઓની અટકાયત કરી છે જ્યારે 350 વાહનો સમગ્ર રાજ્યામાંથી જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ રૂ. 59,200 દંડ વસુલવામાં આવ્યો છે.
  • મિઝોરમ: રાજ્યમાં ઐઝવાલ ખાતે આવેલી ઝોરમ મેડિકલ કોલેજમાંથી કોવિડ-19ના આઠ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ નોંધાયેલ કેસની સંખ્યા 130 થઇ ગઇ છે જેમાંથી 121 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં તમામ શાળા સંસ્થાઓના વડા (સરકારી અને ખાનગી)ને કહેવામાં આવ્યું છે કે, બાળકો અને માતાપિતા ઇન્ટરનેટનો સલામત ઉપયોગ કરે અને ઑનલાઇન ધમકીઓથી તેઓ બચી શકે તે માટે SMS, ઑનલાઇન શિક્ષણ અને અન્ય માધ્યમોથી તેમનામાં જાગૃતિ ફેલાવવાના જરૂરી પગલાં લેવામાં આવે.

 

  •  

FACTCHECK

 

Image

 



(Release ID: 1632725) Visitor Counter : 229