સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


ભારતમાં હવે 2 લાખથી વધુ લોકો કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે

દર્દીઓનો સાજા થવાનો દર વધીને 53.79% નોંધાયો

Posted On: 19 JUN 2020 3:21PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 10,356 લોકો સાજા થઇ ગયા હોવાની પુષ્ટિ સાથે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 2,04,710 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 53.79% સુધી પહોંચી ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,63,248 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

દૈનિક આંકડાનો ટ્રેન્ડ સૂચવે છે કે, દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને સક્રિય કેસો તેમજ સાજા થયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધી રહ્યો છે. સાજા થયેલા લોકોની વધતા પ્રમાણની સંખ્યા દર્શાવે છે કે, ભારતમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે સમયસર વ્યૂહરચનાનો અમલ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેના સંકલનથી કોવિડ માટે યોગ્ય આચરણ તરીકે લૉકડાઉનનો અમલ, સાર્વજનિક સ્થળોનું સેનિટાઇઝેશન વગેરે સુરક્ષાત્મક પગલાંના કારણે બીમારીના ફેલાવાને નોંધપાત્ર પ્રમાણમાં અંકુશમાં લાવી શકાયો છે. લૉકડાઉનના કારણે સરકારને પરીક્ષણની સુવિધાઓ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પૂરતો અવકાશ મળ્યો છે જેના કારણે સમયસર ચેપગ્રસ્ત લોકોની ઓળખ અને કોવિડ-19ના કેસોના તબીબી વ્યવસ્થાપન દ્વારા દર્દીઓ સાજા થવાનો વધતો દર સુનિશ્ચિત કરી શકાયો છે. વધતો તફાવત કોવિડ-19ના નિરાકરણ અને નિયંત્રણ માટે સરકાર દ્વારા સમયસર, તબક્કાવાર, પૂર્વ-સક્રિય અભિગમ અને અગ્ર હરોળમાં કામ કરી રહેલા અસંખ્ય કર્મચારીઓ દ્વારા તેના સચોટ અમલનું પરિણામ છે.

.https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TJU2.jpg

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 703 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 257 (કુલ 960 લેબોરેટરી) કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 541 (સરકારી: 349 + ખાનગી: 192)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 345 (સરકારી: 328 + ખાનગી: 17)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 74 (સરકારી: 26 + ખાનગી: 48)

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,76,959 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 64,26,627 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કોવિડ અને બિન-કોવિડ વિસ્તારોમાં કામ કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓના સંચાલન માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તે લિંક પર ઉપલબ્ધ છે. Page 1 of 4 Dated 18th June, 2020 Ministry of Health & Family Welfare Directorate General of Health Services (EMR Division)

મંત્રાલય દ્વારા કોવિડ માટે યોગ્ય વર્તણૂક અંગે સચિત્ર માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. તે લિંક પર ઉપલબ્ધ છે. https://www.mohfw.gov.in/pdf/Illustrativeguidelineupdate.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 


(Release ID: 1632643) Visitor Counter : 217