પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


“સમૃદ્ધ રાષ્ટ્ર માટે ખુશહાલ પરિવારનું નિર્માણ કરો” મંત્રનો અમલ કરવા લોકોને આહ્વાન કર્યું

Posted On: 19 JUN 2020 1:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દીર્ઘદૃષ્ટા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આચાર્યા શ્રી મહાપ્રજ્ઞજીએ પોતાનું આખું જીવન માનવજાત અને સમાજની સેવામાં સમર્પિત કરી દીધું હતું.

પ્રધાનમંત્રીએ મહાન સંત સાથે તેમના વાર્તાલાપના સ્મરણો તાજા કર્યાં હતા અને કહ્યું હતું કે, સદભાગ્યે તેમને આચાર્યશ્રી સાથે ઘણી વખત વાર્તાલાપનો લ્હાવો પ્રાપ્ત થયો હતો અને સંતની જીવનસફરમાંથી તેઓ ઘણા બોધપાઠ શીખ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને સંતની અહિંસા યાત્રામાં ભાગ લેવાની અને માનવજાતની સેવા કરવાની તક સાંપડી હતી.

તેમણે કહ્યું હતું કે, આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી જેવા યુગ ઋષિ તેમના ભૌતિક અસ્તિત્વ માટે કંઇ હાંસલ કરતા નથી પરંતુ તેમનું જીવન, તેમના વિચારો અને ક્રિયાઓ સામગ્ર માનવજાતની સેવા માટે સમર્પિત હોય છે.

પ્રધાનમંત્રી આચાર્યજીનાજો તમે તમારા જીવનમાંથીહું અને મારુંછોડીને જીવશો તો, આખી દુનિયા તમારી થઇ જશેઉપદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સંતશ્રીએ મંત્ર બનાવ્યો હતો અને તેને પોતાના જીવનની ફિલસુફી બનાવી દીધો હતો અને તેમના દરેક ક્રિયા અને કાર્યોમાં તેનો અમલ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંતશ્રીને દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમની લાગણી સિવાય બીજું કંઇ તેમની પાસે નહોતું.

પ્રધાનમંત્રીએ કેવી રીતે રાષ્ટ્ર કવિ રામાધારીસિંહ દિનકરે આચાર્ય મહાપ્રજ્ઞને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા તે વાતો પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેવી રીતે, દિગંબર પરંપરાના મહાન સંત આચાર્ય વિદ્યાનંદે, આચાર્ય મહાપ્રજ્ઞજીના અદભૂત સાહિત્યના જ્ઞાનના કારણે મહાપ્રજ્ઞજીની સરખામણી ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નન સાથે કરી હતી.

પ્રધાનમંત્રીએ અટલ બિહાર વાજપેયીજીનો ઉલ્લેખ કર્યો હતો અને કેવી રીતે અટલજી, જેઓ પોતે પણ સાહિત્યના ખૂબ જાણકાર અને જ્ઞાનનો ભંડાર ધરાવતા હતા, તેઓ અનેકવાર કહેતા હતા કે, -“હું આચાર્ય મહાપ્રજ્ઞજીના સાહિત્ય, તેમના સાહિત્યની ઊંડાઇ, તેમના જ્ઞાન અને શબ્દોનો ખૂબ મોટો ચાહક છુ.”

પ્રધાનમંત્રીએ આચાર્યશ્રીને એવી વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા જેમને અદભૂત વાકછટા, કર્ણપ્રિય અવાજ અને ખૂબ સુક્ષ્મ સ્તરના શબ્દભંડોળના ઇશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત હોય.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આચાર્યશ્રી સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં આધ્યાત્મ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પર 300થી વધુ પુસ્તકો લખ્યા છે.

પ્રધાનમંત્રીએ તેમના એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો-  “પરિવાર અને રાષ્ટ્રજે મહાપ્રજ્ઞજીએ ડૉ. .પી.જે. અબ્દુલ કલામજી સાથે મળીને લખ્યું હતું.

તેમણે કહ્યું કે, “ બંને મહાપુરુષોએ કેવી રીતે એક પરિવાર ખુશહાલ પરિવાર બની શકે છે, કેવી રીતે એક ખુશહાલ પરિવાર સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તે અંગે દૂરંદેશી આપી હતી.”

બંને મહાન વિભૂતિઓના જીવનની સરખામણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે બંને મહાન વ્યક્તિઓ પાસેથી શીખ્યા છે. તેમણે કહ્યું કે, “કેવી રીતે આધ્યાત્મિક ગુરુ વૈજ્ઞાનિક અભિગમ સમજે છે અને કેવી રીતે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાનું વર્ણન કરે છે તે હું આમની પાસેથી જાણી શક્યો.”

તેમણે કહ્યું કે, બંને સાથે વાર્તાલાપ કરવાની તક મળી તેનું મને ગૌરવ છે.

તેમણે ઉમેર્યું હતું કે, ડૉ. કલામ ઘણીવાર મહાપ્રજ્ઞજી વિશે કહેતા કે, તેમના જીવનનો માત્ર એક ઉદ્દેશ્ય હતોચાલો, પ્રાપ્ત કરો અને આપો. આથી , જીવનમાં સતત ભ્રમણ કરતા રહો, જ્ઞાન પ્રાપ્તિ કરતા રહો અને જે કંઇપણ શક્ય હોય તે સમાજને આપતા રહો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાપ્રજ્ઞજીએ તેમના જીવનકાળ દરમિયાન હજાકો કિલોમીટરની મુસાફરી કરી છે. તેમના મૃત્યુ પહેલાંના સમયમાં પણ, તેઓ અહિંસાની સફર પર હતા. પ્રધાનમંત્રીએ તેમના એક નિવેદનઆત્મા મારા ઇશ્વર છે, બલિદાન મારી પ્રાર્થના છે, મૈત્રી મારું સમર્પણ છે, આધુનિકીકરણ મારી શક્તિ છે અને અહિંસા મારો ધર્મ છેયાદ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ પોતાની રીતે જીંદગી જીવ્યા અને લાખો લોકોને જીવનશૈલી શીખવાડી. તેમણે કહ્યું કે, યોગ દ્વારા, તેમમે લાખો લોકોને તણાવ મુક્ત જીવન જીવતા શીખવાડ્યું હતું. તેમણે કહ્યું કે, “એક દિવસ પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે તે પણ એક યોગાનુયોગ છે. મહાપ્રજ્ઞજીનાખુશહાલ પરિવાર અને સમૃદ્ધ રાષ્ટ્રના સપનાંને સાકાર કરવા માટે અને તેમના વિચારો સમજા સુધી પહોંડાચવામાં યોગદાન આપવા માટે પણ આપણા સૌના માટે એક ખાસ પ્રસંગ છે.”

આચાર્યજીના મંત્ર – “સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ અર્થતંત્રનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનો મંત્ર આપણા સૌના માટે એક મોટી પ્રેરણા છે.

આજે દેશ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે અને સાથે સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો એક દૃઢ સંકલ્પ છે.

તેમણે કહ્યું કે, “હું માનું છુ કે, સમાજ અને દેશ જેના આદર્શો, આપણા ઋષિઓ અને સંતોએ આપણા સમક્ષ મૂક્યા છે, આપણો દેશ ટૂંક સમયમાં તે નિશ્ચયને પૂર્ણ કરશે. આપ સૌ તે સપનાંને સાકાર કરશો.”

 

 

GP/DS

 



(Release ID: 1632642) Visitor Counter : 236