પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 વિષયે મુખ્ય મંત્રીઓ સાથે સંવાદ સમયે પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

Posted On: 16 JUN 2020 4:33PM by PIB Ahmedabad

નમસ્કાર સાથીઓ,

અનલૉક- 1ને બે સપ્તાહ થઈ રહ્યાં છે. સમય  દરમિયાન  જે અનુભવ પ્રાપ્ત થયા છે, તે અંગેની સમિક્ષા અને તેની ઉપર ચર્ચા આવશ્યક બની રહે છે. મને પણ તમારી તરફથી થોડુંક જાણવાની તક મળશે, સમજવાની તક મળશે. આજની ચર્ચામાં જે મુદ્દાઓ બહાર આવશે, તમારી તરફથી જે સૂચનો પ્રાપ્ત થશે તે આગળની રણનીતિ ઘડવા માટે સહાયરૂપ બનશે.

સાથીઓ,

કોઈપણ સંકટમાંથી પાર ઉતરવા માટે સમયનું ઘણું મહત્વ હોય છે. સાચા સમયે લેવામાં આવેલા નિર્ણયોથી દેશમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ મદદ મળી છે.

ભવિષ્યમાં જ્યારે પણ કોરોના સામે ભારતની લડતનો અભ્યાસ થશે ત્યારે ગાળાને એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે સમય  દરમિયાન આપણે બધાંએ કેવી રીતે કામ કર્યું હતું અને કો-ઓપરેટીવ ફેડરાલિઝમનું સર્વોત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

સાથીઓ,

જ્યારે કોરોના દુનિયાના અનેક દેશોમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો ત્યારે ભારતે તેની સાથે કામ પાર પાડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નિર્ણયો લેવાનો પ્રારંભ કરી દીધો હતો. આપણે એક એક ભારતીયની જીંદગીને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી છે.

વિતેલા સપ્તાહોમાં વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભારતીયો પોતાના વતનમાં પાછા ફર્યા છે. વિતેલા સપ્તાહોમાં લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના ગામમાં પહોંચી ગયા છે. ગાળા  દરમિયાન  રેલવે, રોડ, હવાઈ અને દરિયાઈ એમ તમામ માર્ગ ખૂલી ચૂક્યા હતા. પરંતુ બધા પ્રયાસો છતાં આપણાં દેશની વસતિ વધારે હોવા છતાં ભારતમાં કોરોના સંક્રમણના કારણે અન્ય દેશમાં જોવા મળ્યો છે તેના જેવો વિનાશકારી પ્રભાવ જોવા મળ્યો નથી. દુનિયાના મોટા મોટા નિષ્ણાંતો, આરોગ્ય અંગેના જાણકારો, લૉકડાઉન અને ભારતના લોકોએ દર્શાવેલી શિસ્તની આજે પણ ચર્ચા કરી રહ્યા છે.

આજે ભારતનો રિકવરી રેટ (સાજા થવાનો દર) 50 ટકા કરતાં વધુ છે. આજે ભારત દુનિયાના દેશોમાં અગ્રણી છે કે જ્યાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનું જીવન બચાવી લેવાઈ રહ્યું છે. કોરોનાથી કોઈનું પણ મૃત્યુ થાય તે દુઃખદ બાબત છે. આપણાં માટે કોઈ એક ભારતીયનું મૃત્યુ આપણને બેચેન કરી દેવા જેવી સ્થિતિ ઉભી કરે છે, પરંતુ બાબત પણ સાચી છે કે આજે ભારત દુનિયાના દેશોમાં સમાવેશ પામે છે કે જ્યાં કોરોનાના કારણે સૌથી ઓછા મૃત્યુ થઈ રહ્યા છે.

જ્યારે અનેક રાજ્યોનો અનુભવ આજે આત્મવિશ્વાસ જગાવી રહ્યો છે કે ભારત કોરોનાના સંકટની વચ્ચે પોતાના નુકશાનને મર્યાદિત રાખીને આગળ વધી રહ્યું છે અને પોતાની અર્થ વ્યવસ્થાને ઝડપભેર સંભાળી રહ્યું છે.

સાથીઓ,

વિતેલા બે સપ્તાહમમાં અનલૉક-1 ને કારણે આપણને એક મોટી શીખ પણ પ્રાપ્ત પણ થઈ છે કે જો આપણે નિયમોનું પાલન કરતાં રહીશું તો, તમામ સૂચનાઓનું પાલન કરીશું તો, કોરોનાની આફત સામે આપણને ઓછામાં ઓછું નુકશાન થઈ શકે છે. એટલા માટે માસ્ક અથવા તો ફેસ કવર ઉપર વધુ ભાર મૂકવો આવશ્યક બની રહે છે. માસ્ક વગર અથવા તો ફેસ કવર વગર ઘરની બહાર નિકળવાની હવે કલ્પના કરવી પણ યોગ્ય નથી. આવી સ્થિતિ ખુદ વ્યક્તિ માટે જેટલી ખતરનાક છે, એટલી તેની આસપાસના લોકો માટે પણ ખતરનાક છે.

એટલા માટે બે ગજના અંતરનો આપણો મંત્ર હોય કે દિવસમાં ઘણી બધી વખત 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવાના હોય, સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો હોય. બધી બાબતોને ખૂબ ગંભીરતાથી હાથ ધરવી જોઈએ. પોતાની સુરક્ષા માટે અને પરિવારની સુરક્ષા માટે પણ, ખાસ કરીને ઘરનાં બાળકો અને વૃધ્ધોની સુરક્ષા માટે તે ખૂબ જરૂરી છે.

અત્યાર સુધીમાં લગભગ તમામ ઓફિસો ખૂલી ચૂકી છે, ખાનગી ક્ષેત્રમાં પણ લોકો ઓફિસ જવા લાગ્યા છે. બજારોમાં, સડકો ઉપર ભીડ વધતી જતી હોવાથી શું બધા ઉપાયો કોરોનાને ઝડપભેર ફેલાતો રોકવામાં મદદગાર થશે ? નાની સરખી પણ બેદરકારી, ઢીલાશ અને શિસ્તમાં ઊણપ કોરોના સામેની આપણાં સૌની લડતને કમજોર બનાવી દેશે.

આપણે બાબત ઉપર પણ હંમેશા ધ્યાન આપવાનું છે કે આપણે કોરોનાને જેટલો રોકી શકીશું, તેના ફેલાવાને જેટલો અટકાવી શકીશું તેટલી અર્થવ્યવસ્થા ખૂલી શકશે. આપણી કચેરીઓ ખૂલી શકશે. બજારો ખૂલી શકશે. પરિવહનના સાધનો ખૂલી શકશે અને તેટલી રોજગારી માટેની નવી તકો પણ ઉભી થશે.

સાથીઓ,

હવે પછી આવનારા દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓનો જે રીતે વિસ્તાર થવાનો છે તેનાથી પ્રાપ્ત થયેલા અનુભવ બીજા રાજ્યો માટે પણ ખૂબ લાભકારી બનવાના છે. વિતેલા કેટલાક સપ્તાહમાં આપણે કરેલા પ્રયાસોથી આપણી અર્થવ્યવસ્થામાં ગ્રીન શૂટસ વધવા લાગ્યા છે. વિજળીનો વપરાશ જે પહેલાં ઘટી રહ્યો હતો તે હવે વધવાનો શરૂ થયો છે. વર્ષે મે માસમાં ફર્ટિલાઈઝરનું વેચાણ ગયા વર્ષના મે માસમાં થયેલા વેચાણ કરતાં લગભગ બમણું થયું છે.

વખતે ખરીફ પાકનું વાવેતર વિતેલા વર્ષની તુલનામાં લગભગ 12 થી 13 ટકા જેટલુ વધ્યું છે. ટુ વ્હિલરનું ઉત્પાદન લૉકડાઉન પહેલા હતું તેની તુલનામાં લગભગ 70 ટકા સુધી પહોંચી શક્યું છે. રિટેઈલ ક્ષેત્રમાં ડીજીટલ ચૂકવણી લૉકડાઉનની પહેલાં જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં પહોંચી ગઈ છે.

આટલું નહીં, મે માસમાં ટોલ કલેક્શનમાં પણ વધારો થવો, આર્થિક પ્રવૃત્તિઓમાં વૃધ્ધિ થઈ રહી હોવાનું દર્શાવે છે. સતત ત્રણ માસ સુધી નિકાસમાં ઘટાડો થયા પછી જૂન માસમાં નિકાસ ફરીથી બાઉન્સ બેક થઈને અગાઉના વર્ષના કોવિદ સમય પૂર્વેની સ્થિતિ સુધી પહોંચી ગઈ છે. તમામ એવા સંકેતો છે કે જે આપણને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

સાથીઓ,

તમારા રાજ્યમાંથી અનેક રાજ્યોમાં ખેતી, બાગાયત, માછીમારી અને માઈક્રો, લઘુ તથા મધ્યમ કદના એકમો (એમએસએમઈ) નો હિસ્સો ઘણો મોટો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિતેલા થોડાંક દિવસોમાં તમામ ક્ષેત્રો માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.

એમએસએમઈ ક્ષેત્રને સહયોગ આપવા માટે તાજેતરમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સમયબધ્ધ રીતે એમએસએમઈ ક્ષેત્રને બેંકોમાંથી ધિરાણ અપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રૂ.100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને 20 ટકા વધુ ધિરાણ આપવા માટે ઓટોમેટિક વધારાનો લાભ આપવામાં આવ્યો છે.

આપણે જે બેંકર્સ કમિટીઓના માધ્યમથી બાબતની ખાત્રી રાખીશું કે ઉદ્યોગને ઝડપભેર ધિરાણ મળે તો તે વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરી શકશે અને લોકોને રોજગારી આપી શકશે.

સાથીઓ,

આપણે ત્યાં જે નાની ફેક્ટરીઓ છે તેમને માર્ગદર્શન આપવાની અને તેમનો હાથ પકડીને આગળ ધપાવવાની મોટી જરૂરિયાત છે. મારૂં માનવું છે કે તમારા નેતૃત્વમાં દિશામાં ઘણું બધુ કામ થઈ રહ્યું છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાની જૂની ઝડપ પકડી રહ્યો છે અને તેના માટે વેલ્યુ ચેઈન ઉપર પણ આપણે સૌએ મળીને કામ કરવાનું રહેશે.

રાજયમાં જ્યાં પણ ચોક્કસ આર્થિક પ્રવૃત્તિના સ્થાનો છે ત્યાં ચોવીસે કલાક કામ થાય, સામાન ભરાવવાની અને ઉતારવાની કામગીરી ઝડપભેર થાય, એક શહેરથી બીજા શહેર સુધી સામાન મોકલવા માટે સ્થાનિક સ્તરે કોઈપણ પ્રકારે અવરોધ ના થાય તો આર્થિક પ્રવૃત્તિઓ વધુ તેજી સાથે આગળ ધપશે.

સાથીઓ,

ખેડૂતોના ઉત્પાદનોના માર્કેટીંગના ક્ષેત્રમાં તાજેતરમાં જે સુધારા કરવામાં આવ્યા છે તેનાથી ખેડૂતોને ઘણો લાભ થશે. તેનાથી કિસાનોને પોતાની પેદાશો વેચવા માટે નવા વિકલ્પો પ્રાપ્ત થશે. તેમની આવક વધશે અને ખરાબ મોસમને કારણે, સંગ્રહના અભાવને કારણે તેમને જે નુકશાન થઈ રહ્યું હતું તે પણ ઓછુ કરી શકાશે.

હવે જો ખેડૂતના આવક વધશે તો ચોક્કસ રીતે માંગમાં પણ વધારો થશે અને રાજ્યોની અર્થ વ્યવસ્થા પણ ગતિ પકડશે. ખાસ કરીને ઉત્તર -પૂર્વ તથા આપણાં આદિવાસી વિસ્તારોમાં ખેતી અને બાગાયત માટે અનેક તકો ઉભી થવાની છે. ઓર્ગેનિક ઉત્પાદનો હોય, વાંસના ઉત્પાદનો હોય કે પછી અન્ય આદિવાસી ઉત્પાદનો હોય, તેના માટે બજારના નવા દ્વાર ખૂલવાના છે. સ્થાનિક ઉત્પાદનો માટે જે રીતે ક્લસ્ટર આધારિત વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવી છે તેનો લાભ પણ દરેક રાજ્યને પ્રાપ્ત થશે. તેના માટે જરૂરી છે કે આપણે દરેક તાલુકા, દરેક જીલ્લામાં એવી પ્રોડક્ટસની ઓળખ કરીએ કે જેનું પ્રોસેસીંગ અથવા તો માર્કેટીંગ કરીને આપણે એક બહેતર પ્રોડક્ટ દેશ અને દુનિયાના બજારમાં ઉતારી શકીએ.

સાથીઓ,

વિતેલા દિવસોમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જે કોઈપણ જાહેરાતો કરવામાં આવી છે તે એક નિશ્ચિત સમય મર્યાદામાં લાગુ થઈ શકે તે માટે આપણે બધાંએ સાથે મળીને કામ કરવાનું છે. પશ્ચાદ્દભૂમિકામાં કોરોના સામે લડાઈ અને આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાવા અંગે તમારા જે કોઈ સૂચનો હોય, જે કોઈ તૈયારીઓ કરેલી હોય તે બધુ જાણવા માટે હું આતુર છું. હું ગૃહ મંત્રીને આગ્રહ કરૂં છું કે હવે પછીની ચર્ચાનું તે સંચાલન કરે.

 

 

GP/DS



(Release ID: 1631977) Visitor Counter : 220