સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર 50%થી વધુ

કુલ 1,62,378 દર્દીઓ કોવિડ-19 બીમારીમાંથી સાજા થયા

Posted On: 14 JUN 2020 3:35PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,049 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 50%થી વધુ થઇ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,62,378 દર્દીઓ સાજા થઇ ગયા છે.

હાલમાં, દર્દીઓ સાજા થવાનો દર 50.60% છે. સૂચવે છે કે, કોવિડ-19ના નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા દર્દીઓ બીમારીમાંથી સાજા થઇ ગયા છે. સમયસર નિદાન અને યોગ્ય તબીબી વ્યવસ્થાપનના પરિણામે દર્દીઓ સાજા થવાનો દર વધી રહ્યો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,49,348 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

ICMR દ્વારા નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા માટે સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સતત વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં 646 સરકારી લેબોરેટરી અને 247 ખાનગી લેબોરેટરી (કુલ 893 લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,51,432 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 56,58,614 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આજે, કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મળીને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને દિલ્હીના NCTમાં કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સખત કન્ટેઇન્મેન્ટના પગલાં, પરીક્ષણમાં ઝડપ અને વૃદ્ધિ તેમજ પૂરતા પ્રમાણમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પૂર્વતૈયારીઓ વગેરે મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1631518) Visitor Counter : 277