સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ્સ
દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.47% નોંધાયો
અત્યાર સુધીમાં 1,47,194 દર્દીઓ સાજા થયા
Posted On:
12 JUN 2020 4:00PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને હાલમાં દર્દીઓ સાજા થવાનો દર 49.47% નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,47,194 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે 1,41,842 દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,166 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા છે.
દેશમાં કોવિડ-19ના કેસો બમણા થવાનો દર સતત સુધરી રહ્યો છે અને ત્યારે 17.4 દિવસ થઇ ગયો છે જે લૉકડાઉનની શરૂઆતમાં 3.4 દિવસ હતો.
કેબિનેટ સચિવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો અને શહેરી વિકાસ સચિવો સાથે બેઠક યોજી હતી. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ, કોવિડ-19ના વધુ અસરકારક વ્યવસ્થાપન માટે કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને ટ્રેસિંગ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો, કેસોના તબીબી વ્યવસ્થાપન અને સામુદાયિક જોડાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.
રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ, કોવિડ-19ના નવા બની રહેલા મુખ્ય કન્દ્રો પર વિશેષ ધ્યાન આપે અને સખત કન્ટેઇન્મેન્ટની કામગીરી કરે જેથી વાયરસનો વધુ ફેલાવો રોકી શકાય. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વિશેષ ટીમો દ્વારા ઘરે ઘરે જઇને સર્વેલન્સની કામગીરી કેસોની ઓળખ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની પણ સલાહ આપવામાં આવી હતી જેથી નવા આવતા કેસોનું બહેતર વ્યવસ્થાપન થઇ શકે અને પૂરતા પ્રમાણમાં લોજિસ્ટિક્સ (એટલે કે, પલ્સ ઓક્સિમીટર) સુનિશ્ચિત કરી શકાય અને તાલીમબદ્ધ માનવ સંસાધનો (ડૉક્ટરો, સ્ટાફ નર્સો અને બિન-તબીબી સ્ટાફ) પણ સુનિશ્ચિત કરી શકાય.
બેઠકમાં એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે, ખાસ કરીને અતિ સંવદેનશીલ લોકો એટલે કે, વૃદ્ધો, સહ-બીમારી ધરાવતા લોકો સહિત તમામ લોકો માટે નિવારાત્મક પગલાંઓ આગળ વધારવા અત્યંત મહત્વપૂર્ણ છે. લક્ષણોના આધારે સમયસર ભલામણ કરવા પર અને દિલ્હી ખાતેના AIIMSના સહયોગથી સેન્ટર્સ ઓફ એક્સેલેન્સની સાથે મળીને સુધારેલી તબીબી પદ્ધતિઓ અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યોને વિનંતી કરવામાં આવી હતી કે, સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા સઘન સામુદાયિક સંપર્ક કરવામાં આવે અને હંમેશા સમુદાયોમાં કોવિડ સંબંધિત યોગ્ય શિષ્ટાચારનું પાલન કરવાનો પ્રચાર કરવામાં આવે.
ICMR દ્વારા નોવલ કોરોના વાયરસના પરીક્ષણ માટે ક્ષમતા વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં કુલ 877 લેબોરેટરી (637- સરકારી લેબોરેટરી અને 240 ખાનગી લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,50,305 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 53,63,445 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના
હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1631161)
Visitor Counter : 304
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam