PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 11 JUN 2020 7:15PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 11.06.2020

 

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; ICMRના સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી માત્ર 0.73% લોકો કોવિડ-19થી ચેપગ્રસ્ત છે

ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સર્વેમાં સમાવી લેવામાં આવેલી કુલ વસ્તીમાંથી માત્ર 0.73% લોકો SARS-CoV-2થી ચેપગ્રસ્ત થયા હોવાના પૂરાવા છે. ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવે આજે મીડિયાને માહિતી આપતી વખતે આમ જણાવ્યું હતું. અભ્યાસમાં એવું પણ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન હાથ ધરવામાં આવેલા માપદંડોથી સંક્રમણનો ફેલાવો ઓછો કરવામાં તેમજ કોવિડ-19નો ફેલાવો ઝડપથી આગળ વધતો અંકુશમાં લાવવામાં સફળતા મળી છે. ICMRની ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં આ બીમારી ફેલાવાનું જોખમ 1.09 ગણું વધારે છે અન શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે ફેલાવાનું જોખમ 1.89 ગણું વધારે છે. આ ચેપના કારણે મૃત્યુદર ખૂબ જ ઓછો એટલે કે માત્ર 0.08% નોંધાયો છે. આનો મતલબ એવો થાય છે કે, સમય સમયે સૂચવવામાં આવતા કોવિડ સંબંધિત યોગ્ય શિષ્ટાચારનું મોટી સંખ્યામાં જનસમુદાયે ચુસ્ત પાલન કરવાનું ચાલુ જ રાખવું જોઇએ.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,823 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,028 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 49.21% નોંધાયો છે. ભારતમાં હાલમાં 1,37,448 સક્રિય કેસો છે જે તમામને સંપૂર્ણ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા વધારે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630922

 

ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે, મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ મંત્રી શ્રી અમિત દેશમુખ અને મહારાષ્ટ્રના કોવિડ-19થી અસરગ્રસ્ત જિલ્લાઓના DM સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ડૉ. હર્ષવર્ધને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સંપર્ક ટ્રેસિંગ માટે માનવ સંસાધનો વધુ મજબૂત કરવાની જરૂર છે; લોજિસ્ટિક વૃદ્ધિ જેમાં વેન્ટિલેટર સાથે ICU બેડ, ઓક્સિજન પૂરવઠા સાથેના બેડ વગેરે વધારવાની જરૂર છે; આરોગ્ય સંભાળ કર્મચારીઓને સહકાર મળે તે સુનિશ્ચિત કરવાની; સામુદાયિક અવરોધો ઘટાડવા માટે અને ઉચ્ચ જોખમના સંપર્કો સાથે કાઉન્સેલિંગ કરવા માટે વર્તણૂક ફેરફાર કમ્યુનિકેશન (BCC) વધુ મજબૂત કરવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630917

 

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના વાર્ષિક પૂર્ણ સત્ર 2020માં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્ડિનય ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના 95મા વાર્ષિક પૂર્ણ સત્રના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપ્યું હતું. કોવિડ-19 સામેની લડાઇનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયા સાથે હિંમતપૂર્વક ડગલાં ભરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશ અત્યારે તીડના હુમલા, કરા, ઓઇલ કાઢવાના સ્થળોએ ભીષણ આગ, શ્રેણીબદ્ધ હળવા ભૂકંપના આંચકા, બે ચક્રાવાત જેવી કુદરતી આપત્તિઓના કારણે ઉભી થયેલી અન્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો છે પરંતુ દેશ અત્યારે આ તમામ સમસ્યાઓ સામે એકજૂથ થઇને લડત આપી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા મુશ્કેલીના સમયે ભારતને વધુ દૃઢ બનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, દૃઢ સંકલ્પ, મજબૂત ઇચ્છાશક્તિ અને એકતા આપણા દેશની ખરી તાકાત છે જેની મદદથી આપણો દેશ તમામ કટોકટીઓમાંથી બહાર આવી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ કટોકટી એક નવી તક લઇને આવે છે જેની મદદથી આપણે તેને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પરિવર્તિત કરી શકીએ છીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630886

 

ICCના 95માં વાર્ષિક સત્રના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630893

 

પ્રધાનમંત્રી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂ વચ્ચે ટેલીફોનિક ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતાન્યાહૂ સાથે ટેલીફોન પર ચર્ચા થઇ. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના સંદર્ભમાં ભારત અને ઇઝરાયલ કેવા પ્રકારે તેમના પારસ્પરિક સહયોગને વધારી શકે છે તે સંભાવનાઓ પર વિગતે ચર્ચા કરી હતી, જેમાં રસી, ઉપચાર અને નિદાનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના પ્રયાસોની ચર્ચા પણ સામેલ કરવામાં આવી હતી. તેઓ સંમત થયા હતા કે, બંને દેશોના નિષ્ણાતોની ટીમો એકબીજા વચ્ચે માહિતીના વિનિમયને ચાલુ રાખશે અને આવા સહયોગના ફળ સમગ્ર માનવજાત માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે બાબતે પણ સંમત થયા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630829

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સામદેક અક્કા મોહા સેના પડેઇ ટેકો હુન સેન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સામદેક અક્કા મોહા સેના પડેઇ ટેકો હુન સેન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના મુદ્દે ચર્ચા કરી હતી. તેઓ સંમત થયા હતા કે, બંને દેશો એકબીજાના દેશોમાં વસતા તેમના લોકોને સ્વદેશ પરત ફરવામા તેમજ તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં સહકાર આપવાનું ચાલુ રાખશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630746

 

ભારતીય રેલવેએ રાજ્ય સત્તામંડળોને કોવિડ સંભાળ કેન્દ્રો પૂરા પાડવાની તૈયારીઓ કરી

MoHFWની માર્ગદર્શિકા અનુસાર કેટલાક રાજ્યોની સરકારોએ ભારતીય રેલવેને વિનંતી મોકલી છે અને રેલવે દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ સંભાળ કેન્દ્રના કોચ ફાળવવામાં આવ્યા છે. આમાં 10 કોચ સાથેની ટ્રેન આપવામાં આવે છે જેમાં દરેક કોચમાં 16 દર્દીઓને રાખવાની ક્ષમતા હોય છે. ભારતીય રેલવેએ તેના 5231 કોચને કોવિડ સંભાળ કેન્દ્રોમાં રૂપાંતરિત કર્યા છે. ઉત્તરપ્રદેશે 24 સ્ટેશનો આ માટે નક્કી કર્યા છે. તેલંગાણામાં સિંકદારબાદ, કાચીગુડા અને અલિદાબાદ માટે 60 કોચની માંગણી કરવામાં આવી છે જ્યારે દિલ્હીમાં આવા 10 કોચની માંગણી કરવામાં આવી છે જેને શાકબસ્તી સ્ટેશન ખાતે રાખવામાં આવશે. રેલવે કોવિડ-19 સામેની ભારત સરકારની લડાઇમાં મદદરૂપ થવા માટે તમામ પ્રકારે પ્રયાસો હાથ ધર્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630912

 

આરોગ્ય સેતુ એપ્લિકેશનનો અસરકારક ઉપયોગ કરો: રાજ્યમંત્રી ધોત્રેએ જિલ્લા કલેક્ટરોને કહ્યું

ઇલેક્ટ્રોનિક્સ, IT, HRD અને કમ્યુનિકેશન્સ રાજ્યમંત્રી શ્રી સંજય ધોત્રેના નિર્દેશન હેઠળ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)ની આરોગ્ય સેતુ એપ્લિકેશનની ટીમ અને મહારાષ્ટ્રમાં તમામ જિલ્લાના કલેક્ટરો અને NICના DIO વચ્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનો હેતુ રાજ્યના ફિલ્ડ સ્તરના અધિકારીઓમાં આરોગ્ય સેતુના વિવિધ પાસાઓ અંગે જાગૃતિ વધારવાનો અને તેમની પાસેથી ફિલ્ડ સ્તરના ઇનપુટ લેવાનો હતો. આ ચર્ચા દરમિયાન એક વાત સારી રીતે સામે આવી હતી કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું ડેટા વિશ્લેષણ ઘણું ઉપયોગી છે અને તેમાં રાજ્યમાં આ બીમારીના સંક્રમણની ગતિવિધી માઇક્રો તેમજ માઇક્રોસ્કોપિક બંને પ્રકારની સમજણ આપવામાં આવી છે. આ ડેટાનો અસરકારક અને સમયસર ઉપયોગ કરવાથી હોટસ્પોટ વિસ્તાર બને તે પહેલાં જ તેને ખાલી કરવા માટે ખૂબ જ મહત્વની મદદ મળી શકે છે અને તેનાથી આયોજનપૂર્વક અને લક્ષિત રીતે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે સમયસર ફાળવણી અને વૃદ્ધિ પણ થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630734

 

ડૉ. જીતેન્દ્રસિંહે DARPGને કોવિડ-19 મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમની માર્ગદર્શિકા ઝડપથી તૈયાર કરવા જણાવ્યું

કેન્દ્રીય કાર્મિક, PG અને પેન્શન મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે હાલમાં ચાલી રહેલી DARPGની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી અને આ વિભાગ ઝડપથી વર્ક ફ્રોમ હોમ નીતિની માર્ગદર્શિકા તૈયાર કરે તેવી સલાહ આપી હતી. તેમણે એવી પણ સલાહ આપી હતી કે, સંબંધિત મંત્રીઓ/ વિભાગો સાથે આ સંબંધે વિચારવિમર્શ કરીને પ્રાથમિકતાના ધોરણે આ માર્ગદર્શિકાઓ તૈયાર કરવી જોઇએ. ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વર્ક ફ્રોમ હોમ માર્ગદર્શિકા સમયસર બહાર પાડવાથી કેન્દ્રીય સચિવાલયના કર્મચારીઓને પ્રધાનમંત્રીએ કરેલા દો ગજ કી દૂરીના આહ્વાન અને સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવામાં તે લાભદાયી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630699

 

EPFO પેન્શનરો માટે જીવન પ્રમાણ હાથ ધરવા CSC નેટવર્કનો સદુપયોગ કર્યો

EPS પેન્શનરોને ખાસ કરીને કોવિડ-19 મહામારીની પડકારજનક સ્થિતિ દરમિયાન તેમના ઘરના આંગણે સેવા પૂરી પાડવાના આશય સાથે EPFOએ સક્રિયપણે કોમન સર્વિસ સેન્ટર (CSC) સાથે ભાગીદારી કરી છે. ડિજિટલ જીવન પ્રમાણ જમા કરવા માટે આ ભાગીદારી કરવામાં આવી છે. 3.65 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરની મદદથી છેવટના લોકો સુધી પહોંચતા આ નેટવર્કનો લાભ ઉઠાવીને EPFO તેના 65 લાખ પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણ જમા કરાવવા માટે તેમના ઘર આંગણાની નજીક આ સુવિધા પૂરી પાડે છે. EPS પેન્શનરોને પેન્શન ઉપાડવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે તેમનું જીવન પ્રમાણ/ હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630888

 

રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ NIPERના નિદેશકો સાથે બેઠક યોજી

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને સંશોધન (NIPERs) – મોહાલી, રાયબરેલી, હાજીપુર અને ગુવાહાટીના નિદેશકો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ખાસ કરીને કોવિડ-19 મહામારી સામેની દેશની લડાઇમાં યોગદાન આપવા માટે NIPER દ્વારા હાથ ધરવામાં આવેલી સંશોધન અને નાવીન્યતાની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું કે, તમામ NIPER એ આવક ઉત્પન્ન કરવાના સ્રોત તરીકે ફાર્મા ઉત્પાદનો માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષણ લેબોરેટરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. સરકારી અને ખાનગી ક્ષેત્રની ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને એજન્સીઓ વ્યાપારી ધોરણે પરીક્ષણ લેબોરેટરીનો ઉપયોગ કરવા માટે NIPERનો સંપર્ક કરી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630881

 

માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ઇન્ડિયા રેન્કિંગ્સ 2020 બહાર પાડ્યા

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે વર્ચ્યુઅલ માધ્યમથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પાંચ મુખ્ય વ્યાપક શ્રેણીના માપદંડોમાં તેમની કામગીરીના આધારે ઇન્ડિયા રેન્કિંગ્સ 2020 બહાર પાડ્યા હતા. મંત્રીશ્રીએ 10 અલગ અલગ શ્રેણીમાં ઇન્ડિયા રેન્કિંગ્સ 2020 બહાર પાડ્યા હતા. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક તૈયાર કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે જેનો ઉપયોગ છેલ્લા પાંચ વર્ષથી જ્ઞાનની અલગ અલગ શ્રેણીઓ અને ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રેન્કિંગ આપવા માટે થાય છે. શ્રી નિશંકે જણાવ્યું હતું કે, કોવિડ-19ના મુશ્કેલીના સમયમાં ઑનલાઇન પ્રેક્ટિસની સુવિધા પૂરી પાડવા માટે, NTA દ્વારા તાજેતરમાં JEE અને NEETના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કસોટી અભ્યાસ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને અંદાજે 65 લાખ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં તેને ઑનલાઇન પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે ડાઉનલોડ કરી ચુક્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630867

 

રોગકારક સુક્ષ્મ જીવાણુઓનો સંપૂર્ણ નાશ કરવા માટે એન્ટિ-માઇક્રોબાયલ બહુસ્તરીય ફેસ-માસ્ક તૈયાર કરવામાં આવ્યો

હાલના તબક્કે નોવલ કોરોના વાયરસને ખતમ કરવા માટે કોઇ જ રસી અથવા દવા ઉપલબ્ધ નથી. માસ્ક, શારીરિક અંતર અને વારંવાર હાથ ધોવા- માત્ર આ જ એવા ઉપાયો છે જેની મદદથી જીવન બચાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ એવા પ્રકારના માસ્કની ભલામણ કરી છે જે કોરોના વાયરસ સામે સુરક્ષા આપવા માટે સૌથી વધુ યોગ્ય હોય. પરંતુ લાંબા સમય સુધી જો આવો માસ્ક પહેરી રાખવામાં આવે તો ગુંગળામળ થાય છે અને આ માસ્કને યોગ્ય રીતે સાચવવાનું પણ મુશ્કેલ છે. આવી સમસ્યાઓનો ઉકેલ લાવવાના આશયથી, સ્કૂલ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT-BHU)ની ટીમે એક ખાસ એન્ટી-માઇક્રોબાયલ પાંચ સ્તરીય ફેસ માસ્ક તૈયાર કર્યો છે. આ ફેસ માસ્ક એવા તમામ રોગકારક સુક્ષ્મ જીવાણુઓનો સંપૂર્ણ નાશ કરી શકે છે જે તેની બહારની સપાટીમાં ફસાઇ જાય છે અને તેના કારણે ચેપ ફેલાતો નિયંત્રણમાં લાવી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630720

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે DD ભારતી પર સામાન્ય યોગ પ્રોટોકોલ સત્ર બતાવાશે

પ્રસાર ભારતીના સહયોગથી આયુષ મંત્રાલય દ્વારા 11 જૂન 2020ના રોજ DD ભારતી પર સામાન્ય યોગ પ્રોટોકોલ સત્રોનું દૈનિક પ્રસારણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય યોગ પ્રોટોકોલ સત્રોનું દરરોજ સવારે 8.00 થી 8.30 વાગે પ્રસારણ કરવામાં આવશે. આ સત્રો સાથે સાથે મંત્રાલયના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પ્રસારિત કરવામાં આવશે. અડધા કલાકના આ સત્રમાં સામાન્ય યોગ પ્રોટોકોલના તમામ મુખ્ય પાસાં આવરી લેવામાં આવશે. આ પ્રસારણનું આયોજન મોટી સંખ્યામાં લોકોને દૂરના અંતરેથી જ આ અંગે માહિતગાર કરવાના હેતુથી થઇ રહ્યું છે. સામાન્ય યોગ પ્રોટોકોલ અંગે અગાઉથી માહિતી મળી જવાથી લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં સક્રિયપણે ભાગ લેવા માટે સંપૂર્ણ તૈયારી કરી શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630710

 

કોવિડ-19 મહામારીનો નાશ કરવા માટે ser દ્વારા 1,15,081 ફેસ માસ્ક અને 9,001 લીટર હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું

વર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, દક્ષિણ પૂર્વીય રેલવે (SER) તેના ચાર વિભાગો- ખડગપુર, આદ્રા, રાંચી અને ચક્રધરપુર- તેમજ ખડગપુર ખાતે આવેલા વર્કશોપમાં પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવા ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવા માટે આગળ આવ્યું છે. વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) કીટ્સનું ઉત્પાદન હાલમાં SERના ખડગપુર વર્કશોપ અને ખડગપુર ડિવિઝનલ યુનિટમાં થઇ રહ્યું છે જેની મદદથી ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળમાં રહીને કોવિડ-19 મહામારી સામે લડત આપી રહેલા અન્ય કર્મચારીએને પોતાની સુરક્ષા માટે મદદ કરવામાં આવી રહી છે. SERના ઇન-હાઉસ ઉત્પાદનથી અગ્ર હરોળના સ્ટાફ અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર માસ્ક, સેનિટાઇઝર અને PPEનો પૂરવઠો પહોંચવા ઉપરાંત, તેનાથી ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઇ શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630692

 

નવું ઓછા ખર્ચનું નોવલ કોરોના વાયરસનું પરીક્ષણ તૈયાર કરવામાં આવ્યું

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા નોવલ કોરોના વાયરસના પરીક્ષણ માટે માત્ર રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (RT-qPCR)ની ભલામણ કરવામાં આવી છે. સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CCMB) ખાતે સંશોધકોએ નવી ઓછી ખર્ચાળ અને ઓછી ટેકનોલોજીની જરૂર પડે તેવી SARS-CoV-2ની પરીક્ષણની પદ્ધતિ વિકસાવી છે. આ પરીક્ષણ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નેસ્ટેડ PCR (RT-nPCR) પરીક્ષણ તરીકે ઓળખાય છે. આ પરીક્ષણમાં વાસ્તવિક સમયના જથ્થાત્મક RT-qPCRની જરૂર પડતી નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630875

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે જણાવ્યું હતું કે રાજ્યની સરહદો ખોલવાથી અને રસ્તાઓ, ટ્રેનો અને ઉડાનો મારફતે વ્યક્તિની અવર-જવર વધવાના કારણે ચેપનો ફેલાવો નોંધપાત્ર રીતે વધી શકે છે. તેમણે આરોગ્ય અગ્ર સચિવને પડોશી રાજ્યો સાથે સંકલન કરવા માટે નિર્દેશો આપ્યાં હતાં, જેથી શહેરમાં બહારથી પ્રવેશી રહેલા લોકોની તપાસ માટે એકસમાન રણનીતિ ઘડી શકાય.
  • પંજાબઃ સુવ્યવસ્થિત પદ્ધતિથી કોવિડ-19 અંગેની માહિતીનો ફેલાવો કરી શકાય તે માટે આરોગ્ય અને તબીબી શિક્ષણ અંગે રાજ્ય સરકારના સલાહકાર પ્રોફેસર કે. કે. તલવારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી. રણનીતિ ઉપર કામગીરી કરતાં, 27 માર્ચથી 4થી જૂન દરમિયાન લૉકડાઉનના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા 19 ઑનલાઇન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્રોમાં કોવિડ-19થી અસરગ્રસ્ત હળવાથી મધ્યમસર બીમાર દર્દીઓની સંભાળ રાખી રહેલા તબીબી વિશેષજ્ઞો અને એનેસ્થેટિસ સહિત કોવિડ સંભાળ સેવાઓ સાથે જોડાયેલા 1,914 તબીબી વ્યાવસાયિકો જોડાયા હતા. ઉપરાંત તબીબી કોલેજના પ્રાધ્યાપકો અને કોવિડ-19ના ગંભીર દર્દીઓની સંભાળ રાખી રહેલા અન્ય જટિલ વ્યાવસાયિક નિષ્ણાતોએ પણ સત્રમાં ભાગ લીધો હતો.
  • હરિયાણાઃ હરિયાણાના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોએ દરેક આપતિઓનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો છે, જેના કારણે હરિયાણાની પ્રગતિ ભૂતકાળમાં અટકી નથી અને ભવિષ્યમાં પણ ધીમી પડશે નહીં. કોવિડ-19 મહામારી દરમિયાન રાજ્ય સરકારે વિવિધ જાહેર હિતને લગતાં નિર્ણયો લીધા છે, જેમાં રૂ. 1,200 કરોડના રાહત પેકેજ અને જરૂરિયાતમંદોની સહાયતા માટે હરિયાણા કોરોના રાહત નીધિની રચનાનો સમાવેશ થાય છે.
  • કેરળઃ કેરળમાં ભક્તજનોને સબરીમાલા મંદિરમાં યોજાતી માસિક પૂજામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત સોમવારથી શરૂ થઇ રહેલો વાર્ષિક મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. તિરુવનન્તપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં કોવિડ-19ના બે દર્દીઓએ કરેલી આત્મહત્યાના સંદર્ભમાં રાજ્યના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ હોસ્પિટલ સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને સંદર્ભમાં તાત્કાલિક અહેવાલ સુપરત કરવા જણાવવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોવિડ કેસોની સારવાર સંદર્ભે પોતાનો સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. આજે રાજ્યની બહાર વધુ પાંચ કેરળવાસીઓના કોવિડ-19ના કારણે મૃત્યુ નીપજ્યાં હતા. તેમાંથી ત્રણ લોકોના મોત અખાતી દેશમાં અને બે વ્યક્તિના મૃત્યુ મુંબઇમાં નીપજ્યાં હતા.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતુ. નવા 12 કેસો નોંધાતાં કુલ કેસોની સંખ્યા વધીને 157 થઇ ગઇ છે. તામિલનાડુમાં સરકાર સંચાલિત આશ્રયસ્થાનોમાં કોવિડ-19ના પોઝિટીવ નોંધાયેલા 35 બાળકોની સર્વોચ્ચ અદાલતે નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડના કારણે થયેલા મૃત્યુ છૂપાવવાથી સરકારને કોઇ ફાયદો થતો નથી અને તમામ વિગતો પૂરી પાડવામાં તે પારદર્શી રહી છે. રાજ્ય સરકારની કચેરીઓ બીજા શનિવારે ચેપ નિયંત્રણ અને ફ્યુમિગેશનને લગતી કામગીરી માટે બંધ રહેશે. ગઇકાલે 1,927 નવા કેસો નોંધાયાં હતાં, 1,008 લોકો સાજા થયા હતા અને 19 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. 1,390 કેસો ચેન્નાઇમાંથી નોંધાયાં હતાં. કુલ કેસોની સંખ્યા 36,841 પર પહોંચી ગઇ છે, જેમાંથી 17,179 કેસો સક્રિય છે, 326 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નાઇમાં 13,085 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ રાજ્ય સરકારે ધોરણ 5ના વિદ્યાર્થીઓ સુધી પૂર્વ-પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક ધોરણો માટે લાઇવ વર્ચ્યુઅલ વર્ગો યોજવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. સરકારે નિર્ણય NIMHANSના ડૉક્ટરોએ આપેલા સૂચનોના આધારે લીધો છે. રાજ્ય સરકારે રિક્ષાચાલકો અને કેબ ચાલકોના રાહત માટે કોવિડ-19 રાહત અંતર્ગત પરિવહન વિભાગને રૂ. 40 કરોડ પૂરા પાડ્યા છે. સામાજિક કલ્યાણ વિભાગ ગૃહ બાબતોના મંત્રાલય તરફથી મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પોતાની આવાસી શાળાઓ અને કોલેજો શરૂ કરશે. ગઇકાલે 120 નવા કેસો નોંધાયાં હતાં, 257 લોકોને રજા અપાઇ હતી અને 3 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 6,041 છે, જેમાંથી 3,108 કેસો સક્રિય છે, 69 મૃત્યુ થયા છે અને 2,862 લોકો સાજા થયા છે.
  • આંધ્રપ્રદેશઃ કુવૈતમાં ફસાયેલા 114 તેલુગુ લોકો આજે વિશાખાપટ્ટનમ હવાઇમથકે આવી પહોંચ્યાં હતા. મુખ્યમંત્રીએ બચાવ કામગીરી માટે અનેક લોકોએ કરેલી અપીલ બાદ વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવા વધારે ઉડાનો ફાળવવા કેન્દ્ર સરકારને અપીલ કરી છે. ત્રણ દિવસના પ્રારંભિક અભ્યાસ બાદ તિરુમાલા મંદિરમાં દર્શનની શરૂઆત થઇ હતી. સવારે 8 વાગ્યાંથી શરૂ થતા સ્લોટ માટે TTD 3,000 ટિકિટ ઑનલાઇન અને 3,000 જેટલી ઑફલાઇન ટિકિટો દર્શનાર્થીઓ માટે બહાર પાડી છે. છેલ્લા 24 કલાકમાં 11,602 નમૂનાઓના પરીક્ષણ બાદ 135 નવા કેસો નોંધાયા હતા, 65 લોકોને રજા અપાઇ હતી અને બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ 4,261 કેસોમાંથી 1,641 કેસો સક્રિય છે, 2,540 લોકો સાજા થયા છે અને 80 લોકોના મરણ નીપજ્યાં છે. રાજ્ય બહારથી પરત ફરેલા  971 લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા, જેમાંથી 564 કેસો સક્રિય છે અને છેલ્લા 24 કલાકમાં 31 લોકોને રજા અપાઇ છે. જ્યારે 187 કેસોમાંથી 176 કેસો સક્રિય છે.
  • તેલંગણાઃ ગાંધી હોસ્પિટલના તબીબી કર્મચારીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે, તેમણે હોસ્પિટલના સંકુલની અંદર વિરોધ પ્રદર્શન કર્યો હતું અને ગાંધી હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓના વૉર્ડમાં તેમની ફરજનો બહિષ્કાર કર્યો હતો. ઉદ્યોગ અને IT પ્રધાન કે ટી રામા રાવે જણાવ્યું હતું કે, તેલંગણા મંત્રી મંડળે કોવિડ-19 માટે ખાનગી પરીક્ષણ અંગે નિર્ણય લેશે. 11મી જૂન સુધી કુલ 4,111 કેસો હતાં. આજ દિન સુધી 448 વિસ્થાપિતો અને વિદેશથી પરત આવેલા લોકો પોઝિટીવ નોંધાયા છે.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3,254 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 94,041 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં 46,074 સક્રિય કેસો છે ત્યારે 44,517 લોકો કોવિડ-19માંથી સાજા થયા છે. વધુમાં બુધવારે કુલ 149 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા, જે માત્ર એક દિવસમાં રાજ્યમાં નોંધાયેલા મોતનો સૌથી મોટો આંકડો છે. બુધવારે હોટસ્પોટ મુંબઇમાં 1,567 નવા કેસો નોંધાયા હતા અને 97 લોકોના મરણ નીપજ્યાં હતા. રાજ્યમાં કોવિડ-19ના કેસોની સંખ્યા એકતરફ જ્યારે વધી રહી છે ત્યારે રાજ્યનો સાજા થવાનો દર પણ વધી રહ્યો છે અને મૃત્યુ દર પણ રાષ્ટ્રીય સરેરાશને લગભગ સમાન થઇ ગયો છે. રાજ્યના સાજા થવાનો દરમાં થયેલો વધારો અને મુંબઇમાં ધારાવી, માહિમ અને દાદર જેવા હોટસ્પોટમાં સુધરેલી પરિસ્થિતિએ રાજ્ય સરકારને કેટલીક રાહત પહોંચાડી છે.
  • ગુજરાતઃ બુધવારે 21 જિલ્લાઓમાંથી નોંધાયેલા 510 નવા કેસોના ઉમેરા સાથે રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા વધીને 21,554 પર પહોંચી ગઇ છે. બુધવારે 370 જેટલા દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી, જેના કારણે હોસ્પિટલમાંથી રજા અપાયેલા કુલ લોકોની સંખ્યા 14,743 પર પહોંચી ગઇ છે. હાલમાં 5,464 સક્રિય કેસો છે.
  • રાજસ્થાનઃ આજે સવાર સુધી કોવિડ-19ના નવા 51 કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 11,368 ઉપર પહોંચી ગઇ છે. આજ દિન સુધી કુલ 8,502 લોકો સાજા થયા છે. રાજ્યના આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસોમાં રાજ્યમાં કોવિડના કેસો ઝડપથી વધી રહ્યાં છે અને દૈનિક સરેરાશ 268 નવા કેસો નોંધાઇ રહ્યાં છે.
  • મધ્યપ્રદેશઃ બુધવારે નોંધાયેલા 200 નવા કેસોની સાથે કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 10,049 થઇ ગઇ છે, જ્યારે અત્યાર સુધી 427 દર્દીઓના મોત નીપજ્યાં છે. મોટાભાગના ચેપના નવા કેસો હોટસ્પોટ ભોપાલ અને ઇંદોરમાંથી અને ત્યારબાદ રતલામ જિલ્લામાંથી નોંધાઇ રહ્યાં છે. અત્યાર સુધી કુલ 6,892 લોકો કોરોનામાંથી સાજા થયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 2,730 છે. અત્યાર સુધી કુલ 2 લાખ 28 હજાર નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસનો સાજા થવાનો દર વધીને 68.6 ટકા થઇ ગયો છે, જે રાજસ્થાન પછી દેશમાં સૌથી વધુ છે.
  • છત્તીસગઢઃ બુધવારે કોરોના વાયરસના નવા 114 પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1,359 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 958 છે, 402 દર્દીઓ સાજા થયા છે અને 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.
  • ગોવાઃ બુધવારે રાજ્યમાં કોવિડ-19ના 28 નવા પોઝિટીવ કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 387 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 320 છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 

 

 

Image

 



(Release ID: 1630973) Visitor Counter : 223