પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂ વચ્ચે ટેલીફોનિક ચર્ચા થઇ

Posted On: 10 JUN 2020 9:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતાન્યાહૂ સાથે ટેલીફોન પર ચર્ચા થઇ.

તાજેતરમાં નેતાન્યાહૂએ હોદ્દો સંભાળ્યો તે બદલ પ્રધાનમંત્રી મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાન્યાહૂના સમર્થ નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગદારી ચાલુ રહેશે અને વધુ મજબૂત બનશે.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના સંદર્ભમાં ભારત અને ઇઝરાયલ કેવા પ્રકારે તેમના પારસ્પરિક સહયોગને વધારી શકે છે તે સંભાવનાઓ પર વિગતે ચર્ચા કરી હતી, જેમાં રસી, ઉપચાર અને નિદાનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના પ્રયાસોની ચર્ચા પણ સામેલ કરવામાં આવી હતી. તેઓ સંમત થયા હતા કે, બંને દેશોના નિષ્ણાતોની ટીમો એકબીજા વચ્ચે માહિતીના વિનિમયને ચાલુ રાખશે અને આવા સહયોગના ફળ સમગ્ર માનવજાત માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે બાબતે પણ સંમત થયા હતા.

બંને નેતાએ દ્વિપક્ષીય એજન્ડાના મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી હતી અને સંમત થયા હતા કે, કોવિડ-19 પછીની સ્થિતિ અનેક પ્રકારે પારસ્પરિક લાભદાયી ભાગીદારી માટે નવી સંભાવનાઓનું સર્જન કરશે. ખાસ કરીને, તેમણે હાલમાં પહેલાંથી ભારત અને ઇઝરાયલ વચ્ચે ખૂબ મજબૂત ક્ષેત્રો જેમકે આરોગ્ય ટેકનોલોજી, કૃષિ નાવીન્યતા, સંરક્ષણ સહકાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેમાં ખૂબ વિપુલ પ્રમાણમાં વિસ્તરણની શક્યતાઓનું આકલન કર્યું હતું.

 

બંને નેતાઓ નિયમિત એકબીજાના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા જેથી બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં ઉભરતી તકો અને પડકારો પર સાથે મળીને આકલન અને વિચારવિમર્શ થઇ શકે.

 

 

GP/DS



(Release ID: 1630829) Visitor Counter : 199