સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરેલી તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલોમાં CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા મળશે

Posted On: 10 JUN 2020 11:30AM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે CGHS અંતર્ગત પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલો / નિદાન કેન્દ્રોમાં સારવારની સુવિધા મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે CGHSના લાભાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલી ફરિયાદોની સમીક્ષા કર્યા બાદ CGHS અંતર્ગત પેનલબદ્ધ તમામ સ્વાસ્થ્ય સેવા સંગઠનો (HCO) માટે એક આદેશ બહાર પાડ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આદેશ અનુસાર CGHS પેનલબદ્ધ હોસ્પિટલ, જેમને રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી છે, તે કોવિડ સાથે સંબંધિત તમામ સારવારો માટે CGHSના માપદંડો અનુસાર CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધાર પુરી પાડશે. આજ રીતે તે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલો, જેમને કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી નથી, તે CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા આપવા / દાખલ કરવાનો ઇનકાર કરશે નહીં અને અન્ય તમામ સારવાર માટે CGHSના માપદંડો અનુસાર ફી વસૂલશે. દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોવિડ-19 સાથે જોડાયેલા તકનિકી મુદ્દા, દિશા-નિર્દેશો તથા એડવાઇઝરી અંગે તમામ પ્રામાણિક અને અદ્યતન જાણાકરી માટે કૃપા કરીને નિયમિત રીતે સાઇટની મુલાકાત લોઃ https://www.mohfw.gov.in/  અને @MoHFW_INDIA

કોવિડ-19 સાથે સંબંધિત તકનિકી પ્રશ્ન technicalquery.covid19@gov.in  ઉપર અને અન્ય પ્રશ્ન ncov2019@gov.in તથા @CovidIndiaSeva ઉપર મોકલી શકાય છે.

કોવિડ-19 સાથે સંબંધિત કોઇપણ પ્રશ્ન માટે કૃપા કરીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી) પર કૉલ કરો.

કોવિડ-19 અંગે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી લિંક ઉપર ઉપલબ્ધ છેઃ 

https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

GP/DS(Release ID: 1630670) Visitor Counter : 51