PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 09 JUN 2020 6:36PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 09.06.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણ માટેના પગલાંઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 મામલે રચાયેલા મંત્રીઓના સમૂહ (GoM)ની આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 16મી બેઠક યોજાઇ હતી. મંત્રીઓના સમૂહને દેશમાં કોવિડ-19ની તાજેતરની સ્થિતિ, નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે માહિતી આપવામાં આવી હતી. મંત્રીઓના સમૂહે દેશમાં વધતા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ પ્રશંસા કરી હતી. 9 જૂન 2020ની સ્થિતિ અનુસાર, કોવિડ સંબંધિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવીને 1,67,883 આઇસોલેશન બેડ, 21,614 ICU બેડ અને 73,469 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે દેશમાં 958 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1,33,037 આઇસોલેશન બેડ; 10,748 ICU બેડ અને 46,635 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે કુલ 2,313 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો પણ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. વધુમાં, દેશમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે 7,525 કોવિડ સંભાળ કેન્દ્રોમાં કુલ 7,10,642 બેડની સુવિધા હાલમાં ઉભી કરવામાં આવી છે. કોવિડ-19 બેડ માટે હાલમાં 21,494 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે વધુ 60,848 વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે. 553 સરકારી લેબોરેટરી અને 231 ખાનગી લેબોરેટરી (કુલ 784 લેબોરેટરી)ની મદદથી ICMRની પરીક્ષણની ક્ષમતા વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં 49 લાખથી વધુ સેમ્પલના કોવિડ-19ના પરીક્ષણ કરવાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,41,682 સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,29,214 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,785 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.47% નોંધાયો છે. હાલમા દેશમાં કુલ 1,29,917 સક્રિય કેસો તબીબી દેખરેખ હેઠળ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630445

 

કોવિડ-19ના કેસોનું વધુ ભારણ હોય તેવા 50થી વધુ મ્યુનિસિપલ ક્ષેત્રોમાં કેન્દ્રની ટીમો તૈનાત કરવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 15 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેસોનું સૌથી વધુ ભારણ હોય અને કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો હોય એવા 50 જિલ્લા/ મ્યુનિસિપલ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય બહુ-ક્ષેત્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો રાજ્ય સરકારોને કોવિડ-19 મહામારીનો ઉપદ્રવ ફેલાતો રોકવામાં અને તેનું નિયંત્રણ કરવા માટે યોગ્ય વ્યવસ્થાપન કામગીરીમાં ટેકનિકલ સહકાર આપશે. કેન્દ્ર દ્વારા ક્યાં અને કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે તે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિગતો આ મુજબ છે: મહારાષ્ટ્ર (7 જિલ્લા/ મ્યુનિસિપાલિટી), તેલંગાણા (4), તામિલનાડુ (7), રાજસ્થાન (5), આસામ (6), હરિયાણા (4), ગુજરાત (3), કર્ણાટક (4), ઉત્તરાખંડ (3), મધ્યપ્રદેશ (5), પશ્ચિમ બંગાળ (3), દિલ્હી (3), બિહાર (4), ઉત્તરપ્રદેશ (4) અને ઓડિશા (5). આ ટીમો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાતો લઇ રહી છે જેથી કન્ટેઇન્મેન્ટના માપદંડોના અમલીકરણમાં રાજ્યના આરોગ્ય વિભાગને સહકાર આપી શકે અને જિલ્લા/ શહેરોમાં પોઝિટીવ કેસોની અસરકારક સારવાર/ તબીબી વ્યવસ્થાપનમાં મદદરૂપ થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630452

 

કોવિડ ઇમરજન્સી ધિરાણ સુવિધામાં માત્ર MSME નહીં પરંતુ તમામ કંપનીઓને આવરી લેવામાં આવી છે: નાણામંત્રી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કોવિડ ઇમરજન્સી ધિરાણ સુવિધામાં માત્ર MSME નહીં પરંતુ તમામ કંપનીઓને આવરી લેવામાં આવી છે. FICCI રાષ્ટ્રીય કારોબારી સમિતિ સભ્યોની બેઠકને સંબોધતા શ્રીમતી સીતારમણે ઉદ્યોગજગતને ખાતરી આપી હતી કે, ભારતીય વ્યવસાયોને સહકાર આપવાના તેમજ અર્થતંત્રને ફરી બેઠું કરવાના ઇરાદા સાથે ભારત સરકાર દ્વારા તમામ શક્ય હોય તે પ્રકારે સહાકાર આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે તમારામાંથી કોઇપણ સભ્યોને કોઇ સમસ્યા હોય તો તેમાં સહકાર આપવા/ દરમિયાનગીરી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકારના દરેક વિભાગોને કહેવામાં આવ્યું છે કે, બાકી નીકળતી રકમોની ચુકવણી કરી દેવામાં આવે અને જો કોઇપણ વિભાગ સામે પ્રશ્ન હોય તો, સરકાર તેના પર ધ્યાન આપશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, નવા રોકાણો પર 15% કોર્પોરેટ કર દરનો લાભ લેવાની સમયમર્યાદા લંબાવવા પર પણ સરકાર વિચાર કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630260

 

નાણાકીય વર્ષ 2020-2021માં મનરેગા યોજના અંતર્ગત અત્યાર સુધીની સર્વાધિક રૂ. 1,01,500 કરોડની ફાળવણી કરવામાં આવી; રૂ. 31,493 કરોડ લાભાર્થીઓના ખાતાંમાં જમા કરાવી દીધા છે

વર્તમાન નાણાકીય વર્ષ 2020-2021 દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (મનરેગા) અંતર્ગત રૂ. 1,01,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રકમ યોજના શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ફાળવવામાં આવેલી સર્વાધિક રકમ છે. વર્ષ 2020-2021માં અત્યાર સુધીમાં રૂ. 31,493 મનરેગાના લાભાર્થીઓના ખાતાંમાં જમા પણ કરાવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 60.80 કરોડ માનવ દિવસ જનરેટ કરવામાં આવ્યા છે અને 6.69 કરોડ લોકોને કામ આપવામાં આવ્યું છે. મે 2020માં દરરોજ સરેરાશ 2.51 કરોડ લોકોને યોજના હેઠળ કામ આપવામાં આવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ 2020-2021માં અત્યાર સુધીમાં, યોજના અંતર્ગત કુલ 10 લાખ કામકાજો પૂરાં કરવામાં આવ્યા છે. સૌથી વધારે, જળ સંચય અને સિંચાઇ, વાવેતર, બાગાયત અને આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત લાભાર્થી સંબંધિત કાર્યો પર વિશેષરૂપે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630332

 

રાજ્યોની માંગ અનુસાર ભારતીય રેલવે શ્રમિક વિશેષ ટ્રેનો પૂરી પાડવાનું ચાલુ રાખશે

ભારતીય રેલવે દ્વારા અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં 4347 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું છે. 1 મે 2020થી શરૂ થયેલી શ્રમિક વિશેષ ટ્રેનોમાં અત્યાર સુધીમાં કુલ 60 લાખથી વધુ મુસાફરો તેમના ગંતવ્ય સ્થળોએ પહોંચ્યા છે. ભારતીય રેલવેએ રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી તેમને માંગ પ્રાપ્ત થયા પછી 24 કલાકમાં તેઓ શ્રમિક વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે, તેઓ શ્રમિક વિશેષ ટ્રેનો માટે પોતાની જરૂરિયાત અંગે અગાઉથી રેલવેને જાણ કરે અને રેલવેના માધ્યમથી બાકી રહેલા લોકોની મુસાફરી માટે જે માંગ કરવામાં આવી છે તે યોગ્ય રીતે નક્કી કરવામાં આવી છે તેનું ધ્યાન રાખે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630332

 

EPFO લૉકડાઉન દરમિયાન 36.02 લાખ દાવાની પતાવટ કરી

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આવતી વૈધાનિક સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) લૉકડાઉનના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો છતાં પણ, સમયમાં 36.02 લાખ દાવાની પતાવટ કરીને 11,540 કરોડ રૂપિયા છેલ્લા મહિના એટલે કે એપ્રિલ અને મે 2020 દરમિયાન તેના સભ્યોને ચુકવ્યા છે. આમાંથી 15.54 લાખ દાવા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત કોવિડ-19 એડવાન્સ યોજના સંબંધિત હતા જેમાં 4580 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. લૉકડાઉન દરમિયાન પતાવટ કરવામાં આવેલા ડેટા પર નજર કરવામાં આવે તો 74%થી વધુ દાવા એવા સ્લેબમાં આવે છે જેમનો પગાર રૂપિયા 15,000થી ઓછો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630450

 

મોટર વાહનોના દસ્તાવેજોની માન્યતા 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે જાહેરાત કરી હતી કે, મોટર વાહનોના દસ્તાવેજોની માન્યતા વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. તદઅનુસાર, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પડશે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ વિનંતી કરવામાં આવી છે કે, કોવિડ-19ના કારણે ઉભા થયેલા અસામાન્ય સંજોગોને ધ્યાનામં રાખીને તેઓ પરમીટમાં છુટછાટ અથવા ફી અથવા રીન્યુઅલ માટેનો કર/ પરમીટ માટેનો દંડ વગેરેમાં રાહત આપવા માટે મોટર વાહન અધિનિયમ 1988 અથવા અન્ય અધિનિયમો અંતર્ગત આવી જોગવાઇઓને ધ્યાનમાં લે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630455

 

સરકારે SMS દ્વારા NIL GST ફાઇલ કરવાની સુવિધાનો આરંભ કર્યો

કરદાતાઓને વધુ સુવિધા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે, સરકારે આજથી SMSની મદદથી ફોર્મ GSTR-3Bમાં NIL GST માસિક રીટર્ન ભરવાની સુવિધાનો આરંભ કર્યો છે. આના કારણે 22 લાખથી વધુ નોંધાયેલા કરદાતાઓને GSTનું અનુપાલન કરવામાં નોંધપાત્ર પ્રમાણમાં સરળતા રહેશે જેમને અન્યથા, અત્યાર સુધી કોમન પોર્ટલ પર પોતાના એકાઉન્ટમાં લોગઇન કરીને દર મહિને તેમનું રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. હવે, NIL જવાબદારી સાથેના કરદાતાઓને તેમના GST પોર્ટલ પરના એકાઉન્ટમાં લોગઇન કરવાની જરૂર નહીં પડે અને તેઓ માત્ર SMSની મદદથી NIL રીટર્ન ફાઇલ કરી શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630258

 

શ્રી રામ વિલાસ પાસવાને ખાંડ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ તેમજ ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને અન્ન અને જાહેર વિતરણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. સમીક્ષા બેઠકમાં, ખાંડનું ઉત્પાદન, શેરડીના ખેડૂતોના એરિયર્સની બાકી રકમની ચુકવણી, ઇથેનોલનું ઉત્પાદન અને અન્ય સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. શ્રી પાસવાને અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, શેરડીના ખેડૂતોના એરિયર્સની બાકી નીકળતી રકમની ચુકવણી માટે જરૂરી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે. મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, વર્ષે ખાંડનું ઉત્પાદન 270 LT સુધી પહોંચવાની અપેક્ષા છે. સરકારે વર્તમાન ખાંડની મોસમ દરમિયાન ખાંડ ઉદ્યોગને મદદરૂપ થવા માટે કેટલાક માપદંડો લીધા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630318

 

રાજ્યો દ્વારા લઘુતમ ટેકાના ભાવે ગૌણ વન પેદાશોની ખરીદી શરૂ કરવામાં આવતા આદિજાતિ લોકો માટે આવક ઉભી કરતી પ્રવૃત્તિઓમાં વેગ આવ્યો

કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિમાં ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોને મદદરૂપ થવા માટે સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે રાજ્યો દ્વારા સતત સકારાત્મક પ્રતિભાવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 17 રાજ્યોએ ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અંદાજે રૂપિયા 50 કરોડની કિંમતે ગૌણ વન પેદાશોની ખરીદી રાજ્યો દ્વારા કરવામાં આવી છે. વધુમાં, પ્રયાસોના કારણે 7 રાજ્યોમાં ખાનગી એજન્સીઓએ લઘુતમ ટેકાના ભાવે રૂપિયા 400 કરોડની કિંમતની ગૌણ વન પેદાશોની ખરીદી કરી છે. આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમયસર લઘુતમ ટેકાના ભાવની જાહેરાત અને લઘુતમ ટેકાના ભાવમાં સુધારાથી તેમજ TRIFED દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓના પરિણામે આદિજાતિ લોકોને લઘુતમ ટેકાના ભાવ કરતા પણ બજારમાં વધુ ભાવ મળી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630390

 

IDY 2020ના પૂર્વાવલોકનનું 10 જૂનના રોજ DD ન્યૂઝ પર પ્રસારણ કરવામાં આવશે

આયુષ મંત્રાલય અને મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 નિમિત્તે એક પૂર્વાવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેનું પ્રસારણ 10 જૂન 2020ના રોજ DD ન્યૂઝ પર સાંજે 7.00થી 8.00 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. કાર્યક્રમનું આયુષના ફેસબુક પેજ પર પણ લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રસારણથી આતંરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ના 10 દિવસનું સત્તાવાર કાઉન્ટડાઉન શરૂ થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630402

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: ચંદીગઢના પ્રશાસકે લોકોને વિનંતી કરી છે કે, બાપુધામ કોલોનીના રહેવાસીઓ સાથે જરાય પણ ભેદભાવની ભાવના રાખવામાં આવે છે તેમને સમાજમાં એકીકૃત થવા માટે સંપૂર્ણ તક આપવામાં આવે. તેમણે શ્રમ વિભાગને નિર્દેશો આપ્યા હતા કે, કર્મચારીઓના બાકી રહેલા વેતનની ચુકવણી થાય અને નોકરીની તકોમાં વધારો થાય તે માટે તેઓ ખાનગી નોકરીદાતાઓ સાથે બાબતે વિચારવિમર્શ કરે.
  • પંજાબ: કોવિડ-19 વચ્ચે શ્રમિકોની અછતની સમસ્યાનો સામનો કરવા માટે, પંજાબના ખેડૂતો હવે વર્ષે ડાંગરની પરંપરાગત પદ્ધતિથી રોપણી કરવાના બદલે સીધા ચોખાના વાવેતર (DSR)ની પદ્ધતિ અપનાવી રહ્યા છે અને કુલ વિસ્તારમાંથી અંદાજે 25% વિસ્તારમાં અત્યાર સુધીમાં નવીનતમ ટેકનોલોજીથી ડાંગરનું વાવેતર થઇ ગયું છે. આનાથી, મહેનત અને પાણી બંને સંદર્ભમાં ઉછેર ખર્ચમાં ઘટાડો થશે. DSR ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 4000 DSR મશીનો અને 800 ડાંગર રોપણી મશીનો ખેડૂતોને 40% થી 50% સબસિડીના ભાવે  આપવા માટે મંજૂરી આપી છે.
  • હરિયાણા: હરિયાણાના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, અનલૉક-1 દરમિયાન, રાજ્ય સરકારે લોકોની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને કેટલીક ચોક્કસ શરતો સાથે સ્પોર્ટ્સ સ્ટેડિયમ ફરી ખોલવાની મંજૂરી આપી છે જેમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યમાં ખેલાડીઓ અને કોચ ફરી તેમની રમતોમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઇ ગયા છે અને વિતેલા સમય તેમને રમતગમતમાં થયેલી નુકસાની ભરપાઇ થાય તે માટે શક્ય એવા તમામ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે.
  • મહારાષ્ટ્ર: સોમવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધુ 2,553 કેસના પોઝિટીવ રિપોર્ટ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત પોઝિટીવ દર્દીની સંખ્યા વધીને 88,528 થઇ ગઇ છે જેમાંથી 44,374 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં નવા 1,314 કેસને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થતા મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 49,863 થયો છે. રાજ્યમાં 3,510 કન્ટેઇન્મેન્ટ ઝોન છે જ્યાં 17,895 સ્ક્વૉડે 66.84 લાખ લોકોની દેખરેખની કામગીરી પૂર્ણ કરી દીધી છે.
  • ગુજરાત: રાજ્યમાં 19 જિલ્લામાં કોવિડ-19ના નવા 477 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 20,574 સુધી પહોંચી ગયો છે. આમાંથી, 5,309 સક્રિય કેસો સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 દર્દીઓના કોવિડ-19ના કારણે મૃત્યુ થયા છે જેથી રાજ્યમાં કોવિડના કારણે કુલ મૃત્યુઆંક 1280 થયો છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોવિડ-19ના વધુ 144 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે. સાથે, રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,876 થઇ ગઇ છે જેમાંથી 8,117 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે 246 દર્દીઓના કોવિડ-19ના કારણે મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગે રોજના 25 હજાર સેમ્પલનું પરીક્ષણ કરવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,18,000 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં, કોવિડ-19ના સેમ્પલનું રાજ્યમાં 15 જિલ્લામાં 25 જગ્યાએ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં, સુવિધા વધુ 10 જિલ્લામાં વધારવામાં આવશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 74.6 ટકા નોંધાયો છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના વધુ 237 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 9638 થઇ ગઇ છે. આમાંથી, 2688 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે જ્યારે 414 દર્દીઓએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. મધ્યપ્રદેશના કુલ 52 જિલ્લામાંથી 51 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયો હતો પરંતુ 27 જિલ્લામાં કોવિડ-19ના નવા કોઇ કેસ નોંધાયા નથી.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં સોમવારે કોવિડ-19ના નવા 104 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1197 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 885 છે. સોમવાર સુધીમાં રાજ્યમાં 92,598 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • ગોવા: ગોવામાં વધુ 30 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત થયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 330 સુધી પહોંચી ગઇ છે. આમાંથી, 263 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે અને રાજ્યમાં 67 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે.
  • કેરળ: કેરળમાં અઢી મહિના સુધી લૉકડાઉનનો અમલ કર્યા પછી આજે સવારથી મોલ, રેસ્ટોરન્ટ્સ અને ધાર્મિક સ્થળો ફરી જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુરુવયુરમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણના મંદિર સહિત વિવિધ મંદિરો અને કેટલાંક ચર્ચ તેમજ મસ્જિદો લોકો માટે ફરી ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં મંદિરો ફરી ખોલવાના નિર્ણય અંગે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને  મુખ્યમંત્રી પીનારયીવિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માંગ કરી હતી કે, રાજ્ય સરકાર દેવસ્વમ બોર્ડ અંતર્ગત મંદિરો ફરી ખોલવાના નિર્ણયને પાછો ખેંચે. જોકે, દેવસ્વમ મંત્રી કદકમપલ્લી સુરેન્દરને જણાવ્યું હતું કે, ધાર્મિક અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી માર્ગદર્શિકા અનુસાર મંદિરો ફરી ખોલવામાં આવ્યા છે અને ધાર્મિક સ્થળોએ લોકોની સલામતી માટે સુરક્ષા સંબંધિત તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે વધુ ત્રણ કેરળવાસીઓના મૃત્યુ થયા હોવાથી અખાતી દેશોમાં કુલ 200 કેરળવાસીઓ બીમારીથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં ગઇકાલે 91 નવા કેસ કોવિડ-19ના નોંધાયા છે જ્યારે 16 વ્યક્તિના મૃત્યુ થયા છે અને રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,174 નોંધાઇ છે.
  • તામિલનાડુ: મદુરાઇની સરકારી રાજાજી હોસ્પિટલ ખાતે કોન્વેલ્સેન્ટ પ્લાઝ્મા પરીક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તામિલનાડુમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. વિપક્ષે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આરોગ્યમંત્રીએ રાજ્યમાં બેડની અછત હોવાની અફવાઓનું ખંડન કર્યું હતું; મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 56 ટકા છે અને હાલમાં રાજ્યમાં માત્ર દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ગઇકાલે 1562 નવા કેસ નોંધાયા હતા જ્યારે 528 દર્દીઓ સાજા થયા હતા અને 17 દર્દીના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. ચેન્નઇમાં નવા 1149 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા: 33229, સક્રિય કેસ: 15413, મૃત્યુ થયા: 286, સાજા થયા: 17527 છે. ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા 11817 છે.
  • કર્ણાટક: રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી ખોલવાના અનલૉક 1 તબક્કા દરમિયાન કર્ણાટકમાં આંતર રાજ્ય મુસાફરોને પ્રવેશ માટે પ્રોટોકોલ બહાર પાડ્યો છે. કર્ણાટકમાં આવતા પહેલાં તમામ મુસાફરોએ સેવાસિંધુ પોર્ટલ પર જાતે નોંધણી કરાવવાની રહેશે અને રાજ્યમાં પ્રવેશના તમામ પોઇન્ટ્સ પર દરેક વ્યક્તિનું ફરજિયાત આરોગ્ય સ્ક્રિનિંગ કર્યા પછી તેમને પ્રવેશ આપવામાં આવશે. સાથે સાથે, કોવિડ-19 દરમિયાન નિવાસી કલ્યાણ સંગઠનોને અનુસરવાની માર્ગદર્શિકા પણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં ગઇકાલે નવા 308 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 387 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને ત્રણ વ્યક્તિ મૃત્યુ પામી હતી. રાજ્યમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા: 5760, સક્રિય કેસ: 3175, મૃત્યુ થયા: 64, સાજા થયા: 2519
  • આંધ્રપ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ લોકોને સમયસર સરકારી યોજનાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ સ્પંદન કાર્યક્રમની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને રેતીની પ્રાપ્તિના સ્થળો ફરી ખોલવાના નિર્દેશો આપ્યા હતા. ટોલિવૂડનું પ્રતિનિધીમંડળ ટુંક સમયમાં વિજયવાડા ખાતે મુખ્યમંત્રી વાય.એસ. જગન સાથે મુલાકાત કરીને ફિલ્મોના શુટિંગ અંગે ચર્ચા કરશે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 125 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા: 3843, સક્રિય કેસ: 1381, સાજા થયા: 2387, મૃત્યુ પામ્યા: 75
  • તેલંગાણા: મૃત્યુ પામેલા લોકોના કોવિડ-19ના પરીક્ષણ કરવા માટે તેલંગાણાની ઉચ્ચ અદાલતે આપેલા ચૂકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલાં, ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, તમામ મૃતકોના કોરોના વાયરસના પરીક્ષણો કરવામાં આવે. 8 જૂનના રોજની સ્થિતિ અનુસાર રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યા 3742 છે. હાલમાં 448 વિસ્થાપિતો અને વિદેશથી પરત આવેલા સક્રિય પોઝિટીવ કેસ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 



(Release ID: 1630528) Visitor Counter : 282