સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ;


આરોગ્ય સચિવે મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા હોય તેવા પસંદગીના જિલ્લાના DM, મ્યુનિસિપલ કમિશનર, મુખ્ય તબીબી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 08 JUN 2020 2:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાને દેશમાં જ્યાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યા છે તેવા 10 રાજ્યોના 38 જિલ્લામાં આવેલી 45 મ્યુનિસિપાલિટી/ મ્યુનિસિપલ કોર્પોરેશનના જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, મુખ્ય તબીબી અધિકારીઓ, જિલ્લા હોસ્પિટલોના સુપરિન્ટેન્ડેન્ટ્સ અને મેડિકલ કોલેજોના પ્રિન્સિપાલ સાથે આજે સમીક્ષા બેઠક યોજી હતી. જે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જિલ્લાઓ આવેલા છે તેની વિગતો પ્રમાણે છે:

મહારાષ્ટ્ર, તેલંગાણા, તામિલનાડુ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ. બેઠકમાં ચર્ચા થયેલા મુખ્ય મુદ્દામાં- સાર્વજનિક સુવિધાઓ ધરાવતા શહેરી ગીચ વિસ્તારોમાં વાયરસનો મોટાપાયે ફેલાવો; ઘરે ઘરે જઇને સર્વે હાથ ધરવાનું મહત્વ; કેસોનું તાત્કાલિક પરીક્ષણ અને તે પછી તાત્કાલિક આઇસોલેશન અને તબીબી વ્યવસ્થાપન અને કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિનું અમલીકરણ વગેરે હતા.

જે બાબતો પર સૌથી વધુ અને એકધારું ધ્યાન આપવાની જરૂર છે જેમાં કેસો સમયસર શોધી કાઢવા માટે ઘરે ઘરે જઇને સર્વે કરવો; સર્વેની ટીમોમાં વૃદ્ધિ કરવી; પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ વ્યવસ્થાપન; હોસ્પિટલમાં દર્દીઓને અસરકારક રીતે પ્રાથમિકતા અને બેડ વ્યવસ્થાપન; હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેસનું વ્યવહારુ 24*7 ધોરણે ઉપલબ્ધ ટીમોની મદદથી તબીબી વ્યવસ્થાપન જેથી મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય વગેરે છે. તમામ લોકોને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, લેબોરેટરીમાંથી સમયસર પરીક્ષણના પરિણામો પાછા આવે તે સુનિશ્ચિત કરવામાં આવે જેથી પોઝિટીવ દર્દીની વહેલી ઓળખ થાય અને સમયસર સારવાર મળી રહે.

દેશમાં અત્યાર સુધીમાં 1,24,430 દર્દીઓ કોવિડ-19થી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 5,137 દર્દીઓ બીમારીથી સાજા થયા છે. સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.49% નોંધાયો છે. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,24,981 છે.

 

GP/DS



(Release ID: 1630293) Visitor Counter : 197