પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ મહામહિમ પૌલ કાગમે વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
Posted On:
05 JUN 2020 7:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ મહામહિમ પૌલ કાગમે વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી.
વર્ષ 2018માં પ્રધાનમંત્રીએ રવાન્ડાની મુલાકાત લીધા પછી બંને દેશોના દ્વિપક્ષીય જોડાણમાં થઇ રહેલી પ્રગતિ અંગે પ્રધાનમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 2018માં પ્રધાનમંત્રી શ્રી મોદીએ રવાન્ડાની મુલાકાત લીધી ત્યારે તેમને 200 ભારતીય ગાયો ભેટમાં આપી હતી તેને યાદ કરતા રવાન્ડાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેનાથી રવાન્ડાના બાળકો માટે દુધની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી છે અને તેનાથી ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થઇ છે.
બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના કારણે પોત પોતાના દેશોમાં આરોગ્ય સંભાળ તંત્ર અને અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરી હતી. તેમણે આ બીમારીથી દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે અને તેનું વ્યવસ્થાપન કરવા માટે પોતાના દેશમાં લીધેલા પગલાંઓ અંગે એકબીજાને માહિતી આપી હતી. બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, વર્તમાન કટોકટીના આ સમયમાં એકબીજાના દેશોના નાગરિકોને સ્વદેશ પરત મોકલવામાં બંને દેશો શક્ય હોય તે તમામ પ્રકારે સહકાર આપશે.
પ્રધાનમંત્રીએ રવાન્ડાના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, કોરોના વાયરસને નાથવા માટે રવાન્ડાના પ્રયાસોમાં ભારત અડગપણે સહકાર આપવાનું ચાલુ રાખશે જેમાં તબીબી સહાય પહોંચાડવાનું પણ સામેલ છે. રાષ્ટ્રપતિ કાગમેના નેતૃત્વમાં કટોકટી વ્યવસ્થાપનની કામગીરી માટે અને મહામારીના આ પડકારજનક તબક્કામાં રવાન્ડાના લોકોને તેનો સામનો કરવા માટે સંકલ્પબદ્ધ રાખવા બદલ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ વર્તમાન કટોકટી દરમિયાન રવાન્ડાના લોકોના સારા આરોગ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
GP/DS
(Release ID: 1629747)
Visitor Counter : 257
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam