PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 01 JUN 2020 6:23PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 1.6.2020

 

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ દર્દીઓના સાજા થવાનો દર સુધરીને 48.19% નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4,835 દર્દીઓ કોવિડ-19 બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 91,818 દર્દીઓ કોરોના વાયરસ બીમારમાંથી સાજા થયા છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને હાલમાં આ દર 48.19% થઇ ગયો છે. 18 મેના રોજ દર્દીઓ સાજા થવાનો દર 38.29% હતો જ્યારે 3 મેના રોજ આ દર 26.59% અને 15 એપ્રિલના રોજ માત્ર 11.42% હતો.

હાલમાં દેશમાં કોવિડ-19ના 93,332 એક્ટિવ કેસ છે જેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીઓ મૃત્યુ પામવાનો દર 2.83% નોંધાય છે. 18મેના રોજ દર્દીઓ મૃત્યુ પામવાનો દર 3.15% હતો. 3 મેના રોજ આ દર 3.25% નોંધાયો હતો જ્યારે 15 એપ્રિલના રોજ 3.30% હતો. દેશમાં દર્દીઓના મૃત્યુ થવાના દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. પ્રમાણમાં ઓછો મૃત્યુદર એકધારી દેખરેખ, સમયસર પોઝિટીવ કેસોની ઓળખ અને યોગ્ય તબીબી વ્યવસ્થાપનના કારણે નોંધાયો છે.

દેશમાં 472 સરકારી અને 204 ખાનગી લેબોરેટરી (કુલ 676 લેબોરેટરી)ની મદદથી કોવિડ-19ના પરીક્ષણની દૈનિક ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 38,37,207 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે માત્ર ગઇકાલે જ 1,00,180 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628335

 

પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 25મા સ્થાપના દિવસ નિમિત્તે સંબંધોન આપ્યું; કોવિડ-19 સામેની લડાઇમાં ભૂમિકા નિભાવી રહેલા ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને અજેય યોદ્ધા ગણાવ્યા 9

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જે પ્રકારે વિશ્વ યુદ્ધ પહેલા અને પછીના તબક્કામાં આખી દુનિયામાં પરિવર્તન આવી ગયું તેવી જ રીતે, કોવિડ પહેલાં અને પછીની દુનિયામાં તફાવત જોવા મળશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે ભારતની હિંમતપૂર્વકની લડતના મૂળિયામાં તબીબી સમુદાય અને આપણા કોરોના યોદ્ધાઓનો અથાક પરિશ્રમ સમાયેલો છે. તેમણે દેશના ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓ સૈન્યના યોદ્ધાઓ સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ સૈન્યના ગણવેશ વગરના યોદ્ધા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વાયરસ આપણો અદૃશ્ય દુશ્મન હોઇ શકે છે પરંતુ આપણા કોરોના યોદ્ધાઓ અજેય છે અને અદૃશ્ય વિરુદ્ધ અજેયની આ લડાઇમાં, આપણા તબીબી કર્મચારાઓનો ચોક્કસ વિજય થશે. પ્રધાનમંત્રીએ ટોળાની માનસિકતાનો ઉલ્લેખ કરી અગ્રણી હરોળમાં રહીને ફરજ નિભાવી રહેલા તબીબી કર્મચારીઓ સામે થતી હિંસાની ઘટનાઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ ખતમ કરવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે અગ્ર હરોળમાં રહીને ફરજ નિભાવી રહેલા આવા કર્મચારીઓને રૂપિયા 50 લાખનું વીમા કવચ પણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના રાષ્ટ્રોમાં આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિનું મહત્વ અગાઉ ક્યારેય ના હોય એટલું થઇ જશે અને છેલ્લા છ વર્ષ દરમિયાન, સરકારે ભારતમાં આરોગ્ય સંભાળ અને તબીબી શિક્ષણ ક્ષેત્રે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે. આરોગ્ય સંભાળ ક્ષેત્ર, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રત્યેક તેમજ દરેક વ્યક્તિને સુવિધાઓની પહોંચમાં સુધારો લાવવા માટે પ્રધાનમંત્રી ચાર સ્તંભની વ્યૂહરચના પર કામ કરવા આહ્વાન કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628333

 

રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 25મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628330

 

પ્રધાનમંત્રીએ સરકારના બીજા વર્ષની પહેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી; MSME ક્ષેત્ર, સ્ટ્રીટ વેન્ડર્સ અને ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા

1 જૂન 2020ને સોમવારના રોજ પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર સત્તારૂઢ થયાના બીજા વર્ષની શરૂઆત પછી કેન્દ્રીય મંત્રીમંડળની આ પ્રથમ બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન, કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેના કારણે ભારતમાં સખત પરિશ્રમ કરી રહેલા ખેડૂતો, MSME ક્ષેત્ર અને સ્ટ્રીટ વેન્ડર્સ તરીકે કામ કરી રહેલા લોકોના જીવન પર પરિવર્તનકારી પ્રભાવ જોવા મળશે. આ નિર્ણયોમાં સામેલ છે: MSMEની પરિભાષા છેલ્લા 14 વર્ષમાં સુધારવામાં આવી છે; મધ્યમ એકમોની પરિભાષા વધારીને રૂપિયા 50 કરોડનું રોકાણ અને રૂ. 250 કરોડનું ટર્નઓવર કરવામાં આવી છે; સ્ટ્રીટ વેન્ડર્સને પરવડે તેવું ધિરાણ પૂરું પાડવાના આશયથી સ્પેશિયલ માઇક્રો ધિરાણ સુવિધા ‘PM સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે; ખરીફ 2020-21ની મોસમ માટે, સરકારે લઘુતમ ટેકાના ભાવ પડતર કિંમત કરતા ઓછામાં ઓછા 1.5 ગણા કરવાના આપેલા વચનને પૂરું કર્યું છે; કૃષિ અને આનુષંગિક કાર્યો માટે બેંકો દ્વારા આપવામાં આવેલા ટુંકા ગાળાના ધિરાણની પુનઃચુકવણી માટે મુદત વધારવામાં આવી છે; ખેડૂતોને પણ વ્યાજ સબસિડી અને ત્વરિત ચુકવણી પ્રોત્સાહનનો લાભ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628329

 

કેન્દ્રીય મંત્રીમંડળે 1 માર્ચ 2020થી 31 ઑગસ્ટ 2020 સુધીમાં કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ માટે બેંકો દ્વારા આપવામાં આવેલી ટુંકાગાળાની લોન પાછી ચુકવવાની તારીખ આવી ગઇ હોય અથવા આવવાની હોય તેમને લોનની પુનઃચુકવણીની મુદત લંબાવવા માટે મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી મંત્રીમંડળની બેઠકમાં બેંકો દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ. 3 લાખ સુધીની પ્રમાણભૂત ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ 31.08.2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે 1 માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020  વચ્ચે ચુકવવાની હતી. તેમાં બેંકોને 2 ટકા વ્યાજ સહાય (આઇએસ) અને ખેડૂતોને 3 ટકા ત્વરિત ચુકવણી પ્રોત્સાહન (પીઆરઆઇ)નો લાભ મળતો રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628371

 

MSMEના બે પેકેજ (a) મુશ્કેલીમાં મુકાયેલા MSME માટે રૂપિયા 20,000 કરોડનું પેકેજ અને (b) ફંડ ઓફ ફંડ્સ દ્વારા રૂપિયા 50,000 કરોડ ઇક્વિટી ઉમેરાના અમલીકરણ માટે MSMEની પરીભાષા અને ગતિશીલતા/ આગામી રૂપરેખામાં ઉર્ધ્વ સુધારા માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

દેશમાં MSMEમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે સરકાર ધ્યાન આપી રહી છે તેના અનુસંધાનમાં આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોના કેન્દ્રીય મંત્રીમંડળ (CCEA)ની બેઠકમાં આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત MSMEના બાકી રહેલા બે પેકેજના અમલીકરણ માટે અસરકારક વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા માટે MSMEની પરીભાષા અને ગતિશીલતા/ આગામી રૂપરેખામાં ઉર્ધ્વ સુધારા માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે. આના કારણે MSME ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત પેકેજના સંપૂર્ણ કવરેજ દ્વારા નવી ઉર્જાનો સંચાર કરવાનો માર્ગ મોકળો થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628344

 

ખરીફ પાકની માર્કેટિંગ મોસમ 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) વધારવામાં આવ્યા

આર્થિક બાબતોના કેન્દ્રીય મંત્રીમંડળ (CCEA) દ્વારા તમામ નિર્દેશિત ખરીફ પાકોની માર્કેટિંગ મોસમ 2020-21 માટે લઘતુમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે ખરીફ પાકોની માર્કેટિંગ મોસમ 2020-21 માટે MSPમાં વધારો કર્યો છે, જેથી ખેડૂતોને તેમની ઉપજમાં લાભદાયી ભાવ સુનિશ્ચિત થઇ શકે. સૌથી વધુ પ્રસ્તાવિત MSPમાં વધારો નાઇજર બીજ (રૂ. 755 પ્રતિ ક્વિન્ટલ) કરવામાં આવ્યો છે જ્યારે તે પછી સીસમ (રૂ. 370 પ્રતિ ક્વિન્ટલ), અડદ (રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ) અને કપાસ (લાંબા તારવાળો) (રૂ. 275 પ્રતિ ક્વિન્ટલ) છે. ભાવ તફાવતના કારણે પાકની વિવિધતાને પ્રોત્સાહન મળશે તેવી આશા રાખવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628348

 

પ્રધાનમંત્રી મોદીએ CHAMPIONS: MSMEને સશક્ત કરવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ શરૂ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે CHAMPIONS નામથી ટેકનોલોજી પ્લેટફોર્મ શરૂ કર્યું છે જેનું પૂરું નામ ક્રિએશન (C) એન્ડ હાર્મનિઅસ (H) એપ્લિકેશન (A) ઓફ મોડર્ન (M) પ્રોસેસિસ (P) ફોર ઇન્ક્રિઝીંગ (I) આઉટપુટ (O) એન્ડ નેશનલ (N) સ્ટ્રેન્થ (S) અર્થાત્ ઉપજ વૃદ્ધિ અને રાષ્ટ્રીય મજબૂતી માટે આધુનિક પ્રક્રિયાઓનું સર્જન અને સૌહાર્દપૂર્ણ અમલીકરણ છે. આ પોર્ટલ મૂળભૂત રૂપે નાના એકમોને તેમની ફરિયાદો દૂર કરીને તેમને મોટા બનાવવા, પ્રોત્સાહન આપવા, સહાય કરવા, મદદરૂપ થવા અને ટકી રહેવા માટે છે. આ વાસ્તવમાં MSME ઉદ્યોગ માટે વન-સ્ટોપ-શોપ ઉકેલ છે. આ ICT આધારિત સિસ્ટમ MSMEને વર્તમાન મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે અને તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉભા રાખવા માટે તૈયાર કરવામં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628317

 

મિશન સાગર: INS કેસરી કોમોરોસના મોરોની બંદર પર પહોંચ્યું

મિશન સાગરના ભાગરૂપે ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 31 મે 2020ના રોજ કોમોરોસના મોરોની બંદર પર પહોંચ્યું હતું. ભારત સરકાર મુશ્કેલીના સમયમાં મિત્ર રાષ્ટ્રોને કોવિડ-19 મહામારી સામે લડવા માટે વિવિધ પ્રકારે સહાય કરી રહી છે અને તેના ભાગરૂપે INS કેસરીમાં કોમોરોસના લોકો માટે કોવિડ-19 સંબંધિત આવશ્યક દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના જથ્થા સાથે તેને મોકલવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628250

 

1 જૂન 2020થી દેશમાં 200 વિશેષ ટ્રેનો વિવિધ રૂટ પર દોડતી થઇ

મુસાફર ટ્રેનોને તબક્કાવાર શરૂ કરવાની મહત્વની કામગીરીના ભાગરૂપે ભારતીય રેલવે 01 મેથી શરૂ કરવામાં આવેલી અને હાલમાં ચાલી રહેલી શ્રમિક વિશેષ ટ્રેનો તેમજ 12 મેથી શરૂ કરવામાં આવેલી વિશેષ એસી ટ્રેનો (30 ટ્રેન) ઉપરાંત, આવતીકાલથી 200 વિશેષ ટ્રેન દોડાવવાનું શરૂ કરશે. ટ્રેનોને નિયમિત ટ્રેનોની રૂપરેખાથી શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણપણે રિઝર્વેશન થયેલી ટ્રેનોમાં એસી અને નોન-એસી બંને શ્રેણી છે. જનરલ (GS)માં રિઝર્વેશન વાળી બેસવાની સીટો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628161

 

PMBJK 2020-21ના પ્રથમ બે મહિનામાં રૂપિયા 100 કરોડનું પ્રભાવશાળી વેચાણ કર્યું જ્યારે 2019-20માં સમાન ગાળામાં અંદાજે રૂપિયા 40 કરોડનું વેચાણ કર્યું હતું

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રોPMBJK - વર્ષ 2020-21ના પ્રથમ બે મહિનામાં રૂપિયા 100.40 કરોડનું પ્રભાવશાળી વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2019-20માં સમાન સમયગાળામાં કેન્દ્રો પરથી 44.50 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. દેશ જ્યારે કોવિડ-19 મહામારીની અસરમાં હતો ત્યારે કેન્દ્રોએ અંદાજે રૂપિયા 144 કરોડની પરવડે તેવી અને ગુણવત્તાપૂર્ણ દવાઓનું માર્ચ, એપ્રિલ અને મે 2020ના મહિનામાં વેચાણ કર્યું હતું છે જેનાથી દેશવાસીઓના અંદાજે રૂપિયા 800 કરોડની બચત થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628291

 

એક રાષ્ટ્ર એક કાર્ડ યોજનામાં વધુ ત્રણ રાજ્યોને સામેલ કરવામાં આવ્યા

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને આજે જાહેરાત કરી હતી કે, ત્રણ રાજ્યોઓડિશા, સિક્કિમ અને મિઝોરમને જાહેર વિતરણ તંત્રના એકીકૃત વ્યવસ્થાપન (IM-PDS) અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. વ્યવસ્થાતંત્ર અંતર્ગત સમગ્ર દેશમાં NFSA અંતર્ગત એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ પ્લાનની પોર્ટિબિલિટીનું અમલીકરણ કરવામાં આવે છે જેનાથી NFSA રેશનકાર્ડ ધારક તેમના હકના જથ્થાની ખરીદી સમગ્ર દેશમાં ગમે ત્યાંથી તેમની પસંદગીની ePoS સક્ષમ FPS (સસ્તા અનાજની દુકાન) પરથી કરી શકે છે. માટે તેમણે ePOS ઉપકરણ પર તેમના આધારકાર્ડનું પ્રમાણીકરણ થયા પછી પોતાના હાલના/ સમાન રેશન કાર્ડનો ઉપયોગ કરવાનો રહે છે સુવિધા અત્યાર સુધીમાં 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમલી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628288

 

DRDO PPE અને અન્ય સામગ્રીના ડિસઇન્ફેક્શન માટે અલ્ટ્રા સ્વચ્છ તૈયાર કર્યું

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE), ઇલેક્ટ્રોનિક ચીજો, ફેબ્રિક વગેરે સહિત સંખ્યાબંધ પ્રકારની સામગ્રીઓને ડિસઇન્ફેક્ટ કરવા માટે ઉપયોગી અલ્ટ્રા સ્વચ્છ નામનું ડિસઇન્ફેક્શન એકમ તૈયાર કરવામાં આવ્યું છે. DRDOની દિલ્હી સ્થિત લેબોરેટરી ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિઅર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સિસ (INMAS) દ્વારા આ ઉત્પાદન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ડિસઇન્ફેક્શન માટે ઓઝોનેટેડ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ અવરોધ વિક્ષેપ અભિગમ સાથે અદ્યતન ઓક્સિડેટિવ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628288

 

NTPC લૉકડાઉનના સમયગાળા દરમિયાન તેમના 19000 કર્મચારીઓ અને તેમના પરિવાજનો માટે શીખવા અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવી

NTPC પોતાના 19000થી વધુ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો માટે કંઇક નવું શીખવાની તકો ઉપલબ્ધ કરાવી છે. કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે, કર્મચારીઓની જ્ઞાનવૃદ્ધિના આશયથી વ્યાપક ડિજિટાઇઝેશન અને ઑનલાઇન તાલીમના માધ્યમનો ઉપયોગ કરીને NTPC લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ (L&D) વ્યૂહનીતિ તૈયાર કરવામાં આવી છે. સેવાઓનો લાભ તેઓ ગમે ત્યાંથી મેળવી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628283

 

 

                PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ચેપ સામે સાવચેતી ન રાખનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવામાં આવશે. 17 મેથી 28 મે દરમિયાન માસ્ક ન પહેરનાર 36,820 લોકોને અને રસ્તા ઉપર થૂંકનાર 4,032 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 503 FIR પણ નોંધવામાં આવી છે.
  • હરિયાણાઃ રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી કોવિડ-19 વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડાઇ લડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. જોકે, આ લડાઇ લડતી વખતે જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેથી એકપણ વ્યક્તિને કટોકટીના આ કાળમાં ભૂખ્યા ના રહેવું પડે. રેશનકાર્ડ ધારકોની સાથે સાથે જેમની પાસે કોઇ રેશનકાર્ડ નથી તેમને 'આપતિ ટોકન' થકી કરિયાણું પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આ સુવિધા આશરે 4,86,000 લોકોને પૂરી પાડવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ચેપની સારવાર માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી આપણાં પૈકી દરેક લોકો માસ્ક પહેરવાની સાવધાની રાખે, તેમ જ આપણી જીવનશૈલીમાં સામાજિક અંતર જેવી બાબતોનો સમાવેશ કરે તે ખૂબ જ જરૂરી છે.
  • હિમાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે સામાન્ય લોકોને સુવિધા પૂરી પાડવા માટે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યાં સુધી કર્ફ્યૂમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1 જૂનથી આંતરરાજ્ય બસ સેવા શરૂ કરવામાં આવી હોવાથી બસોમાં અને બસ સ્ટેન્ડ પર યોગ્ય સામાજિક અંતરની જાળવણી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભીડ ઉપર નિયંત્રણ મેળવવા અને તમામ બસ સ્ટેન્ડ ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જિલ્લા કલેક્ટરો અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પૂરતાં પ્રમાણમાં પોલીસ દળ પૂરું પાડશે. તેમણે જણાવ્યું હતું કે, બસો પોતાની 60 ટકા ક્ષમતા સાથે દોડશે અને ડ્રાઇવર, કન્ડક્ટર અને મુસાફરોએ આરોગ્ય વિભાગના તમામ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ પાસ વગર રાજ્યના લોકોની આંતર-જિલ્લા હેરફેરને પરવાનગી આપવામાં આવશે, પરંતુ આંતરરાજ્ય હેરફેર માટે પાસની જરૂરિયાત રહેશે. તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય ભાગોમાંથી આવતાં લોકોને ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રેડ ઝોનમાંથી આવતાં લોકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે અને અન્ય વિસ્તારોમાંથી આવતાં લોકોને પોતાના ઘરે ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેલી વ્યક્તિઓને તેમનો કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવે ત્યારબાદ જ ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવશે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 2487 કેસ નોંધાતા રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 67,655 થઇ ગયો છે. આમાંથી, 29329 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા છે જ્યારે 2286 દર્દીઓના મરણ નીપજ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના વધુ 93 જવાનોને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે જેમાં 8 અધિકારીઓ પણ સામેલ છે. રાજ્યમાં કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોય તેવા કુલ પોલીસ કર્મચારીઓનો આંકડો વધીને 2509 થઇ ગયો છે. આમાંથી અત્યાર સુધીમાં 27 પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાંથી માર્ગ, હવાઇ મુસાફરી અને ટ્રેન દ્વારા આંતરરાજ્ય મુસાફરી પર તાજેતરમાં 30 જૂન સુધી અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનના નવા તબક્કાના દરમિયાન પ્રતિબંધ ચાલુ રહેશે જ્યારે શ્રમિક કામદારો, ફસાયેલા લોકો અને શ્રમિક વિશેષ ટ્રેનોને આપવામાં આવેલી મુક્તિનો અમલ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ચાલુ રહેશે.
  • ગુજરાત: રાજ્યમાં કોરોનાના વધુ 438 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદમાં 20 દર્દીઓ સહિત રાજ્યમાં કુલ 31 દર્દીનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 16794 સુધી પહોંચી ગઇ છે અને મૃત્યુ પામનારા લોકોનો આંકડો વધીને 1038 થયો છે.
  • રાજસ્થાન: 149 નવા પોઝિટીવ કેસ સાથે રાજસ્થાનમાં નોવલ કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત પોઝિટીવ કેસની સંખ્યા વધીને 8980 થઇ ગઇ છે. નવા નોંધાયેલા 149 કેસોમાંથી સૌથી વધુ 44 કેસ ભરતપુરમાં નોંધાયા છે જ્યારે જયપુરમાં 32, બારનમાં 27 અને પાલીમાં 21 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં તમામ ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને હોટેલો બંધ છે જ્યારે રાજ્યની સરકારે તમામ સરકારી અને ખાનગી ઓફિસોને ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપી છે.
  • મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 198 કેસ નોંધાયા હોવાથી મધ્યપ્રદેશમાં કુલ નોંધાયેલા કેસનો આંકડો રવિવારે જ 8000થી આગળ વધી ગયો . રાજ્યમાં કુલ પોઝિટીવ નોંધાયેલા કેસની સંખ્યા 8,089 થઇ છે. પરંતુ, સકારાત્મક બાબત એ છે કે, 398 દર્દીઓમાં આ ઘાતક ચેપના રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં એક જ દિવસમાં વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવેલા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ-19ના વધુ પાંચ કેસ પોઝિટીવ નોંધાતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 503 થઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 388 છે જ્યારે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મરણ નીપજ્યું છે.
  • કેરળ: કેરળમાં આવતીકાલથી આંતર જિલ્લા બસ સેવાની શરૂઆત થશે; હાલમાં આંતરરાજ્ય મુસાફરી કરવા માટે કોઇ જ મંજૂરી આપવામાં આવી નથી. હોટેલો અને રેસ્ટોરન્ટ્સને 8 જૂનથી અંદર જમવાની સુવિધા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ધાર્મિક સ્થળો ફરી ખોલવા અંગેનો નિર્ણય ધાર્મિક અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી લેવામાં આવશે. રાજ્યમાં અંદાજે 12,000 શાળામાં અભ્યાસ કરતા ધોરણ I થી XIIના કુલ 41 લાખ વિદ્યાર્થીઓએ રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણ ચેનલ વિક્ટર્સ – દ્વારા આજથી તેમના નવા શૈક્ષણિક વર્ષનો આરંભ કર્યો. તિરુવનંતપુરમમાં કોવિડ-19ના વધુ ચાર દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે; તેમાંથી ત્રણ દર્દીઓ કુવૈતથી પરત આવેલા છે જ્યારે એક પેઇન્ટર તામિલનાડુથી પરત આવેલો છે. ગઇકાલે અને આજે અખાતી દેશોમાં કુલ 12 કેરળવાસીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેથી અખાતી દેશોમાં કેરળવાસીઓના કુલ મૃત્યુનો આંકડો 150 થયો છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના કારણે એક વ્યક્તિનું મૃત્યુ અને 61 પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલમાં 670 દર્દીઓ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુ: પુડુચેલી વિધાનસભા પરિસરમાં એક વ્યક્તિને કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાથી મુખ્યમંત્રીની કચેરીમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી હતી; આ કેન્દ્રશાસિત પ્રદેશમાં અન્ય ત્રણ વ્યક્તિના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે; હાલમાં, પુડુચેરીમાં કુલ 49 સક્રિય કેસ સારવાર હેઠળ છે. બે મહિનાના અંતરાલ પછી ફરી તામિલનાડુના માર્ગો પર બસો દોડતી થઇ છે. ચેન્નઇથી મુસાફરી કરી રહેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે; હોટસ્પોટ રાજ્યોમાંથી તામિલનાડુમાં આવી રહેલા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. રાજ્યમાં ગઇ કાલે પહેલી વખત નવા નોંધાયેલા કોવિડ કેસનો આંકડો 1000ને પાર કરી ગયો હતો. ગઇ કાલે કુલ 1149 કેસ નોંધાયા હતા જેમાંથી 804 કેસ માત્ર ચેન્નઇમાં જ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસ: 22,333, સક્રિય કેસ: 9400, મૃત્યુ: 173, સાજા થયા: 12,757, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 6781 નોંધાઇ છે.
  • કર્ણાટકઃ સમગ્ર કર્ણાટકમાં મંદિરો 8 જૂનથી ખોલવામાં આવશે. માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતી વ્યક્તિઓએ ફરજિયાત સાત દિવસના સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. RTOએ ઓરેન્જ અને રેડ ઝોનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી શરૂ કરી છે. કર્ણાટકમાં ચિકનનો વપરાશ વધતાં તેની કિંમતોમાં વધારો થતાં મરઘા ઉદ્યોગને રાહત મળી છે. ગઇકાલે રાજ્યમાં 299 નવા કેસો નોંધાયાં હતાં. આ નવા નોંધાયેલા 299 કેસોમાંથી 255 આંતરરાજ્ય મુસાફરો હતા અને 7 વિદેશમાંથી પરત ફરેલા વ્યક્તિઓ છે. અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 3,221 છે, જેમાંથી હાલ 1,950 કેસો સક્રિય છે, 51 લોકોના મૃત્યુ થયા છે અને 1,218 લોકો સાજા થયા છે.
  • આંધ્રપ્રદેશઃ આગામી આદેશ સુધી આંધ્રપ્રદેશમાં ટ્રેન દ્વારા મુસાફરી નિયંત્રિત કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ઉપર અન્ય રાજ્યોમાંથી આવી રહેલા મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવશે અને તેમને પોતાના ઘરે 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન રહેવું પડશે. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને ચેન્નાઇમાંથી આવતાં મુસાફરોએ સાત દિવસ સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં અને ત્યારબાદ બીજા સાત દિવસ પોતાના ઘરે ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. 10,567 નમૂનાના પરીક્ષણ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 76 નવા કેસો નોંધાયાં છે, જ્યારે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 34 લોકોને રજા આપવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા 3,118 છે, જેમાંથી 885 કેસો સક્રિય છે, 2,169 લોકો સાજા થયા છે, 64 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં પરત ફરેલા વિસ્થાપિતોમાંથી 446 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે, જેમાંથી 249 કેસો સક્રિય છે. વિદેશમાંથી પરત ફરેલા 112 લોકો પોઝિટીવ નોંધાયાં છે.
  • તેલંગણાઃ આજે રેલવે મંત્રાલયે ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરતાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. ઓછામાં ઓછા 10,000થી 12,000 જેટલા મુસાફરો 7 ટ્રેનોમાં પોતાના વતનમાં મુસાફરી કરશે, જેમાંથી 4 ટ્રેનો સિકંદરાબાદ ખાતેથી અને 3 ટ્રેનો નામપલ્લી ખાતેથી ઉપડશે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં કોવિડ-19નો નવો કેસ નોંધાયો હતો, જ્યાં લૉકડાઉનમાં છૂટછાટો બાદ છેલ્લા મહિના દરમિયાન એકપણ નવો કેસ જોવા મળ્યો નહોતો. 31 મે સુધી તેલંગણામાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 2,698 છે. આજદિન સુધીમાં 434 વિસ્થાપિતો, વિદેશમાંથી પરત ફરેલા વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટીવ નોંધાયાં છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અત્યાર સુધી રાજ્યમાં આશરે 8,000 જેટલા સ્થળાંતરિતો પાછા ફર્યા છે. ક્વૉરેન્ટાઇન અને આરોગ્ય તપાસ માટે SOPનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ લૉકડાઉન છે અને રાજ્ય બહાર રહેલા લોકો પરત ફરશે ત્યારબાદ કોઇપણ પ્રકારની નવી છૂટછાટ અંગે નિર્ણય લેવામાં આવશે.
  • આસામઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19ના કારણે રાજ્યના અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા અંગે સલાહકારી સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂચનોના અમલીકરણ માટે આરોગ્ય મંત્રી હિમંતા બિશ્વા શર્મા, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી સી. એમ. પાટોવારી અને કૃષિ મંત્રી અતુલ બોરાની અધ્યક્ષતામાં બનેલી ત્રણ સભ્યોની સમિતિ દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આસામમાં 6 નવા કોવિડ-19ના પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. કુલ કેસોની સંખ્યા વધીને 1,390 થઇ ગઇ છે, જેમાંથી 1,198 કેસો સક્રિય છે, 185 લોકો સાજા થયા છે અને 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • મણીપૂરઃ મણીપૂરમાં 7 નવા કોવિડ-19 પોઝિટીવ કેસો સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 78 ઉપર પહોંચી ગઇ છે. તેમાંથી 67 કેસો સક્રિય છે અને 11 લોકો સાજા થયા છે. આ કેસોમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા વિસ્થાપિતો છે.
  • મિઝોરમઃ ગોવામાંથી મિઝોરમના બૈરાબી ખાતે પરત ફરેલા ફસાયેલા મુસાફરોએ તેમની બચત એકઠી કરીને બૈરાબીના સમુદાય સંગઠનોને રૂ. 54,140નું દાન આપ્યું છે. આ સંગઠનો સ્ટેશન પર આવતાં ફસાયેલા મુસાફરોને તમામ જરૂરી સહાયતા પૂરી પાડવા માટે નિઃસ્વાર્થ કામગીરી કરી રહ્યાં છે.
  • નાગાલેન્ડઃ દીમાપુર કોવિડ-19 ટાસ્ક ફોર્સના ઇન્ચાર્જે નાગરિક સ્વયંસેવી સંગઠનો દ્વારા સંચાલિત લિવિંગસ્ટોન ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે ક્વૉરેન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી. બેંગલુરુ ખાતે નાગા ટાસ્ક ફોર્સના સ્વયંસેવકોએ વિસ્થાપિત કામદારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓના વિતરણ માટે બેંગલુરુમાં સ્થાનિક પ્રશાસનને સહાયતા કરી હતી.

 

 

PIB FACT CHECK

 

 

 


(Release ID: 1628440) Visitor Counter : 363