સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ્સ
છેલ્લા 24 કલાકમાં, કુલ 11,264 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા
24 કલાકમાં દર્દીઓ સાજા થવાનો દર 4.51%ની વૃદ્ધિ સાથે 47.40% નોંધાયો
સક્રિય કેસોની સંખ્યા 89,987 થી ઘટીને 86,422 થઇ ગઇ
ગઇકાલે 1,26,842 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું
Posted On:
30 MAY 2020 5:14PM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19ના કુલ 11,264 દર્દીઓ સાજા થઇ ગયા છે. એક જ દિવસમાં આ સૌથી વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19થી કુલ 82,369 દર્દીઓ સાજા થઇ ગયા છે.
આ સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર 47.40% નોંધાયો છે જે અગાઉના દિવસના 42.89% દર્દીઓ સાજા થવાના દરમાં 4.51%ની વૃદ્ધિ દર્શાવે છે.
સૌથી વધુ સંખ્યામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે, દેશમાં હાલમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા 29 મે 2020ના રોજ 89,987 હતી ત્યાંથી ઘટીને 86,422 સુધી પહોંચી ગઇ છે. તમામ સક્રિય કેસો હાલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
30 મે 2020ના રોજ કેસ બમણા થવાની સંખ્યા છેલ્લા 14 દિવસમાં 13.3 હતી તે સુધરીને છેલ્લા ત્રણ દિવસમાં 15.4 થઇ ગઇ છે. મૃત્યુદર 2.86% નોંધાયો હતો. 29 મે 2020ના રોજ, 2.55% સક્રિય કેસો ICUમાં હતા જ્યારે, 0.48% કેસ વેન્ટિલેટર પર, 1.96% કેસ ઓક્સિજન સપોર્ટ પર હતા. દેશમાં 462 સરકારી લેબોરેટરી અને 200 ખાનગી લેબોરેટરીની મદદથી પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે. એકંદરે અત્યાર સુધીમાં દેશમાં કુલ 36,12,242 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે માત્ર ગઇકાલે જ 1,26,842 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં વાત કરીએ તો, હાલમાં, 1,58,908 આઇસોલેશન બેડ, 20,608 ICU બેડ અને 69,384 ઓક્સિજન સપોર્ટેડ બેડની સુવિધા સાથે દેશમાં કુલ 942 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ છે. 2,380 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો છે જ્યાં 1,33,678 આઇસોલેશન બેડ, 10,916 ICU બેડ અને 45,750 ઓક્સિજન સપોર્ટેડ બેડ કાર્યરત અવસ્થામાં છે. 10,541 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો અને 7,304 કોવિડ સંભાળ કેન્દ્રો પણ હાલમાં કાર્યરત છે જેમાં 6,64,330 બેડ કોવિડ-19 સામે લડવા માટે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા 119.88 લાખ N-95 માસ્ક અને 96.14 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રની સંસ્થાઓમાં પૂરા પાડવામાં આવ્યા છે.
કોવડ-19ની નવી સ્થિતિ સાથે જીવતી વખતે સાવચેતીના તમામ પગલાં અને તકેદારીઓનું અવશ્ય પાલન કરવું જરૂરી છે તે બાબતનો અહીં પૂનરોચ્ચાર કરવામાં આવે છે. સાર્વજનિક સ્થળો અને કાર્યસ્થળોએ શારીરિક અંતર જાળવવાના તમામ માપદંડો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે; હાથની સ્વચ્છતા તેમજ વાંરવાર સાબુથી હાથ ધોવા અને શ્વસન સંબંધિત શિષ્ટાચાર જાળવવો જરૂરી છે; સાર્વજનિક સ્થળે બહાર નીકળતી વખતે ચહેરા પર માસ્ક પહેરવો જરૂરી છે; તેમજ ઉધરસ અથવા છીંક આવે ત્યારે પણ શિષ્ટાચારનું પાલન કરવું જરૂરી છે. એ બાબતે અહીં પ્રકાશ પાડવામાં આવે છે કે, કોવિડ-19નું વ્યવસ્થાપન માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે, દરેક વ્યક્તિ વર્તમાન સ્થિતિથી સંતોષ માન્યા વગર તમામ પ્રકારની સંભાળ રાખે અને લૉકડાઉનમાં આપવામાં આવેલી કોઇપણ પ્રકારની છુટછાટને હળવાશથી ના લે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1627938)
Visitor Counter : 353
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam