PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 26 MAY 2020 6:36PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 26.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

ભારતમાં હવે દરરોજ અંદાજે 1.1 લાખ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લેબની સંખ્યામાં વૃદ્ધિ, કર્મચારીઓની શિફ્ટમાં કામગીરી, RT-PCR મશીનો અને માનવ કાર્યબળમાં વધારો કરીને પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે. આજની તારીખની સ્થિતિ અનુસાર દેશમાં કુલ 612 લેબોરેટરી છે જેમાંથી 430 ICMR દ્વારા ચલાવવામાં આવે છે અને 182 ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19ના ચેપનું પરીક્ષણ કરવામાં આવે છે. મોટાભાગના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો કોવિડ-19ના પરીક્ષણ માટે TrueNAT મશીન લગાવવા માટે નેશનલ ટ્યુબેરક્યૂલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ સાથે કામ કરી રહ્યા છે. RT-PCR કીટ્સ, VTM, સ્વેબ અને RNA એક્સટ્રેક્શન કીટ્સ માટે સ્વદેશી ઉત્પાદકો ઓળખી કાઢવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક મહિનામાં તેમના ઉત્પાદનની શરૂઆત કરવામાં આવી છે.

દેશમાં કોવિડ-19 બીમારીમાંથી દર્દીઓના સાજા થવાનો દર સુધર્યો છે અને હાલમાં 41.61% છે. અત્યાર સુધીમાં કુલ 60,490 દર્દીઓ કોરોનાની બીમારીથી સાજા થયા છે. દેશમાં મૃત્યુદર 3.30% (15 એપ્રિલના રોજ)થી ઘટીને અત્યારે અંદાજે 2.87% નોંધાયો છે જે સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર છે. વૈશ્વિક સરેરાશ મૃત્યુદર હાલમાં અંદાજે 6.45% છે. ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ મૃત્યુદર 0.3 છે જેની સરખામણીએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ મૃત્યુદર 4.4 છે. ભારતનો મૃત્યુદર સમગ્ર દુનિયામાં સૌથી ઓછો છે. પ્રત્યેક એક લાખ વ્યક્તિએ અને કેસ અનુસાર મૃત્યુ થવાની સંખ્યા બંને સંદર્ભમાં ઓછો દર ભારતમાં સમયસર કેસની ઓળખ અને તબીબી વ્યવસ્થાપન થતું હોવાનું દર્શાવે છે.

 

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626926

 

આરોગ્ય સચિવે સૌથી વધુ સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો આવી રહ્યા હોય તેવા 5 રાજ્યો સાથે વાર્તાલાપ કરીને સ્થિતિ જાણી

આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાને, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો અને NHM નિદેશકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ પાંચેય રાજ્યોમાં જ્યારથી લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા ત્યારથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકોને પરત આવવાની મંજૂરી આપવામાં આવતા કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઝડપથી અને નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. બેઠકમાં એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે, રાજ્યોએ ક્વૉરેન્ટાઇન કેન્દ્રો, ICU/ વેન્ટિલેટર/ ઓક્સિજન વગેરે સુવિધાઓના સંદર્ભમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વર્તમાન ઉપલબ્ધતાનું આકલન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે અને આ તમામ સુવિધાઓની જરૂરિયાતના આકલનને ધ્યાનમાં રાખતા તેમણે આગામી બે મહિના સુધી આ સુવિધાઓ વધુ મજબૂત બનાવવી પડશે. બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ, TB, રક્તપિત્ત, COPD, હાઇપરટેન્શન, ડાયાબિટિસ જેવા બિન ચેપી રોગો તેમજ અકસ્માતોના કારણે ટ્રોમા સહિત અન્ય કારણોસર થતી આકસ્મિક ઇજાઓની સારવાર માટેના આરોગ્ય કાર્યક્રમો પણ યથાવત રાખવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626923

 

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં કુલ 3274 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરીને 44 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યમાં પહોંચાડ્યા

ભારતીય રેલવેએ 25 મે 2020 સુધીમાં સમગ્ર દેશના વિવિધ ભાગોમાં 3274 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે. આ ટ્રેનો મારફતે 44 લાખથી વધુ લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. 25.5.2020ના રોજ 223 શ્રમિક વિશેષ ટ્રેનમાં 2.8 લાખથી વધુ લોકોને મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં IRCTC દ્વારા મુસાફરી કરી રહેલા વિસ્થાપિત શ્રમિકોને 74 લાખ ભોજનના પેકેટ અને 1 કરોડ પાણીની બોટલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે, આજે તમામ ટ્રેનો કોઇપણ પ્રકારના ટ્રાફિક જામની સમસ્યા વગર દોડી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626922

 

ભારતીય રેલવેએ 25 મે 2020 (10:00 કલાક) સુધીમાં સમગ્ર દેશમાં 3060 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું અને 25 દિવસમાં શ્રમિક વિશેષ ટ્રેનોમાં કુલ 40 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યમાં પહોંચાડ્યા

25 મે 2020 (10:00 કલાક) સુધીમાં ભારતીય રેલવેએ દેશના વિવિધ ભાગોમાં કુલ 3060 શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કર્યું હતું. આ શ્રમિક વિશેષ ટ્રેનો મારફતે ભારતીય રેલવેએ કુલ 40 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યમાં અલગ અલગ ગંતવ્ય સ્થળોએ પહોંચાડ્યા છે. 23 અને 24 મે 2020 દરમિયાન રેલવેના રૂટ જામ થવાની જે સમસ્યા સર્જાઇ હતી તેને પણ હવે ઉકેલી દેવામાં આવી છે. આ ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ એ હતું કે કુલ રેલવે ટ્રાફિકમાંથી બે તૃત્યાંશથી વધુ ટ્રેનો માત્ર બિહાર અને ઉત્તરપ્રદેશના રૂટ પર રવાના થઇ હતી અને વિવિધ રાજ્યના સત્તામંડળો દ્વારા તમામ મુસાફરો માટે નિર્ધારિત કરવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલના પાલનના કારણે ટર્મિનલ પર ક્લિઅરન્સ મળવામાં ઘણો વિલંબ થતો હતો. રાજ્ય સરકારો સાથે સક્રિયતાપૂર્વક વિચારવિમર્શ કરીને તેમજ મુસાફરી માટે અન્ય સંભવિત રૂટ શોધીને આ બાબતનો હવે ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626773

 

પર્યટન મંત્રાલયે હોટેલ અને અન્ય એકોમોડેશનની માન્યતા/ વર્ગીકરણોની મુદત 30 જૂન 2020 સુધી લંબાવી

પર્યટન મંત્રાલય હોટેલોનું વર્ગીકરણ સ્ટાર રેટિંગ અનુસાર કરે છે જે અલગ અલગ વર્ગોના પ્રવાસીઓના અપેક્ષિત માપદંડો અનુસાર કરવામાં આવે છે. આ વર્ગીકરણ/ પ્રમાણીકરણ પાંચ વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હોટેલ અને અન્ય એકોમોડેશન એકમો કે જેમના પ્રોજેક્ટની માન્યતા/ફરી માન્યતા અને વર્ગીકરણ/ફરી વર્ગીકરણની મુદત સમાપ્ત થઇ ગઇ છે/સમાપ્ત થવાની છે (24.03.2020 થી 29.6.2020 દરમિયાન) તેમની મુદત 30-6.2020 સુધી લંબાવવામાં આવશે. તેવી જ રીતે, મંત્રાલય ટ્રાવેલ એજન્ટો, ટુર ઓપરેટરો, એડવેન્ચર ટુર ઓપરેટરો, સ્થાનિક ટુર ઓપરેટરો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો વગેરે માટે પણ યોજના લાવ્યું છે. કોવિડ-19 મહામારીના કારણે માર્ચ 2020થી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હોવાથી આ સમયગાળામાં ચકાસણી કામગીરી મુલતવી રાખવામાં આવી હોવાથી, પર્યટન મંત્રાલયે નિર્ણય લીધો છે કે, તમામ શ્રેણીમાં આવતા ટુર ઓપરેટરો (ઇનબાઉન્ડ, સ્થાનિક, એડવેન્ચર), ટ્રાવેલ એજન્ટો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પર્યટન મંત્રાલયમાંથી મંજૂરી લેવા માટે છ મહિનાની રાહત અથવા મુદતમાં વૃદ્ધિની છુટછાટ આપવામાં આવે જે ચોક્કસ શરતોને આધિન રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626919

 

પ્રધાનમંત્રી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલીફોન પર ચર્ચા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન સાથે ટેલીફોન પર વાર્તાલાપ દરમિયાન તેમને અને યુએઇના લોકોને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છા આપી હતી. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ યુએઇમાં વસતા ભારતીયોને આપવામાં આવેલા સહકાર બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626793

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસિના વચ્ચે ટેલીફોનિક વાતચીત થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસિનાને ફોન કરીને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ પોત પોતાના દેશોમાં અમ્ફાન વાવાઝોડાના કારણે સર્જાયેલા નુકસાનના મૂલ્યાંકન અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત બંને દેશના નેતાઓ વચ્ચે કોવિડ મહામારીની પરિસ્થિતિ અને આ સંબંધે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહકાર અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પડકારોનો સામનો કરવા માટે બાંગ્લાદેશને ભારત તરફથી સહાયતા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626795

 

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઑસ્ટ્રેલિયાના સંરક્ષણમંત્રી સાથે કોવિડ-19નો પ્રભાવ ખતમ કરવા બાબતે ટેલીફોન પર ચર્ચા કરી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ઑસ્ટ્રેલિયાના સંરક્ષણમંત્રી સુશ્રી લિન્ડા રેનોલ્ડ્સ સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને દેશના સંરક્ષણમંત્રીઓ વચ્ચે કોવિડ-19 મહામારી સામે પોત પોતાના દેશોમાં પ્રતિક્રિયા અંગે ચર્ચા થઇ હતી. શ્રી રાજનાથસિંહે કોવિડ-19 સામેની લડાઇમાં વૈશ્વિક પ્રયાસોમાં ભારતના યોગદાન વિશે સુશ્રી લિન્ડા રેનોલ્ડ્સને માહિતી આપી હતી અને આ મહામારી સામે વૈશ્વિક લડાઇમાં પારસ્પરિક સહયોગ અંગે બંને નેતાઓ વચ્ચે સંમતિ થઇ હતી. તેઓ એ વાતે સંમત થયા હતા કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશોને સાથે મળીને અન્ય દેશો સાથે કોવિડ-19 સંબંધિત પડકારોનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626905

 

PPE કવરઓલના પ્રોટોટાઇપ ટેસ્ટ સેમ્પલનું હવે નવ અધિકૃત લેબોરેટરી દ્વારા પરીક્ષણ અને પ્રમાણીકરણ કરવામાં આવે છે

ભારતમાં આરોગ્ય પ્રોફેશનલ્સની સલામતી માટે PPE કવરઓલને સૌથી વધુ મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવતા હોવાથી ભારતમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. PPE કવરઓલના પ્રોટોટાઇપ સેમ્પલનું હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલા ટેકનિકલ વિવરણો અનુસાર નવ (9) અધિકૃત લેબોરેટરીમાં જ પરીક્ષણ અને પ્રમાણીકરણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષણના માપદંડો WHO દ્વારા કોવિડ-19 માટે આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ રાખવામાં આવ્યા છે અને સિન્થેટિક બ્લડ પેનેટ્રેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ માટે ISO 16603 વર્ગ 3 અને તેથી ઉપરના ધોરણો અનુસાર પરીક્ષણ કરવામાં આવે છે. PPE એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી કોઇપણ પ્રકારનું પ્રવાહી અથવા હવામાં ઉડતા કણો અને સુક્ષ્મજંતુઓ તેમાં પ્રવેશી શકતા નથી અને ઉપયોગકર્તા સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626932

 

લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર આર.કે.માથુરે કેન્દ્રીય મંત્રી ડૉ. રાજેન્દ્રસિંહને કૉલ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિડની પરિસ્થિતિ અને સુધારા અંગે ચર્ચા કરી

લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર આર.કે.માથુરે આજે કેન્દ્રીયમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહને કૉલ કર્યો હતો અને નવા બનેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિડ-19 બીમારીના ફેલાવા અને પરિસ્થિતિમાં સુધારા અંગે તેમજ વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. ડૉ. જીતેન્દ્રસિંહે ઔપાચારિક રીતે લેફ્ટેનન્ટ ગવર્નરને આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટીતંત્રની કામગીરી અને કોવિડ મહામારી સામેના અવિરત પ્રયાસો તેમજ આના નિયંત્રણમાં મળેલી સફળતા બદલ સરકારે કરેલી પ્રશંસાનો સંદેશો પહોંચાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ઇરાનથી પરત આવેલા યાત્રાળુઓમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા અચાનક વધી રહી હતી ત્યારે લદ્દાખે જ ભારતને વહેલા ચેતવણી આપી હતી પરંતુ કોરોનાની બીમારીના સંકંજામાંથી તબક્કાવાર સૌથી પહેલા બહાર આવવાનો શ્રેય પણ લદ્દાખના વહીવટીતંત્ર અને સિવિલ સોસાયટીને જાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626929

 

નાના કદના એકમોને સહકાર આપવા માટે સરકાર નવી આર્થિક ધિરાણ સંસ્થાઓ શોધી રહી છેશ્રી નીતિન ગડકરી

કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે, નાના કદના એકમોને આર્થિક સહાયના રૂપમાં મદદ કરવા માટે સરકાર નવી આર્થિક ધિરાણ સંસ્થાઓ શોધી રહી છે. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર NBFCને વધુ મજબૂત બનાવવા પર કામ કરી રહી છે જેથી તેઓ નાના ઉદ્યોગોને આગામી સમયમાં ખૂબ સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626778

 

REC લિમિટેડે અગ્ર હરોળમાં કામ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓને પોષણયુક્ત ભોજન પૂરું પાડવા માટે TajSATS સાથે જોડાણ કર્યુ 

REC લિમિટેડની CSR શાખા REC ફાઉન્ડેશને નવી દિલ્હીમાં સફદરગંજ હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટાફમાં વિશેષ તૈયાર કરવામાં આવેલા પોષણયુક્ત ભોજનનું વિતરણ કરવા માટે TajSATS (IHCL અને SATS લિમિટેડનું સંયુક્ત ઉપક્રમ) સાથે જોડાણ કર્યું છે. નવી દિલ્હીમાં કોરોના સામે અગ્ર હરોળમાં લડી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓમાં દરરોજ 300 ફુટ પેકેટ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આશયથી વિતરણ કરવામાં આવે છે. આ પહેલ અંતર્ગત નવી દિલ્હીમાં 18,000થી વધુ ભોજનના પેકેટનું વિતરણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626872

 

CSIR-IIIM અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે મળીને કોરોના વાયરસ માટે RT-LAMP આધારીત પરીક્ષણ તૈયાર કરશે

RT-LAMP એક ઝડપી અને સસ્તી પરીક્ષણ પદ્ધતિ છે જે સ્વદેશી ઘટકો અને સામગ્રીથી તૈયાર કરી શકાય છે અને ખૂબ ઓછી તજજ્ઞતા તેમજ સાધનોના સેટઅપથી તે તૈયાર કરી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626931

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળઃ અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી પરત ફરી રહેલા લોકોના કારણે રાજ્યમાં સતત વધી રહેલા કેસોના કારણે મુખ્યમંત્રીએ રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં તેમને સંપૂર્ણ સહકાર પૂરો પાડવાની અપીલ કરી હતી. મુલતવી કરવામાં આવેલી SSLC અને ઉચ્ચ માધ્યમિક પરીક્ષાઓ કોવિડ સંરક્ષણાત્મક પગલાંઓના ચુસ્ત પાલન સાથે રાજ્યમાં ફરી શરૂ કરવામાં આવી હતી. ચાલુ અઠવાડિયે દારૂનું વેચાણ ફરી શરૂ કરવામાં આવતા દારૂના વેચાણ માટે આભાસી કતાર વ્યવસ્થાપન એપ BevQને ગૂગલે મંજૂરી આપી હતી. બીજી તરફ, અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે વધુ ત્રણ કેરળવાસીઓના મરણ નીપજતાં કુલ મૃત્યુઆંક 120ને પાર થઇ ગયો હતો. ગઇકાલે રાજ્યમાં કોવિડના કારણે છ લોકોના મરણ નીપજ્યાં હતાં અને 49 નવા કેસો નોંધાયાં હતાં.
  • તામિલનાડુઃ પુડુચેરીમાંમાં આજે કોવિડ-19 વધુ બે કેસ નોંધાતાં કુલ સંખ્યા 34ને પાર થઇ ગઇ હતી. 31 મેથી 14 દિવસ પહેલા વાર્ષિક ટ્રાઉલિંગ પ્રતિબંધ ઉઠાવી લેતા તામિલનાડુના માછીમારોને રાહત મળી હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ના કારણે 118 લોકોના મરણ નીપજ્યાં છે, જેમાંથી 84% લોકો કોવિડ ઉપરાંત અન્ય કોઇ બિમારી ધરાવતાં હતા. ગઇકાલે રાજ્યમાં 805 નવા કેસો નોંધાયાં હતાં જે રાજ્યમાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. ગઇકાલ સુધી કુલ કોવિડના કુલ 17,083 કેસો હતા, જેમાંથી 8,230 કેસો સક્રિય હતા અને 118 લોકોના મરણ નીપજ્યાં હતા. કુલ 8,731 લોકોને રજા આપવામાં આવી હતી. ચેન્નાઇમાં સક્રિય કેસોની સંખ્યા 5,911 છે.
  • કર્ણાટકઃ આજે બપોરે 12 વાગ્યાં સુધી 100 નવા કોવિડ કેસો નોંધાયાં હતાં અને 17 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. નવા નોંધાયેલાં કેસોમાંથી ચિત્રાદુર્ગમાંથી 20, યદાગીરીમાંથી 14, હસનમાંથી 13, બેલાગાવીમાંથી 13, દેવાનાગેરેમાંથી 11, બિદારમાંથી 10, બેંગલોરમાંથી 7, વિજયપુરામાંથી 5, ઉડુપી અને કોલ્લારમાંથી 2-2 અને બેલ્લારી, કોપ્પાલા અને ચિક્કબલ્લાપુરામાંથી 1-1 કેસો નોંધાયાં હતાં. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 2,282 છે, જેમાંથી 1,514 કેસો સક્રિય છે, 722 લોકો સાજા થયા છે અને 44 લોકોના મરણ નીપજ્યાં છે. મુખ્યમંત્રીએ ઊચ્ચ શિક્ષણ સંબંધિત સમીક્ષા બેઠક યોજી હતી અને વિદ્યાર્થીઓના ભણતર માટે ઑનલાઇન પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરવા અંગે નિર્દેશો આપ્યાં હતા. આ દરમિયાન આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે આયુષ ડૉક્ટરોની માગણી તપાસવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીમાંથી ઉગારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય દ્વારા રાયતુભરોસા યોજના અંતર્ગત ખેડૂતોને 13,500ની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી છે. આંધ્રપ્રદેશ પ્રાદેશિક ફ્લાઇટ્સની કામગીરી ફરી શરૂ થતાં 79 મુસાફરો બેંગલુરુથી વિજયવાડા ખાતે આવી પહોંચ્યાં હતાં. છ સ્થળોએથી આવતાં હવાઇ મુસાફરો માટે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન ફરજિયાત છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8,184 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 48 નવા કેસો નોંધાયાં હતાં અને 1 વ્યક્તિનું મરણ નીપજ્યું હતું. કુલ કેસોની સંખ્યા 2,719 છે, જેમાંથી 759 કેસો સક્રિય છે, 1,903 લોકો સાજા થયા છે અને 57 લોકોના મરણ નીપજ્યાં છે. અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 153 છે, જેમાંથી 47 કેસો સક્રિય છે. વિદેશમાંથી આવેલા લોકોમાં પોઝિટીવ કેસોની સંખ્યા 111 છે.
  • તેલંગણાઃ આ મહિને સરકારી કર્મચારીઓને પૂરા પગાર અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકારે હજુ સુધી સ્કૂલો ફરી ખોલવાની અંગે તારીખ નક્કી કરી નથી. 26મી મે સુધીમાં તેલંગણામાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,920 છે. ગઇકાલ સુધી વિસ્થાપિત લોકોમાં પોઝિટીવ કેસોની સંખ્યા 159 છે. ઉપરાંત 38 વિદેશમાંથી પાછા ફરેલા વ્યક્તિઓમાં કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
  • પંજાબઃ કોવિડ-19 મહામારી દરમિયાન વાળંદની દુકાનો/ વાળ કાપવાના સલૂનમાં સ્વચ્છતા અને સફાઇના ધોરણો જાળવવા પંજાબના આરોગ્ય વિભાગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. વાળંદની દુકાનો/ વાળ કાપવાના સલૂનના માલિકોએ તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોવિડ-19ના (તાવ, સૂકો કફ, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે) લક્ષણો ધરાવતો કોઇપણ કર્મચારી કામગીરી કરે નહીં અને ઘરે રહીને તબીબી સલાહ પ્રાપ્ત કરે. આજ રીતે આવા પ્રકારના લક્ષણો ધરાવતાં ગ્રાહકોને પણ સેવા પૂરી પાડવાની રહેશે નહીં.
  • હરિયાણાઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકાર હરિયાણાથી પોતાના રાજ્યમાં પરત ફરવા માગતા વિસ્થાપિત કામદારોને મોકલવા માટે વિવિધ રેલવે સ્ટેશન પર દૈનિક વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 77 વિશેષ શ્રમિક ટ્રેન અને 5,500 બસો દ્વારા હરિયાણાથી 2.90 લાખ વિસ્થાપિત શ્રમિકોને પોતાના રાજ્યમાં મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત જુદા-જુદા રાજ્યોમાંથી 11,534 લોકો હરિયાણા પરત ફર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્થાપિત શ્રમિકોની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે તેમને પોતાના વતનમાં પરત ફરવા વિનામૂલ્યે વ્યવસ્થા કરી છે.
  • હિમાચલ પ્રદેશઃ કોવિડ-19નું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રીએ રાજ્યના રહેવાસીઓને ક્વૉરેન્ટાઇન નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. વધુમાં તેમણે દરેક વ્યક્તિને સોશિયલ મીડિયા ઉપર કોવિડ સંબંધિત સમાચારો આગળ મોકલતાં પહેલા તેની હકીકતો ચકાસવાની અપીલ કરી છે.
  • મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં નવા 2,436 કેસો નોંધાતાં કુલ કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સંખ્યા 52,667 ઉપર પહોંચી ગઇ છે. અત્યારે રાજ્યમાં 35,178 સક્રિય કેસો છે અને 15,786 લોકો સંપૂર્ણ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. હોટસ્પોટ મુંબઇમાં 1,430 નવા કેસો નોંધાયાં હતાં. બીજી તરફ, રાહતના સમાચાર એ છે કે ધારાવી ઝૂંપડપટ્ટીમાં કેસ બમણાં થવાનો દર અગાઉ 3 દિવસ હતો તે સુધરીને 19 દિવસ થઇ ગયો છે, જે સૂચવે છે કે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ કામ કરી રહી છે.
  • ગુજરાતઃ 20 જિલ્લાઓમાંથી નોંધાયેલા 405 નવા કેસો બાદ કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 14,468 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં સક્રિય કેસોમાંથી 108 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ દરમિયાન અંદાજે 6.80 લાખ કામદારોને લૉકડાઉન દરમિયાન મનરેગા યોજના અંતર્ગત 29,000 વિકાસ કાર્યોમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. આશરે 1.06 લાખ લોકોને રોજગારી પૂરી પાડીને આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતો દાહોદ જિલ્લો મનરેગા હેઠળ રોજગારી આપવામાં ટોચ પર છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે કોરોના વાયરસથી અસરગ્રસ્ત વધુ 74 કેસના પોઝિટીવ રિપોર્ટ આવતા રાજ્યમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 7,376 થઇ ગઇ છે. આમાંથી 1,844 દર્દીઓ વિસ્થાપિત શ્રમિકો છે જેઓ તાજેતરમાં અન્ય રાજ્યોમાંથી પરત આવેલા છે. અત્યાર સુધીમાં જયપુરમાં સૌથી વધુ 1,844 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે જોધપુરમાં 1271 અને ઉદયપુરમાં કુલ 505 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્ય સરકારે આજથી રેડ ઝોન વિસ્તારોમાં મર્યાદિત સંખ્યામાં મુસાફરો સાથે ટેક્સી અને ઓટો રીક્ષા ચલાવવાની મંજૂરી આપી છે. આ ટેક્સી અને રીક્ષાઓ હવાઇમથકો, રેલવે સ્ટેશનો અને હોસ્પિટલોથી જ ચલાવી શકાશે.
  • મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં કોવિડ-19ના વધુ 194 કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 6859 સુધી પહોંચી ગઇ છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં સોમવારે કોરોના વાયરસથી અસરગ્રસ્ત નવા 40 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેથી રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 220 થઇ છે. નવા નોંધાયેલા કેસોમાંથી માત્ર મુંગેલીમાં જ 30 કેસોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
  • ગોવા: રાજ્યમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો હોવાથી ગોવામાં સક્રિય કેસની સંખ્યા વધીને 48 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 67 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.
  • આસામ: આસામમાં, જેઓ રાજ્ય બહારથી આવી રહ્યા છે તેમના માટે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના કાઉન્સિલ મંત્રીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવાના પગલાં રૂપે કોઇને પણ હોમ ક્વૉરેન્ટાઇનમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આસામના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાઉન્સિલ મંત્રીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યની બહાર ફસાયેલા 3.6 લાખ આસામી લોકોને આસામ કેર અંતર્ગત એપ્રિલથી જૂન 2020 સુધીના સમય માટે દર મહિને રૂપિયા 2000ની આર્થિક સહાય કરવામાં આવશે.
  • મણીપૂર: મણીપૂરમાં ઇમ્ફાલ પશ્ચિમથી આવેલા ત્રણ વ્યક્તિઓને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. કુલ કેસની સંખ્યા વધીને 39 થઇ ગઇ છે અને અત્યારે 35 કેસો સક્રિય છે જેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • મિઝોરમ: રાજભવનમાં બેઠક યોજાયા પછી મિઝોરમની સરકારે મિઝોરમમાં કોવિડ-19ના કારણે ફસાયેલા રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેમને પૂરતી મદદ કરવામાં આવશે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં તાત્કાલિક ધોરણે શાળાઓ ફરી શરૂ કરવાની કોઇ યોજના નથી. વિદ્યાર્થીઓ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મની મદદથી શિક્ષણ કાર્ય ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નાગાલેન્ડ સરકારે રાજ્યમાં બહારથી આવેલી કોઇપણ વ્યક્તિનું પહેલા દિવસે જ ફરજિયાત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.
  • સિક્કિમ: કેરળમાં ફસાયેલા 79 સિક્કિમવાસીઓ ન્યૂ જલપાઇગુડી ખાતે શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા આવી પહોંચ્યા હતા. અહીં આગમનથી તેમને સિક્કિમ રાષ્ટ્રીયકૃત પરિવહન બસ સેવા દ્વારા તેમના જિલ્લામાં લઇ જવામાં આવ્યા હતા.

 

 

PIB FACT CHECK

 

 



(Release ID: 1626999) Visitor Counter : 419