PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 25 MAY 2020 6:31PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 25.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ; દર્દીઓના સાજા થવાનો દર સુધરીને  41.57% નોંધાયો

દેશમાં અત્યાર સુધીમાં 57,720 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3280 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો દર સુધરીને 41.57% થઇ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 1,38,845 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી 77,103 દર્દીઓને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626735

 

ગૃહ મંત્રાલયે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત આવવા તેમજ ભારતમાં ફસાયેલા અને તાત્કાલિક કારણથી વિદેશ જવા માંગતા લોકોને વિદેશ મુસાફરી કરવા માટે SOP બહાર પાડ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા વિદેશમાં ફસાયેલા અને વતન પરત આવવા માંગતા ભારતીયો તેમજ જેઓ ભારતમાં ફસાયેલા છે અને તાત્કાલિક કારણોથી વિદેશમાં જવા માંગે છે તેવા તમામ લોકોને મુસાફરી કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા 05.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશના બદલે હવેથી નવો બહાર પાડવામાં આવેલો આદેશ માન્ય અને અમલમાં રહેશે. SOP જમીન સરહદેથી આવી રહેલા મુસાફરો માટે પણ લાગુ થવાપાત્ર રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626702

 

કડક પ્રોટોકોલના પાલન દ્વારા PPEની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે છે

એવા કેટલાક મીડિયા અહેવાલો વહેતા થયા છે જેમાં વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) કવરઓલની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આવતા ઉત્પાદનોની કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી સાથે કોઇ જ સંબંધ નથી. HLL લાઇફકેર લિમિટેડ (HLL) એ આ PPE કવરઓલ ઉત્પાદકો/ પૂરવઠાકારો પાસેથી ખરીદવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિયુક્ત સત્તાવાર ખરીદી એજન્સી છે જે આવી કીટ્સના પરીક્ષણ માટે કાપડ મંત્રાલય દ્વારા નામાંકિત આઠ લેબોરેટરીમાંથી એક દ્વારા પરીક્ષણ કર્યા પછી માન્યતા આપવામાં આવે ત્યારે જ ખરીદી કરે છે.

ભારતે PPE અને N95 માસ્કનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની ક્ષમતા ખૂબ ઝડપથી વધારી દીધી છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની જરૂરિયાતને પૂરતા પ્રમાણમાં સંતોષી શકાય છે. આજે, દેશમાં જ દરરોજ 3 લાખથી વધુ PPE અને N95 માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સંસ્થાઓએ 111.08 લાખ જેટલા N-95 માસ્ક અને અંદાજે 74.48 લા વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) પૂરા પાડ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626699

 

NPPA દ્વારા N-95 માસ્ક માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવ્યા પછી આયાતકારો/ ઉત્પાદકો/ પૂરવઠાકારો દ્વારા N-95 માસ્કની કિંમતમાં ઘટાડો કરવામા આવ્યો

સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અંતર્ગત N-95 માસ્કને આવશ્યક ચીજવસ્તુમાં સામેલ કર્યા હોવાનું સૂચિત કર્યું છે. આમ, તેની સંગ્રહખોરી, કાળાબજાર સજાપાત્ર ગુનો છે. તેની સંગ્રહખોરી અને કાળાબજારની શક્યતાઓ દૂર કરવા માટે NPPA દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, તેઓ પૂરતા પ્રમાણમાં સર્જિકલ અને સુરક્ષાત્મક માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને હાથમોજાં પૂરતી ઉપલબ્ધતા સાથે મહત્તમ છુટક વેચાણ કિંમતથી વધુ ભાવે વેચાય તે સુનિશ્ચિત કરે. સરકાર દેશમાં સતત N-95 માસ્કનો પૂરતો જથ્થો વિના અવરોધે ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસરત છે. માટે, સરકાર સીધા ઉત્પાદકો/ આયાતકારો/ પૂરવઠાકારો પાસેથી જથ્થાબંધના ભાવે સૌથી મોટો N-95નો જથ્થો એક સાથે ખરીદી રહી છે. N-95 માસ્કનો જથ્થો દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે NPPA દ્વારા 21 મે 2020ના રોજ એક એડવાઇઝરી બહાર પાડીને તમામ ઉત્પાદકો/ આયાતકારો/ પૂરવઠાકારોને N-95 માસ્કની બિન-સરકારી ખરીદીમાં ભાવી સમાનતા જળવાઇ રહે અને વ્યાજબી કિંમતે બધાને માસ્ક મળી રહે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626743

 

ડૉ. હર્ષવર્ધને નઝફગઢમાં ચૌધરી બ્રહ્મપ્રકાશ આયુર્વેદ ચરક સંસ્થાન ખાતે કોવિડ-19 સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રની મુલાકાત લીધી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં નઝફગઢ ખાતે આવેલા ચૌધરી બ્રહ્મપ્રકાશ આયુર્વેદ ચરક સંસ્થાનમાં કોવિડ-19 સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “આયુર્વેદ એ ભારતનું પરંપરાગત તબીબી જ્ઞાન છે અને તેમાં ખૂબ જ વિશાળ સંભાવનાઓ સમાયેલી છે. તેમાં સર્વાંગી ઉપચાર અને સુખાકારી માટે સ્વભાવિક શક્તિ સમાયેલી છે અને આ DCHC ખાતે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.” આ જ્ઞાન અને અનુભવ ચોક્કસપણે સમગ્ર દુનિયાના લોકો માટે લાભદાયી નીવડશે અને ખાસ કરીને કોવિડ-19ને ખતમ કરવામાં તે વિશેષ ઉપયોગી રહેશે.” કોવિડ-19 સામે ભારતની પ્રતિક્રિયા વિશે ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, “આજે આપણી પાસે 422 સરકારી લેબોરેટરી અને 177 ખાનગી લેબોરેટરીની સાંકળ છે. દેશમાં પરીક્ષણની ક્ષમતા વધારી દેવામાં આવી છે અને આજની તારીખે દરરોજ 1,50,000 પરીક્ષણો કરી શકાય તેટલી ક્ષમતા થઇ ગઇ છે. ગઇકાલે જ, દેશમાં 1,10,397 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગઇકાલ સુધીમાં દેશમાં કુલ, 29,44,874 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.”

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626611

 

 

સરકાર દ્વારા ઘઉંની ખરીદીનો આંકડો ગત વર્ષની સરખામણીએ વર્ષે વધી ગયો

કોવિડ-19 વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે અનેક અવરોધો વચ્ચે પણ 24.05.2020ના રોજ સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધી ગઇ છે. ગત વર્ષે 341.31 લાખ મેટ્રિક ટનની સરખામણીએ આ વર્ષે 24 મે સુધીમાં 341.56 લાખ મેટ્રિક ટન ઘઉં સરકારી એજન્સીઓએ ખરીદ્યા છે. દર વર્ષે ઘઉંની લણણી સામાન્યપણે માર્ચના અંતમાં શરૂ થાય છે અને તેની ખરીદી એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થાય છે. જોકે, આ વર્ષે 24.03.2020ની મધ્યરાત્રિથી દેશભરમાં લૉકડાઉનનો અમલ થતા તમામ કામગીરીઓ હજુ સુધી પણ સ્થગિત છે. ત્યારબાદ પાક તૈયાર થઇ ગયો હતો અને લણણી માટે તૈયાર હતો, માટે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લૉકડાઉન દરમિયાન કૃષિ અને સંબંધિત ક્ષેત્રેને પ્રતિબંધોમાંથી ધીમે ધીમે રાહત આપવાનું શરૂ કર્યું અને મોટાભાગના ખરીદીના રાજ્યોમાં 15.04.2020થી ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી. હરિયાણામાં સહેજ મોડેથી એટલે કે, 20.04.2020થી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626703

 

પોસ્ટ વિભાગનું બિહાર પોસ્ટલ સર્કલ લોકોના ઘરે જઇને શાહી લીચી અને ઝરદાલુ કેરીની ડિલિવરી કરશે

કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે, લીચી અને કેરીનું વાવેતર કરનારા ખેડૂતોને તેમના ફળો બજાર સુધી વેચાણ અર્થે પહોંચાડવામાં અને તેનું પરિવહન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સુધી તેનો પૂરવઠો પહોંચાડવો એ એક મોટો પડકાર બની ગયો છે અને લોકોની આવી માંગને પહોંચી વળવા તેમજ ખેડૂતોને તેમના ફળો માટે કોઇપણ મધ્યસ્થી વગર વેચવા માટે બજાર ઉપલબ્ધ કરાવવાના આશયથી બિહાર સરકારના બાગાયત વિભાગ અને ભારત સરકારના પોસ્ટ વિભાગે સાથે મળીને એક નવી પહેલ શરૂ કરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626592

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: રાજ્યના મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના નાયબ કમિશનરો અને પોલીસ વડાઓને નિર્દેશો આપ્યા છે કે, કોઇપણ પરપ્રાંતીય શ્રમિક ચાલતા તેમના વતન રાજ્યમાં ન જાય અથવા પંજાબમાં કોઇપણ શ્રમિકને ભુખ્યા ન રહેવું પડે તે સુનિશ્ચિત કરવામાં આવે. જો કોઇપણ વિસ્થાપિત શ્રમિક રસ્તા પર ચાલતા જતા દેખાય તો પોલીસે તેમને બસ દ્વારા નજીકના સ્થળે પહોંચાડવા જોઇએ જ્યાંથી તેઓ પોતાના વતન રાજ્યમાં જવા માટે બસ અથવા ટ્રેન પકડી શકે. પરપ્રાંતીય શ્રમિકોને કોઇપણ પ્રકારે ગભરાટમાં ન આવવાની વિનંતી કરી મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, રાજ્ય સરકાર ચોક્કસપણે જે પણ પોતાના વતન રાજ્યમાં જવા માંગે છે તે દરેક વિસ્થાપિત શ્રમિકોને જવા માટે મદદરૂપ થશે અને તેમને વિનામૂલ્યે પ્રવાસ તેમજ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
  • હરિયાણા: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે, રાજ્ય સરકાર દરરોજ રાજ્યમાં વિવિધ રેલવે સ્ટેશનોએથી શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવે છે જેથી પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં પરત ફરી શકે. આ શ્રેણીના ભાગરૂપે 24.05.2020ના રોજ પાંચ શ્રમિક વિશેષ ટ્રેન રાજ્યમાંથી મુસાફરોને લઇને રવાના થઇ હતી. હરિયાણા સરકારે લૉકડાઉનના કારણે ફસાયેલા શ્રમિકોને જો તેમના વતન રાજ્યમાં પરત જવા માંગતા હોય તો વિનામૂલ્યે મોકલવાનું શરૂ કર્યું છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં રવિવારના દિવસે કોવિડ-19ના કુલ 3,041 નવા કેસ નોંધાયા છે જ્યારે 58 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસનો આંકડો વધીને 50,231 થઇ ગયો છે જ્યારે કુલ 1,635 દર્દીઓએ કોરાના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. મુંબઇમાં વધુ 39 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે અને 1725 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે. ધારાવી ઝૂંપડપટ્ટીમાં નવા 27 કેસ નોંધાતા માત્ર અહીંયા જ કોવિડ-19ના 1,541 કેસ થઇ ગયા છે. લૉકડાઉનના પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવતા મુંબઇમાં આજે સવારથી પ્રમાણબદ્ધ રીતે સ્થાનિક કોમર્શિયલ ફ્લાઇટ્સનું પરિવહન ફરી શરુ થઇ ગયું છે. પહેલા દિવસે 45 ફ્લાઇટ્સનું પરિચાલનનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાંથી 10 ફ્લાઇટ્સ સામાન્યપણે વ્યસ્ત રહેતા દિલ્હી- મુંબઇ રૂટ માટેની હતી.
  • ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 394 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોવલ કોરોના વાયરસના પોઝિટીવ નોંધાયેલા દર્દીઓનો આંકડો 14,000થી આગળ વધીને 14,063 થઇ ગયો છે. આ સાથે, રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ વધીને 858 થઇ ગઇ છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં સોમવારે કોવિડ-19ના વધુ 145 કેસો પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 7,173 સુધી પહોંચી ગયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં 163 દર્દીઓ કોરોના વાયરસ સામે જીંદગીની જંગ હારી ગયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. આ જયપુર શહેરમાં અંદાજે દસ લાખથી વધુ તીડનું ટોળું ત્રાટક્યું હતું. રાજસ્થાનના 33માંથી અડધાથી વધુ જિલ્લામાં તીડનો આક્રમણના કારણે અંદાજે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કૃષિના ઉભા પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોની હાલત કફોડી થઇ છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 6,371 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 3267 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 281 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અંદાજે અડધાથી વધુ કેસો માત્ર ઇન્દોરમાં જ નોંધાયા છે. ઇન્દોરમાં કુલ કેસની સંખ્યા 3064 થઇ છે જ્યારે ભોપાલમાં અત્યાર સુધીમાં કુલ 1241 દર્દીઓને કોરોના વાયરસનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે.
  • છત્તીસગઢ: કોવિડ-19ના નવા 36 કેસો સાથે છત્તીસગઢમાં કુલ 252 કેસો પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલામાંથી મોટાભાગના કેસ રાજ્યમાં પરત આવેલા વિસ્થાપિત શ્રમિકોમાં નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 185 સક્રિય કેસ છે. જોકે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી કોઇ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
  • આસામ: ગુવાહાટીમાં LGBI હવાઇમથકે આવી રહેલા તમામ મુસાફરોનું એન્ટ્રી પોઇન્ટ પર કોવિડ-19 માટે સ્ક્રિનિંગ કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારા લોકોમાંથી આસામીઓને અલગ કરવામાં આવશે અને તેમને પોતાના જિલ્લામાં પહોંચાડવામાં આવશે.
  • મેઘાલય: હરિયાણાથી 139 લોકો મેઘાલય પરત આવ્યા છે. તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને હાલમાં પરિણામની રાહ જોવાઇ રહી છે. તેમને હોમ ક્વૉરેન્ટાઇનમાં અથવા કોરોના સંભાળ કેન્દ્રમાં મોકલવામાં આવશે. શિલોગમાં પશુપાલન કેન્દ્રમાં હાલમાં બહારથી આવેલા 22 લોકોને રાખવામાં આવ્યા છે જેઓ ચેન્નઇથી આવ્યા છે. અહીં કોવિડ-19ના પોઝિટીવ નોંધાયેલા 14 કેસોને પણ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આગમન સાથે જ આઇસોલેશનમાં રાખવામાં આવેલી વ્યક્તિને હાલમાં સંસ્થાકીય આઇસોલેશન અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. મેઘાલયના ફસાયેલા લોકોને વતન પરત લાવવા માટે રાજસ્થાન અને આંધ્રપ્રદેશથી વિશેષ ટ્રેન આવતીકાલે રવાના થશે જ્યારે દિલ્હી અને કેરળથી પરમદિવસથી ટ્રેન રવાના થશે.
  • મણીપૂર: મણીપૂરમાં આવી રહેલા લોકો માટે સુધારેલા SOP બહાર પાડવામાં આવ્યા છે; હવાઇમથકે મુસાફરોનું સ્ક્રિનિંગ, આકલન અનુસાર પરીક્ષણ અને ક્વૉરેન્ટાઇનમાં રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • મિઝોરમ: મિઝોરમમાં ઝોરામ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે કોવિડ-19 માટે RT-PCR પરીક્ષણ માટે પૂલિંગ પદ્ધતિ શરૂ કરવામાં આવશે. દરરોજ કોવિડ-19 માટે 100 સ્વેબ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના ત્રણ કેસ, 2 પુરુષો અને 1 મહિલા નોંધાયા છે. આ તમામ દર્દીઓ ચેન્નઇથી રાજ્યમાં પરત આવેલા છે. મોન જિલ્લામાં 40 SSA શિક્ષકોનું એક જૂથ નાગાલેન્ડમાં મોન શહેરમાં ITI ખાતે ક્વૉરેન્ટાઇન કેન્દ્ર ઉભું કરશે.

 

 



(Release ID: 1626800) Visitor Counter : 335