ગૃહ મંત્રાલય

પરપ્રાંતીય શ્રમિકો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવા રાજ્યો અને રેલવે વચ્ચે સક્રિયતાપૂર્વક સંકલન થવું જરૂરી છે; જિલ્લા સત્તામંડળો અવશ્યપણે તેમની જરૂરિયાતો અંગે રેલવેને જાણ કરે


વધુ બસો દોડવો – સમગ્ર રાજ્યોમાં અને એકબીજા રાજ્યોમાં સરળતાથી પરિવહન સુનિશ્ચિત કરો

ચાલતા જતા લોકોને બસ/ રેલવે સ્ટેશને પહોંચવા માટે માર્ગદર્શિત કરવામાં આવે અને ત્યાં સુધીના રસ્તામાં મૂળભૂત સુવિધાઓ સાથે વિશ્રામની જગ્યાઓ બનાવો

અફવાઓ દૂર કરો, ટ્રેન/ બસોના પ્રસ્થાન અંગે સ્પષ્ટતા કરો: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું

Posted On: 19 MAY 2020 11:43AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહારમાં ટાંક્યું હતું કે, કોવિડ-19નો ચેપ લાગવાનો ડર અને આજીવિકા જતી રહેવાની આશંકા બે મુખ્ય પરિબળોના કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં જવા માટે પ્રેરાઇ રહ્યા છે. પરપ્રાંતીય શ્રમિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે, સંદેશાવ્યવહારમાં રાજ્ય સરકારો લઇ શકે તેવા સંખ્યાબંધ પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો અને કેન્દ્ર સાથે સક્રિયતાપૂર્વક સંકલન કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેની વિગતો નીચે મુજબ છે:

  • રાજ્યો અને રેલવે મંત્રાલય વચ્ચે સક્રિયપણે સંકલન કરીને વધુ વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવે;
  • પરપ્રાંતીય શ્રમિકોના પરિવહન માટે બસોની સંખ્યામાં વધારો કરવામાં આવે; પરપ્રાંતીય શ્રમિકોને લઇને જતી બસોને આંતર રાજ્ય સરહદેથી પ્રવેશની મંજૂરી આપવામાં આવે;
  • ટ્રેનો/ બસોના પ્રસ્થાન અંગે લોકોમાં વધુ સ્પષ્ટતા લાવવામાં આવે કારણ કે સ્પષ્ટતાના અભાવની સાથે સાથે અફવાઓ ફેલાવાથી લોકોમાં ભારે અજંપો ઉભો થાય છે;
  • જ્યાં પરપ્રાંતીય શ્રમિકો પહેલાંથી પગપાળા જવા માટે રવાના થઇ ગયા છે ત્યાં રાજ્યો દ્વારા રસ્તામાં તેમને પૂરતા પ્રમાણમાં સેનિટેશન, ભોજન અને આરોગ્ય સંભાળ સાથે વિશ્રામ સ્થળો ઉભા કરવામાં આવે;
  • જિલ્લા સત્તામંડળો પગપાળા જઇ રહેલા આવા શ્રમિકોને વિશ્રામ સ્થળોમાં જવા માટે અને નજીકમાં બસ ટર્મનિસ અથવા રેલવે સ્ટેશન ખાતે પરિવહનની સુવિધા ઉભી કરીને ત્યાં જવા માટે માર્ગદર્શિત કરી શકે છે;
  • પરપ્રાંતીય શ્રમિકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધિ લોકોની ચોક્કસ જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે;
  • વિશ્રામના સ્થળો વગેરે જગ્યાએ જિલ્લા સત્તામંડળો NGOને સામેલ કરી શકે છે જેથી વિશ્રામના સ્થળોએ લાંબા સમય સુધી ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે તેવી માન્યતાઓ દૂર કરી શકાય. કામદારો જ્યાં છે ત્યાં રહેવા માટે પણ તેમને પ્રોત્સાહિત કરી શકાય;
  • પરપ્રાંતીય શ્રમિકોના નામ, સરનામાં અને સંપર્ક નંબર સાથે તેમની યાદી તૈયાર કરવી. આનાથી જરૂર પડ્યે સંપર્ક ટ્રેસિંગમાં મદદ મળી શકે છે.

 

એકપણ શ્રમિક તેમના વતન રાજ્યમાં જવા માટે જમીન માર્ગે અથવા રેલવે ટ્રેક પર ચાલતા જાય તે જિલ્લા સત્તામંડળો આવશ્યકપણે સુનિશ્ચિત કરે તે બાબત પર સંદેશાવ્યવહારમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેઓ જરૂરિયાત અનુસાર ટ્રેનો દોડાવવા માટે રેલવે મંત્રાલયને વિનંતી કરી શકે છે.

 

રાજ્યો સાથે થયેલો સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS



(Release ID: 1625123) Visitor Counter : 178