પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો
20 માર્ચ 2020થી અત્યાર સુધીમાં મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીની પાંચમી બેઠક યોજાઇ
હવે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો થતો રોકવાના પ્રયાસો કરવાની જરૂર છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
ભારતે કોવિડ પછીના સમયમાં ઉભરતી તકોનો અચૂક લાભ ઉઠાવવો જોઇએ: પ્રધાનમંત્રી
આપણે નવી દુનિયાની વાસ્તવિકતા માટે અવશ્ય તમામ યોજવાઓ ઘડવી જોઇએ: પ્રધાનમંત્રી
Posted On:
11 MAY 2020 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં આગામી માર્ગ અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રારંભિક ટિપ્પણીમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં આ મહામારીના ફેલાવા અંગે ભૌગોલિક રીતે આપણી પાસે હવે વ્યાજબી રીતે સ્પષ્ટ સંકેતો છે, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો વિશે પણ આપણે માહિતગાર છીએ. વધુમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં, અધિકારીઓ આ પ્રકારના સમયમાં જિલ્લા સ્તરે કેવી રીતે કામગીરી કરવી તે વધુ સારી રીતે સમજી શક્યા છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના ફેલાવો સમજી શકવાથી દેશમાં આપણે તેની સામે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને લડત આપી શકીશું.
તેમણે જણાવ્યું હતું કે, “અને આ કારણે, આપણે હવે કોરોના વાયરસ સામેની આપણી આ લડાઇમાં આપણી વ્યૂહનીતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, જે થવું જ જોઇએ. આપણી સમક્ષ અત્યારે બેવડો પડકાર છે – આ બીમારીના સંક્રમણનો દર ઓછો કરવાનો અને તમામ પ્રકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીને જાહેર પ્રવૃત્તિઓ તબક્કાવાર વધારવાનો અને આપણે સૌએ આ બંને હેતુઓ સિદ્ધ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે.”
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો થતો રોકવા માટે પ્રયાસો કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અર્થતંત્ર અંગે આગામી રણનીતિ માટે રાજ્યોએ આપેલા સૂચનો અત્યારે વિચારણા હેઠળ છે.
મુખ્યમંત્રીઓએ કોવિડ-19 સામેની દેશની લડાઇમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને દેશમાં અત્યારે તબીબી તેમજ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમાંથી કેટલાક મુખ્યમંત્રીઓએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, પરપ્રાંતીય શ્રમિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના વતન પરત ફરી રહ્યા છે, ત્યારે સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું સુસ્ત પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તેના ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે કારણે તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ નવા કેસોનો ફેલાવો થતો રોકવામાં ઘણી મદદ મળશે.
વિદેશમાંથી ભારતમાં પરત ફરી રહેલા નાગરિકોને પણ ફરજિયાત ક્વૉરેન્ટાઇનમાં રાખવા જોઇએ તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીઓએ અર્થશાસ્ત્ર અંગે પોતાના સૂચનો દરમિયાન ખાસ કરીને MSME, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ જેમકે ઉર્જા વગેરેને સહકાર આપવા માટે ધિરાણના વ્યાજદરો હળવા કરવા પર અને કૃષિ પેદાશો માટે અચૂકપણે બજારનો ઍક્સેસ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર હોવાનું કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામેની લડાઇમાં સૌની સક્રિય ભૂમિકા બદલ અને પાયાના સ્તરના અનુભવના આધારે સૌએ આપેલા મૂલ્યવાન સૂચનો બદલ તમામ મુખ્યમંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અચૂક પણે એ સમજી લેવું જોઇએ કે કોવિડ-19 પછી મૂળભૂત રીતે દુનિયા બદલાઇ ગઇ છે. હવે પછીની દુનિયા વિશ્વ યુદ્ધો પછીના સમયની જેમ પ્રિ-કોરોના, પોસ્ટ-કોરોના જેવી હશે. અને તેના કારણે આપણે કેવી રીતે કામ કરીએ તેમાં પણ નોંધપાત્ર પરિવર્તનો આવશે.
તેમણે કહ્યું હતું કે, જીવનની નવી રીતભાત “જન સે લેકર જગ તક” એટલે કે એક વ્યક્તિથી માંડીને સમગ્ર માનવજાત સુધી સિદ્ધાંત પર હશે.
તેમણે કહ્યું, આપણે આ નવી વાસ્તવિકતા માટે અવશ્યપણે આયોજન કરવું જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, “આપણે લૉકડાઉનમાં તબક્કાવાર ઘટાડો કરવા પર ધ્યાન આપી રહ્યા હોવા છતાં, આપણે સતત એક વાત યાદ રાખવી જરૂરી છે કે, આપણને હજુ પણ આ બીમારી સામે લડવા માટે કોઇ રસી અથવા અન્ય કોઇ ઉકેલ મળ્યા નથી આથી આ વાયરસ સામે લડવા માટે સામાજિક અંતર એકમાત્ર સૌથી મોટું હથિયાર છે.”
પ્રધાનમંત્રીએ ‘દો ગજ કી દૂરી’ સૂત્રનો પુનરોચ્ચાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે, ઘણા મુખ્યમંત્રીઓ દ્વારા રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાના સૂચનો આવ્યા છે જે ખરેખરમાં લોકોમાં આ સ્થિતિ સામે સાચવેતી રાખવાની ભાવના યાદ અપાવશે.
તેમણે તમામ મુખ્યમંત્રીઓને લૉકડાઉન વિશે ચોક્કસ પ્રતિભાવો આપવા વિનંતી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “હું આપ સૌને વિનંતી કરુ છુ કે, 15 મે સુધીમાં તમે તમારા રાજ્યમાં લૉકડાઉન અંગે હવે પછી કેવી સ્થિતિ ઇચ્છો છો તે અંગે એક વ્યાપક વ્યૂહનીતિ તૈયાર કરીને મને જણાવો. હું ઇચ્છુ છુ કે, દરેક રાજ્ય લૉકડાઉનમાં તબક્કાવાર છુટાછાટ આપવામાં આવે તે દરમિયાન અને તે પછી વિવિધ દૂષણોનો સામનો કેવી રીતે કરવો તે અંગે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે આપણી સમક્ષ ઉભા થનારા વિવિધ પડકારોનો સામનો કરવા માટે તમામને ઘેરી લેવાના અભિગમ સાથે આગળ વધવું પડશે. હવે ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી, સંખ્યાબંધ બિન-કોવિડ-19 બીમારીઓનો ફેલાવો થવાની પણ શક્યતા વધુ છે, જેના માટે આપણે અવશ્યપણે અગાઉથી તૈયાર રહેવું પડશે અને આપણા તબીબી તેમજ આરોગ્ય તંત્રને વધુ મજબૂત બનાવવું પડશે.
તેમણે નીતિ ઘડનારાઓને કહ્યું હતું કે, શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ભણાવવા અને શીખવવા માટે કેવી રીતે નવા મોડલો અપનાવી શકાય તે બાબતને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
પર્યટન ક્ષેત્રનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને સ્થાનિક પર્યટનક્ષેત્રમાં ઘણી સારી સંભાવનાઓ દેખાઇ રહી છે પરંતુ આપણે તેની રૂપરેખા અંગે પણ વિચાર કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, “મારું દૃઢપણે એવું મંતવ્ય છે કે લૉકડાઉનના પહેલા તબક્કામાં જે માપદંડોની જરૂર હતી તેની જરૂર બીજા તબક્કા દરમિયાન નહોતી અને તેવી જ રીતે ત્રીજા તબક્કામાં જે માપદંડો છે તેની જરૂર ચોથામાં નથી.”
ટ્રેન સેવાઓ શરૂ કરવા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિએમાં વેગ લાવવા માટે આ સેવાઓ શરૂ કરવી જરૂરી હતી પરંતુ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, તમામ રૂટ હાલમાં શરૂ કરવામાં આવશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર મર્યાદિત સંખ્યામાં જ ટ્રેનોનું આવનજાવન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક પણ રાજ્યમાં અત્યારે નિરાશા દેખાતી નથી અને કોવિડ-19 સામેની લડાઇમાં આપણા આ સહિયારા પ્રયાસો જ ભારતને વિજય અપાવી શકશે તેવો મને સતત આશાવાદ અનુભવાઇ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ પછીના યુગમાં નવી તકો આપણી સમક્ષ આવશે માટે ભારતે અચૂક તેનો લાભ ઉઠાવવો જોઇએ.
SD/GP
(Release ID: 1623188)
Visitor Counter : 365
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam