ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે અને રેલવેએ ‘શ્રમિક વિશેષ ટ્રેનો’ના પરિચાલનની સમીક્ષા માટે રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી


આ દરમિયાન વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રમિકોને ઝડપથી તેમના ઘર સુધી પહોંચાડવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી

લાખો વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન તરફ લઇ જતી 450થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી

ઘરે જવા માટે ઇચ્છુક દરેક મુસાફરોને તેમના ગંતવ્ય તરફ લઇ જતી દરરોજ 100થી વધુ ટ્રેનો દોડાવવામાં આવશે

Posted On: 11 MAY 2020 2:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) અને રેલવે મંત્રાલયે શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોના આવનજાવન પર અંગે આજે સવારે એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય (નોડલ) અધિકારીઓએ ભાગ લીધો હતો.

ગઇકાલની 101 ટ્રેનો સહિત 450થી વધુ ટ્રેનોમાં કેટલાય લાખ વિસ્થાપિત શ્રમિકોને લઇને ટ્રેનો રવાના થઇ ચુકી છે તે કામગીરીની પ્રશંસા કરવામાં આવી.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન અનેક મુદ્દા પર ચર્ચા થઇ અને તેના ઉકેલો પણ લાવવામાં આવ્યા. ઉપરાંત, વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે, વિસ્થાપિત શ્રમિકોને આશ્વાસન આપવામાં આવે કે ઘરે જવા માંગતા તમામ લોકોની મુસાફરી માટે પૂરતી સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવશે. આગામી કેટલાક અઠવાડિયા સુધી દરરોજ 100 થી વધુ ટ્રેનો ચલાવવામાં આવે તેવી આશા છે જેથી ફસાયેલા તમામ શ્રમિકો પોતાના મૂળ વતન સુધી વહેલામાં વહેલી તકે પહોંચી શકે.

 

GP/DS

 


(Release ID: 1622962) Visitor Counter : 214