ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષે કોવિડ અને સંસદીય સમિતિઓની બેઠકો યોજી

Posted On: 07 MAY 2020 5:12PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એમ વૈંકયાનાયડુએ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સાથે એક બેઠક યોજી હતી અને એમાં દેશમાં કોવિડ-19 રોગ સાથે સંબંધિત સ્થિતિની ચર્ચા કરી હતી. બેઠકમાં સાંસદોએ ભજવેલી ભૂમિકા અને સંસદની સમિતિઓની બેઠક યોજવાની વ્યવહારિકતાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

બંને પ્રીસાઇડિંગ અધિકારીઓએ સંતોષ સાથે નોંધ્યું હતું કે, સાંસદો કોરોનાવાયરસ સામેની લડતમાં સક્રિય હોવાની સાથે કલ્યાણકારક કાર્યો કરવા અને વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓને ટેકો આપી રહ્યાં છે. તેઓ સરકાર અને નાગરિક સમાજ એમ બંને સસ્થાઓએ હાથ ધરેલા સમાજોપયોગી કાર્યોમાં સાથસહકાર આપી રહ્યાં છે. તેમણે આનંદ સાથે નોંધ્યું હતું કે, જે પ્રજાએ તેમને સાંસદો બનાવ્યાં છે પ્રજાને સૌથી વધુ જરૂર છે ત્યારે તેઓ તેમની સાથે હોય છે.

શ્રી નાયડુ અને શ્રી બિરલાએ પ્રવર્તમાન સ્થિતિમાં અને દેશભરમાં પ્રવાસ પર નિયંત્રણોનાં સદર્ભમાં વહેલામાં વહેલી તકે વિવિધ સંસદીય સમિતિઓની બેઠકો યોજવાની વ્યવહારિકતાના મુદ્દે પણ ચર્ચા કરી હતી. તેમણે અનુભવ્યું હતું કે, જો નજીકના સમયમાં સમિતિની નિયમિત બેઠકો યોજવા જેવી સ્થિતિ હોય, તો પ્રકારની બેઠકો યોજવાના વૈકલ્પિક માધ્યમો ચકાસી શકાશે.

રીતે તેમણે બંને ગૃહોના જનરલ સેક્રેટરીઓને સંસદના બંને ગૃહોની કામગીરીના હાલના નિયમોને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફન્સિંગ દ્વારા સંસદીય સમિતિઓની બેઠકો યોજવાના ફાયદા અને નુકસાનની વિગતવાર ચકાસણી કરવાની, પ્રકારની વર્ચ્યુઅલ બેઠકોના સંબંધમાં વિવિધ દેશોની પ્રેક્ટિસ અને અનુભવોની તથા પ્રકારની બેઠકો માટે જરૂરી સુરક્ષિત ટેકનોલોજી પ્લેટફોર્મને સક્ષમ બનાવવા જરૂરી સમય ચકાસવાની સૂચના આપી છે. સંસદના બે ઉચ્ચ અધિકારીઓનો રિપોર્ટ બાબતે બંને પ્રીસાઇડિંગ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવા માટે આધારરૂપ બનશે.

 

 

 

GP/DS


(Release ID: 1621923) Visitor Counter : 1110