PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 MAY 2020 6:44PM by PIB Ahmedabad

 
 


Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

Released at 1900 Hrs

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 14,183 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1457 દર્દી સાજા થયા છે જે 28.72% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 49,391 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2958 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621593

 

ડૉ. હર્ષવર્ધને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોવિડ-19ને કાબુમાં લેવા માટે કરાયેલી તૈયારીના પગલાંઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે ગુજરાત અને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી અને બંને રાજ્યોમાં કોવિડ-19ના નિયમન માટે કરાઇ રહેલી તૈયારીઓ અને તેને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવતા પગલાંઓ અને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. રાજ્યોના કેટલાંક જિલ્લાઓમાં કોવિડ-19ના કારણે ઉંચાં મૃત્યુદર સામે ઘણી ચિંતા વ્યક્ત કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “રાજ્યોએ ઉંચો મૃત્યુદર ઘટાડવા માટે વધારે અસરકારક દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ તેમજ ત્વરિત નિદાન પર ધ્યાન આપવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621455

 

પ્રધાનમંત્રીએ કોરોનાની રસી વિકસાવવા, દવાનું સંશોધન કરવા, નિદાન અને પરીક્ષણ કરવા અંગે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી

પ્રધાનમંત્રીએ ભારતના રસી વિકસાવવાના, દવા શોધવાના, નિદાન અને પરીક્ષણ કરવાના પ્રયાસોની હાલની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. ભારતમાં અત્યારે 30થી વધારે રસીઓ કોરોના રસી વિકસાવવાનાં વિવિધ તબક્કામાં છે, જેમાંથી થોડી રસીઓ પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. પ્રધાનમંત્રીએ આ સમીક્ષામાં એકેડમિયા, ઉદ્યોગ અને સરકારના એકમંચ પર આવવાના અભિગમને અસાધારણ ગણાવ્યો હતો, જેથી નિયમનકારક પ્રક્રિયા ઝડપી, પણ અસરકારક બને. પ્રધાનમંત્રી એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારનું સંકલન અને ઝડપને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)માં સામેલ કરવી જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે, અત્યારે કટોકટીમાં જે શક્ય છે એ આપણા નિયમિત વૈજ્ઞાનિક કાર્યોનો ભાગ બને એવો પ્રયાસ કરવો જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621332

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ : અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) અંતર્ગત 5 મે 2020 સુધીમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને અંદાજે 39 કરોડ ગરીબ લોકોને રૂ. 34,800 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • PM-KISANના પહેલા હપતા પેટે 8.19 કરોડ લાભાર્થીઓને રૂ. 16,934 કરોડની ચુકવણી સૌથી પહેલાં કરી દેવામાં આવી છે.
  • 20.05 કરોડ (98.33%) મહિલા જન ધન ખાતા ધારકોના ખાતામાં પ્રથમ હપતા તરીકે રૂ. 10,025 કરોડ જમા કરવામાં આવ્યા છે. 5 મે 2020 સુધીમાં બીજા હપતા તરીકે 5.57 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોના ખાતાઓમાં રૂ. 2,785 કરોડ ચુકવવામાં આવ્યા છે.
  • અંદાજે 2.82 કરોડ વૃદ્ધ પેન્શન, વિધવા અને દિવ્યાંગ લોકોને રૂ. 1405 કરોડ ચુકવવામાં આવી છે. તમામ 2.812 કરોડ લાભર્થીને તેમનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.
  • ઇમારત અને બાંધકામ ક્ષેત્રના 2.20 કરોડ શ્રમિકોને આર્થિક સહાય તરીકે રૂ. 3492.57 કરોડની રકમ પ્રાપ્ત થઇ છે.
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ કુલ 5.09 કરોડ સિલિન્ડરનું બુકિંગ થયું છે અને અત્યાર સુધીમાં PMUY હેઠળ લાભાર્થીઓને 4.82 કરોડ સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 9.6 લાખ સભ્યોએ EPFO ખાતામાંથી નોન-રિફંડેબલ એડવાન્સ ઉપાડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. 2985 કરોડની રકમ ઑનલાઇન ઉપાડ દ્વારા પ્રાપ્ત કરી છે.
  • 24% EPF યોગદાન પેટે રૂ. 698 કરોડ કુલ 44.97 લાખ કર્મચારીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621322

 

વિદેશમાં ફસાયેલા ભારતીયો તેમજ ભારતમાં ફસાયેલા લોકો કે જેઓ તાકીદના કારણોથી વિદેશ પ્રવાસ કરવા માંગે છે તેમને મુસાફરી માટે ગૃહ મંત્રાલયે SOP બહાર પાડ્યા

સંખ્યાબંધ એવા ભારતીય નાગરિકો છે જેમણે લૉકડાઉનના અમલ પહેલાં રોજગારી, અભ્યાસ/ ઇન્ટર્નશીપ, પર્યટન, વ્યવસાય જેવા વિવિધ હેતુઓથી વિદેશ પ્રવાસ કર્યો હતો અને હવે તેઓ પ્રતિબંધોના કારણે વિદેશમાં ફસાઇ ગયા છે. વિદેશમાં તેમના ખૂબ જ લાંબા રોકાણના કારણે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તાકીદના ધોરણે ભારત પાછા આવવા માંગે છે. ઉપરોક્ત કિસ્સાઓ ઉપરાંત, એવા પણ અન્ય ભારતીય નાગરિકો છે જેઓ તબીબી ઇમરજન્સી અથવા પરિવારના કોઇ સભ્યના મૃત્ય સહિત વિવિધ કારણોથી ભારતની મુલાકાતે આવ્યા છે. તેમજ એવા ઘણા લોકો છે જેઓ ભારતમાં ફસાઇ ગયા છે અને વિવિધ કારણોથી તાકીદના ધોરણે વિદેશ પ્રવાસ ખેડવા માંગે છે. આ પ્રકારે ફસાયેલા લોકો મુસાફરી કરી શકે તેવા હેતુથી, આવા ફસાયેલા નાગરિકોને મુસાફરીની મંજૂરી માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621328

 

ભારતીય નૌસેનાએ ઓપરેશન સમુદ્રસેતુનો પ્રારંભ કર્યો

ભારતીય નૌસેના વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવાના પ્રયાસોના ભાગરૂપે પોતાના ઓપરેશન સમુદ્રસેતુ”- જેનો અર્થ સમુદ્રનો પુલથાય છે, તેનો પ્રારંભ કર્યો હતો. ભારતીય નૌસેનાનું જહાજ જલાશ્વ અને મગર 08 મે, 2020ના રોજથી પોતાના અભિયાનના પ્રથમ તબક્કામાં લોકોને વતન લાવવાના અભિયાનના પ્રારંભ માટે હાલ રિપબ્લિક ઓફ માલદીવ્સની રાજધાની માલે શહેરના બંદર તરફ જઇ રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621256

 

કોવિડ-19ના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને ભારતમાંથી આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી પરથી પ્રતિબંધ હટાવ્યાની તારીખથી 30 દિવસ સુધી કેટલીક કાઉન્સેલર સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે

નિયમિત વીઝા, -વીઝા અથવા રોકાણ શરત ધરાવતા આવા વિદેશી નાગરિકો કે જેના વીઝા 01.02.2020 (મધ્યરાત્રિ)થી ભારત સરકાર દ્વારા ભારતમાંથી મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા પરનો પ્રતિબંધ હટાવવામાં ન આવે તે તારીખ સુધીમાં સમાપ્ત થઇ જાય છે તેમને વિનામૂલ્યધોરણે વીઝાની મુદત લંબાવવામાં આવશે જેના માટે વિદેશીઓએ એક ઑનલાઇન અરજી દાખલ કરવાની રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621327

 

કેટલીક શ્રેણી સિવાય ભારતમાં આવતાં અને ભારતમાંથી બહાર જતાં મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી વિદેશીઓને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મોકુફ રહેશે

ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારત સરકાર દ્વારા ભારતમાં આવતાં કે ભારતમાંથી બહાર જતાં મુસાફરોનો આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવામાં ન આવે ત્યાં સુધી રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ શ્રેણીના વ્યક્તિઓ સિવાય વિદેશી નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મુલતવી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621306

 

OCI કાર્ડ ધારકો માટે ભારતની મુલાકાત લેવા માટે આજીવન મલ્ટીપલ પ્રવેશ અધિકાર વીઝા, ભારતમાં આવવા/ બહાર જવા પર આંતરરાષ્ટ્રીય પ્રવાસના પ્રતિબંધો દૂર કરવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આદેશ બહાર પાડીને સૂચવવામાં આવ્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકો (OCI) કાર્ડધારકો તરીકે નોંધાયેલી વ્યક્તિઓને કોઇપણ હેતુથી ભારતની મુલાકાત લેવા માટે આપવામાં આવેલા આજીવન મલ્ટીપલ પ્રવેશ અધિકાર વીઝા, મુસાફરોને ભારતમાંથી વિદેશ જવા અને વિદેશથી ભારતમાં આવવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ભારત સરકારે મૂકેલા પ્રતિબંધો દૂર કરવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ ગણવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621307

 

લૉકડાઉન દરમિયાન વધારાની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કર્યા બાદ પણ FCI પાસે પર્યાપ્ત પ્રમાણમાં સ્ટોક છેઃ શ્રી રામ વિલાસ પાસવાન

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 04.05.2020ની રીપોર્ટ તારીખ અનુસાર, FCI પાસે હાલ 276.61 LMT ચોખા અને 353.49 LMT ઘઉંનો જથ્થો રહેલો છે. NFSA અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ દર મહિને લગભગ 60 LMT ખાદ્યાન્નનો જથ્થો જરૂરી હોય છે. મંત્રીએ માહિતી આપી હતી કે લૉકડાઉન જાહેર થયું ત્યારથી લગભગ 69.52 LMT ખાદ્યાન્ન 2483 રેલવે રેક્સ દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે. રેલવે રૂટ ઉપરાંત, માર્ગ અને જળમાર્ગો દ્વારા પણ અનાજનું પરિવહન કરવામાં આવ્યું છે. કુલ 137.62 LMT અનાજનું પરિવહન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621259

 

રવી મોસમ 2020-21 દરમિયાન દાળ, તેલીબિયા અને ઘઉંની ખરીદી પૂર જોશ રહી

રવી મોસમ 2020-21 દરમિયાન તારીખ 02.05.2020 સુધી રૂપિયા 2,682 કરોડના ખર્ચે લઘુતમ ટેકાના ભાવે (MSP) 2,61,565 MT દાળ અને 3,17,473 MT તેલીબિયાનો જથ્થો ખરીદવામાં આવ્યો છે જેના કારણે 3,25,565 ખેડૂતોને ફાયદો થયો છે. આ જથ્થા પૈકી 14,859 MT દાળ અને 6706 MT તેલીબિયાની ખરીદી 1 અને 2 મે, 2020ના રોજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા, આ છ રાજ્યોમાં કરવામાં આવી છે. તે ઉપરાંત, રવી માર્કેટિંગ મોસમ 2020-21માં કુલ 1,87,97,767 MT ઘઉં FCIમાં આવ્યા હતા, જે પૈકી 1,81,36,180 MTની ખરીદી કરવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621222

 

ફીચર ફોન અથવા લેન્ડલાઇન ફોન ધરાવતા લોકોની સંભાળ માટે આરોગ્ય સેતુની IVRS સેવા શરૂ કરવામાં આવી

કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સરકારે કેટલાક સુરક્ષાત્મક પગલાં લીધા છે જેનો અમલ સમગ્ર દેશમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. મુખ્ય સુરક્ષાત્મક પગલાં તરીકે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ નામની એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેઓ ફીચર ફોન અથવા લેન્ડલાઇન ફોનની સુવિધા ધરાવે છે તેવા નાગરિકોને આરોગ્ય સેતુના સુરક્ષા કવચમાં સમાવવા માટે આરોગ્ય સેતુ ઇન્ટર એક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ” (IVRS)ની શરૂઆત કરવામાં આવી છે. આ સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. આ ટૉલ ફ્રી સેવા છે જેમાં નાગરિકોને 1921 નંબર પર મિસ્ડકૉલ કરવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ તેમને કૉલ બેક કરીને તેમના આરોગ્ય અંગે ઇનપુટ્સ આપવાની વિનંતી કરવામાં આવે છે. આ સેવા મોબાઇલ એપ્લિકેશનની જેમ જ 11 પ્રાદેશિક ભાષામાં શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621446

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટા વચ્ચે ફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન કોલ પર પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટા સાથે વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ વિશે અને કોરોનાની સ્વાસ્થ્ય અને આર્થિક અસરને નિયંત્રણમાં લેવા બંને દેશો દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કટોકટીનું અસરકારક રીતે સંચાલન કરવા માટે પ્રધાનમંત્રી કોસ્ટાની પ્રશંસા કરી હતી. તેમણે એકબીજાને સ્થિતિનું સમાધાન કરવા શક્ય તમામ મદદ આપવાની ઓફર કરી હતી તથા કોવિડ-19 સામેની લડતમાં સંશોધન અને નવીનતા પર જોડાણ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621305

 

સરકારી સંસ્થાઓને કોવિડ-19 સંબંધિત ડ્રોન/ RPAS કામગીરીઓ માટે ગરુડ પોર્ટલ મારફતે શરતી છૂટછાટ આપવામાં આવી

કોવિડ સંબંધિત RPAS (રીમોટલી પાઇલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ)/ ડ્રોનની કામગીરીઓ સંબંધે સરકારી એજન્સીઓને ઝડપથી શરતી છૂટછાટ આપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAએ સાથે મળીને ગરુડ પોર્ટલ શરૂ કર્યું છે. ગરુડ (GARUD) એ ગવર્નમેન્ટ ઓથોરાઇઝેશન ફોર રિલિફ યુઝિંગ ડ્રોન્સનું ટૂંકુ નામ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621250

 

શ્રી ગડકરીએ ખાતરી આપી કે આર્થિક પડતીમાંથી બહાર આવવા માટે બસ અને કારની કામગીરીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે

બસ અને કાર ચાલક કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓને સંબોધતી વખતે શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન અને ધોરીમાર્ગો ખુલવાથી લોકોમાં ઘણો મોટાપાયે વિશ્વાસ જાગવાનું શરૂ થશે. તેમણે કહ્યું કે, જાહેર પરિવહન અમુક માર્ગદર્શિકાઓ સાથે ટૂંક સમયમાં ખુલે તેવી શક્યતા છે. મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, તેમનું મંત્રાલય જાહેર પરિવહનમાં લંડનનું મોડેલ અપનાવવા અંગે વિચારી રહ્યું છે જેમાં સરકારી ભંડોળ ઓછું છે અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621376

 

લાઇફલાઇન ઉડાન અંતર્ગત એરઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા 465 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું

અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 465 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. ફ્લાઇટ્સથી કુલ 4,51,038 કિલોમીટર હવાઇ અંતર કાપીને અંદાજે 835.94 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 5 મે 2020 સુધીમાં 7,729 કિમી અંતર કાપીને 2.27 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=16213409

 

EPFO લૉકડાઉનના સમય દરમિયાન નોકરીદાતાઓ દ્વારા EPF અનુપાલનની પ્રક્રિયા માટે સરળતા વધારવા -સહી મેળવવાનું ઇમેલ વ્યવસ્થાતંત્ર શરૂ કર્યું કારણ કે નોકરીદારાઓને ડિજિટલ અથવા આધાર આધારિત -સહીમાં મુશ્કેલી પડતી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621380

 

કંપનીઓને VC અથવા OAVM દ્વારા વાર્ષિક સાધારણ બેઠક યોજવાની મંજૂરી આપવામાં આવી

પ્રવર્તમાન સ્થિતિમાં સામાજિક અંતરના માપદંડોના પાલનની આવશ્યકતા અને લોકોની અવરજવર પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને કંપનીઓને તેમની વાર્ષિક સામાન્ય બેઠક (AGM)નું આયોજન વીડિયો કોન્ફરન્સ (VC) અથવા અન્ય ઓડિયો વીડિયો માધ્યમ (OAVM) દ્વારા યોજવી જરૂરી થઇ હોવાથી કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન કંપનીઓને પ્રકારે AGM બેઠક યોજવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. તદઅનુસાર, હેતુ માટે સામાન્ય પરિપત્ર નંબર No: 20/2020 બહાર પાડવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621265

 

ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં દિલ્હીમાં મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયાના નિયંત્રણ અને નિવારણ માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડની બદલાયેલી પરિસ્થિતિમાં ચેપી બીમારીઓ રોકવા માટે નવીનતમ લોકજાગૃતિ કાર્યક્રમો, સામુદાયિક સહભાગીતા અને તમામ હિતધારકોનો સહકારનું ખૂબ મહત્વ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621267

 

લૉકડાઉનના સમયમાં પાર્સલ ટ્રેનોમાં 54,292 ટન વજનના કન્સાઇન્મેન્ટનું પરિવહન કરવામાં આવ્યું; કુલ પાર્સલ ટ્રેનોની સંખ્યા 2000નો આંકડો વટાવી ગઇ

-કોમર્સ સંસ્થાઓ અને રાજ્ય સરકાર સહિત અન્ય ગ્રાહકોને ઝડપથી જથ્થાબંધ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રેલવે દ્વારા રેલવે પાર્સલ વાન તૈયાર કરવામાં આવી છે. રેલવેએ પસંદગીના રૂટ્સ પર સમયપત્રક આધારિત પાર્સલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું હતું જેથી આવશ્યક ચીજોનો પૂરવઠો વિના અવરોધે ચાલુ રહે. ઝોનલ રેલવે દ્વારા આવી પાર્સલ વિશેષ ટ્રેનો માટે નિયમિત રૂટ ઓળખવામાં આવે છે અને સૂચિત કરવામાં આવે છે. હાલમાં આવી ટ્રેનો બ્યાંસી (82) રૂટ પર દોડાવવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621440

 

CSIR IGIB અને ટાટા સન્સે કોવિડ-19ના ઝડપથી અને સચોટ નિદાન માટે કીટ તૈયાર કરવા સંબંધિત KNOWHOW લાઇસન્સિંગ માટે MoU પર હસ્તાક્ષર કર્યા

હાલમાં ચાલી રહેલી કોવિડ-19ની પરિસ્થિતિ ડામવા માટે અને મોટી સંખ્યામાં પરીક્ષણો થઇ શકે તે માટે સંપૂર્ણપણે સ્વદેશી વૈજ્ઞાનિક સંશોધન અને કોવિડ-19 માટે FELUDA છે. તેનો મુખ્ય ફાયદો છે કે, તે પરવડે તેમ છે, ઉપયોગમાં અન્ય કરતા સરળ છે અને મોંઘા Q-PCR મશીનો પર નિર્ભર રહેવું પડતું નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621254

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ ચંદીગઢ પ્રશાસને નિર્દેશો આપ્યાં છે કે ચેપનો ફેલાવો રોકવા માટે ચેપગ્રસ્ત વિસ્તારોમાં વધારે પરીક્ષણ કરવાની જરૂર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે PGIMERને વધારે કીટ્સ પૂરી પાડવા માટે સંમતિ દર્શાવી છે. તમામ પરીક્ષણ કેન્દ્રને શહેરમાં પરીક્ષણની સંખ્યા વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં જરૂરિયાતમંદ લોકોમાં આશરે 1.55 લાખ તૈયાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં 2,42,000 લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યાં છે.
  • પંજાબઃ કોવિડ-19 મહામારી દરમિયાન કર્મચારીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સરકારી કચેરીઓમાં સલામત કામગીરીની વિગતવાર માર્ગદર્શિકા અને નિયમો બહાર પાડ્યાં છે. આ સાથે તેમના આરોગ્ય ઉપર નિયમિત દેખરેખ રાખવા દરેક વિભાગમાં નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. સરકારી સંસ્થાઓ અને ખાનગી વેપારીઓએ ખરીદીના 20મા દિવસે પંજાબમાં 3,89,478 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. સરકારી સંસ્થાઓએ 3,87,688 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે, જ્યારે 1,790 મેટ્રિક ટન ઘઉં ખાનગી વેપારીઓ દ્વારા ખરીદવામાં આવ્યાં છે.
  • હરિયાણાઃ હરિયાણા સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ડાયલિસિસની જરૂરિયાત ધરાવતાં માત્ર કોવિડ-19 દર્દીઓ માટે બે ડાયલિસિસ મશીન અનામત રાખવામાં આવશે. આ સિવાય, તમામ 11 વિશેષ કોવિડ-19 હોસ્પિટલમાં 100-150 પથારીઓ કોવિડ દર્દીઓ માટે અનામત રાખ્યાં બાદ બાકીની ઓપીડી અને વોર્ડ તમામ અન્ય દર્દીઓની સારવારની સામાન્ય કામગીરી શરૂ કરશે.
  • હિમાચલ પ્રદેશઃ યોગ્ય રીતે સ્વચ્છતા જાળવવા અને દેશના અન્ય ભાગોમાંથી રાજ્યમાં પરત ફરી રહેલા પરિવારના સભ્યોને જાગૃત કરવા માટે રાજ્ય સરકાર નવો કાર્યક્રમ 'નિગાહ' શરૂ કરશે, જેથી સામાજિક અંતરના નિયમોનું અસરકારક પાલન કરી શકાય. આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકારોની ટીમ સ્વચ્છતા અને સામાજિક અંતરના મહત્વ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે અન્ય રાજ્યોમાંથી પરત ફરી રહેલા વ્યક્તિઓના પરિવારના સભ્યોની મુલાકાત લેશે, જેથી તેમને કોઇપણ પ્રકારના સંભવિત સંક્રમણમાંથી બચાવી શકાય. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે 'હિમાચલ મોડલ' આ મહામારી પર નિયંત્રણ રાખવા માટે અસરકારક રીતે સફળ રહ્યું છે.
  • કેરળઃ રાજ્ય સરકારે વિદેશમાંથી પાછા ફરી રહેલા કેરળવાસીઓ માટે ક્વૉરેન્ટાઇનનો સમયગાળો 7 દિવસથી વધારીને 14 દિવસ કરી દીધો છે. આવતીકાલે વંદે ભારત મિશનના ભાગરૂપે બે ખાસ વિમાનો દ્વારા દુબઇમાં ફસાયેલા કેરળવાસીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રથમ ફ્લાઇટ ગુરુવારે રાત્રે નેદુમ્બેસ્સરી હવાઇમથક ખાતે પહોંચશે. જહાજ દ્વારા દુબઇમાં ફસાઇ ગયેલા નાગરિકોને પરત આવવાની કામગીરી પ્રવેશની પરવાનગીના અભાવે વિલંબમાં પડી છે. રાજ્યમાં નજીકના સમયમાં દારૂની દુકાનો ખુલશે નહીં. સ્થળાંતરિત શ્રમિકો માટે આજથી રાજ્યમાંથી ત્રણ ટ્રેનો દોડશે.
  • તામિલનાડુઃ ચેન્નઇમાં અધિકારી તાલીમ સંસ્થાના રસોઇ કામદારનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. કોયામ્બેડુ જથ્થાબંધ બજાર બંધ થયા પછી ચેન્નાઇને શાકભાજીની કટોકટીનો સામનો કરવો પડશે. અત્યારે ચેન્નઇમાં દારૂની દુકાનો ખુલશે નહીં. વેપારી સંગઠને જણાવ્યું હતું કે તામિલનાડુના 20-25 ટકા છૂટક વેપારીઓ લૉકડાઉન પછી ધંધામાંથી બહાર નીકળી જશે. ગઇકાલ સુધી રાજ્યમાં કુલ 4,058 કેસો નોંધાયા હતા, જેમાંથી 2,537 કેસો સક્રિય છે અને 33 લોકોના મરણ નીપજ્યાં છે.
  • કર્ણાટકઃ બાગલકોટ ગામમાં કોવિડ-19ના વધુ 13 ટેસ્ટ પોઝિટીવ આવતાં કર્ણાટકમાં કુલ કેસોની સંખ્યા વધીને 692 થઇ ગઇ છે. રાજ્યએ રૂ.1,610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. કોવિડ 19 રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સરકારે દારૂ ઉપરના ટેક્સમાં 17 ટકાનો વધારો જાહેર કર્યો છે. કર્ણાટકે સ્થળાંતરિત શ્રમિકોને અટકાવ્યાં છે અને તેમને નોકરી તેમજ વેતનની ખાતરી પૂરી પાડી છે. સરકારે અન્ય દેશોમાં ફસાયેલા 10,823 લોકો માટે માનક કામગીરી પ્રક્રિયા નિર્ધારિત કરી છે.
  • આંધ્રપ્રદેશઃ સરકાર છેલ્લા ત્રણ મહિના દરમિયાન રોજગારી ગુમાવવાના વળતર સ્વરૂપે કુલ 1,09,231 માછીમારોના લાભાર્થે રૂ. 10,000 નાણાકીય સહાય પૂરી પાડશે. લૉકડાઉનના કારણે મુંબઇમાં ફસાઇ ગયેલા અનંતપુરના આશરે 1,100 સ્થળાંતરિત કામદારો આજે ગુંટાકલ પહોંચશે. 7,782 નમૂનાઓના પરીક્ષણ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 60 પોઝિટીવ કેસ નોંધાયા હતા, 140 લોકોને રજા આપવામાં આવી હતી અને બે લોકોના મરણ નીપજ્યાં છે. કુલ કેસ વધીને 1,777 થયા છે, જેમાંથી 1,012 કેસો સક્રિય છે અને 36 લોકોના મોત નીપજ્યાં છે.
  • તેલંગણાઃ હૈદરાબાદના બાહ્ય વિસ્તારોમાં આવેલા જુદા-જુદા રેલવે સ્ટેશનો ઉપરથી સ્થળાંતરિત કામદારોને મોકલવા માટે વધુ ખાસ ટ્રેનો નિર્ધારિત કરવામાં આવી છે. રાજ્યમાં 42 દિવસ પછી દારૂની દુકાનો ખુલશે. 7મી મેથી સાત દિવસના સમયગાળા માટે અખાતી દેશો અને અન્ય દેશોમાં ફસાયેલા 1,750 તેલંગણાના કામદારો પ્રથમ સમૂહમાં તેમના વતન પાછા ફરશે. અત્યાર સુધી કોવિડ-19ના કુલ કેસો 1,096 છે, જેમાંથી સક્રિય કેસો 439 છે અને 628 લોકો સાજા થયા છે જ્યારે 29 લોકોના મરણ નીપજ્યાં છે.
  • અરૂણાચલ પ્રદેશઃ ઇટાનગરના પ્રશાસને સવારે 6 થી 8 અને બપોરે 12 થી 2 સુધી બહારના વિસ્તારોમાંથી બાંધકામ સામગ્રી અને હાર્ડવેર ચીજવસ્તુઓના પરિવહન અને માલસામાનની હેરફેર માટે વાહનોની અવરજવરને મંજૂરી આપી છે.
  • આસામઃ એક પછી એક સળંગ ત્રણ ટેસ્ટ નેગેટિવ આવતાં વધુ 2 કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી હિમંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હવે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 44 પર પહોંચી છે.
  • મણીપૂરઃ રાજ્યના મંત્રીમંડળે દેશના અન્ય ભાગોમાંથી ઉતર-પૂર્વના પ્રદેશોમાં પરત ફરી રહેલા લોકોનો રેલવે ખર્ચ વહન કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફસાયેલા લોકો રાજધાનીમાં પરત ફરી રહ્યાં હોવાથી અગમચેતીના પગલાં રૂપે ઇમ્ફાલના મોટા બજારોને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
  • મિઝોરમઃ સરકારે કોઇપણ માધ્યમોમાં કોવિડ-19 દર્દીની ઓળખ જાહેર કરવાને સજાપાત્ર ગુનો જાહેર કર્યો છે. આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને રૂ. 5,000નો દંડ અથવા 3 મહિનાની જેલની સજા કરવામાં આવશે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં લોંગલેંગ જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિક સામાજિક સંસ્થાઓએ તેમની હકૂમતના વિસ્તારમાં કોવિડ-19નો ભોગ બનેલા લોકોની અંતિમક્રિયા માટે સંયુક્તપણે પરવાનગી આપી છે.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોરોના વાઇરસના વધુ 984 કેસો નોંધાતાં કુલ કેસોની સંખ્યા વધીને 15,525 ઉપર પહોંચી ગઇ છે. ઉપરાંત રાજ્યમાં વધુ 34 લોકોના મોત નીપજતાં કોવિડ-19નો મૃત્યુઆંક વધીને 617 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલાં કેસોમાંથી 635 કોસો મુંબઇમાંથી નોંધાયાં છે, જ્યાં મંગળવારે 26 લોકોના મૃત્યુ થયા છે. સમગ્રપણે મુંબઇના પોઝિટીવ કેસોની સંખ્યા 9,758 છે. આ દરમિયાન રાજ્યમાં એક મહિના પહેલા 7.2% પરથી મૃત્યુદર ઘટીને 4.0% પર આવી ગયો છે. રાષ્ટ્રીય મૃત્યુદર 3.2%ની આસપાસ છે. મહારાષ્ટ્ર સરકારે ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ, ભારતીય રેલવે, બંદરો અને અન્ય કેન્દ્રિય સંસ્થાઓને રાજ્યમાં કોવિડ-19 દર્દીઓ માટે ICU બેડ પૂરા પાડવા અપીલ કરી છે. આ સંબંધિત ઘટનાક્રમમાં મુંબઇ મ્યુનિસિપલ કમિશનરે તમામ વોર્ડના અધિકારીઓને કોવિડ-19 દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકમાંથી વધારાના બેડ / વોર્ડ/ સુવિધાઓની જરૂરિયાત પૂરી પાડવા અધિકૃત કર્યા છે.
  • ગુજરાતઃ ગુજરાતમાં નવા 441 પોઝિટીવ કેસ નોંધાતાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા વધીને 6,245 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી ચેપગ્રસ્ત થયેલા લોકોમાંથી 1,381 લોકો સાજા થયા છે અને 368 લોકોના મરણ નીપજ્યાં છે.
  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં આજે નવા 35 વ્યક્તિઓનો ટેસ્ટ પોઝિટીવ આવતાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,193 થઇ ગઇ છે. જયપુરમાંથી વધુ 22 કેસો નોંધાતા શહેરમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,068 પર પહોંચી છે.
  • મધ્યપ્રદેશઃ રાજ્યમાં વધુ 107 નવા પોઝિટીવ કેસો નોંધાતાં મધ્યપ્રદેશમાં કોવિડ-19 કેસો આંક 3,000ને પાર કરીને 3,049 પર પહોંચી ગયો છે. જોકે સાજા થયા પછી અત્યાર સુધી આશરે 1,000 લોકોને રજા આપવામાં આવી છે. ચેપના ફેલાવા પર નિયંત્રણ ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને ચુસ્ત નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યાં છે.
  • છત્તીસગઢઃ છત્તીસગઢ  રાજ્ય પંજાબ પછી બીજું એવું રાજ્ય બની ગયું છે જે લોકોની ભીડ રોકવાના પ્રયાસરૂપે ગ્રીન ઝોન વિસ્તારોમાં દારૂની હોમ ડિલિવરી શરૂ કરશે. આ માટે આધાર કાર્ડ નંબર સહિત સંપૂર્ણ વિગતો આપ્યાં બાદ ઓનલાઇન અથવા મોબાઇલ એપ ઉપર ઓર્ડર મુકી શકાશે.

 

  •  

FACT CHECK



(Release ID: 1621602) Visitor Counter : 335