સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


અત્યાર સુધીમાં 14,183 દર્દી સાજા થયા

Posted On: 06 MAY 2020 6:18PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચોબે અને કેન્દ્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને રાજ્યોમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી જેમાં કોવિડ-19ની સ્થિતિ, અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને તેમના વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક કહ્યું હતું કે સમયમાં બિન-કોવિડ આવશ્યક સેવાઓની જરાય પણ અવગણના થવી જોઇએ. તેમજ, રાજ્યોને સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI)/ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી (ILI)ના કેસોનું સ્ક્રિનિંગ અને પરીક્ષણ થવું જોઇએ કારણ કે તેનાથી કોઇપણ ઉભરતા હોટસ્પોટ ઓળખવામાં અને તેના વ્યવસ્થાપન માટે સમયસર વ્યૂહનીતિ ઘડવામાં મદદ મળશે. તેમણે વધુ ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ-19નો રીપોર્ટ આવે ત્યારે તેમની સાથે થતી ભેદભાવની લાગણી દૂર કરવા માટે આક્રમક વર્તણૂક પરિવર્તન કમ્યુનિકેશન કવાયતની જરૂર છે જેનાથી લોકો સમયસર જાણ કરવામાં, તબીબી વ્યવસ્થાપનમાં અને મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થશે.

દેશમાં અત્યાર સુધીમાં 14,183 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1457 દર્દી સાજા થયા છે જે 28.72% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 49,391 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2958 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS


(Release ID: 1621593) Visitor Counter : 525