સંરક્ષણ મંત્રાલય

ભારતીય કોસ્ટ ગાર્ડ રાષ્ટ્ર સાથે કોવિડ-19 યોદ્ધાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરશે

Posted On: 02 MAY 2020 5:33PM by PIB Ahmedabad

કોરોના વાયરસ (કોવિડ-19)ને ફેલાતો રોકવા માટે સરકારના પ્રયાસો સાથે એકજૂથતા બતાવી ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) નાવિકો, ખાસ કરીને માછીમારોના સમુદાય, બંદરો અને અન્ય એજન્સીઓને આ સંબંધે ધ્યાનમાં રાખવાની સાવધાનીઓથી અવગત કરાવવામાં અગ્રસક્રીય રૂપે વિશેષ સામુદાયિક સંપર્ક કાર્યક્રમોની જવાબદારી નિભાવી છે. ગરીબો અને પરપ્રાંતીય શ્રમિકોને તેમના સ્થળે જઇને રેશન/ ભોજનનું વિતરણ કરવામાં કોસ્ટ ગાર્ડના એકમોએ પણ સ્થાનિક વહીવટી તંત્રને સહાય કરી છે. આ ઉપરાંત, કોસ્ટ ગાર્ડ કોવિડ યોદ્ધાઓના પ્રયાસોની પ્રશંસા કરવાની સંરક્ષણ મંત્રાલય (MoD)ની પહેલમાં અગ્રણી રહ્યું છે.

 

જહાજો પર રોશની કરીને તેમજ કોરોનાનાં દર્દીઓની સારવારમાં સંકળાયેલી હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરીને ભારતીય કોસ્ટ ગાર્ડ પણ ઇન્ડિયા થેન્ક્સ કોવિડ-19 વોરિયર્સ પહેલમાં સક્રિયરૂપે ભાગ લઇ રહ્યું છે. કોવિડ યોદ્ધાઓના પ્રયાસોને બિરદાવતા 3 મે 2020ના રોજ અંતરિયાળ વિસ્તારો અને આંદામાન નિકોબારના ટાપુ સમૂહ તેમજ લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુ સમૂહ જેવા છેવાડાના વિસ્તારો સહિત દેશના સંપૂર્ણ દરિયાકાંઠા પર 25 જગ્યાએ જહાજોમાં રોશની કરવામાં આવશે. આ ઉપરાંત, કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર પાંચ જગ્યાએ કોવિડ-19 હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરશે.

 

કોસ્ટ ગાર્ડના કુલ 46 જહાજ અને લગભગ 10 હેલિકોપ્ટર આ પહેલમાં ભાગ લેશે. જે સ્થળોએ કોસ્ટ ગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર ભાગ લેશે તેની વિગતો આ પ્રમાણે છે :

 

અનુક્રમ નંબર

સ્થળ

જહાજ

હેલિકોપ્ટર

01

પોરબંદર

દમણ

02

ઓખા

મુંબઇ

03

રત્નાગીરી

ગોવા

04

દહાનુ

ચેન્નઇ

05

મુરુદ

પોર્ટ બ્લેર

06

ગોવા

 

07

ન્યૂ મેંગલોર

 

08

કાવરાત્તી

 

09

તૂતીકોરિન

 

10

કન્યાકુમારી

 

11

ચેન્નઇ

 

12

કૃષ્ણાપટ્ટનમ

 

13

નિઝામાપટ્ટનમ

 

14

પુડુચેરી

 

15

કાકીનાડા

 

16

પારાદીપ

 

17

ગોપાલપુર/ પુરી

 

18

સાગર દ્વીપ

 

19

પોર્ટ બ્લેર

 

20

દિગલીપુર

 

21

માયાબંદર

 

22

હટબે

 

23

કેમ્પબેલ બે

 

 

કોસ્ટ ગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર સમુદ્રમાં ચુસ્ત દેખરેખ રાખી રહ્યા છે અને ભારતીય ઉપમહાદ્વીપની આસપાસમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત સાગર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તે દરિયાકાંઠાની દેખરેખના રડાર નેટવર્કના માધ્યમથી આપણા દરિયાકાંઠા પર 24X7 ધોરણે ઇલેક્ટ્રોનિક દેખરેખ પણ સતત રાખે છે.

 (Release ID: 1620584) Visitor Counter : 170