ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું – ટ્રકો/ માલસામાનના વાહનો મુક્ત રીતે હેરફેર કરે તે સુનિશ્ચિત કરો; દેશમાં માલસામાનની પૂરવઠા સાંકળ અને સેવાઓ જળવાઇ રહે તે આવશ્યક છે


સ્થાનિક અધિકારીઓને કહેવામાં આવે કે આખા દેશમાં અંતર-રાજ્યસીમાઓ માં આવાગમન માટે જુદા જુદા પાસ ન માંગે : ગૃહ મંત્રાલય

Posted On: 30 APR 2020 7:27PM by PIB Ahmedabad

દેશના વિવિધ ભાગોમાં આંતર રાજ્ય સરહદો પર ટ્રકોની હેરફેરને મુક્ત રીતે મંજૂરી આપવામાં આવતી નથી અને સ્થાનિક સત્તામંડળો તેમને અલગથી પાસ મેળવવાનો આગ્રહ કરતા હોવાનું નોંધાયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, લૉકડાઉનના માપદંડોની સંકલિત સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, ટ્રકો અને માલસામાનની હેરફેર કરતા વાહનોને સમગ્ર મુસાફરી માટે કોઇ અલગ અલગ પાસ લેવાની જરૂર નથી, જેમાં ખાલી ટ્રકો વગેરે પણ સમાવી લેવામાં આવ્યા છે.

સંદેશાવ્યવહારમાં, ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં લૉકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની પૂરવઠાની સાંકળ અને સેવાઓ જળવાઇ રહે તે માટે ટ્રકોની મુક્ત રીતે હેરફેર થવી આવશ્યક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 15.04.2020ના રોજ કોવિડ-19 સામેની લડત માટે લૉકડાઉનના પગલાં સંદર્ભે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી હતી.

(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf). સંકલિત માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ટ્રકો/ માલસામાનની હેરફેર કરતા વાહનોના તમામ માલવાહક ટ્રાફિકને મુક્ત રીતે આવનજાવન કરવાની મંજૂરી આપવામાં આવે છે.

માર્ગદર્શિકાનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે, તેઓ સુનિશ્ચિત કરે કે, તમામ જિલ્લા અધિકારીઓ અને ફિલ્ડ એજન્સીઓ ઉપરોક્ત સૂચનાઓ બાબતે સંવેદનશીલ રહે જેથી પાયાના સ્તરે કોઇ અસ્પષ્ટતા રહે અને ટ્રકો તેમજ માલસામાનના વાહનોનો ટ્રાફિક મુક્ત રીતે પરિવહન કરી શકે, તેમજ ખાલી ટ્રકો પણ કોઇપણ અવરોધો વગર આવનજાવન કરી શકે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS

 


(Release ID: 1619770) Visitor Counter : 294