સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 પરીક્ષણ અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ અને હોસ્પિટલોમાં સારવાર દરમિયાન દિવ્યાંગજનોને પાયાની સુવિધાઓ આપવા માટે પત્ર લખ્યો
Posted On:
29 APR 2020 5:00PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, કોવિડ-19 પરીક્ષણ અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ તેમજ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે દિવ્યાંગજનોને પાયાની ભૌતિક ઍક્સેલિબિલિટી સુવિધા (PwDs) વાજબી સવલતો અનુસાર પૂરી પાડવામાં આવે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ હેઠળ આવતા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ, શ્રીમતી શકુંતલા ડી. ગામલિને જણાવ્યું હતું કે, આ મહામારીની અસર દૂર કરવા માટે ઘણા કોવિડ-19 કેન્દ્રોને ચેપનિયંત્રણ એકમો, આઇસોલેશન સારવાર કેન્દ્રો અને પરીક્ષણ લેબ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જેથી જરૂરિયાત અનુસાર તબીબી હેતુઓ માટે ક્ષમતા વધારી શકાય. વર્તમાન કટોકટીના કારણે દિવ્યાંગજનો સામે તો વધુ જોખમ ઉભું થયું છે કારણ કે, તેમનામાં પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેઓ વિસ્તૃત માહિતી મેળવવા માટે પૂરતા સક્ષમ હોતા નથી તેમજ કોવિડ સંબંધિત આવી સુવિધાઓમાં ભૌતિક માહોલમાં સુવિધાઓની ઍક્સેસિબિલિટી અને પૂરી પાડવામાં આવતી ઇકો-સિસ્ટમની અનુપલબ્ધતાના કારણે પણ તેમને જોખમ વધે છે.
DEPwD દ્વારા પહેલાંથી જ વૈકલ્પિક ઍક્સેસિબલ પ્રારૂપમાં માહિતીનો પ્રસાર, દિવ્યાંગ વ્યક્તિઓની સારવારમાં પ્રાથમિકતા (PwD) અને PwD માટે સલામતી, આરોગ્યપ્રદ રહેવાની સુવિધા અને સ્વચ્છતા, તેમની સંભાળ લેનાર સહાયક, કેર-ગીવર્સ અને ઍક્સેસિબલ સેવા પ્રદાતા જેમકે, સાંકેતિક ભાષાના દુષાભાષિયા વગેરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વધુમાં, કોવિડ-19 પરીક્ષણ અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં તેમજ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે તેમને વાજબી સવલતો અનુસાર પાયાની ભૌતિક ઍક્સેસિબિલિટી સુવિધાઓ આપવામાં આવે તે પણ જરૂરી છે.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવી છે કે, આ ઍક્સેસિબિલિટીની આ પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે જેથી PwD, મર્યાદિત હલનચલન ધરાવતા લોકો અને એવી વ્યક્તિઓ કે જે એટેન્ડેન્ટ/ કેર-ગીવર પર નિર્ભર છે તેને કોઇ અગવડ ન પડે તેમજ, ખાસ કરીને આ મહામારીના સમયમાં તેઓ મુશ્કેલીમાં ન મૂકાય. પાયાની ઍક્સેસિબિલિટી સુવિધાઓ આ પ્રમાણે છે:
- દરેક પરિચાલન અને નિયંત્રણ મિકેનિઝમ અને સેલ્ફ-ઓપરેટેડ ઉપકરણો (સેનિટાઇઝર ડિસ્પેન્સર, હાથમોજાંના કવર, સાબુ, વૉશ બેસિન) ખાસ કરીને વ્હિલચેરનો ઉપયોગ કરતા હોય તેવા લોકો સહિત તમામ PwDની પહોંચમાં હોય તે પ્રકારે હોવા જોઇએ.
- રંગ અને કોન્ટ્રાસ્ટની પ્રમાણભૂત જરૂરિયાત અનુસાર સચિત્ર અને સરળ, મુખ્ય સંકેતો મૂકેલા હોવા જોઇએ.
- રેલિંગ સાથે રેમ્પ (ગ્રેડિઅન્ટ 1:12) પૂરા પાડવા જોઇએ.
- ઓછી ઊંચાઇના લોકો માટે ઓછામાં ઓછો એક (01) ઍક્સેસિબલ રિસેપ્શન એરિયા, પરીક્ષણ એરિયા અને ફાર્મસી હોવા જોઇએ.
- મહત્વના સમાચારોની સાર્વજનિક જાહેરાત કરવા ઑડિયો જાહેરાત અને કેપ્શન સાથેના વીડિયોની વ્યવસ્થા હોવી જોઇએ.
- લિફ્ટ્સની ઍક્સેસિબિલિટી સુનિશ્ચિત કરવી અથવા ઓછામાં ઓછીએ એક લિફ્ટમાં PwDની સહાય માટે એક લિફ્ટમેન નિયુક્ત કરવો.
- PwD માટે અનામત જગ્યા/ રૂમ/ વૉર્ડ હોવા જોઇએ જેમાં ઍક્સેસિબલ ટોઇલેટની સુવિધા હોવી જોઇએ.
- કોવિડ-19ના દર્દીઓની સંભાળ લઇ રહ્યા હોય તેમના માટે વેસ્ટિબ્યુલિર કેબિનની વ્યવસ્થા હોવી જોઇએ, ખાસ કરીને માનસિક દિવ્યાંગ અને અને માનસિક બીમારી ધરાવતા દર્દીઓના કિસ્સામાં.
(Release ID: 1619308)
Visitor Counter : 249
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam