વહાણવટા મંત્રાલય
કોવિડ-19ના કારણે બંદરના કોઇપણ કર્મચારી/કામદારનું મૃત્યું થાય તો પરિવારને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત
તમામ બંદરોના કર્મચારીઓ તેમજ પોર્ટ દ્વારા સીધા નિયુક્ત કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ આધારિત શ્રમિકો અને અન્ય કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા
Posted On:
28 APR 2020 3:04PM by PIB Ahmedabad
જહાજ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ મુખ્ય બંદરો જો કોવિડ-19ના કારણે બંદરના કોઇપણ કર્મચારીનું મૃત્યું થાય તો તેમના પર નિર્ભર પરિવારના સભ્યો/ કાયદેસર વારસદારને નીચે દર્શાવ્યા અનુસાર વળતર આપી શકે છે:
શ્રેણી
|
વળતરની રકમ (રૂ.)
|
બંદર દ્વારા સીધી નિયુક્તિ કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ આધારિત શ્રમિકો સહિત બંદરના તમામ કર્મચારીઓ
|
50.00 લાખ
|
કોન્ટ્રાક્ટ આધારિત અન્ય શ્રમિકો
|
50.00 લાખ
|
બંદર સંબંધિત ફરજ નિભાવતી વખતે કોઇપણ કર્મચારી કે શ્રમિકને કોવિડ-19નો ચેપ લાગવાથી મૃત્યુનું જોખમ આવરી લેવા માટે આ વળતર જાહેર કરવામાં આવ્યું છે.