શ્રમ અને રોજગાર મંત્રાલય
EPFOએ લૉકડાઉન દરમિયાન 13 લાખ દાવાઓની ચુકવણી કરી
PMGKY પેકેજ અંતર્ગત 7.40 લાખ કોવિડ-19ના દાવાઓનો પણ નિકાલ કરવામાં આવ્યો
Posted On:
28 APR 2020 3:52PM by PIB Ahmedabad
શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ લૉકડાઉન દરમિયાન EPFની ચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત 7.40 લાખ કોવિડ-19 દાવા સહિત કુલ 12.91 લાખ દાવાની પતાવટ કરીને કર્મચારીઓને તેની રકમ ચુકવણી દીધી છે. આ પ્રકારે કુલ રૂ. 4684.52 કરોડની ચુકવણી કરવામાં આવી છે જેમાં PMGKY પેકેજ અંતર્ગત કોવિડ દાવાઓ માટે રૂ. 2367.65 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
અહીં નોંધવું આનંદદાયક છે કે, મુક્તિ આપવામાં આવેલા PF ટ્રસ્ટો પણ કોવિડ-19 મહામારી દરમિયાન આગળ આવ્યા છે. 27.04.2020ની સ્થિતિ અનુસાર મુક્તિ આપવામાં આવેલા PF ટ્રસ્ટોએ આ યોજના હેઠળ 79,743 PF સભ્યોને રૂ. 875.52 કરોડની ચુકવણી કરી છે જેમાં 222 ખાનગી ક્ષેત્રની સંસ્થાઓએ 54641 લાભાર્થીઓને રૂ. 338.23 કરોડ અને જાહેર ક્ષેત્રને 76 સંસ્થાઓએ 24178 લાભાર્થીઓને રૂ. 524.75 કરોડ જ્યારે સહકારી ક્ષેત્રની 23 સંસ્થાઓએ 924 દાવા માટે રૂ. 12.54 કરોડની ચુકવણી કરી છે.
મેસર્સ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ- મુંબઇ, મેસર્સ HCL ટેકનોલોજીસ લિમિટેડ- ગુરુગ્રામ અને મેસર્સ HDFC બેંક – પવઇ “પતાવટ કરેલા દાવાની સંખ્યા” અને “ચુકવણીની રકમ” બંને પ્રકારે ખાનગી ક્ષેત્રની ત્રણ મુખ્ય મુક્તિ આપવામાં આવેલી સંસ્થાઓ છે. જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં મેસર્સ ONGC- દહેરાદૂન, મેસર્સ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ – નેવેલી અને મેસર્સ BHEL – ત્રિચી મહત્તમ સંખ્યામાં કોવિડ-19 એડવાન્સના દાવાઓની પતાવટ કરનારી મુખ્ય ત્રણ મુક્તિ આપવામાં આવેલી સંસ્થાઓ છે; જ્યારે મેસર્સ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન – નેવેલી, મેસર્સ ONGC દહેરાદૂન અને મેસર્સ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ- વિશાખાપટ્ટનમ EPF સભ્યોને સૌથી વધુ રકમની ચુકવણી કરનારી ટોચની ત્રણ સંસ્થા છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી PMGKY અંતર્ગત અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે EPF યોજનામાંથી વિશેષ ઉપાડની જોગવાઇ કરવામાં આવી છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે 28 માર્ચ 2020ના રોજ EPF યોજનામાં પરિચ્છિદ 68 L (3) લાવવા સંબંધે અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. આ જોગવાઇ અંતર્ગત બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાની ત્રણ મહિનાની રકમ અથવા EPF ખાતામાં સભ્યની જમા થયેલી રકમમાંથી 75% રકમ આ બંનેમાંથી જે પણ ઓછી રકમ હોય તે નોન-રીફંડેબલ એડવાન્સ તરીકે ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે.
લૉકડાઉનના કારણે માત્ર ત્રીજા ભાગનો સ્ટાફ જ કામ કરી શકે તેમ હોવા છતાં EPFO તેમના તમામ સભ્યોને મુશ્કેલીના સમયમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને EPFOની કચેરીઓ આ કસોટીના સમયમાં પણ તમામ સભ્યોને મદદ કરવા માટે કાર્યરત છે.
GP/DS
(Release ID: 1618945)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam