ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ અને મલ્ટી-બ્રાન્ડ મોલની દુકાનો બાદ કરતા અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો


લૉકડાઉનના પ્રતિબંધોમાં આપવામાં આવેલી મુક્તિ હોટસ્પોટ/ ચેપગ્રસ્ત ઝોનમાં લાગુ પડશે નહીં

Posted On: 25 APR 2020 12:47AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 15 એપ્રિલ 2020ના રોજ કોવિડ-19 સામે લડવા માટે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા અંતર્ગત હોટસ્પોટ્સ/ ચેપગ્રસ્ત ઝોન સિવાયના કેટલાક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.

(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)

વ્યાપારી અને ખાનગી સંસ્થાઓની શ્રેણીમાં મુક્તિ આપતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એક આદેશ બહાર પાડીને સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુકાનો અને સંસ્થાઓ અધિનિયમ અંતર્ગત નોંધાયેલા રહેણાક વિસ્તારો, પડોશ અને એકાંતમાં ચાલતી તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.

નગર નિગમો અને નગર પાલિકોઓની હદ બહાર બજાર પરિસરોની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એકલ અને મલ્ટી-બ્રાન્ડ મોલની દુકાનો ક્યાંય પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.

મંજૂરી આપવામાં આવેલી તમામ દુકાનો માત્ર 50 ટકા સ્ટાફ સાથે ખોલી શકશે અને માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું વગેરે માપદંડોનું અનિવાર્યપણે સુસ્ત પાલન કરવાનું રહેશે.

અહીં ધ્યાનમાં રાખવું અત્યંત મહત્વનું છે કે, લૉકડાઉન પ્રતિબંધોમાં આપવામાં આવેલી મુક્તિ હોટસ્પોટ્સ/ ચેપગ્રસ્ત ઝોન માટે લાગુ પડશે નહીં.

સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

GP/DS



(Release ID: 1618162) Visitor Counter : 442