શ્રમ અને રોજગાર મંત્રાલય

મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો દ્વારા PMGKY હેઠળ 40,826 સભ્યોને રૂ. 481.63 કરોડ ચુકવવામાં આવ્યા

પોસ્ટેડ ઓન: 20 APR 2020 6:57PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામે લડવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)ના ભાગરૂપે EPF યોજનામાંથી નાણાં ઉપાડવાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે અને આ હેતુ માટે તાત્કાલિક ધોરણે EPF યોજનામાં પરિચ્છેદ 68 L (3) માં તે સામેલ કરવા સંબંધિત અધિસૂચના 28 માર્ચ 2020ના રોજ આપવામાં આવી હતી. આ જોગવાઇ અંતર્ગત ત્રણ મહિનાના બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થાની કુલ રકમ અથવા EPF ખાતામાં સભ્યની જમા થયેલી કુલ રકમમાંથી 75% બંનેમાંથી જે પણ ઓછી રકમ હોય તે, નોન-રિફંડેબલ ધોરણે ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. ઓછી રકમ ઉપાડવા માટે સભ્યો અરજી કરી શકે છે.

અહીં ઉલ્લેખ કરવો આનંદદાયક છે કે, કોવિડ-19 મહામારી વચ્ચે આ પ્રસંગે મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો પણ આગળ આવ્યા છે. 17.04.2020ના રોજ બપોર પહેલાં સુધીના સમયમાં મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો દ્વારા કોવિડ-19 માટે પરિચ્છેદ 68-L હેઠળ એડવાન્સ પેટે 40,826 PF સભ્યોને રૂ. 481.63 કરોડ (રૂ. 481,63,76,714) ચુકવવામાં આવ્યા છે.

 

ટોચની 10 મુક્તિ અપાયેલી સંસ્થાઓ:

 

આ સંબંધે કેટલીક મુક્તિ અપાયેલી સંસ્થાઓ પણ દ્રષ્ટાંતરૂપ કામ કરી રહી છે. 17.04.2020ના રોજ સુધીની સ્થિતિ અનુસાર કોવિડ-19 માટેના દાવામાં ચુકવણી કરવા સંદર્ભે ટોચની 10 મુક્તિ અપાયેલી સંસ્થાઓની માહિતી નીચે આપેલી છે:

 

અનુક્રમ નંબર

સંસ્થાનું નામ

કોવિડ-19 દાવાના સંદર્ભમાં પ્રાપ્ત થયેલી અરજીની સંખ્યા

પતાવટ કરવામાં આવેલા કોવિડ-19 દાવાની સંખ્યા

ચુકવવામાં આવેલી રકમ

1

નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન, નેવેલી, 701- કુડ્ડલોર -607802

3255

3255

84,44,00,000

2

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ લિમિટેડ, મુંબઇ

9373

9373

43,34,04,641

3

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, વિઝગ

1708

1708

40,99,37,800

4

NTPC લિમિટેડ, દિલ્હી

925

925

28,74,21,531

5

HCL ટેકનોલોજીસ લિમિટેડ/ હિન્દુસ્તાન ઇન્સ્ટ્રુમેન્ટ લિમિટેડ. કર્મચારી ભવિષ્ય નિધિ ટ્રસ્ટ, ગુરગાંવ

6938

4415

27,14,03,862

6

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નવી દિલ્હી

1263

1089

26,17,32,403

7

ONGC, દહેરાદૂન

2297

1723

24,17,00,000

8

BHEL RC પુરમ

1367

1199

22,22,15,000

9

મેસર્સ BHEL, ભોપાલ

1758

926

16,42,00,001

10

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મુંબઇ

461

461

14,33,10,000

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1616530) મુલાકાતી સંખ્યા : 399