ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો દરમિયાન ઇ-કોમર્સ દ્વારા બિન-આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા પર સરકારે પ્રતિબંધ મૂક્યો

Posted On: 19 APR 2020 1:00PM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ મંત્રાલયો/ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.

 (https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)

 

ઉપરોક્ત સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ, સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડતી -કોમર્સ કંપનીઓને લૉકડાઉન દરમિયાન મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, માત્ર આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનમાં સંકળાયેલા -કોમર્સ કંપનીઓના વાહનોને જરૂરી મંજૂરી સાથે આવનજાવન કરવા દેવામાં આવશે.

 

લૉકડાઉન પ્રતિબંધો અંગે સંકલિત સુધારેલી માર્ગદર્શિકાની ઉપરોક્ત જોગવાઇઓને અનુલક્ષીને, સરકારે કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો હેઠળ બિન-આવશ્યક ચીજવસ્તુઓના -કોમર્સ દ્વારા પૂરવઠા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

 

GP/DS


(Release ID: 1616050) Visitor Counter : 220