રેલવે મંત્રાલય

જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખાદ્યાન્નની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું


લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 17 એપ્રિલ, 2020 દરમિયાન 1500થી વધારે રેક અને 4.2 મિલિયન ટન ખાદ્યાન્નનું લોડિંગ થયું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 2.31 મિલિયન ટન હતું

ભારતીય રેલવે ખાદ્યાન્ન જેવા કૃષિલક્ષી ઉત્પાદનોનો સમયસર ઉપાડ સુનિશ્ચિત કરવા અને સાથે સાથે પુરવઠાની સાંકળમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય એ સુનિશ્ચિત કરવા શક્ય તમામ કામગીરી કરે છે

Posted On: 18 APR 2020 4:37PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ કોવિડ-19ના કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન એની નૂર દરોની સેવા દ્વારા ખાદ્યાન્ન જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના એના પ્રયાસને જાળવી રાખ્યાં છે.

તમામ ભારતીય ઘરોને જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે સુનિશ્ચિત રવા 17 એપ્રિલ, 2020ના રોજ ખાદ્યાન્નનાં 83 રેક/3601 વેગનનું લોડિંગ કરવામાં આવ્યું હતું (જેમાં એક વેગનમાં 58થી 60 ટન કન્સાઇન્મેન્ટ હોય છે). 25 માર્ચથી 17 માર્ચ, 2020 સુધીનાં લોકડાઉનનાં સમયગાળા દરમિયાન 150થી વધારે રેક અને 4.2 એમટીથી વધારે ખાદ્યાન્નનું લોડિંગ થયું હતું.

પ્રયાસો સુનિશ્ચિત કરવા થયા છે કે, ખાદ્યાન્ન જેવા કૃષિ ઉત્પાદનો સમયસરનો ઉપાડ થાય અને સાથે સાથે કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન સમયસર એનો પુરવઠો સુનિશ્ચિત થાય. લોકડાઉનના સમયગાળા દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓનું લોડિંગ, પરિવહન અને અનલોડિંગ સંપૂર્ણ ક્ષમતા સાથે થઈ રહ્યું છે. માટે ખાદ્યાન્નનું લોડિંગ કરવા કૃષિ મંત્રાલય સાથે ગાઢ જોડાણ જાળવી રાખવામાં આવ્યું છે. નોંધી શકાય છે કે, કોન્કોર પણ મોટા પાયે દાળ-કઠોળનું પરિવહન સુનિશ્ચિત કરવા નાફેડ સાથે કામ કરી રહી છે.

લોકડાઉનની શરૂઆતથી ફળફળાદી, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો જેવી ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓ તથા કૃષિલક્ષી કામગીરી માટે બિયારણો માટે ભારતીય રેલવેએ પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો માટે 65 રુટની ઓળખ પણ કરી છે. 17 એપ્રિલ સુધી 66 રુટની ઓળખ થઈ છે અને સમયપત્રક અનુસાર ટ્રેનો રુટો પર દોડી રહી છે. વળી જે રુટ પર માંગ ઓછી છે એવા રુટો પર પણ ટ્રેનો દોડે છે, જેથી દેશનો કોઈ પણ ભાગ જોડાણ વિનાનો રહે. ટ્રેનોને તમામ વ્યવહારિક સ્થળો પર સ્ટોપ આપવામાં આવ્યાં છે, જેથી પાર્સલનું શક્ય મહત્તમ વિતરણ થઈ શકે.

 

GP/DS



(Release ID: 1615772) Visitor Counter : 192