Posted On:
17 APR 2020 6:38PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 17.4.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
ગઇકાલથી અત્યાર સુધીમાં 1007 નવા કેસો નોંધાયા છે અને 23 દર્દીનાં મૃત્યુ થયાં છે આથી દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 13,387 પોઝિટીવ કેસની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 1749 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લૉકડાઉન પહેલા, ભારતમાં કેસો બમણા થવાનો દર 3 દિવસ હતો. છેલ્લા સાત દિવસમાં, બમણા થવાનો દર 6.2 દિવસ નોંધાયો છે. કુલ 1919 સુવિધામાં 1,73,746 આઇસોલેશન બેડ અને કુલ 21,806 ICU બેડ ઉપલબ્ધ છે.
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે GoMએ વર્તમાન સ્થિતિ અને લેવાયેલા પગલાંની સમીક્ષા કરી
મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીઓના સમૂહે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને સુરક્ષાત્મક વ્યૂહરચના તરીકે સામાજિક અંતરના પગલાંની વર્તમાન સ્થિતિ અંગે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે લીધેલા પગલાં વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. રાજ્યોની ક્ષમતા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં, કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવા પૂરતા પ્રમાણમાં સંસાધનો, તબીબી સંસ્થાઓને PPE, વેન્ટિલેટર અને અન્ય આવશ્યક ઉપકરણોથી સજ્જ કરવી વગેરે મુદ્દે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ નાણાંકિય સ્થિરતા જાળવવા અને જરૂરિયાતમંદ તથા વંચિત લોકોના હાથમાં નાણાં મૂકવા બીજા તબક્કાનાં પગલાં ભર્યાં; કોરોના વાયરસ સંબંધે વ્યવસ્થા કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધુ નાણાં લેવાની છૂટ મળી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે તેમનું નિવેદન આપવાનો પ્રારંભ કર્યો હતો. આ નિવેદન મારફતે તેમણે ડગમગતા ભારતીય અર્થતંત્રને પુનર્જીવીત કરવા નવ પગલાંના સંપુટની જાહેરાત કરી હતી. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.27 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલાં વિવિધ પગલાંને અનુસરીને આ પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. ગવર્નરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. કે મહામારીને કારણે જે મોટો પડકાર થયો છે તેને હલ કરવા માટે મધ્યસ્થ બેંક તેના તમામ સાધનોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે વ્યાપક ઉદ્દેશ તમામ સહયોગીઓ માટે નાણાંને વહેતા રાખવામાં સહાય કરવાનો તથા તેની ખાત્રી રાખવાનો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સાથે મળીને આપણે રાષ્ટ્રને બેઠું કરીશું અને ટકાવી રાખીશું.
પ્રધાનમંત્રીએ RBI દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી; પ્રધાનમંત્રીએ કહ્યું – આનાથી નાણાંની પ્રવાહિતા વધશે અને ધિરાણ પૂરવઠો સુધરશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615367
કેબિનેટ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્થળાંતર કરતા મજૂરોની સલામતી, આશ્રય અને આહાર સુરક્ષા બાબતે જણાવ્યું
ભારત સરકાર સ્થળાંતર કરીને આવતા મજૂરો અને દેશમાં કોરોના વાયરસના પ્રસારને કારણે લૉકડાઉનના અમલ માટે લેવાયેલાં પગલાંને કારણે હાલાકીમાં મૂકાયેલા સ્થળાંતર કરતા મજૂરોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વ આપી રહી છે. કેબિનેટ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૃહ મંત્રાલયે બહાર પાડેલી વિસ્તૃત માર્ગરેખાઓના અસરકારક અમલ માટે ખાત્રી રાખવા જણાવ્યું છે, જેથી સ્થળાંતર કરતા મજૂરોને સલામતી, આશ્રય અને આહાર સુરક્ષા માટે ખાત્રી મળી રહે. તમામ જીલ્લા કલેક્ટરોvs તાત્કાલિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કહેવાયું છે.
ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધોમાંથી ગૌણ વન પેદાશો, વાવેતર, NBFC, સહકારી ધિરાણ સોસાયટીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ જેવી ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિનો આદેશ આપ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે એકત્રિત સુધારેલી માર્ગદર્શિકાઓ હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓનો મુક્તિ આપવા સંબંધિત આદેશ તમામ મંત્રાલયો/વિભાગોને આપ્યો છે.
શ્રીમતી નિર્મલા સીતારમને IMFની આંતરરાષ્ટ્રીય મોનેટરી અને ફાઇનાન્સિઅલ સમિતિ (IMFC)ની પૂર્ણ મિટિંગમાં વીડિયો કોન્ફરન્સથી ભાગ લીધો
નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ (IMF)ની મંત્રી સ્તરની સમિતિ - આંતરરાષ્ટ્રીય મોનેટરી અને ફાઇનાન્સિઅલ સમિતિની પૂર્ણ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો. આ બેઠકમાં IMGના પ્રબંધ નિદેશના 'અસામાન્ય સમય - અસામાન્ય પગલાં' શીર્ષક હઠેળ વૈશ્વિક નીતિ એજન્ડાના આધારે ચર્ચા થઇ હતી. IMFCના સભ્યોએ કોવિડ-1 નિયંત્રણમાં લેવા માટે સભ્ય દેશો દ્વારા લેવામાં આવેલા પગલાં અને માપદંડો વિશે સમિતિને માહિતી આપી હતી અને વૈશ્વિક પ્રવાહિતાનો ઉકેલ લાવવા તેમજ સભ્યોની આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે IMFના કટોકટી પ્રતિભાવ પેકેજ પર ટિપ્પણીઓ પણ કરી હતી.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ પીએમયુવાયના લાભાર્થીઓને અત્યાર સુધી 1.51 કરોડથી વધારે એલપીજી સિલિન્ડરનું નિઃશુલ્ક વિતરણ થયું
ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પીએમયુવાયના લાભાર્થીઓને અત્યાર સુધી 1.51 કરોડથી વધારે ફ્રી એલપીજી સિલિન્ડરનું વિતરણ થયું છે. પીએમકેજીવાય હેઠળ કેન્દ્ર સરકારે ગરીબો માટે રાહતના કેટલાંક પગલાંની જાહેરાત પણ કરી છે અને યોજનાનું એક મહત્ત્વપૂર્ણ પાસું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ના 8 કરોડથી વધારે લાભાર્થીઓને એપ્રિલથી જૂન, 2020ના ગાળામાં 3 એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ) પ્રદાન કરવાનું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615181
પ્રધાનમંત્રી અને ભૂતાનના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતાનના પ્રધાનમંત્રી (લ્યોન્છેન) મહામહિમ ડૉ. લોટે ત્શેરિંગ સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને દેશના પ્રધાનમંત્રીએ હાલમાં વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે પોતાના પ્રદેશોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેની અસરોને નિયંત્રણમાં લેવા માટે પોત-પોતાની સરકારોએ લીધેલા પગલાં અંગે માહિતગાર કર્યા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615289
પ્રધાનમંત્રી અને જોર્ડનના રાજા વચ્ચે ટેલીફોન પર પર વાતચીત થઇ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જોર્ડન દેશના શાહી પરિવારના રાજા કિંગ અબ્દુલ્લાહ સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે કોવિડ-19 મહામારીના કારણે દુનિયા સમક્ષ ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા થઇ હતી અને તેને નિયંત્રણમાં લેવા માટે પોતાના દેશમાં લેવાયેલા પગલાં અંગે બંનેએ એકબીજાને જાણકારી આપી હતી. તેઓ માહિતી અને શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરીને તેમજ જરૂરી પૂરવઠો પહોંચાડીને શક્ય હોય એટલા મહત્તમ સ્તરે એકબીજાને સહકાર આપવા માટે પણ સંમત થયા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615287
કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે “કિસાન રથ” મોબાઇલ એપ લોંચ કરી, જે લોકડાઉન દરમિયાન ખાદ્યાન્ન અને ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓનાં પરિવહનની સુવિધા આપશે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કૃષિ ભવનમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી હતી, જે ખેડૂતોને અનુકૂળ છે. આ એપ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની હેરફેર કરવા માટે પ્રાથમિક અને દ્વિતીયક પરિવહન માટે જરૂરી વાહન શોધવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રાથમિક પરિવહનમાં ખેતરથી મંડી, એફપીઓ કલેક્શન સેન્ટર અને વેરહાઉસ વગેરે સુધીની હેરફેર સામેલ હશે, ત્યારે દ્વિતીયક પરિવહનમાં રાજ્યોમાં મંડીઓ વચ્ચે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં મંડીઓ વચ્ચે, પ્રોસેસિંગ યુનિટ સુધી, રેલવે સ્ટેશન સુધી, વેરહાઉસ અને હોલસેલર્સ વગેરે સુધીની અવરજવર સામેલ હશે.
લૉકડાઉન દરમિયાન 247 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું પરિચાલન કરીને દેશભરમાં 418 ટન તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો
લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા 247 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 154 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 418 ટનથી વધુ માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આજની તારીખ સુધીમાં લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા 2.45 લાખ કિમીથી વધુ હવાઇ અંતર કાપવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615113
FCIએ લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં તેની સરેરાશ કરતા બમણાથી વધુ ખાદ્યાન્નનું પરિવહન કર્યું
FCIએ લૉકડાઉનના સમય દરમિયાન સિલક જથ્થો ધરાવતા રાજ્યોમાંથી 1335 ટ્રેનનો ઉપયોગ કરીને 3.74 મિલિયન મેટ્રિક ટન (MMT) ખાદ્યાન્નના વિક્રમી જથ્થાનું પરિવહન કર્યું છે જેમાં તેમણે દરરોજ સરેરાશ 1.7 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્નનું પરિવહન કર્યું છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 0.8 LMT ખાદ્યાન્નના પરિવહનની તુલનાએ આ જથ્થો બમણાથી વધારે છે. આ સમયગાળા દરમિયાન લક્ષિત જાહેર વિતરણ તંત્ર (PDS) હેઠળ લાભાર્થીઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વપરાશકર્તા રાજ્યોમાં 3.34 MMT જથ્થો અનલોડ કરવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615186
PMGKY પેકેજના ભાગરૂપે ઇપીએફઓએ 15 દિવસમાં 3.31 લાખ કોવિડ-19ના દાવા સેટલ કર્યા
ફક્ત 15 દિવસમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ કુલ 3.31 લાખ ક્લેઇમમાં રૂ. 946.49 કરોડની રકમની વહેંચણી કરી છે. ઉપરાંત આ યોજના હેઠળ કરમુક્ત પીએફ ટ્રસ્ટ દ્વારા રૂ. 284 કરોડની વહેંચણી થઈ છે, જે તેમની વચ્ચે ટીસીએસ તરીકે જાણીતી છે. આ જોગવાઈ અંતર્ગત ત્રણ મહિનાના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા સુધી નોન-રિફંડેબલ ઉપાડ અથવા ઇપીએફ ખાતામાં સભ્યની ક્રેડિટમાં 75 ટકા રકમ, બેમાંથી જે ઓછી હોય, એ સ્વીકાર્ય છે. સભ્ય ઓછી રકમ માટે જ અરજી કરી શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615177
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19ને અટકાવવા માટે સશસ્ત્ર દળોની મેડીકલ સેવાઓના કાર્યની સમીક્ષા કરી
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19ના ફેલાવાને અટકાવવા માટે આજે એક બેઠક દરમિયાન સશસ્ત્ર દળો મેડીકલ સેવાઓ (AFMS)ની કામગીરી અને નાગરિક સત્તાધીશોને તેમના દ્વારા આપવામાં આવતી સહાયની સમીક્ષા કરી હતી. તેમણે સંરક્ષણ મંત્રીને સશસ્ત્ર દળોના અધિકારીઓને જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીઓ, ક્વોરન્ટાઇન સુવિધાઓના સંદર્ભમાં સનદી અધિકારીઓને પૂરી પાડવામાં આવેલ સહાયતા, વર્તમાન પરિસ્થિતિમાં દવાખાનાઓ અને આરોગ્ય કાળજીની સુવિધાઓની જોગવાઈઓ વગેરેના સંદર્ભમાં લેવામાં આવેલ જુદા જુદા પગલાઓ વિષે માહિતગાર કર્યા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615372
કોવિડ-19 ડિસઇન્ફેક્શન પ્રક્રિયાને સક્ષમ બનાવવા ડીઆરડીઓએ બે નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરી
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ કોવિડ-19 સામે એની લડાઈમાં સતત પ્રદાન આપવા ટેકનોલોજી અને અનુભવની એની હાલની કુશળતા સાથે કેટલાંક સોલ્યુશન વિકસાવ્યાં છે. એમાં વર્તમાન જરૂરિયાતો માટે નવીનતાઓ અને ઝડપથી કન્ફિગર કરી શકાય એવા ઉત્પાદનો સામેલ છે. અત્યારે ડીઆરડીઓએ બે પ્રોડક્ટ પ્રસ્તુત કરી છે, જેનાથી રોગચાળા દરમિયાન જાહેર સ્થળો પર કામગીરી વધારી શકાશે.
મોદી સરકારે સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયા (STPI) કેન્દ્રોમાં કામ કરતી માહિતી ટેકનોલોજી કંપનીઓનુ ચાર માસનુ ભાડુ માફ કર્યુ
કોરોના વાયરસને કારણે તથા તેના પરિણામે લદાયેલા લૉકડાઉનને કારણે જે પડકારો ઉભા થયા છે તે સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનુ રાહતનુ પગલુ લઈને સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયામાં કાર્યરત નાનાં આઈટી એકમોને ભાડુ ચૂકવવામાં રાહત આપી છે. આમાંનાં મોટા ભાગનાં એકમો કાંતો ટેકનોલોજી ક્ષેત્રનાં એમએસએમઈ અથવા તો સ્ટાર્ટઅપ છે. સોફટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડીયાના સંકુલમાં કામ કરતા આ એકમોને તા. 01- 03 -2020થી 30- 06 2020 સુધી એટલે કે ચાર માસના ગાળા માટે ભાડુ માફ કરવાનો ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે નિર્ણય લીધો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615179
ગ્રામ વિકાસ, ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રધાન શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળની તમામ ફ્લેગશીપ યોજનાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી
શ્રી નરેન્દ્ર સિંહ તોમરે સલાહ આપી હતી કે જે 40 લાખ લાભાર્થીઓ કે જેમને પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના ભંડોળમાંથી બીજો અને ત્રીજો હપ્તો મળી ગયો છે તેમના આવાસ એકમો ઝડપથી પૂરા થાય તે માટે સક્રિય બનીને સહાય કરવી. મનરેગાના નાણાંકિય વર્ષ 2019-2020ના બાકી નાણાં ચૂકવવા માટે જ નહીં પણ નાણાંકિય વર્ષ 2020-21નાના પ્રથમ પખવાડિયાના ચૂકવવાના થતા નાણાં માટે રૂ.7300 કરોડ છૂટા કરવામાં આવ્યા છે.
DD અને AIR શૈક્ષણિક સામગ્રી/ વર્ચ્યુઅલ વર્ગોનું પ્રસારણ કરે છે
ભારતના સાર્વજનિક પ્રસારણકર્તાઓ વિદ્યાર્થીઓને લૉકડાઉન દરમિયાન અભ્યાસમાં આગળ વધવા માટે મદદ કરી રહ્યા છે. વિવિધ રાજ્ય સરકારની સંસ્થાઓ સાથે સહયોગ દ્વારા દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા વર્ચ્યુઅલ વર્ગો અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું પ્રસારણ તેમની પ્રાદેશિક ચેનલો દ્વારા સમગ્ર દેશમાં ટીવી, રેડિયો અને યૂટ્યૂબ પર કરવામાં આવી રહ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615113
લૉકડાઉનના સમયમાં માર્ગ પરિવહન ક્ષેત્ર સામાન્ય માણસોને મદદ કરી રહ્યું છે
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે માર્ગો પર લોકોને મદદ કરવા માટે કેટલાક પગલાં લીધા છે. ગયા મહિને પ્રધાનમંત્રીએ 24 તારીખ રોજ લૉકડાઉનની જાહેરાત કરી તે પછી ટૂંક સમયમાં, સમગ્ર દેશમાં મંત્રાલયના ફિલ્ડ એકમોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ પોતાના કામદારો/ શ્રમિકો અને સામાન્ય લોકોને મદદરૂપ થાય.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615113
ચિત્રા જીનએલએએમપી-એન ટેસ્ટ કોરોના વાયરસ છે કે નહીં તેનું પરિણામ માત્ર 2 કલાકમાં નક્કી કરે છે
આ નિશ્ચિત નિદાન પૂરૂ પાડતો ટેસ્ટ કે જે SARS- COV2ના એન જીનને રિવર્સ ટ્રાન્સ્ક્રીપ્ટેસ લૂપ-મીડીએટેડ એમ્પલીફીકેશન ઓફ વાયર ન્યુક્લીક એસીડ (RT-LAMP) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, તે એ વિશ્વમાં સૌ પ્રથમ નહીં તો, કેટલાક પ્રથમ સંશોધનોમાંના એક તરીકે સ્થાન પામશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615189
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- અરુણાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ કહ્યું કે પાટનગર ઇટાનગરમાં ફસાલેયા દર્દીઓને રાજ્યમાં જ પોતાના જિલ્લામાં તેમના ઘરે પહોંચવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
- આસામ: આસામના આરોગ્ય મંતિરી હિમાંતા વિશ્વ શર્માએ માહિતી આપી કે, દેશના અન્ય ભાગોમાં ફસાયેલા લોકો માટેના હેલ્પલાઇન નંબર પર 4 લાખથી વધુ પરિવારે કૉલ નોંધાવ્યા.
- મેઘાલય: કોવિડ મહામારીના કારણે શિલોંગ ખાતે સૈન્ય ભરતી રેલી મુલતવી રાખવામાં આવી, હવે 5થી 8 ઓક્ટોબર 2020એ યોજાશે.
- મણીપૂરઃ નાયબ કમિશનરે તામેંગલોંગ જિલ્લામાં બપોરે 1.30થી સાંજે 4.30 વાગ્યા સુધી આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો ખોલવા માટે પરવાનગી આપી છે.
- નાગાલેન્ડઃ પ્રથમ કોવિડ-19 કેસ સાથે સંકળાયેલા લોકોના 140 નમૂનામાંથી 100ના પરિણામો નેગેટિવ આવ્યાં છે. જ્યારે 40 સેમ્પલના પરિમાણો રાહ જોવાઇ રહી છે.
- ત્રિપૂરાઃ લૉકડાઉનના 19 દિવસો દરમિયાન 25,025 લોકોને નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે રૂ. 2.85 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- કેરળઃ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુટ્ટાનાડ અને ચાવારા મતવિસ્તારમાં કદાચ પેટાચૂંટણી યોજી શકાશે નહીં. શ્રીચિત્રા ઇન્સ્ટિટ્યુટ, TVM દ્વારા રેપિડ ટેસ્ટ કીટ વિકસાવવામાં આવી છે, જેના માટે ICMRની મંજૂરી આપવવાની રાહ જોવાઇ રહી છે. ગઇકાલે રાજ્યમાં 7 નવા કેસ યોજાયા હતાં, જ્યારે 27 લોકો સાજા થઇ ગયા હતા. અત્યારે કુલ કેસોની સંખ્યા 394 છે, જેમાંથી 245 લોકો સાજા થઇ ચૂક્યાં છે અને 147 કેસો હજુપણ સક્રિય છે.
- તામિલનાડુઃ ત્રિચિની MGM સરકારે હોસ્પિટલમાંથી 32 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. રાજ્યને 24,000 રેપિડ ટેસ્ટ કીટ મળી છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની સારસંભાળની કામગીરી ફરી શરૂ થવાની સંભાવના છે. રાજ્યએ વર્તમાન પરિસ્થિતિમાંથી ઉગરવા માટે યોજના ઘડી કાઢવા એક સમિતિનું ગઠન કર્યુ છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસો 1,267 છે અને 15 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 180 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- કર્ણાટકઃ આજે રાજ્યમાંથી 38 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. મહત્તમ કેસો મૈસૂરમાંથી 12, માંડ્યામાંથી 3, બેલ્લારીમાંથી 7, બેંગ્લોરમાંથી 9, દક્ષિણ કન્નડમાંથી 1, ચિક્કબલ્લપુરમાંથી 3, બિડારમાંથી 1 અને વિજયપુરામાંથી 2 કેસો નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 82 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યના કુલ પોઝિટીવ કેસો 353 છે, 13 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, 82 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.
- આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 38 નવા કેસો નોંધાતા, કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 572 પર પહોંચી છે. અત્યાર સુધી 35 લોકો સાજા થઇ ચૂક્યાં છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કુલ 14 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્ય દ્વારા દક્ષિણ કોરિયા પાસેથી 1 લાખ રેપિડ ટેસ્ટ કીટ ખરીદવામાં આવી છે. ચેપગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સૌથી વધારે ગુંટુરમાંથી 126, કુરનૂલમાંથી 126, નેલ્લોરમાંથી 64, ક્રિષ્નામાંથી 52 કેસો નોંધાયા છે.
- તેલંગણાઃ સાઉદી અરબમાં નિઝામાબાદની એક વ્યક્તિ કોવિડના કારણે મૃત્યું પામી છે. સુર્યાપેટમાં વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા હતા. આજે આશરે 600 નમૂનાના પરીક્ષણના પરિણામોની આશા રખાઇ રહી છે. કોવિડની સારવાર માટે પ્લાઝમા થેરપીનો ઉપયોગ કરવા માટે રાજ્ય દ્વારા ICMRની પરવાનગી માંગવામાં આવી છે.
- મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને હવે 3,236 પર પહોંચી ગઇ છે. આજે બપોરે રાજ્યમાં વધુ 34 પોઝિટીવ કેસો નોંધાયા હતા. ગઇ કાલે મહારાષ્ટ્ર 3,000 પોઝિટીવ કેસોની સંખ્યા પાર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું હતું. રાજ્યમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, તે જ રીતે સાજા થઇ રહેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. મુંબઇના 166 લોકો સહિત રાજ્યમાંથી કુલ 295 લોકો સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, રાજ્યમાં અત્યાર સુધી 194 લોકોના મૃત્યુ પણ નોંધાઇ ચૂક્યાં છે, જે સમગ્ર દેશમાં કોવિડના કારણે થયેલા મૃત્યુના 40% જેટલા છે.
- ગુજરાતઃ શુક્રવારે સવારે 92 નવા કેસો નોંધાતા ગુજરાતના પોઝિટીવ કેસોની સંખ્યાનો આંકડો 1,000ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1,021 પોઝિટીવ કેસો છે. નવા કેસોની અંદર અમદાવાદમાંથી 45, સુરતમાંથી 14 અને વડોદરામાંથી 9 કેસો નોંધાયા હતા. રાજ્યનો કુલ મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. આ દરમિયાન સરકારે રાજ્યમાં કોવિડ-19 દર્દીઓ ઉપર તબીબી પરીક્ષણ હાથ ધરવા પ્લાઝમા થેરાપી શરૂ કરવા માટે ICMRની મંજૂરી માંગી છે.
- રાજસ્થાનઃ રાજ્યમાં આજે 34 નવા પોઝિટીવ કેસો નોંધાતા કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,169 પર પહોંચી ગઇ છે. નવા કેસોમાંથી 18 કેસો જયપુરમાંથી નોંધાયા હતા. કોવિડના કારણે રાજ્યમાં અત્યાર સુધી 16 મૃત્યું થયા છે.
- મધ્યપ્રદેશઃ 226 લોકોનું પરીક્ષણ પોઝિટીવ આવતા મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધીને 1,164 થઇ ગઇ છે. રાજ્યમાં 52 જિલ્લાઓમાંથી 26 જિલ્લાઓમાં વાયરસનો પગપેસારો થઇ ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધારે 707 પોઝિટીવ કેસોની સંખ્યા ઇન્દોરમાં છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 163 નવા કેસો નોંધાયા છે.
- ચંદિગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા તમામ સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો માટે આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવા ઉપર વ્યાપક ભાર મુકવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટના વિતરણ કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશની સ્કૂલોમાં મધ્યાહન ભોજનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
- પંજાબઃ લૉકડાઉના સમયગાળા દરમિયાન તબીબી અને માનસિક તાણ સંબંધિત સમસ્યાઓનો અસરકારક સામનો કરવા માટે પંજાબ સરકારે નાગરિકો માટે વિશિષ્ટ હેલ્પલાઇન નંબર 1800 180 4104 શરૂ કર્યો છે. આ હેલ્પલાઇન નંબર પર ટેલિકોન્ફરન્સના માધ્યમથી વરિષ્ઠ ડૉક્ટરનો સંપર્ક સાધી શકાય છે અને તેમની પાસેથી તબીબી સલાહ મેળવી શકાય છે.
Fact Check on #Covid19