PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
16 APR 2020 7:02PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 16.4.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
આજના દિવસ સુધીમાં, દેશમાં કોવિડ-19ના 12,380 પોઝિટીવ કેસો હોવાની પુષ્ટિ થઇ અને 414 દર્દી મત્યુ પામ્યા. કુલ 148 દર્દીઓ સાજા થયા છે/ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં કોવિડ-19નો કેસ મૃત્યુદર (CFR) 3.3% છે. અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની ટકાવારી 12.02% છે. અત્યાર સુધીમાં, 325 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓની ડિલિવરી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે જેથી આ મહામારી દરમિયાન વર્તમાન આરોગ્ય તંત્રવ્યવસ્થામાં ઉભી થયેલી અભૂતપૂર્વ માંગને પહોંચી શકાય.
લૉકડાઉન દરમિયાન રિન્યૂઅલ થતી હેલ્થ અને મોટર (થર્ડ પાર્ટી) વીમા પોલિસીઓના પોલિસીધારકોને 15મી મે સુધી પ્રીમિયમની ચુકવણી કરવાની મંજૂરી આપવામાં આવી
કોવિડ-19 લોકડાઉન દરમિયાન જે વીમાધારકોની હેલ્થ અને મોટર (થર્ડ પાર્ટી) વીમાપોલિસીઓ રિન્યૂ થવાની હતી, તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક અધિસૂચના જાહેર કરી છે. આ અધિસૂચના મુજબ, આ પ્રકારનાં પોલિસીધારકો 15મી મે સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકશે. આ રીતે તેમનું વીમાકવચ જળવાઈ રહેશે અને તેઓ ગ્રેસ પીરિયડ દરમિયાન સરળતાપૂર્વક દાવાની ચુકવણી સુનિશ્ચિત થશે.
શ્રીમતિ નિર્મલા સીતારમને G20 નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેન્કના ગવર્નર્સની બેઠકમાં હાજરી આપી
આજની બેઠકમાં નાણામંત્રીએ ટકાઉ પદ્ધતિથી બૃહદ અર્થતંત્રીય સ્થિરતા જાળવી રાખીને લોકોના જીવન અને આજીવિકાની સુરક્ષા માટે નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. તેમણે G20 નાણામંત્રીઓને દેશના પછાત વર્ગના લોકોને સહાયતા કરવા માટે ઝડપી, સમયસર અને લક્ષિત મદદ પૂરી પાડવા ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની જાણકારી પૂરી પાડી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, એકાદ અઠવાડિયામાં ભારતે 320 મિલિયન લોકોને 3.9 અબજ ડૉલરથી વધારેની નાણાકીય સહાયતા પૂરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ લોકોને ભેગા થતાં અટકાવી શકાય તે માટે સીધા લાભ હસ્તાંતર ઉપર ખાસ ધ્યાન રાખીને ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો હતો.
ટૂંકા સમયગાળામાં બલ્ક ડ્રગ્સના ઉપલબ્ધતા વધારવા/ઉત્પાદન વધારવા પર્યાવરણ અસર આકારણી (ઇઆઇએ) અધિસૂચના, 2006માં મુખ્ય સુધારો કરવામાં આવ્યો
નોવેલ કોરોનાવાયરસ (કોવિડ-19)ના વૈશ્વિક રોગચાળાથી ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરવા અને વિવિધ દવાઓની ઉપલબ્ધતા વધારવા કે એનું ઉત્પાદન વધારવા પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 27 માર્ચ, 2020નાં રોજ ઇઆઇએ અધિસૂચના, 2006માં સુધારા કર્યા છે. વિવિધ બિમારીઓની સારવાર માટે ઉત્પાદન થતી બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડિયેટના સંબંધમાં કાર્યરત તમામ પ્રોજેક્ટ કે એક્ટિવિટીને હાલની કેટેગરી ‘A’ને ‘B2’ કેટેગરીમાં પુનઃવર્ગીકૃત કરવામાં આવી છે.
“આ વાયરસને આપણે હરાવી શકીએ છીએ અને આપણે હરાવીશું” – ડૉ. હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વરિષ્ઠ અધિકારીઓ અને ફિલ્ડ અધિકારીઓ સાથે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મુખ્ય આરોગ્ય અધિકારીઓ સાથે ભારતમાં કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે વાર્તાલાપ કર્યો હતો.
વેતન માસ માર્ચ 2020નાં ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફાઈલ કરવાની તારીખ 15.04.2020 થી લંબાવીને 15.05.2020 કરવામાં આવી
કોરોનાવાયરસને કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તથા તા. 24.03.2020ની મધરાતથી કેન્દ્ર સરકારે જાહેર કરેલા લૉકડાઉનને લીધે જે માલિકોએ તેમના કર્મચારીઓને માર્ચ 2020નુ વેતન ચૂકવી દીધુ હોય તેમના માટે વેતન માસ માર્ચ 2020 માટેનાં ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફાઈલ કરવાની તારીખ લંબાવીને 15.05.2020 કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19 વિરુદ્ધની લડાઈમાં કેન્ટોન્મેન્ટ બોર્ડના પ્રયાસોની સમીક્ષા કરી
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આજે સમગ્ર દેશમાં આવેલા 62 કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા કોરોના વાયરસ (કોવીડ-19)ના પ્રસરણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલ અટકાયતી પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ડાયરેક્ટર જનરલ ડીફેન્સ એસ્ટેટ (DGDE) શ્રીમતી દીપા બાજવાએ સંરક્ષણ મંત્રીને આ રોગચાળા વિરુદ્ધની લડાઈમાં કેન્ટોન્મેન્ટ બોર્ડની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી. તેમણે સ્થળાંતર કરનારા/ રોજિંદુ કામ કરતા વંચિત વર્ગોના લોકોને ભોજન અને આશ્રય પૂરા પાડવા માટે વિશેષ કાળજી લેવાવી જોઈએ તે બાબત ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખરીફ પાક પર રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોએ મિશન મોડમાં ખરીફ લક્ષ્યાંક હાંસલ કરવાનું અને ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખરીફ પાક પર રાષ્ટ્રીય પરિષદ 2020ને સંબોધતા તેમણે રાજ્યોને ખાતરી આપી હતી કે, ભારત સરકાર રાજ્યો ને પડી રહેલી તમામ સમસ્યાઓ દૂર કરશે. રાષ્ટ્રીય ખરીફ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સમસ્યાઓ અને લૉકડાઉનની સ્થિતિને અનુલક્ષીને ખરીફ પાકના વાવેતર અંગે પૂર્વતૈયારીઓ વિશે રાજ્યો સાથે પરામર્શના આધારે તૈયાર કરવામાં આવેલી વિવિધ પગલાંની યાદી અંગે ચર્ચા કરવાનો હતો.
લૉકડાઉન દરમિયાન કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની પહેલો
ઓલ ઇન્ડિયા એગ્રિ ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર શરૂ થયું; પીએમએફબીવાય અંતર્ગત રૂ. 2424 કરોડનાં મૂલ્યનાં દાવાની વહેંચણી 12 રાજ્યોમાં ખેડૂતો વચ્ચે થઈ; કેસીસી સોલ્યુશન અભિયાન હેઠળ રૂ. 17,800 કરોડની લોનની રકમ માટે 18.26 લાખ અરજીઓ મંજૂરી આપી
કોવીડ-19 રોગચાળા વચ્ચે ખાતર વિભાગ દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેની ખાતરી કરવા માટે દેશમાં ખાતરના ઉત્પાદન, હેરફેર અને તેની ઉપલબ્ધતા ઉપર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે
કોવીડ-19 રોગચાળાના પરિણામે ઉદભવેલી વિષમ પરિસ્થતિને પહોંચી વળવા માટે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી વી સદાનંદ ગૌડા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને ખાતર વિભાગના સચિવ શ્રી છબિલેન્દ્ર રાઉલ દ્વારા દેશમાં ખાતરના ઉત્પાદન અને વિતરણની પ્રવૃત્તિઓ ઉપર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમની સમીક્ષા કરવામાં આવી રહી છે. વિભાગમાં સર્વોચ્ચ સ્તર પર એ બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે સમગ્ર દેશમાં ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ખાતર મળી રહે. ઉત્પાદન અને પુરવઠા શ્રુંખલામાં કોઇપણ સમસ્યાને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીના પગલે પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું ચુસ્ત અને પ્રામાણિકપણે પાલન સુનિશ્ચિત કરવા માટે મુખ્તાર અબ્બાસ નકવીએ 30થી વધુ રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય વકફ પરિષદના ચેરમેન શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે 30થી વધુ રાજ્ય વકફ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો અને કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને 24 એપ્રિલથી શરૂ થઇ રહેલા પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું ચુસ્ત તેમજ પ્રામાણિકપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો આપ્યા હતા. દેશમાં 7 લાખ રજિસ્ટર્ડ મસ્જિદ, ઇદગાહ, ઇમામવાડા, દરગાહ અને અન્ય ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ રાજ્ય વકફ બોર્ડ હેઠળ આવે છે. કેન્દ્રીય વકફ પરિષદએ ભારતમાં રાજ્ય વકફ બોર્ડ્સની નિયામક સંસ્થા છે.
કૃષિ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ પૂસા ડીકન્ટેમીનેશન અને સેનિટાઈઝિંગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરી દ્વારા આજે ડીવીઝન ઓફ એગ્રીકલ્ચર એન્જિનીયરીંગ, ICAR- ઇન્ડીયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હી દ્વારા વિકસાવવામાં આવેલ પૂસા ડીકન્ટેમીનેશન અને સેનીટાઇઝીંગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આજે નવી દિલ્હીમાં વૈકલ્પિક અકાદમિક કેલેન્ડર બહાર પાડ્યું
કોવિડ-19 દ્વારા ઊભી થયેલા સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક કામગીરીઓને સરળતાપૂર્વક ચાલુ રાખવા આજે નવી દિલ્હીમાં વૈકલ્પિક અકાદમિક કેલેન્ડર બહાર પાડ્યું હતું.
AICTE એ કોલેજો/સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી
કોવિડ-19ના કારણે ઉભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને AICTE એ કોલેજો/સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે, ભારતમાં તમામ નાગરિકોની આ મૂળભૂત જવાબદારી રહેશે. કટોકટીના આ સમયમાં કોલેજો/ સંસ્થાઓએ લૉકડાઉન દૂર કરવામાં ન આવે અને પરિસ્થિતિ ફરી સામાન્ય ન થાય ત્યાં સુધી ફીની ચુકવણી કરવા માટે વાલીઓને આગ્રણ ન કરવો જોઇએ.
SSC દ્વારા પરીક્ષાના સમયપત્રક અંગે જાહેરાત
પ્રવર્તમાન લૉકડાઉનના કારણે સામાજિક અંતરના માપદંડો સહિત અમલી પ્રતિબંધોને અનુલક્ષીને, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ પરીક્ષાઓ કે જેમાં ઉમેદવારોને સમગ્ર દેશના વિવિધ ભાગોમાંથી મુસાફરી કરીને પરીક્ષા આપવા જવું પડે છે તેની સમય સમયે સમીક્ષા કરવામાં આવશે. આ પરીક્ષાઓના ફરી નક્કી કરવામાં આવેલા સમયપત્રકની તારીખો અંગે પંચની વેબસાઇટ પર અને પંચની પ્રાદેશિક/ પેટા-પ્રાદેશિક કચેરીઓ પર સૂચિત કરવામાં આવશે. પંચ દ્વારા સૂચિત પરીક્ષાઓના વાર્ષિક કૅલેન્ડરની પણ અન્ય પરીક્ષાઓના સમયપત્રકના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે. વધુમાં, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, SSCના તમામ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો તેમના એક દિવસનો પગાર આપાતકાલિન સ્થિતિમાં પ્રધાનમંત્રીના નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM CARES ભંડોળ)માં યોગદાન પેટે આપશે.
કોવિડ-19ને કારણે લોકડાઉન દરમિયાન વરિષ્ઠ નાગરિકો અને તેમની સારસંભાળ કરતા લોકો માટે સૂચના
ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે દેશના તમામ ભાગોમાં ગ્રામ પંચાયતો સક્રીયપણે પગલાં લઇ રહી છે
જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સાર્વજનિક સ્થળોના દૈનિક સેનિટાઇઝેશન સહિત વિવિધ પગલાં લેવામાં આવે છે; નિરાધાર લોકો અને વિસ્થાપિત લોકો માટે આશ્રય શિબિર અને ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે; જરૂરિયાતમંદ લોકોને સુરક્ષાત્મક સાધનો, આર્થિક મદદ અને ભોજન/રેશનનું વિતરણ ચાલુ છે; અને આ બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે
COVID-19 ફાટી નીકળતાં ક્ષેત્ર-વિશિષ્ટ વ્યૂહરચના ઘડવા અને નિર્ણયો લેવામાં મદદરૂપ થવા માટે એકીકૃત ભૌગોલિક મંચ
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ પ્રવર્તમાન કોવિડ-19ની મહામારી ફાટી નીકળવાને પગલે નિર્ણય લેવામાં મદદગાર થવા તેમજ રિકવરીના તબક્કામાં ચોક્કસ-વિસ્તાર માટેની વ્યૂરચનાના આયોજન દ્વારા સામાજિક-આર્થિક અસરના સંચાલનમાં સહાયક બનવા ઉપલબ્ધ ભૌગોલિક ડેટા સેટ્સ, ધોરણો - આધારિત સેવાઓ અને વિશ્લેષણનાં સાધનોમાંથી ઈન્ટીગ્રેટેડ જિયોસ્પેટિયલ પ્લેટફોર્મ - એકીકૃત ભૌગોલિક મંચ તૈયાર કર્યો છે.
DRDOએ PPE ટેસ્ટીંગ સુવિધાને DRDE ગ્વાલિયરથી સ્થળાંતરિત કરી INMAS દિલ્હીમાં મોકલી
પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE)ની અને માસ્કની ઝડપી ડીલવરી કરી શકાય અને તેમાં લાગતા સમયને ઓછો કરી શકાય તે માટે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ટેસ્ટીંગ સુવિધાને ડીફેન્સ રીસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ (DRDE), ગ્વાલિયરથી ખસેડીને ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુક્લિયર મેડીસીન એન્ડ અલાય્ડ સાયન્સીઝ (INMAS), દિલ્હીમાં ખસેડવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615047
પ્રવાસન મંત્રાલયે “દેખો અપના દેશ” વેબિનાર શ્રેણી અંતર્ગત બીજા વેબિનારનું આયોજન કર્યું
ભારતીય નાગરિકો પોતાના દેશને વધુ સારી રીતે જાણે અને પ્રવાસન ક્ષેત્રના વિવિધ પાસાં અંગે પ્રવાસન ઉદ્યોગ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સહિત જુદા-જુદા હિતધારકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય હાલમાં ‘દેખો અપના દેશ’ વિષય અંતર્ગત વેબિનારની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615045
કેન્દ્ર સરકારનું જાહેર ક્ષેત્રનું એકમ એનટીપીસી તેની તમામ 45 હૉસ્પિટલ/ આરોગ્ય એકમો કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે આપી રહ્યું છે
PSU દ્વારા કોવિડ કેસોને દિલ્હી અને ઓડિશામાં સંભાળવા માટે રાજ્ય સરકારને બે હોસ્પિટલ સમર્પિત કરવામાં આવી. એમ. અરહંતા PSU દ્વારા કોવિડ -1 મહામારીમાં રાહત આપવા માટે અથાક પ્રયાસો ચાલી રહ્યા છે. 168 આઇસોલેશન બેડ તૈયાર કરાયા. વધુ 122 ઉપલબ્ધ કરાવવા તૈયાર.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615027
ગૃહ મંત્રાલયે ઝૂમ મીટિંગ પ્લેટફોર્મનાં સુરક્ષિત ઉપયોગ પર સૂચના જાહેર કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) અંતર્ગત કાર્યરત સાયબર કોઓર્ડિનેશન સેન્ટર (સાયકોર્ડ)એ ખાનગી વ્યક્તિઓ દ્વારા ઝૂમ મીટિંગ પ્લેટફોર્મના સુરક્ષિત ઉપયોગ પર સૂચનો બહાર પાડ્યાં છે. આ સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, પ્લેટફોર્મ સત્તાવાર ઉપયોગ માટે સરકારી અધિકારીઓ/કર્મચારીઓને ઉપયોગ કરવા માટે નથી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615050
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશને કેન્દ્ર સરકાર તરફથી PMGKAY અંતર્ગત વિતરણ કરવા માટે આશરે 12,361 મેટ્રિક ટન ચોખાનો જથ્થો પ્રાપ્ત થયો છે.
- આસામઃ ગુવાહાટી યુનિવર્સિટીએ આગામી ઉનાળું વેકેશન પાછું ખેચ્યું છે અને પોતાની સંકળાયેલી કોલેજોને લૉકડાઉન વચ્ચે થઇ રહેલા વર્ગોના શૈક્ષણિક નુકસાનને સરભર કરવા જણાવ્યું છે.
- મણિપૂરઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની બહાર ફસાયેલા 3771 લોકોને DBT દ્વારા વ્યક્તિ દીઠ રૂ.2,000નું વળતર પુરું પાડવામાં આવી રહ્યું છે. બાકી રહેલા આશરે 11,000 લોકોને 2થી 3 દિવસોમાં પ્રાપ્ત થશે.
- નાગાલેન્ડઃ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં કામકાજના સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનો અને સેનિટાઇઝર ઉપલબ્ધી ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે.
- ત્રિપૂરાઃ બીજા દર્દીના કુલ 16 ઊચ્ચ-જોખમ ધરાવતા નજીકના સંપર્કોનું પરીક્ષણ નેગેટિવ આવ્યું છે.
- મહારાષ્ટ્રઃ ભારતમાં મહારાષ્ટ્ર રાજ્ય કોવિડ-19ના 3,000 પોઝિટીવ કેસ ધરાવતાં લોકોની સંખ્યા પાર કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આજે નોંધાયેલા 165 નવા કોરોના વાયરસના કેસની સાથે કોવિડ-19 કેસોની સંખ્યા વધીને 3081 પર પહોંચી ગઇ છે. નવા કેસોમાંથી મુંબઇમાંથી 107 કેસ અને પૂણેમાંથી 19 કેસો નોંધાયા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે આરોગ્ય, વિસ્થાપિતો, અર્થતંત્ર, કૃષિ અને રોજ-બરોજના વહીવટીતંત્રને આવરી લેતી બાબતોનો પાંચ મુદ્દાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.
- ગુજરાતઃ વધુ 105 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવતાં ગુજરાતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા વધીને 871 થઇ ગઇ છે. નવા કેસો પૈકી અમદાવાદમાંથી 42 કેસો અને સુરતમાંથી 35 કેસો નોંધાયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 36 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- રાજસ્થાનઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા અનુસાર રાજસ્થાનમાં 18 નવા કેસો નોંધાયા હતા. આ સાથે જ રાજસ્થાનમાં કોરોના વાયરસના કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 1,023 થઇ ગઇ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ બાદ રાજસ્થાન ચોથું સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતું રાજ્ય છે.
- મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં માત્ર ઇન્દોરમાંથી જ વધુ 42 વ્યક્તિઓનો ટેસ્ટ પોઝિટીવ આવતાં રાજ્યમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 980 થઇ ગઇ છે. ઇન્દોરમાં અત્યાર સુધી 586 પોઝિટીવ કેસ નોંધાયા છે અને અહીં રાજ્યમાં થયેલા કુલ 55 મૃત્યુમાંથી 39 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે.
- ગોવાઃ 4થી એપ્રિલથી ગોવામાં એકપણ કોવિડ-19નો નવો કેસ નહીં નોંધાવવાના કારણે ટૂંક સમયમાં રાજ્યનો પશ્ચિમ કિનારો કોરાના મુક્ત બનવાની આશા છે. રાજ્યમાં બે જિલ્લાઓમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દક્ષિણ ગોવાને પહેલેથી જ "ગ્રીન ઝોન" જાહેર કરી દીધો છે. ઉત્તર ગોવામાં 7 પોઝિટીવ કેસોમાંથી પાંચ દર્દીઓ સાજા થઇ ગયા છે, જ્યારે બે વ્યક્તિઓ હજુપણ સારવાર હેઠળ છે.
- કેરળઃ રાજ્ય આગામી 20મી એપ્રિલથી કૃષિ ક્ષેત્ર અને કાથો, કાજુ, હસ્તકળા અને બીડી જેવા પરંપરાગત ઉદ્યોગો માટે લૉકડાઉનના નિયમો હળવા બનાવશે. રાજ્યએ કેન્દ્ર સમક્ષ આ મુજબ વિસ્તારોની વહેંચણી બદલવા વિનંતી કરી છેઃ રેડ ઝોન - કાસારગોડ, કન્નુર, મલપ્પુરમ અને કોઝિકોડ, વાયાનાડ અને કોટ્ટાયમને ગ્રીન ઝોનમાં મુકવા અને બાકીના 8 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં મુકવા. ગઇકાલે અહીં માત્ર 1 કેસ નોંધાયો હતો. 387 પોઝિટીવ કેસોમાંથી 218 કેસો સાજાં થઇ ગયા છે.
- તામિલનાડુઃ તિરુચી હોસ્પિટલમાં કોરોનાનું પરીક્ષણ નેગેટિવ આવતાં 32 કોવિડ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્ય 22 જિલ્લાઓમાં 170 હોટ સ્પોટ સાથે યાદીમાં સૌથી ઉપર છે. કુલ નોંધાયેલા 1242 કેસોમાંથી 1113 કેસો દિલ્હીની ઘટના સાથે સંકળાયેલા છે. અહીં 12 લોકોના મૃત્યુ નીપજ્યાં છે જ્યારે 118 લોકોને રજા આપવામાં આવી છે.
- કર્ણાટકઃ BBMP બેંગલોર શહેરમાં આરોગ્ય સરવે હાથ ધરશે. માધ્યમોના અહેવાલ અનુસાર અહીં 34 નવા કેસ નોંધાયા છે અને વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. બેલાગાવીમાંથી આજે નોંધાયેલા પોઝિટીવ કેસો પૈકીના અડધા કેસો નોંધાયા હતા. અહીં અત્યાર સુધી કુલ 313 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 13 લોકોના મરણ નીપજ્યાં છે. રાજ્યમાં હાલ 187 સક્રિય કેસો છે અને 80 લોકો સાજા થઇ ચૂક્યાં છે.
- આંધ્રપ્રદેશઃ આજે રાજ્યમાં 9 નવા કેસો નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 534 થઇ ગઇ છે, 20 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે 14 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અત્યારે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 500 છે. સૌથી વધારે કેસો ગુંટુરમાંથી 1122 અને કુરનૂલ જિલ્લામાંથી 113 કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે ડૉક્ટરને કરાર ઉપર નિમણૂંક કરવા વિશેષ ભરતી ઝૂંબેશ ચલાવવા જાહેરનામુ બહાર પાડ્યું છે. આવશ્યક ચીજ-વસ્તુઓની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય દ્વારા પ્રવર્તમાન 100 રાયથુ બજાર સિવાય 471 નવા કામચલાઉ રાયથુ બજાર શરૂ કરવામાં આવ્યાં છે.
- તેલંગણાઃ તેલંગણા વડી અદાલતે રાજ્યને પોતાની પહોંચની બહાર રહેલા લાખો ગરીબ લોકોને ચોખા, નાણાં અને અન્ય આવશ્યક ચીજ-વસ્તુઓ પુરી પાડવા સક્ષમ છે કે નહીં તે અંગે પાંચ દિવસોની અંદર જવાબ આપવા જણાવ્યું છે. વડી અદાલતે તબીબી કર્મચારીઓ ઉપર હુમલો કરનારા લોકોની સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 650 પોઝિટીવ કેસો નોંધાયા છે, જેમાંથી 514 હજુ પણ સક્રિય છે, જ્યારે 18 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 118 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- જમ્મુ અને કાશ્મીરઃ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આજે નવા 14 પોઝિટીવ કેસો નોંધાતા કુલ કોવિડ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 314 પર પહોંચી ગઇ છે.
Fact Check on #Covid19
(Release ID: 1615196)
Visitor Counter : 618
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam