સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

કોવિડ-19ને કારણે લોકડાઉન દરમિયાન વરિષ્ઠ નાગરિકો અને તેમની સારસંભાળ કરતા લોકો માટે સૂચના

Posted On: 16 APR 2020 4:25PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નવી દિલ્હીની એમ્સના જેરિયાટ્રિક મેડિસિન વિભાગની સાથે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે કોવિડ-19ને કારણે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિકો અને તેમની સારસંભાળ રાખનાર તમામ લોકોને પાલન કરવા માટે જરૂરી એવા સૂચનો તૈયાર કર્યા છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સચિવ શ્રી આર સુબ્રમન્યમે કહ્યું છે કે, 60 વર્ષથી વધારે વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને અને ખાસ કરીને તબીબી બિમારી ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19 સમયગાળા દરમિયાન ઇન્ફેક્શનનું જોખમ વધારે છે. તેમણે અંગે તમામ જિલ્લાઓમાં, વરિષ્ઠ નાગરિકો માટે કાર્યરત તમામ સંસ્થાઓ અને ક્ષેત્રમાં કાર્યરત બિનસરકારી સંસ્થાઓ ને સૂચનાઓને બહોળી પ્રસિદ્ધ આપવા અપીલ કરી હતી.

 

સૂચનો વિગતવાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો:



(Release ID: 1615029) Visitor Counter : 213