PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 14 APR 2020 7:07PM by PIB Ahmedabad
  • પ્રધાનમંત્રીએ 3 મે સુધી દેશવ્યાપી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી; લોકોને સતત સામાજિક અંતર અને લૉકડાઉનનું પાલન કરવા અને સતર્ક રહેવાની અપીલ કરી.
  • ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 1211 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે અને 31 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.
  • તમામ મુસાફર ટ્રેનોની સેવા 3 મે સુધી રદ કરવામાં આવી.
  • કામદારોની વેતન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે શ્રમ મંત્રાલયે 20 કંટ્રોલ રૂમ શરૂ કર્યા.
  • ભારતીય દવા ઉદ્યોગ પૂરતા પ્રમાણમાં આવશ્યક દવાઓનું ઉત્પાદન અને સંગ્રહ કરે છે.

(છેલ્લા 24 કલાકમાં PIB  દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 1211 કેસ વધ્યા હોવાની પુષ્ટિ થઇ છે અને 31 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 1036 દર્દી સાજા થયા છે/ સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કુલ 602 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે જેમાં 1,06,719 આઇસોલેશન બેડ અને 12,024 ICU બેડની સુવિધા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614405

પ્રધાનમંત્રીએ દેશવ્યાપી લૉકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 સામેની ભારતની લડાઅઇ અંગે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. તેમણે 3 મે સુધી દેશવ્યાપી લૉકડાઉન લંબાવવાની પણ જાહેરાત કરી હતી અને 20 એપ્રિલથી ઓછી જોખમી વિસ્તારોમાં ચોક્કસ પ્રતિબંધો સાથે લૉકડાઉનનો અમલ હળવો કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વધુ જોખમી વિસ્તારો અને હોટસ્પોટ્સ હજુ પણ સતત દેખરેખમાં રહેશે. તેમણે સાત બાબતો અંગે દેશવાસીઓનો સહકાર માંગ્યો હતો જેમાં ઘરમાં વૃદ્ધોની સંભાળ અને સામાજિક અંતર તેમજ લૉકડાઉનનો ચુસ્ત અમલ જેવા મુદ્દા સામેલ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને લૉકડાઉનથી ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, આર્થિક રીતે મુશ્કેલીઓ ભોગવવી પડી તેમ છતાં, દેશમાં સંખ્યાબંધ લોકોના જીવ સુરક્ષિત રહ્યા એટલે આપણે સાચા માર્ગે છીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614339

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળ પાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614268  

કોવિડ 19 લોકડાઉનને ધ્યાનમાં રાખીને 3 મે, 2020 સુધી તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ રદ

યુટીએસ અને પીઆરએસ સહિત બુકિંગ માટે તમામ ટિકિટ કાઉન્ટર વધારે ઓર્ડર્સ સુધી સસ્પેન્ડ રહેશે. આગળની સૂચના સુધી ઇ-ટિકિટ સહિત ટ્રેનોની ટિકિટ માટે એડવાન્સ રિઝર્વેશન નહીં થાય; જોકે ઓનલાઇન ટિકિટ રદ કરવાની સુવિધા કાર્યરત રહશે. રદ થયેલી ટ્રેનોના રિઝર્વેશન માટે પૂરેપુરૂ રિફંડ મળશે. જે ટ્રેનો હજુ રદ થઈ નથી એ લોકો માટે ટિકિટનું એડવાન્સ બુકિંગ રદ કરાવનાર લોકોને પૂરેપુરૂ રિફંડ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614364

દેશવ્યાપી લૉકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય ભારત અને ભારતવાસીઓના જીવન અને તેમની રક્ષા માટે લેવામાં આવ્યો: શ્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે તેની માટે પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ-19ને ફેલાતો અટકાવવા અને તેને ખતમ કરવા માટે દેશભરમાં કરવામાં આવેલ લૉકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય ભારત અને ભારતવાસીઓના જીવન તથા તેમની રક્ષા માટે લેવામાં આવેલો નિર્ણય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614376

FCI દ્વારા લૉકડાઉન દરમિયાન 20 દિવસમાં 1000 ટ્રેનનું ભારવહન કરવામાં આવ્યું

ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI) દ્વારા 24.૦૩.2020થી લઈને લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન આશરે ૩ મિલિયન મેટ્રિક ટન (MMT) ખાદ્યાન્ન સામગ્રીથી ભરેલી 1000 ટ્રેનો (રેક્સ)નું ભારવહન કરીને એક દુર્લભ ગૌરવ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તેમણે આ સમયગાળા દરમિયાન દેશના જુદા-જુદા રાજ્યોમાં આશરે 950 રેક્સ (આશરે 2.7 MMT) પણ પહોંચાડ્યા છે. એક સરેરાશ અનુસાર FCI લૉકડાઉન શરુ થયું તે દિવસથી લઈને દરરોજ આશરે ૩ લાખ મેટ્રિક ટન (પ્રત્યેક 50 કિલોના અંદાજીત 60 લાખ થેલાઓ) લાવવા અને લઇ જવાનું કામ કરી રહી છે કે જે તેની સામાન્ય સરેરાશ કરતા બમણા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614248

કામદારોની વેતન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે 20 કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા

શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર ભારતમાં કોવિડ-19ના કારણે ઉભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય શ્રમ આયુક્ત (CLC) (C)ની કચેરી અંતર્ગત 20 કંટ્રોલરૂમ ઉભા કર્યા છે. આ કંટ્રોલરૂમ નીચે ઉલ્લેખ કરેલા ઉદ્દેશ્યો માટે ઉભા કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614356     

ESIC દ્વારા ઈએસઆઈનું યોગદાન આપવાની મુદત વધુ લંબાવવામાં આવી

દેશ જ્યારે કોરોનાવાયરસ મહામારીને કારણે ખૂબ જ પડકારજનક હાલતમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ઘણા એકમો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે અને કામદારો કામ કરી શકતા નથી. સરકારે બિઝનેસનાં એકમોને તથા કામદારોને જે રીતે રાહતનાં પગલાં પૂરાં પાડયાં છે તે ધોરણે જ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને (ESIC) પણ કોરોનાવાયરસને લડત આપવા માટે તબીબી સ્રોતો મજબૂત કરવા ઉપરાંત તેના સહયોગીઓને અને ખાસ કરીને કર્મચારીઓને તથા વીમો લીધેલી વ્યક્તિઓ માટે રાહતનાં પગલાં લઇને કોવિડ-19 સામે લડવા માટે તબીબી સંસાધનો મજબૂત કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614453

શ્રી ગડકરીએ ઉદ્યોગોના પ્રતિનિધિઓને ખાતરી આપી કે કોવિડ-19ના કારણે લૉકડાઉન પછી ઉદ્યોગો ફરી શરૂ કરવામાં સરકાર સંપૂર્ણ સહકાર આપશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ ઉદ્યોગૌને ખાતરી આપી હતી કે કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દૂર કર્યા પછી ઉદ્યોગોને ફરી શરૂ કરવામાં સરકાર સંપૂર્ણ સહકાર આપશે. FICCIના પ્રતિનિધિઓ સાથે વેબ આધારિત સેમીનારમાં આજે વાત કરતી વખતે તેમણે માહિતી આપી હતી કે, સરકાર દ્વારા આ દિશામાં વિવિધ આર્થિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614489

કેન્દ્રીય વહીવટી ન્યાયપંચનું અખબારી નિવેદન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614432

કોવિડ-19 સામે દેશની લડાઇમાં મદદરૂપ થવા માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે બહુવિધ પગલાં લીધા

રાજ્યોને MSDE કૌશલ્ય ઇકોસિસ્ટમ હેઠળ તાલીમ આપવામાં આવેલા 1,75,000 આરોગ્ય ક્ષેત્રના પ્રોફેશનલ્સની માહિતી સોંપવામાં આવી. ક્વૉરેન્ટાઇન કેન્દ્રો/ આઇસોલેશન વૉર્ડ્સના હેતુઓ માટે રાજ્યોને 33 ફિલ્ડ સંસ્થાઓની સુવિધાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું. જન શિક્ષણ સંસ્થા દ્વારા અંદાજે 5 લાખ માસ્ક તૈયાર કરાયા. તમામ સંસ્થાઓને કહેવામાં આવ્યું કે લૉકડાઉનના સમય દરમિયાન તેમની સાથે જોડાયેલા તમામ એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614345

સરકારે હાલના કોવિડ-19 સંકટને લીધે અટકેલી કૃષિ ક્ષેત્રની નિકાસ ફરીથી વેગવંતી કરવા સંવાદ શરૂ કર્યો

ખેતી, સહકાર અને ખેડૂત કલ્યા મંત્રાલયના સચિવે ખેત પેદાશોના ઉત્પાદકો / નિકાસકારોના સંગઠનો સાથે તેમની સમસ્યાઓ હલ કરવા વીડિયો કોન્ફરન્સ યોજી હતી. સરકારે ખેતી અને સંલગ્ન ચીજોના નિકાસકારો સાથે કોરોના વાયરસને નિયંત્રિત કરવા લદાયેલા લૉકડાઉનને પરિણામે ઉભી થયેલી તેમની સમસ્યાઓ હલ કરવા માટે સંવાદ શરૂ કર્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614371

ભારતીય નૌકાદળ કોવિડ-19ના લોકડાઉન દરમિયાન હવાઈ માર્ગે કામકાજમાં મદદ કરવા વિશાખાપટનમ એરફિલ્ડ ખાતે 24 x 7 સેવા આપશે

પ્રવર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન વાયરસના પ્રસરણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યો છે, ત્યારે ઈસ્ટર્ન નવલ કમાન્ડ (ઈએનસી) આઈએનએસ ડેગાએ ખાતરી આપી છે કે વિશાખાપટન ખાતે જોઈન્ટ-યુઝર એરફિલ્ડ ચોવીસેય કલાક ખુલ્લું રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614400

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે લૉકડાઉન દરમિયાન ICARની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શ્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ-19 મહામારીના ઉપદ્રવ અને આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે ખેડૂતોને ઉભી થઇ રહેલી સમસ્યાઓમાંથી બહાર લાવવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. ત્રણ ICAR સંસ્થાઓ અત્યારે માણસો પર કોવિડ-19ના પરીક્ષણમાં સંકળાયેલી છે જ્યારે, ICAR દ્વારા લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મદદરૂપ થવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર દેશમાં ખેડૂતોને માર્ગદર્શિકાઓ પણ આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614477

કોવિડ-19 લોકડાઉન દરમિયાન જથ્થાબંધ બજારોમાં ભીડ ઓછી કરવા અને ઈ-નામ અંતર્ગત પુરવઠા શ્રુંખલાની વ્યવસ્થિત ગોઠવણી કરવા કેટલાક પગલાં લેવાયા: શ્રી નરેન્દ્રસિંહ તોમર

તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધારાના 415 બજારોને પણ ઈ-નામ (e-NAM) અંતર્ગત જોડવામાં આવી રહ્યા છે કે જે ટૂંક સમયમાં જ ઈ-નામ બજારોની સંખ્યાને 1000 સુધી લઇ જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં કૃષિ બજારમાં સુધારો કરવા માટે એક મોટી હરણફાળ સાબિત થશે. ઈ-નામ પ્લેટફોર્મ પર 1.66 કરોડથી વધુ ખેડૂતો અને 1.28 લાખ વેપારીઓ નોંધાયેલા છે. ખેડૂત ઈ-નામ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે સ્વતંત્ર છે અને તે બધા જ ઈ-નામ બજારોમાં વેપારીઓને ઓનલાઈન વેચાણ માટે પોતાના ઉત્પાદનોને અપલોડ કરી રહ્યો છે અને વેપારી પણ કોઇપણ સ્થળેથી ઈ-નામ અંતર્ગત વેચાણ માટે ઉપલબ્ધ જથ્થાની માટે બોલી લગાવી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614277

લૉકડાઉનના સમય દરમિયાન ખેડૂતો અને ખેતરમાં કૃષિ પ્રવૃત્તિઓમાં સુગમતા માટે કેટલાક પગલા લેવાયા

PM-KISAN યોજના હેઠળ 8.31 કરોડ ખેડૂત પરિવારોને રૂ. 16,621 કરોડની ચુકવણી. PM-GKY યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 3,985 મેટ્રિક ટન કઠોળ રવાના કરવામાં આવ્યું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614168

કેન્દ્રીય ફાર્મા સચિવે દવા અને ફાર્મા ઉદ્યોગ તેમજ તેમના સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

ભારતીય ફાર્મા ઉદ્યોગ આવશ્યક દવાઓ જેમાં ખાસ કરીને HCQનું પૂરતું ઉત્પાદન અને સંગ્રહ કરી રહ્યો છે જેથી સ્થાનિક માંગ અને નિકાસની જવાબદારીઓ બંને પૂર્ણ કરી શકાય. વિભાગ દ્વારા રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીતંત્રોની મદદથી સમગ્ર દેશમાં ઉત્પાદન અને પરિવહન સુનિશ્ચિત કરવામાં આવી હતી. ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ ડૉ. પી.ડી. વાઘેલાએ ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણ ઉદ્યોગની કામગીરી અને સમસ્યાઓની સમીક્ષા કરવા માટે આજે તેમની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજી ત્યારે આ વિગતો સામે આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614176

સ્પીડ પોસ્ટના માધ્યમથી દવાઓ પહોંચાડવાની કામગીરી

કેન્દ્રીય સંચાર, કાયદા અને ન્યાય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે પોસ્ટ વિભાગના સચિવને એ બાબતની ખાતરી કરવાના આદેશ આપ્યા છે કે લૉકડાઉન દરમિયાન સ્પીડ પોસ્ટના માધ્યમથી દવાઓ પહોંચાડવાની કામગીરીને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. સંચાર મંત્રીએ આજે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતીય પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓ આ અંગે સંવેદનશીલ હોવા જોઈએ જેથી કરીને કોઇપણ વ્યક્તિને દવાઓ મોકલવા માટે અથવા મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614065

લૉકડાઉન દરમિયાન અનાજ વિતરણની પરિસ્થિતિની સમીક્ષા માટે શ્રી રામ વિલાસ પાસવાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્યાન્ન મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજોની સંગ્રહખોરી નિયંત્રિત કરવા અને વાજબી ભાવોની ખાતરી માટે તપાસ કરવા જણાવ્યું. વર્ષ 2020-21ની RMS માટે ઘઉંની ખરીદીનો પ્રારંભ 15 એપ્રિલ, 2020થી થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614131

કંપનીઓ દ્વારા કંપની અધિનિયમ 2013 દ્વારા પસાર કરવામાં આવતા સાધારણ અને વિશેષ ઠરાવો અને કોવિડ-19ના કારણે ઉભા થયેલા જોખમોના કારણે તે અંતર્ગત ઘડવામાં આવેલા નિયમો અંગે સ્પષ્ટીકરણ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614350

ભારત સરકારનાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસે અતિ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા માટે સરળ માર્ગદર્શિકા જાહેર કરી

માર્ગદર્શિકામાં ડૂ-ઇટ-યોર સેલ્ફ હેન્ડ-વોશિંગ સ્ટેશનો ઝડપથી સ્થાપિત કરવાનું સૂચન, જેનો ઉપયોગ દુનિયાભરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા થાય છે. પીએસએની ઓફિસની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલી માર્ગદર્શિકામાં નાનાં, વાજબી, પણ અસરકારક સાધનો વ્યાપક સ્તરે સકારાત્મક અસર ઊભી કરી શકે છેઃ પ્રોફેસર કે વિજય રાઘવન, ભારત સરકારનાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર. પ્રોફેસર રાઘવને સામુદાયિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ, કોર્પોરેટને આ અને અન્ય પગલાઓનો અમલ કરવા અપીલ કરી. સૂચિત પગલાઓનો મુખ્ય લક્ષ્યાંક સ્વચ્છતા અને સાફસફાઈ પર ભાર મૂકવાનો તેમજ મુખ્ય હસ્તક્ષેપો સૂચવવાનો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614285

DRDO દ્વારા કોવિડ-19 નમૂના એકત્રીકરણ માટે કિઓસ્ક તૈયાર કરવામાં આવ્યું

DRDL દ્વારા હૈદરાબાદના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ESIC)ના ડૉક્ટરો સાથે વિચારવિમર્શ કરીને એક એકમ તૈયાર કરવામાં આવ્યું છે. COVSACK એક એવું કિઓસ્ક છે જેનો ઉપયોગ શંકાસ્પદ ચેપગ્રસ્ત દર્દીઓના કોવિડ-19ના નમૂના લેવા માટે થઇ શકે છે. જે દર્દીનું પરીક્ષણ કરવાનું હોય તે આ કિઓસ્કની અંદર જાય છે અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલ દ્વારા બહારની બાજુએ હોથમોજામાંથી હાથ નાંખીને નાક અથવા મોઢામાંથી નમૂનો મેળવવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614549

ગ્રામ પંચાયતોએ દેશમાં કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લાવવા વિવિધ પગલાં લીધા
વેબસાઇટ, સોશિયલ મીડિયા, પોસ્ટર અને દિવાલ પર લખાણ દ્વારા જાગૃતિ, ડિસઇન્ફેક્શનનો છંટકાવ, સ્થાનિક સ્તરે ઉત્પાદિત કરવામાં આવેલા સાધનોનું ગામવાસીઓમાં વિતરણ, મફત રેશનનું વિતરણ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય તેમજ આવશ્યક વસ્તુઓની ઘરે આવીને ડિલિવરી જેવી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614538

કોવિડ-19 મહામારીનો સામનો કરવા પીસીએમસીએ અપનાવેલી રીતો અને સમાધાનો

પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશને કચરાનું વ્યવસ્થાપન કરવામાં અને સાફસફાઈની સેવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. ઉપરાંત તાજેતરમાં પીસીએમસીએ કોવિડ-19 મહામારી સામે લડવામાં ઝડપી અને સતર્ક પ્રતિસાદ આપ્યો છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વાયરસનો ફેલાવો રોકવા માટે સીએમસી દ્વારા કેટલીક પહેલ અને મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે..

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614422

ફિટ ઇન્ડિયા અને સીબીએસઈએ લૉકડાઉનના બીજા તબક્કામાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ લાઇવ ફિટનેસ સત્રોનું આયોજન, આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા વહેંચશે

ભારત સરકારની મુખ્ય ફિટનેસ મૂવમેન્ટ ફિટ ઇન્ડિયા દ્વારા શરૂ થયેલા ફિટ ઇન્ડિયા એક્ટિવ ડે પ્રોગ્રામ હેઠળ લાઇવ ફિટનેસ સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યાં પછી ફિટ ઇન્ડિયા એક વાર ફરી ફિટનેસ સેશનની નવી સીરિઝ શરૂ કરશે. આ સમયે આ સેશનનું આયોજન દેશભરની શાળાઓનાં બાળકો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે પાર્ટનરશિપમાં આયોજિત કરશે. આયુષ મંત્રાલયની સ્વસ્થ રહેવાની પ્રોગ્રામ માર્ગદર્શિકા આ વિદ્યાર્થીઓ સાથે વહેંચવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614425

HRD મંત્રાલયના NIOS દ્વારા અસરકારક શાળાકીય શિક્ષણ ઘરઆંગણે મળે તે માટે અનન્ય પદ્ધતિ અપનાનવામાં આવી

કોવિડ-19ના પગલે, સ્વયંપ્રભા DTH ચેનલ દ્વારા KVS, NVS અને CBSE & NCERT સાથે મળીને સ્કાઇપે દ્વારા NIOS ના ઇનોવેશનનું લાઇવ સત્રોનું પ્રસારણ કરવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614440

OFB 1.10 લાખ ISO ક્લાસ 3 કવરઓલનું ઉત્પાદન કરશે

ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ISO ક્લાસ 3 એક્સપોઝર માપદંડોને સુસંગત કવરઓલનો પૂરવઠો મોકલવાનું શરૂ કરી દીધું છે. HLL લાઇફકેર લિમિટેડ (HLL) દ્વારા શરૂઆતમાં આપવામાં આવેલ ઓર્ડર અનુસાર 1.10 લાખ કવરઓલનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઓર્ડર 40 દિવસમાં પૂરો કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614373

પર્યટન મંત્રાલયે આજથી તેની દેખો અપના દેશવેબિનાર સિરીઝ શરૂ કરી

પર્યટન મંત્રાલય દ્વારા તેની દેખો અપના દેશવેબિનાર સિરીઝ ઘણાં સ્થળોની ઊંડાણપૂર્વકની માહિતી આપવા અને ભારતના વારસા અંગે અને ભારતની પ્રચલિત માન્યતાઓ વ્યક્ત કરતા વારસા અંગે માહિતી આપવા આજથી આ વેબિનાર સિરીઝ શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614487

NFL દ્વારા ખેડૂતો વિના અવરોધે ખાતર પૂરું પાડવામાં આવે છે

નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ (NFL) અત્યારે દેશભરમાં કોવિડ-19ના કારણે લૉકડાઉનનો અમલ હોવા છતાં ખેડૂત સમુદાયને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614389

***************

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં હોલોન્ગી ચેક પોસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર દાખલ થનારા વ્યક્તિને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યો હતો.
  • આસામઃ આસામમાં, IIT ગુવાહાટીની ટીમે સુક્ષ્મ જીવાણુંઓના નાશ અને તેનો ફેલાવો અટકાવવા PPE કિટ માટે એન્ટી-માઇક્રોબાયલ આધારિત આવરણ વિકસાવ્યું છે. તેનાથી PPEની આવરણ યુક્ત સપાટી સાથે સંપર્કમાં આવતાં સુક્ષ્મ જીવાણુંઓ નાશ પામે છે.
  • મણીપૂરઃ મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં PMGKY અંતર્ગત લોકોને કરવામાં આવતાં ચોખાના વિતરણની સમીક્ષા કરી હતી.
  • મિઝોરમઃ IAFના ડોર્નિયર વિમાન દ્વારા આજે ICMRની પરીક્ષણ કીટનો 32 કિલો જથ્થો આવી પહોંચ્યો હતો અને તેને મિઝોરમના ઐઝવાલ ખાતે આવેલી ઝોરમ મેડિકલ કોલેજ ખાતે આ જથ્થો મોકલવામાં આવ્યો હતો.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં વિરોધપક્ષના નવ ધારાસભ્યોને કોવિડ-19 નિરીક્ષણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નાગાલેન્ડના પ્રથમ કોવિડ-19 દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટે તેની ઓળખ જાહેર કરવી જરૂરી છે.
  • સિક્કિમઃ સરકારે 3 મે, 2020 સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે, સરકાર 20મી એપ્રિલ બાદ તેમાં છૂટછાટ આપવાની વિચારણા કરી શકે છે.
  • ત્રિપૂરાઃ લૉકડાઉન ઉઠાવી લીધા બાદ સરકારે કઇ કામગીરી કરવી જોઇએ તે અંગે લોકોનો અભિપ્રાય મંગાવ્યાં હતા, તેના પરિણામે મુખ્યમંત્રીને 6000 જેટલા સૂચનો પ્રાપ્ત થયા હતા.
  • કેરલઃ રાજ્યના નાણામંત્રીએ રાજ્ય સરકારની નાણાકીય જરૂરિયાતો ઉકેલવા જરૂરી પગલાં ભરવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી અને RBI દ્વારા રાજ્યની લોન મંજૂર કરવા આગ્રહ કર્યો હતો. રાજ્ય સરકારે નવા દિશાનિર્દેશો બહાર પાડવામાં આવે ત્યાં સુધી વર્તમાન નિયંત્રણો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ગઇકાલ સાંજ સુધી કુલ 197 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 178 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 1,12,183 લોકો નિરીક્ષણ હેઠળ છે.
  • તામિલનાડુઃ સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોવિડના કારણે મૃત્યુ પામનારા નેલ્લોરના ડૉક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. ચેન્નઇ કોર્પોરેશન બુધવારથી સ્થાનિક રહેવાસીઓનું પરીક્ષણ શરૂ કરવા જઇ રહ્યું છે. ચેન્નઇ પોલીસે માસ્ક ન પહેરનારા લોકો સામે ગુના દાખલ કરીને તેમના વાહનો જપ્ત કર્યા હતા. અત્યાર સુધી 1173 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે 58 વ્યક્તિઓ સાજા થયા છે અને 65ને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દિધી છે, વિદ્યાર્થીઓને ઑનલાઇન વર્ગો સાંભળવા માટે સલાહ આપવામાં આવી છે. અનંતપુરમાં ગૂટી ખાતે આવેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્રમાં વિસ્થાપિત શ્રમિકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. રાજ્યમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 473 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 9 થયો છે. કુલ 14 લોકો અત્યાર સુધી સાજા થયાં છે. રાજ્યમાં પોઝિટીવ કેસ ધરાવતાં અગ્રણી જિલ્લાઓમાં ગુંતૂર (109), કુરનૂલ (91), નેલ્લોર (56), પ્રકાસમ (42), ક્રિષ્ના (44), કડપા (31)નો સમાવેશ થાય છે.
  • તેલંગણાઃ રાજ્ય સરકાર દ્વારા શહેરમાં 126 સ્થાનિક વિસ્તારોને ચેપગ્રસ્ત સમૂહ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. લૉકડાઉનની સમયમર્યાદામાં વધારો થયા બાદ વિસ્થાપિત શ્રમિકોએ હૈદરાબાદ શહેર છોડવાનો પ્રયત્ન કર્યો હતો. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 592 પર પહોંચી છે, જેમાંથી 103 સાજા થયા છે, જ્યારે 472 લોકો સારવાર હેઠળ છે.
  • મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં 121 નવા કોરોના વાઇરસના પોઝિટીવ કેસ નોંધાતા તેનો આંકડો 2,455 પર પહોંચી ગયો છે. મંગળવારે નોંધાયેલા નવા કેસો પૈકી મુંબઇમાંથી 92 કેસ, નવી મુંબઇમાંથી 13, થાણે શહેરમાંથી 10, વસાઇ-વિરારમાંથી પાંચ અને રાયગઢમાંથી એક કેસ નોંધાયો હતો.
  • ગુજરાતઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 45 પોઝિટીવ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 617 પર પહોંચી ગઇ છે. આ નવા નોંધાયેલા કેસો પૈકી અમદાવાદમાંથી 31, સુરતમાંથી 9, મહેસાણામાંથી 2 અને એક-એક કેસ ભાવનગર, દાહોદ અને ગાંધીનગરમાંથી નોંધાયા હતા. (અધિક મુખ્ય સચિવ, આરોગ્ય)
  • રાજસ્થાનઃ જયપુરમાંથી 71 અને ઝૂનઝૂનુમાંથી 1 સહિત અત્યાર સુધી રાજસ્થાનમાંથી આજે 72 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. રાજસ્થાનના આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 969 થઇ ગઇ છે.
  • મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં કુલ 1171 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યાં હતા અને 126 નવા પોઝિટીવ કેસ મળી આવતાં રાજ્યના પોઝિટીવ કેસોની સંખ્યામાં એક દિવસમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. તેમાંથી ઇન્દોરમાંથી 98, ભોપાલમાંથી 20 કેસ નોંધાયા હતા. રાજ્યમાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 730 થઇ ગઇ છે.
  • ગોવાઃ આજે સવાર સુધી ગોવામાં કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નહોતો. રાજ્યમાં હાલ સક્રીય હોય તેવા કેસોની સંખ્યા 2 છે. અહી નોંધાયેલા કુલ 7 પોઝિટીવ કેસોમાંથી 5 વ્યક્તિઓ પહેલેથી સાજા થઇ ચૂક્યાં છે.

Fact Check on #Covid19

RP

 



(Release ID: 1614562) Visitor Counter : 395