નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ: અત્યાર સુધીની પ્રગતી

Posted On: 13 APR 2020 4:11PM by PIB Ahmedabad
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ ગરીબ લોકોને રૂ. 29,352 કરોડથી વધુ આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 5.29 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • 97.8 લાખ ઉજ્જવલા સિલિન્ડરની વિનામૂલ્યે ડિલિવરી કરવામાં આવી
  • EPFOના 2.1 લાખ સભ્યોએ EPFO ખાતામાંથી નોન-રિફંડેબલ એડવાન્સ રકમ ઑનલાઇન ઉપાડી છે જેમાં કુલ 510 કરોડ રૂપિયાની ચૂકવણી થઇ છે
  • PM-KISANનો પહેલો હપતો ચૂકવવામાં આવ્યો: 7.47 કરોડ ખેડૂતોને રૂ. 14,946 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા
  • 19.86 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રૂપિયા 9930 કરોડ આપવામાં આવ્યા
  • અંદાજે 2.82 કરોડ વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગ લોકોને રૂપિયા 1400 કરોડ આપવામાં આવ્યા
  • 2.17 કરોડ બાંધકામ અને કન્સ્ટ્રક્શનના શ્રમિકોને રૂપિયા 3071 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ

કોવિડ-19ના કારણે અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સમાજના નબળા વર્ગને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેમના પર કોઇ મોટી અસર ન પડે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે લૉકડાઉનના પ્રભાવથી આવા લોકોને બચાવવા માટે 26 માર્ચ 2020ના રોજ માર્ચ રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)ની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ, ગરીબ નાગરિકો અને ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. આ પેકેજનો ઝડપથી અમલ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સતત તેના પર દેખરેખ રાખે છે. લૉકડાઉનનો આશય જળવાઇ રહે અને તે સ્થિતિમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી રાહતના પગલાં પહોંચાડવામાં કોઇ જ ખામી ન રહી જાય તેનું નાણામંત્રી, સંબંધિત મંત્રાલયો, કેબિનેટ સચિવો અને PMO ધ્યાન રાખે છે.

લાભાર્થીઓને ઝડપથી અને કાર્યદક્ષ રીતે લાભ ટ્રાન્સફર કરવા માટે ફિનટેક અને ડિજિટલ ટેકનોલોજી નિયુક્ત કરવામાં આવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો અમલ કરવામાં આવ્યો છે એટલે કે, લાભાર્થીના ખાતામાં સીધી જ રકમ જમા કરવામાં આવી છે, વચ્ચેની કોઇપણ ઉણપો દૂર કરી શકાય અને કાર્યદક્ષતામાં સુધારો થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. લાભાર્થીને શાખાની જાતે મુલાકાત લીધા વગર તેમના બેંક ખાતામાં સીધી જ રકમ જમા થઇ જાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

13 એપ્રિલ 2020 સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 32.32 કરોડ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 29,352 કરોડ આ પેકેજ અંતર્ગત ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના:

અત્યાર સુધીમાં એપ્રિલ મહિનામાં 40 લાખ મેટ્રિક ટનમાંથી 20.11 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો 31 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉપાડવામાં આવ્યો છે. 2.65 લાખ મેટ્રિક ટનનું વિતરણ 16 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં 1.19 કરોડ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ 2020ના ખાદ્યાન્નના જથ્થાના વિતરણ માટે આવરી લેવામાં આવ્યા છે. વિવિધ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 3985 મેટ્રિક ટન કઠોળ (દાળ)નો જથ્થો મોકલવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર

PMUY અંતર્ગત અત્યાર સુધીમાં 1.39 કરોડ સિલિન્ડરનું બુકિંગ થયું છે અને તેમાંથી 97.8 લાખ PMUY મફત સિલિન્ડરની ડિલિવરી લાભાર્થીઓને કરી દેવામાં આવી છે.

EPFOના સભ્યોને બાકી નીકળતી રકમની 75% અથવા 3 મહિનાનો પગાર બંનેમાંથી જે પણ ઓછી હોય તે રકમ નોન-રિફંડેબલ એડવાન્સ તરીકે ઉપાડવાની મંજૂરી:-

EPFOના 2.1 લાખ સભ્યોએ અત્યાર સુધીમાં રૂ. 510 કરોડ ઑનલાઇન ઉપાડ્યા છે.

3 મહિના માટે EPF યોગદાન- 100 સુધી કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં દર મહિને રૂપિયા 15000થી ઓછો પગાર મેળવતા EPFO સભ્યોને તેમના પગારની 24% ચૂકવણી યોગદાન પેટે

એપ્રિલ મહિના માટે આ યોજના અંતર્ગત EPFOને અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડની ચૂકવણી પહેલાંથી જ કરી દેવામાં આવી છે. 78.74 લાખ લાભાર્થીઓ અને સંબંધિત સંસ્થાને જાણ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણની જાહેરાત તૈયાર કરવામાં આવી છે. આ સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે.

મનરેગા:-

વેતન દરમાં વધારો થયો હોવાની સૂચના આપી દેવામાં આવી છે જે 01-04-2020થી અમલી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 19.56 લાખ લોકોના કામના માનવ દિવસો જનરેટ કરવામાં આવ્યા છે. વધુમાં, વેતન અને સામગ્રી બંનેના બાકી નીકળતા નાણાં માટે રૂ. 7100 કરોડની ચૂકવણી રાજ્યોને કરી દેવામાં આવી છે.

સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં કર્મચારીઓ માટે વીમા યોજના:-

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા 22.12 લાખ આરોગ્ય કર્મચારીઓ માટે યોજના કાર્યરત કરવામાં આવી છે.

ખેડૂતોને સહાય:

કુલ ચૂકવણીમાંથી રૂ. 14,946 કરોડની ચૂકવણી PM-KISANના પ્રથમ હપતા તરીકે કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ, 8 કરોડમાંથી અંદાજે 7.47 કરોડ લાભાર્થીઓ ઓળખી કાઢવામાં આવ્યા છે જેમના ખાતામાં સીધા જ રૂ. 2000 જમા કરવામાં આવ્યા છે

PMJDY મહિલા ખાતા ધારકોને સહાય:

ભારતમાં મોટી સંખ્યામાં પરિવારોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, આ પેકેજ અંતર્ગત, 19.86 કરોડ મહિલા જન ધન-ખાતા ધારકોને તેમના ખાતામાં રૂપિયા 500 દરેકને પ્રાપ્ત થયા છે. 13 એપ્રિલ 2020 સુધીમાં કુલ રૂપિયા 9,930 કરોડની ચૂકવણી આ યોજના હેઠળ કરવામાં આવી છે.

વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગ લોકોને સહાય

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) દ્વારા અંદાજે 2.82 કરોડ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ લોકોને રૂપિયા 1,400 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. દરેક લાભાર્થીને આ યોજના હેઠળ પ્રથમ હપતા તરીકે રૂપિયા 500 રોકડ વળતર પેટે મળ્યા છે. દરેકને રૂપિયા 500નો બીજો હપતો આવતા મહિને ચૂકવવામાં આવશે.

બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને સહાય:

2.17 કરોડ બાંધકામ અને કન્સ્ટ્રક્શનના શ્રમિકોને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત બાંધકામ અને કન્સ્ટ્રક્શન કામદાર ભંડોળ દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા 3,071 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ - 13/04/2020 સુધીમાં કુલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રકમ

PMJDY મહિલા ખાતા ધારકોને સહાય

19.86 કરોડ (97%)

9930 કરોડ

NSAP (વૃદ્ધો, વિધવા, દિવ્યાંગ લોકોને) સહાય

2.82 કરોડ (100%)

1405 કરોડ

PM-KISAN હેઠળ ખેડૂતોને પ્રથમ આપવામાં આવેલી ચુકવમી

7.47 કરોડ (8 કરોડમાંથી)

14,946 કરોડ

બાંધકામ અને અન્ય કન્સ્ટ્રક્શન શ્રમિકોને સહાય

2.17 કરોડ

3071 કરોડ

કુલ

32.32 કરોડ

29,352 કરોડ

 

GP/RP



(Release ID: 1614035) Visitor Counter : 1193