સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 07 APR 2020 6:21PM by PIB Ahmedabad

ભારત સરકારે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના સાથસહકાર સાથે દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ તકેદારીના, સક્રિય અને તબક્કાવાર પગલાં લીધા છે. આ પગલાંની નિયમિત સમીક્ષા થાય છે અને સર્વોચ્ચ સ્તર પર નજર રાખવામાં આવે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સમુદાયમાં રોગના પ્રસારના નિયંત્રણ અને રોગચાળાના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. ક્વારેન્ટાઇન સુવિધાઓના સર્વેલન્સ, મોનિટરિંગ, શંકાસ્પદ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા તેમજ હોમ ક્વારેન્ટાઇન કરવામાં આવેલા લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા, નાગરિકોને નવી માહિતી આપવા, હીટ મેપ્સનો ઉપયોગ કરીને પ્રીડિક્ટિવ એનાલીટિક્સ કરવા, એમ્બ્યુલન્સ અને ડિસઇન્ફેક્શન સેવાઓનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવા, ડૉક્ટરો અને હેલ્થકેર વ્યાવસાયિકોને વર્ચ્યુઅલ તાલીમ આપવા તેમજ ટેલી-કાન્સેલિંગ માટે ટેકનોલોજી-સંચાલિત પહેલો વિવિધ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી છે.

મંત્રાલયે કોવિડ-19ની સારવાર અને નિયંત્રણ માટે અપડેટ કરેલા તાલીમ સંસાધનોની સમગ્રી અને વીડિયો સામગ્રી બહાર પાડી છે. આ સામગ્રી લિન્ક પર ઉપલબ્ધ છેઃ https://www.mohfw.gov.in/

કોવિડ-19ના શંકાસ્પદ/પુષ્ટિ થયેલા કેસોની ઉચિત સારવાર પર માર્ગદર્શક ડોક્યુમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે, જેને તમે નીચેની લિન્ક પરથી મેળવી શકો છોઃ

https://www.mohfw.gov.in/pdf/FinalGuidanceonMangaementofCovidcasesversion2.pdf.

કોવિડ-19ના કેસોની વિવિધ કેટેગરીઓ માટે અલગ-અલગ પ્રકારની સુવિધાઓ સ્થાપિત થશે, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર કરવાની વ્યવસ્થા તરીકે થશે અને કોવિડ-19ના દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે ઉચિત કોવિડ-19 ડેડિકેટેડ સુવિધાની ઓળખ માટે નિર્ણય લેવા માટે થશેઃ

  1. કોવિડ કેર સેન્ટર (સીસીસી):
  1. હળવા કે અતિ હળવા કેસો અથવા કોવિડના શંકાસ્પદ કેસો.
  2. પરિવર્તન કરવાની સુવિધાઓ. આ સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની હોસ્ટેલ, હોટેલ, સ્કૂલ, સ્ટેડિયમ, લોજ વગેરેમાં સ્થાપિત થઈ શકશે.
  3. જો જરૂર પડશે, તો હાલની ક્વારેન્ટાઇન સુવિધાઓને કોવિડ કેર કેન્દ્રોમાં પરિવર્તિત પણ કરી શકાશે
  4. આવશ્યક રીતે એક કે વધારે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરને મેપ કરી શકાશે અને રેફરલના ઉદ્દેશ માટે ઓછામાં ઓછી એક ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલને મેપ કરી શકાશે.
  1. ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર (ડીસીએચસી):
  1. તમામ કેસો માટે સારવાર પૂરી પાડશે, જેમનું નિદાન મધ્યમ પીડિત દર્દી તરીકે થયું હશે
  2. સંપૂર્ણ હોસ્પિટલ ફાળવવી પડશે અથવા અલગ પ્રવેશ/નિર્ગમન સાથે હોસ્પિટલમાં અલગ બ્લોક ફાળવવો પડશે
  3. સંપૂર્ણપણે સજ્જ આઇસીયુ, વેન્ટિલેટર્સ અને બેડ, જેમાં ઓક્સિજનનો પર્યાપ્ત સપોર્ટ હોય.
  1. ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ (ડીસીએચ):
  1. નૈદાનિક રીતે ગંભીર દર્દી તરીકે જાહેર થયેલા લોકોને વિસ્તૃત પ્રાથમિક સારવાર આપવામાં આવશે.
  2. સંપૂર્ણ હોસ્પિટલ ફાળવવી પડશે અથવા અલગ પ્રવેશ/નિર્ગમન સાથે હોસ્પિટલમાં અલગ બ્લોક ફાળવવો પડશે
  3. સંપૂર્ણપણે સજ્જ આઇસીયુ, વેન્ટિલેટર્સ અને બેડ, જેમાં ઓક્સિજનનો પર્યાપ્ત સપોર્ટ હોય.

અત્યાર સુધી 4421 કેસની પુષ્ટિ થઈ છે અને 117 વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. 326 વ્યક્તિઓને સાજાં થયા પછી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 પર ટેકનિકલ મુદ્દા, માર્ગદર્શિકા અને સલાહો પર તમામ અધિકૃત જાણકારી અને લેટેસ્ટ માહિતી મેળવવા માટે કૃપા કરીને નિયમિતપણે આ વેબસાઇટ જુઓઃ

https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ પ્રશ્રોનું સમાધાન મેળવવા તમે technicalquery.covid19[at]gov[dot]in ઇમેલ કરી શકો છો અને અન્ય પ્રશ્રોનું સમાધાન મેળવવા ncov2019[at]gov[dot]in પર ઇમેલ કરી શકો છો.

કોવિડ-19 પર કોઈ પણ પ્રશ્રો હોય, તો કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો સંપર્ક હેલ્પલાઇન નંબર +91-11-23978046 પર અથવા 1075 પર (ટોલ-ફ્રી) કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી આ લિન્ક પર ઉપલબ્ધ છેઃ https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

*****



(Release ID: 1612088) Visitor Counter : 265