રેલવે મંત્રાલય
ઇન-હાઉસ PPE કવરઓલ બનાવવા માટે ભારતીય રેલવેએ સમયની સામે હોડ લગાવી
રેલવેના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ માટે ભારતીય રેલવે દરરોજ આવા 1000 સુરક્ષાત્મક કવરઓલ બનાવવા પ્રયાસરત
સમયની માગને અનુલક્ષીને 50% કવરઓલ અગ્ર હરોળમાં સેવા આપી રહેલા અન્ય અન્ય તબીબી પ્રોફેશનલ્સને આપવાનો રેલવેનો વિચાર
જગધરી ખાતે આવેલું રેલવે વર્કશોપ આવા કવરઓલ બનાવનારું પ્રથમ વર્કશોપ, અંદાજે 17 રેલવે વર્કશોપે હવે આ કામ આગળ વધારવા તૈયારીઓ કરી
Posted On:
07 APR 2020 12:45PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા PPE પ્રકારના કવરઓલના ઉત્પાદનની ઇન-હાઉસ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જગધરી ખાતે આવેલા વર્કશોપમાં તૈયાર કરવામાં આવેલા કવરઓલને તાજેતરમાં DRDO લેબ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને આ હેતુ માટે તેમને અધિકૃતતા આપવામાં આવી છે. આ માન્યતા પ્રાપ્ત ડિઝાઇન અને સામગ્રીનો ઉપયોગ હવે વિવિધ ઝોન હેઠળ આવેલા અન્ય વર્કશોપ દ્વારા આ સુરક્ષાત્મક કવરઓલ તૈયાર કરવા માટે થશે. આ PPE કવરઓલના કારણે રેલવે હોસ્પિટલમાં કોવિડથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરેલી રહેલા રેલવેના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને વધુ સુરક્ષા પૂરી પાડવામાં ખૂબ મદદરૂપ થશે.
રેલવેના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ માટે દરરોજ આવા 1000 સુરક્ષાત્મક કવરઓલ તૈયાર કરવા માટે રેલવેની તમામ સુવિધાઓ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજે 17 વર્કશોપ આ કવાયતમાં યોગદાન આપશે.
આ નવીનતાપૂર્ણ PPE વસ્ત્રોમાંથી 50% કવરઓલ દેશમાં અન્ય તબીબી પ્રોફેશનલોને આપવા અંગે રેલવેતંત્ર વિચાર કરી રહ્યું છે.
તમામ કવરઓલની સામગ્રી પંજાબમાં આવેલી સંખ્યાબંધ મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની નજીકમાં જગધરી ખાતે કેન્દ્રીય રીતે તૈયાર કરવામાં આવી રહી છે.
આવનારા દિવસોમાં, ઉત્પાદન સુવિધાઓમાં વધુ મોટાપાયે કામ હાથ ધરવામાં આવી શકે છે. ભારતીય રેલવે દ્વારા આ કવરઓલના નિર્માણ અને સંશોધન કાર્યને કોવિડ મહામારી સામેની લડાઇમાં સંકલાયેલી સરકારી એજન્સીઓ દ્વારા આવકારવામાં આવ્યું છે.
આ PPEના ટેકનિકલ વિવરણો હવે તૈયાર છે અને સામગ્રીના પૂરવઠાકારો પણ નક્કી થઇ ગયા છે. હવે ટૂંક સમયમાં જ તેનું ઉત્પાદન શરૂ થઇ શકે છે. કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા આપણા ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને સુરક્ષાત્મક ઉપકરણોથી સજ્જ કરવાના સંદર્ભમાં આનાથી ખૂબ મોટો વેગ મળશે.
ભારતીય રેલવેનો ઉદ્દેશ્ય પોતાના ઉત્પાદન એકમો અને વર્કશોપમાં જરૂર હોય એટલા દિવસ સુધી દરેક સિલાઇ મશીનમાં એક કલાકમાં ત્રણ સેટનું ઉત્પાદન કરવાનો છે.
અહીં નોંધનીય છે કે, રેલવેનો આ આંતરિક પ્રયાસ ભારત સરકાર સમક્ષ રજૂ કરાયેલી કેન્દ્રીય વિનંતીથી ઉપર અને તે સિવાય છે અને વિશેષ ઉલ્લેખ દ્વારા HLLને પણ સંકેત આપવામાં આવ્યો છે.
ખૂબ જ ઝડપથી આ પ્રકારના PPEનું નિર્માણ અન્ય લોકો માટે પણ અનુસરણીય દૃશ્ટાંત રજૂ કરે છે અને આનાથી અગ્ર હરોળમાં સેવા આપી રહેલા લોકો માટે સૌથી મહત્વપૂર્ણ ગણતા સુરક્ષાત્મક ઉપકરણના ઉત્પાદનને વેગ મળશે.
GP/RP
(Release ID: 1611930)
Visitor Counter : 236
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam