મંત્રીમંડળ સચિવાલય
                
                
                
                
                
                
                    
                    
                        વીડિયો કોન્ફરન્સ માધ્યમથી કેબિનેટ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો/ડીજીપી સાથે બેઠક યોજી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 APR 2020 3:14PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                કેબિનેટ સચિવે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો/ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હતી.
	- તમામ રાજ્યોને તબલઘી જમાતમાં ભાગ લેનારાઓના સક્રિય સંપર્ક તપાસની ગંભીરતા અંગે અવગત કરાવવામાં આવ્યા હતા કારણ કે તેના લીધે કોવિડ-19ની અટકાયતના પ્રયાસોમાં મોટા જોખમનો વધારો થયો છે. રાજ્યોને યુદ્ધના ધોરણે તમામ સંપર્ક તપાસ પ્રક્રિયાને પૂરી કરવા જણાવવામાં આવ્યું હતું.
 
	- એવું જાણવા મળ્યું છે કે વિદેશીઓ કે જેમણે તબલઘી જમાતમાં ભાગ લીધો હતો તેમણે વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રાજ્યોને આ કાર્યક્રમના આયોજક વિરુદ્ધ અને આવેલા વિદેશીઓ વિરુદ્ધ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
 
	- રાજ્યોને આગામી અઠવાડિયા સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું અમલીકરણ કરવાની સુચના આપવામાં આવી છે. તેના લીધે લાભાર્થીઓને મોટી રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. તેનું આયોજન થોડા-થોડા સમયે થતુ રહેવું જોઈએ કે જેથી કરીને સામાજિક અંતરની ખાતરી કરી શકાય.
 
	- એ બાબત નોંધવામાં આવી હતી કે સમગ્ર દેશમાં લૉકડાઉન અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. રાજ્યોને એ  બાબતની ખાતરી કરવા જણાવવામાં આવ્યું હતું કે માલસામાનની આંતર-રાજ્ય હેરફેર કરવા માટે સામાજિક અંતર જાળવી રાખીને કોઇપણ પ્રકારના અવરોધ વિના પરવાનગી આપવી જોઈએ.
 
	- જરૂરી સામાનના ઉત્પાદનની પણ ખાતરી કરવી જોઈએ. એ બાબતની પણ ખાતરી કરવી જોઈએ કે આ પ્રકારના માલસામાનની પુરવઠા શ્રુંખલા જળવાઈ રહે.
 
GP/RP
******
                
                
                
                
                
                (Release ID: 1609987)
                Visitor Counter : 281
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam