સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ PM-CARES ભંડોળમાં તેમનો એક દિવસનો પગાર દાન પેટે આપશે;
રૂ. 500 કરોડનું દાન થવાની અપેક્ષા
प्रविष्टि तिथि:
29 MAR 2020 3:05PM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની લડાઇ માટે PM-CARES ભંડોળમાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર દાન પેટે આપવા માટેની દરખાસ્તને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે. આના કારણે આર્મી, નૌકાદળ, વાયુસેના, સંરક્ષણ PSU અને અન્ય વિભાગો સહિત સંરક્ષણ મંત્રાલયની વિવિધ પાંખોનું અંદાજે કુલ રૂ. 500 કરોડનું આર્થિક યોગદાન થવાની અપેક્ષા છે.
કર્મચારીઓનું આ યોગદાન સ્વૈચ્છિક છે અને જેમને ઇચ્છા ન હોય તેમને આ દાન આપવાથી બાકાત રાખવામાં આવશે.
GP/DS
(रिलीज़ आईडी: 1609017)
आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam