પ્રધાનમંત્રીનું કાર્યાલય
આવતીકાલે સવારે 7 થી રાત્રીના 9 દરમિયાન જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ
આવતીકાલે સાંજે 5 વાગ્યે નિસ્વાર્થભાવે રાષ્ટ્રની સેવા કરી રહેલા લોકોનો આભાર વ્યક્ત કરવા અપીલ
Posted On:
21 MAR 2020 6:37PM by PIB Ahmedabad
વાયરસના પ્રસારને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 22 માર્ચના રોજ સવારના 7 વાગ્યાથી લઇ રાત્રિના 9 વાગ્યા સુધી લોકોને જનતા કર્ફ્યુનું પાલન કરવાની યાદ અપાવી હતી.
મુસીબતના આ સમયમાં દેશના લોકોને પોતાની નિઃસ્વાર્થ સેવા પૂરી પાડી રહેલા લોકોનો આભાર વ્યક્ત કરવા માટે પ્રધાનમંત્રી નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ આવતીકાલે સાંજે 5 વાગ્યે પોતાના ઘરોના દરવાજા પાસે અને બાલ્કનીમાં ઉભા રહે અને પાંચ મિનીટ સુધી તાળી વગાડીને અથવા ઘંટડી વગાડીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે.
RP
(Release ID: 1607574)
Visitor Counter : 224
Read this release in:
Telugu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam