પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોવિડ-19 પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
18 MAR 2020 10:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19ને નિયંત્રિત કરવા સંબંધિત હાલમાં હાથ ધરવામાં આવતા પ્રયાસોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ભારતની તૈયારીઓ અને સજ્જતાને હજુ પણ મજબૂત કરવા માટે વિવિધ ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં પરીક્ષણ માટે વધુ સુવિધાઓ ઉભી કરવા વિશે પણ વાત થઇ હતી.
કોવિડ-19ના જોખમ સામે લડવા આપણા વ્યવસ્થાતંત્રને તૈયાર કરવા માટે પ્રધાનમંત્રીએ લોકો, સ્થાનિક સમુદાયો અને સંગઠનો સાથે સંકળાયેલા રહેવાની પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.
કોવિડ-19 સામેની લડતમાં રાજ્ય સરકારો, મેડિકલ ક્ષેત્રના લોકો, પેરામેડિકલ સ્ટાફ, સશસ્ત્ર અને અર્ધલશ્કરી દળો તેમજ જેઓ ઉડ્ડયન ક્ષેત્ર, મ્યુનિસિપલ સ્ટાફ તેમજ અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જોડાયેલા છે તે તમામ સહિત અગ્રહરોળમાં રહીને ફરજ બજાવતા તમામ લોકો પ્રત્યે પ્રધાનમંત્રીએ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી 19 માર્ચ 2020ના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો આપશે જેમાં કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ અને તેને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો અંગે ચર્ચા કરશે.
SD/RP
(Release ID: 1607041)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam