માહિતી અને પ્રસારણ મંત્રાલય
મંચ તૈયાર: ભારત 2030 સુધીમાં ગ્લોબલ લાઇવ ઇવેન્ટ્સ લીડરશિપનું લક્ષ્ય રાખે છે
LEDCના મુખ્ય સુધારાઓમાં મોડેલ લાઇસન્સિંગ ફ્રેમવર્ક, હેરિટેજ વેન્યૂ માટે SOP અને ગ્રીનફિલ્ડ વેન્યૂ નીતિનો સમાવેશ
29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ઇન્ડિયા સિને હબ પોર્ટલ પર લાઇવ ઇવેન્ટ પરવાનગીઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરી
IIMC, MESC અને EEMAના સહયોગથી લાઇવ ઇવેન્ટ્સમાં પ્રમાણપત્ર અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો વિકસાવશે
प्रविष्टि तिथि:
29 JUL 2026 3:16PM by PIB Ahmedabad
સરકારે લાઇવ ઇવેન્ટ્સ ક્ષેત્રને આર્થિક વિકાસ, રોજગાર સર્જન, પર્યટન અને સાંસ્કૃતિક પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ પ્રેરક ક્ષેત્ર તરીકે ઓળખ્યું છે.
ક્ષેત્રના ટકાઉ વિકાસને સરળ બનાવવા અને 2030 સુધીમાં ભારતને લાઇવ ઇવેન્ટ્સ માટે ગ્લોબલ હબ તરીકે સ્થાપિત કરવા માટે, જુલાઈ 2025માં લાઇવ ઇવેન્ટ્સ ડેવલપમેન્ટ સેલ (LEDC) ની રચના કરવામાં આવી હતી. આ સેલની અધ્યક્ષતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ કરે છે. તેમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારો, ઉદ્યોગ સંગઠનો તથા અન્ય હિતધારકોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
LEDCની ચાર બેઠકો 26.08.2025, 16.10.2025, 04.02.2026 અને 30.04.2026ના રોજ યોજાઈ છે, અને તેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, નિયમનકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા, વેપાર કરવાની સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) ને પ્રોત્સાહન આપવા અને લાઇવ ઇવેન્ટ્સ ક્ષેત્ર માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સક્રિય પગલાં શરૂ કર્યા છે.
મુખ્ય પરિણામો નીચે મુજબ છે:
· ક્ષેત્રના વિકાસ માટેની વ્યાપક વ્યૂહરચના નક્કી કરતું એક એક્ઝિક્યુશન ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ હિતધારકોને મોકલવામાં આવ્યું છે.
· લાઇવ ઇવેન્ટની પરવાનગીઓ માટે એક ઓનલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને તેને ઇન્ડિયા સિને હબ (ICH) પોર્ટલ પર કાર્યરત કરવામાં આવી છે. તે સમયબદ્ધ પ્રોસેસિંગ, રિયલ-ટાઇમ ટ્રેકિંગ, વિલંબનું એસ્કેલેશન, સંકલિત ડિજિટલ ચૂકવણીઓ અને ડિજિટલ ઓડિટ ટ્રેલ્સ સાથે અરજી, સંકલન, મંજૂરીઓ, ચૂકવણીઓ અને નિરીક્ષણોને આવરી લેતો સિંગલ ડિજિટલ વર્કફ્લો પૂરો પાડે છે.
· 29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ICH પોર્ટલ પર લાઇવ ઇવેન્ટ પરવાનગીઓ માટે તેમના નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે.
· LEDC દ્વારા "ભારતમાં લાઇવ ઇવેન્ટ્સ માટે લાયસન્સિંગ અને પરવાનગીઓને સુવ્યવસ્થિત કરવા માટે મોડેલ એક્ઝિક્યુટિવ ઓર્ડર, 2026" તૈયાર કરવામાં આવ્યો છે અને 13.03.2026 ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યો છે. હાલમાં, 3 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના રાજ્યમાં તેનો અમલ કર્યો છે.
· ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે સંરક્ષિત સ્મારકો પર લાઇવ ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા તૈયાર કરી છે અને આ હેતુ માટે 224 હેરિટેજ સ્થળોની યાદી શેર કરી છે.
· ગ્રીનફિલ્ડ વેન્યુ ડેવલપમેન્ટ પોલિસી પર એક કન્સેપ્ટ નોટ તૈયાર કરવામાં આવી છે અને રાજ્ય સરકારો, રમતગમત સત્તામંડળો અને ઉદ્યોગના હિતધારકોને મોકલવામાં આવી છે.
· એક સ્કિલિંગ કમિટીની રચના કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) એ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) અને ઇવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (EEMA) ના સહયોગથી, લાઇવ ઇવેન્ટ્સમાં સર્ટિફિકેટ અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો તથા તેના હાલના કાર્યક્રમોમાં એલેક્ટિવ મોડ્યુલ્સ સંબંધિત પ્રારંભિક કાર્ય હાથ ધર્યું છે.
· LEDCએ મુલાકાતે આવતા કલાકારો અને ક્રૂ માટે વિઝા અને FRRO સુવિધા, રમતગમત અને હેરિટેજ સ્થળોનો ઉપયોગ, મ્યુઝિક લાયસન્સિંગનું સરળીકરણ, રાત્રે 10 વાગ્યા પછીના કાર્યક્રમો માટેની પરવાનગીઓ, કરવેરા અને નાણાકીય પહોંચ સંબંધિત મુદ્દાઓની ઓળખ કરી છે અને તેને વિચારણા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગો સાથે શેર કર્યા છે.
· LEDCની ભલામણ પર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 15 જાન્યુઆરી 2026ના રોજ અધિસૂચિત વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન નિયમો, 2026 હેઠળ સેવાઓની આયાત માટે USD 500,000 અને તેથી વધુના એડવાન્સ રેમિટન્સ માટે બેંક ગેરંટી રજૂ કરવાની જરૂરિયાતને દૂર કરી છે. આ નિયમો 01.10.2026 થી અમલમાં આવશે.
આ માહિતી માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડો. એલ. મુરુગને આજે લોકસભામાં એક અતારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2291034)
आगंतुक पटल : 18