ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિજય દિવસ પર યુદ્ધમાં પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
1971માં આજના દિવસે જ સુરક્ષા દળોએ તેમની અદમ્ય હિંમત અને સચોટ રણનીતિથી પાકિસ્તાની સેનાને હરાવી અને તેમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા
આ વિજય અન્યાય અને જુલમ સામે એક મજબૂત કિલ્લો બન્યો, સમગ્ર વિશ્વમાં માનવતાના રક્ષણનું એક તેજસ્વી ઉદાહરણ સ્થાપિત કર્યું અને ભારતીય સશસ્ત્ર દળોની અજોડ લશ્કરી શક્તિ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું
प्रविष्टि तिथि:
16 DEC 2025 10:29AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિજય દિવસ પર યુદ્ધમાં પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
'X' પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે 1971માં આજના દિવસે જ સુરક્ષા દળોએ તેમની અદમ્ય હિંમત અને સચોટ રણનીતિથી પાકિસ્તાની સેનાને હરાવી અને તેમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા. શ્રી શાહે કહ્યું કે આ વિજય અન્યાય અને જુલમ સામે ઢાલ બન્યો, સમગ્ર વિશ્વમાં માનવતાના રક્ષણનું એક તેજસ્વી ઉદાહરણ સ્થાપિત કર્યું અને ભારતીય સશસ્ત્ર દળોની અજોડ લશ્કરી શક્તિ અને વીરતાને દર્શાવી હતી.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2204437)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam