પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુજરાતના સુરતમાં ભારતની બુલેટ ટ્રેન પાછળની ટીમ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
Posted On:
16 NOV 2025 3:27PM by PIB Ahmedabad
બુલેટ ટ્રેન કર્મચારી: બુલેટ ટ્રેન છે ઓળખ અમારી, આ ઉપલબ્ધિ છે મોદીજી તમારી અને અમારી.
પ્રધાનમંત્રી: તમને શું લાગે છે, સ્પીડ બરાબર છે? તમે લોકોએ જે નક્કી કર્યું હતું, તે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી રહ્યા છો કે પછી તમને લોકોને કંઈ મુશ્કેલી થઈ રહી છે?
બુલેટ ટ્રેન કર્મચારી: ના સર, કોઈ મુશ્કેલી નથી.
પ્રધાનમંત્રી: તમે શું કહેશો?
બુલેટ ટ્રેન કર્મચારી: હું કેરળથી છું. હું અહીં સેક્શન ટુ નવસારી નોઈઝ....
પ્રધાનમંત્રી: ગુજરાતમાં પહેલી વાર આવ્યા તમે?
બુલેટ ટ્રેન કર્મચારી: હા સર, હું અહીં સેક્શન ટુ નોઈઝ બેરિયર ફેક્ટરીમાં રોબોટિક યુનિટ જોઈ રહી છું. ત્યાં નોઈઝ બેરિયરનું જે રીબાર્કેજ છે, તે રોબોટની મદદથી અમે લોકો વેલ્ડિંગ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી: શું લાગે છે તમને, આ બુલેટ ટ્રેન બનાવવી અને ભારતમાં પહેલી ટ્રેન બનવી, તેના વિશે તમે સ્વયં તમારા મનમાં શું વિચારો છો? પરિવારને શું કહો છો?
બુલેટ ટ્રેન કર્મચારી: સર, એવું લાગે છે કે આ એક સ્વપ્ન છે, જે કામ હું કરી રહી છું, તે આગળ ખૂબ કામ આવશે સર. પરિવાર માટે આ ગૌરવની પળ છે, મારા માટે સર.
પ્રધાનમંત્રી: જુઓ, જ્યાં સુધી મનમાં આ ભાવ નથી આવતો કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું, હું દેશને એક નવી વસ્તુ આપી રહ્યો છું, જેણે પહેલો સ્પેસ સેટેલાઇટ છોડ્યો હશે, તેને લાગતું હશે ને? અને આજે સેંકડો સેટેલાઇટ જઈ રહ્યા છે.
બુલેટ ટ્રેન કર્મચારી: નમસ્તે સર, મારું નામ શ્રુતિ છે. હું બેંગ્લોરથી છું અને હું લીડ એન્જિનિયરિંગ મેનેજર છું. ડિઝાઈન અને એન્જિનિયરિંગ કંટ્રોલની દેખરેખ રાખું છું. તો તમે જેમ કહી રહ્યા છો, પહેલા જે પણ હવે ઇનિશિયલ પ્લાન અને ઇમ્પ્લીમેન્ટેશન (પ્રારંભિક યોજના અને અમલ) જે પણ હોય છે, તે પહેલા થાય છે. પછી જેમ જેમ એક્ઝિક્યુશન કરવાની દિશામાં જઈએ છીએ, અમે તેના Pros and Cons (ફાયદા અને ગેરફાયદા) દરેક વખતે તપાસીએ છીએ, દરેક સ્ટેપમાં, અને જો અમારાથી આ નથી થઈ રહ્યું, તો શા માટે નથી થઈ રહ્યું? પહેલા સોલ્યુશન શોધવાનો પ્રયાસ કરીએ છીએ. જો તેમ છતાં પણ ન થયું તો કયો ઓલ્ટરનેટ સોલ્યુશન તેના માટે જોઈ શકીએ છીએ, તે કરીને અમે દરેક સ્ટેપમાં આગળ વધતા જઈએ છીએ સર.
પ્રધાનમંત્રી: આ જે તમારા અનુભવો છે, જો તે રેકોર્ડ કરાયેલા હશે, એક બ્લુ બુકની જેમ તૈયાર થાય, તો દેશમાં અમે ખૂબ મોટી માત્રામાં બુલેટ ટ્રેનની દિશામાં જવાના છીએ. હવે અમે નહીં ઈચ્છીએ કે દરેક લોકો નવો પ્રયોગ કરે. અહીંથી જે શીખેલું છે, તે ત્યાં રિપ્લિકા થવું જોઈએ. પરંતુ તે રિપ્લિકા ત્યારે થશે જ્યારે આવું શા માટે કરવું પડ્યું તેનું જ્ઞાન હશે તો થશે. નહીંતર શું થશે કે તેઓ એમ જ કરી દેશે. જો આ પ્રકારનો કોઈ રેકોર્ડ તમે મેન્ટેન કરો છો. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે પણ કામ આવી શકે છે. જિંદગી અહીં ખપાવી દઈશું, દેશને કંઈક આપીને જઈશું.
બુલેટ ટ્રેન કર્મચારી: ના નામ જોઈએ, ના ઇનામ જોઈએ, ના નામ જોઈએ, ના ઇનામ જોઈએ. બસ દેશ આગળ વધે, આ અરમાન જોઈએ.
પ્રધાનમંત્રી: વાહ.
બુલેટ ટ્રેન કર્મચારી: મોદીજી, તમારું દરેક સ્વપ્ન સાકાર થાઓ, મોદીજી, તમારું દરેક સ્વપ્ન સાકાર થાઓ, દેશનું નામ ઊંચું રહે, વારંવાર થાઓ. બુલેટ ટ્રેન છે ઓળખ અમારી, બુલેટ ટ્રેન છે ઓળખ અમારી, આ ઉપલબ્ધિ છે મોદીજી તમારી અને અમારી.
SM/NP/GP/JD
(Release ID: 2190533)
Visitor Counter : 14